Showing posts with label જીવતો વાયર. Show all posts
Showing posts with label જીવતો વાયર. Show all posts

Saturday, June 5, 2021

રસી મુકાવીને રખડતા અ-રસિકો

ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! 



પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


 કોરોનાની બીજી લહેર પણ હવે હળવે હળવે ધીમી પડતી જાય છે અને મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં કેસો કરતા દર્દીને રજા આપવાના આંકડાઓ માં વધારો જોવા મળે છે...! આ બાબત હકારાત્મક છે અને અત્યારના નેગેટિવ માહોલમાં થોડીક પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! બધા સલાહ સૂચન ની હારમાળા લઈને જ રખડે છે, કોઈ સામે મળ્યું નથી કે ગળામાં હારમાળા પહેરાવી નથી...! અરે ભલા માણસ તારી સલાહ તારા ઘરવાળા (વાળી) પણ માનતા નથી તો બીજા શું ખાખ માનવાના....??? એના કરતાં રેહવા દો ને આવી સલાહ સૂચના આપવાનું... મૌન રહીને થોડીક ઊર્જા બચાવો તો પણ આ પૃથ્વી ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો ગણાશે !



હવે આવી જાવ હું મારા મૂળ મુદ્દા પર... અત્યારે જેટલા પણ લોકો માસ્ક વગર રખડતા જોવા મળે છે એ બે પ્રકારના લોકો છે.... ૧) જેમને રસીના બંને ડોઝ લઈ લીધા છે એવા અને ૨) જેને રસી લેવા કે ન લેવા અંગે કોઈ ફેર પડતો નથી ( આવા લોકો એમના મતે ચિરંજીવી છે ) ...!


હવે મૂળ સમસ્યા મારી હાળી એ છે કે આ માસ્ક વગરના લોકો જે દબંગ બનીને રખડતા હોય છે એ રસી મુકાવેલા છે કે વગર રસીએ દબંગ બનીને રખડે છે.... એ નક્કી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે ! આપડે કેમ નક્કી કરી શકીએ કે સામેવાળા એ રસી મુકાવી છે કે નહિ ???


મે એનો પણ રસ્તો કાઢ્યો છે, તમે પણ અજમાવી જોજો.... જે લોકો રસ્તા પર રખડતા ભટકતા ( કૂતરા નહિ હો...) જોવા મળે ખાસ તો માસ્ક વગરના... એને તમારે પેલું પાંચ કે દસ રૂપિયા વાળું દુધિયા કલર વાળું સર્જીજલ માસ્ક આપવું... જો એણે રસી લીધી હશે તો કહેશે " આવા માસ્ક ફાસ્ક ની મને જરૂર નથી... મે બેય ડોઝ લઈ લીધા છે હોં..!" અને જેને રસી માં વિશ્વાસ જ નથી એને માસ્ક માં પણ ક્યાંથી વિશ્વાસ હોવાનો ??? એ કેવો તર્ક આપશે એ પણ કહું..... એ ડોકટર સાહેબ પોતાના કોલર ઉંચા કરતા કહી દેશે કે, " જો માસ્ક થી જ કોરોના રોકાઈ જતો હોય તો રસી શું કામ આપો છો ??? અને રસી થી કોરોના રોકાઈ જતો હોય તો માસ્ક શું કામ પહેરવો છો ???


જોકે, હું આવા બુદ્ધિજીવી લોકો સાથે વાદ વિવાદ માં નથી ઉતરતો... કેમ કે મને ખબર છે આવા લોકો મારું માથું અને સમય બન્ને ખાઈ જશે... એટલે એવા લોકોથી દૂર જ રહેવું... પેલા જીગ્નેશ કવિરાજ નું કે કોઈનું ગીત છે "બેવફા તને દૂરથી સલામ" એની જેમ... !

છાપું વાંચી વાંચીને અને આંખ ને આટલી બધી કસરત કરાવીને એક વાત તો હું ખાતરીપૂર્વક કહી શકું કે રસી મુકાવી જ લેજો.... ફાયદો છે કે નુકસાન છે એ બધું જીવતા રેશો તો નક્કી કરી લેજો.... હવે તો કોવીન પોર્ટલ પર પણ સ્લોટ ખાલી જોવા મળે છે તો રસી લો અને બીજા લોકો ને પણ લેવડાવી દો અને એને પણ કહો કે તમે પણ બીજાને રસી મુકાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી દો....!!


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

Wednesday, May 5, 2021

પપ્પાને અંતિમ પત્ર

  નમો નારયણ

આદરણીય પપ્પા

ગોસાઇ નવિનચંદ્ર નારણગર

નિવાસ; કૈલાસવાસ

 

પપ્પા તમે તા. ૨૬/૪/૨૦૨૧ ગુરુવાર તિથિ ચૈત્ર સુદ ૧૪ વિ.સં ૨૦૭૭ ના રોજ અમને બધાને મુકીને અનંત સફરે ચાલ્યા ગયેલા છો. આપણા ઇષ્ટદેવ મહાદેવ તમને કૈલાસમા એમના ચરણોમાં સ્થાન આપે એવી અમો બધા મંગળ કામના કરીએ છીએ. આપનો સ્થુળ દેહ અમારા બધા વચ્ચે રહ્યો નથી, એ હવે સનાતન સત્ય છે ! પણ આ વાસ્તવિકતા સ્વિકારતા મને અને અમને બધાને ખુબ વાર લાગશે. ઘરની દરેક ચીજ વસ્તુઓ સાથે તમારી એટલી યાદો જોડાયેલી છે કે અમે હજુ એ વાત સ્વિકારી શકીએ એમ જ નથી કે આપ હવે કૈલાસવાસી બની ગયા છો.

 

તમે બેસતા એ ખુરશી, તમે પહેરતાં એ વસ્ત્રો, અખબાર વાંચતી વખતે તમે પહેરતા એ બેતાલા ચશ્મા, મહાદેવ મંદિરે  જલ અર્પણ કરતી વખતે જે તામ્ર કળશ વાપરતાં એ કળશમાં અને સમગ્ર ઘરના ખુણે ખુણામાં આપની ચેતના હજુ પણ વ્યાપ્ત છે, એવો મને આભાસ થયા કરે છે. આપ ચાલવા ગયા હશો અને હમણા જ પરત ફરશો એવી આશાએ અમારી દ્ર્ષ્ટિ હજુ પણ ઘરના દરવાજા પર મંડાયેલી રહે છે !

 

આપની એટલી બધી યાદો આ ઘર સાથે અને મારી સાથે જોડાયેલી છે કે, આપનો આ પુત્ર એને શબ્દોમા સમાવી શકવા માટે અસમર્થ છે. આમ છતાં આપને એક શબ્દાંજલી આપવાનો આ એક નાનકડો પ્રયાસ મારા દ્વારા થયો છે.

न जायते म्रियते वा कदाचिन्नायम् भूत्वा, भविता, वा न भूय:

 

अजोनित्य: शाश्वतोयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे………” ગીતા ૨/૨૦

 

आत्मा का जन्म नहीं होता । उसकी मृत्यु भी नहीं होती । वह पहेले न थी, या अबके बाद नहीं होगी, ऐसा नहीं है । आत्मा अजन्मा, नित्य, शाश्वत, पुरातन है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता । हे अर्जुन ! आत्मा को शस्त्रो काट नहीं सकते । अग्नि जला नहीं सकता । पानी भीगो नहीं सकता और वायु सूखा नहीं सकता । आत्मा, सर्वव्यापी, स्थिर, अचल और सनातन है । उसे अव्यक्त, अचिंत्य और विकार रहित कहेते हैं ।

                                                                                                                                                લી.

                                                                       આપનો અમિતગીરી

Monday, October 5, 2020

રિક્ષા ડ્રાઈવર થી રાષ્ટ્રપતિ ( ભાગ ૧ )

 

ઉધરસ ખાતા ખાતા સાવ કરમાઈ ગયેલા અવાજે મોહન ભારથી એ પોતાની પત્ની સરલા દેવીને કહ્યું, " મારું ટિફિન તૈયાર છે કે નહિ ???" સરલાદેવી એ કહ્યું તૈયાર જ છે બસ અમિત તૈયાર થાય એટલે તમે નીકળો ! અને હા આજે અમિત ની પરિક્ષા પણ શરૂ થાય છે એને રસ્તામાં કોલેજ એ ઉતારી દેજો ! એટલામાં જ અમિત આવી ગયો અને સરલાદેવી ને પગે લાગીને આશીર્વાદ લીધા કે મારું પેપર સારું જાય...!!!


હું અમિત. અમારો ૪ લોકોનો પરિવાર મમ્મી પપ્પા હું, અને ચોથી રિક્ષા. મારા પપ્પા રિક્ષા ડ્રાઈવર છે અને મા ગૃહિણી છે, અને હું અત્યારે મનોવિજ્ઞાન માં રાજ્યશાસ્ત્ર સાથે બી.એ કરું છું !! ૧૨ માં ધોરણ માં ૮૦ ટકા મેળવ્યા એટલે સરકારી વિનયન કોલેજ માં સરળતાથી વારો આવી ગયો !


  બાળપણથી મને વાંચવાની એક ખરાબ આદત હતી, એટલી ખરાબ કે ક્યારેક પપ્પા બહારથી જલેબી અને ફાફલા લાવે તો એ કે અખબારનાં ટુકડામાં આવ્યા હોઈ એમાં પણ જો કોઈ વાંચવા લાયક માહિતી મળે તો એ પણ વાંચી નાખતો, આ વાંચવાની આદતે જ મને જનરલ નોલેજની સ્પર્ધામાં ઘણા ઇનામો અપાવ્યા છે !!


 આખી કોલેજમાં કદાચ હું એક જ એવો વિધાર્થી હોઈશ કે જેની પાસે પોતાનો ફોન પણ ન્હોતો. મને ખબર છે કે આજે ભલે મારી પાસે ફોન નથી પણ જ્યારે સમય કરવટ બદલશે ત્યારે લોકોના ફોન માં સૌથી વધારે સર્ચ થવા વાળો વ્યક્તિ હું હોઈશ !! "ખિસ્સા ભલે ખાલી છે પણ સપના મારા ભરેલા છે...!!" રોમ વોઝ નોટ બિલ્ટ ઈન વન ડે, બટ હિરોશીમા દિસ્ત્રોઇડ ઈન વન ડે !! ગ્રેટ થિંગ ટેક્સ ટાઈમ !!


બાળપણ થી મને બે કલર ખૂબ ગમતા અને હજી પણ ગમે છે, એક સફેદ અને બીજો કાળો ! મોટે ભાગે મારા કપડાં પણ આ જ રહેતા સફેદ શર્ટ અને કાળું પેન્ટ ! ઘણી વાર તો કોલેજના પ્રોફેસર પણ મજાકમાં કહેતા કે, અમિત આ આર્ટસ કોલેજ છે લૉ કૉલેજ નથી !! હું પણ મજાક માં કહેતો શું ખબર સાહેબ કાલે સવારે લૉ કોલેજમાં ભણવાનું થાય તો રોજ બ્લેક એન્ડ વ્હાઇટ પહેરવાની આદત થઇ જાય ને !!


જેના કોઈ મિત્ર ન હોઈ એના મિત્રો એટલે પુસ્તક. પુસ્તક એટલે મારા માટે જાણે જાદુઈ ખજાનો, લાઇબ્રેરી ના મોટા ભાગના પુસ્તકો મારા હાથ માથી પસાર થઈ ગયા છે મને પણ ખબર નથી !


પપ્પા ની તબિયત ખરાબ રહેવા લાગી હતી એટલે ડોકટરે એમને આરામ કરવાની સલાહ આપી. પણ જો રિક્ષા ન ચાલે તો અમારે ઘરનો ચૂલો પણ ન સળગે, એટલે મેં પણ હવે વેકેશન નો સમય હોવાથી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પપ્પા ની ઈચ્છા પણ મને રિક્ષા ડ્રાઈવર બનાવવાની હતી એટલે ૧૮ વર્ષ પૂરા થતા જ લાઇસન્સ કઢાવી લીધું હતું. 


એક દિવસ હું સ્ટેન્ડ પર પેસેન્જર ની રાહ જોતો હતો. એટલામાં એક ભાઈ ઉતાવળ માં આવ્યા અને મને કહે ફટાફટ જિલ્લા કોર્ટ તરફ લઈ લે રિક્ષા ! ભાઈનો પહેરવેશ જોતા એવું લાગ્યું કે એ વકીલ હશે ! મે એમને કોર્ટે ઉતાર્યા અને ફરી સ્ટેન્ડ તરફ જવા નીકળ્યો.

Saturday, July 18, 2020

" હું હજી જીવતો છું ! "

દરેડ નામનું નાનકડું ગામ. આ ગામ માં દર વર્ષે મેળો આવે, મેળો તો આવે પણ રામ નારાયણ ના ઘરમાં કંકાશ લાવે ! એની કંકાસ નું એક જ કારણ એનો એક નો એક દીકરો અજયકુમાર. જેવો મેળો આવે એટલે અજયકુમાર ની જીદ ચાલુ થાય મારે "બંદૂક" લેવી છે ! દર વર્ષે બંદૂક લઈને ઘરમાં એટલી બંદૂકો ભેગી થઈ ગયેલી કે જાણે કોઈ રાઈફલ શૂટિંગ નું કોચિંગ સેન્ટર ચાલતું હોય !

દર વર્ષે રામ નારાયણ દીકરાને સમજાવે કે બેટા આટલી બંદૂકો તો ભેગી કરી ! કબાટ ખોલીએ તો બંદૂક નીકળે, માળિયું સાફ કરી તો બંદૂક નીકળે, પલંગ નીચે કચરો વાળી તો બંદૂક નીકળે ! ટુંકમાં વસ્તુ રાખી શકાય એવી બધી જગ્યાએથી બંદૂક નીકળે નીકળે અને નીકળે જ ! નાનું એવું ઘર અને એમાં માણસો કરતાં બંદૂક વધારે !

રામ નારાયણ પોતે બાપ દાદાનું બનાવેલું મંદિર સાચવતા ! મંદિર ની કોઈ ખાસ આવક નહોતી, પણ ત્રણ જણનું ગુજરાન ચાલે એટલું ભક્તો તરફથી મળી જતું ! ઘણા ભક્તો મહિને રાશન પૂરું પાડતા, તો કોઈક વળી એના દીકરાની ફી ભરી આપતું, તો કોઈ વળી એને લાઈટ બીલ ભરી આપતું ! આમ ઉપરવાળાની દયાથી બધું ચાલતું !

મંદિર માં ખાસ કોઈ રોકડ આવક તો થતી નથી ! પણ શ્રાવણ મહિનો આવે એટલે ભક્તોનું ઘોડાપૂર આવે ! આ એક મહિનો રામ નારાયણ માટે થકાવી નાખે એવો ! આ એક મહિનો એમની પત્ની નિર્મલા માટે પણ કામ થી ભરપુર !

અજયકુમાર ને બાળપણ થી જ બંદૂક સાથે પ્રિય લગાવ. ટીવી માં પણ પોલીસ અને આર્મી ની કોઈ સિરિયલ આવતી હોઈ તો જોવાનું ચૂકે નહિ ! એના લખવાના ચોપડા ખોલો તો પણ એમાં બંદૂક દોરેલી જોવા મળે ! ઘર માં જ્યાં પણ કોરી દીવાલ દેખાય એ દીવાલ પર "જય હિન્દ" , "વંદે માતરમ્" , "ભારત માતા કી જય" આવા દેશભક્તિ ના નારાઓ લખેલા જોવા મળે !

ઘણી વખત નવરાશ ના સમય માં રામ નારાયણ વિચારતા કે એક નો એક દીકરો છે, અને આ મંદિર માં રસ લેવાને બદલે બંદૂક માં રસ લે છે ! શું કરવું આનું ??? એની આ ચિંતા એમની પત્ની નિર્મલા પણ જાણતી હતી, પણ એ એક જ જવાબ આપે, હજી નાનો છે અજય. શું કામ અત્યારથી એને મંદિર ના કામ માં રસ લેતો કરવો ??? એ મોટો થશે એટલે આપમેળે સમજી જશે !

આમ ને આમ વર્ષો વીતતા ચાલ્યા ગયા. ૧૨ પાસ કરીને અજય કુમાર એ સરકારી વિનયન કોલેજ માં એડમીશન પણ લઇ લીધું ! હવે બંદૂક નું સ્થાન બુક્સ એ લઈ લીધું હતું ! કોલેજ ની સાથે સાથે અજયકુમાર ભવિષ્યમાં સરકારી નોકરી કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા જતા હતા.

એક દિવસ અખબાર માં જાહેરાત વાંચી, "આર્મી નો ભરતી મેળો ધો. ૧૨ પાસ યુવાનો માટે" ! બાળપણ થી જેની નસે નસ માં રાષ્ટ્રભક્તિ દોડતી હોઈ એ તો આવા સુવર્ણ અવસર ની રાહ જ જોતા હોઈ ! ઘરમાં માતા પિતાને જણાવ્યા વગર જ અજય કુમાર નીકળી પડ્યા ભરતી ની પ્રક્રિયા માં ભાગ લેવા !

ભરતી ની બધી પ્રક્રિયામાં પાસ થઈ ને ઘરે આવીને જમતી વખતે કીધું, પપ્પા ! હું તમને એક વાત કહેવા ઈચ્છું છું ! મહેરબાની કરીને ગુસ્સો ન કરતા !

પિતા રામ નારાયણ ભવિષ્ય નું એંધાણ પારખી ગયા હતા એટલે બહુ ઠંડા દિલથી કીધું, બોલ ! શું કહેવું છે ??
પપ્પા હું આર્મી માં જવા માંગુ છું ! તમે મંજૂરી આપશો ને ???

રામ નારાયણે કીધું, બેટા ! તે નક્કી કરી જ લીધું છે દેશ સેવા કરવાનું તો અમે તને રોકવા વાળા કોણ ??? માતા નિર્મલા એ પણ દુઃખી સ્વરે કીધું ક્યારે જવાનું છે દીકરા ??? અજય કુમારે કીધું ! બસ ત્રણ દિવસ પછી દહરે દુન ખાતે ૬ મહિના ટ્રેનિંગ અને પછી પહેલું પોસ્તિંગ મળશે !

તાલીમ માં અજયકુમાર ની નિશાને બાજી માં કુશળતા જોઈને એમને "સોલ્જર" તરીકે પસંદ કરવામાં આવ્યા ! અને પહેલું પોસ્ટીંગ મળ્યું જમ્મુ કાશ્મીરના કુપ વાડા સેકટર માં ! આ ક્ષેત્ર આંતકવાદીઓની મજબૂત પકડ વાળું હતું !

દર સપ્તાહ માં બે થી ત્રણ જવાનો અહી શહીદ થતા ! અત્યાર સુધી ક્યારેય છાપુ ન વાંચતા રામ નારાયણ હવે દીકરા ની માહિતી જાણવા રોજ અખબાર વાંચતા !

ઘરે રોજ ફોન કરવામાં તકલીફ પડતી એટલે અજય કુમારે પોતાના પહેલા જ પગાર માથી સારી એવી કંપની નો ફોન લઈને ઘરે મોકલ્યો હતો ! રામ નારાયણ અને નિર્મલા બહેન ને ફોન માં કશી ગતાગમ ન પડે એટલે આજુ બાજુ માં રહેતા પાડોશીને બોલાવીને અજય કુમાર ને ફોન લગાવે અને પોતાની વાત ચીત કરે !

એક દિવસ કુપવાડા સેકટર ૪ ની છાવણી પર આંતકવાદીઓએ ઓચિંતો હુમલો કરી દીધો ! જેમાં ૧ મેજર અને ૭ જવાનો ઘાયલ થયાં હતાં ! ૩ જવાનો શહીદ થયા હતા ! આ ઘટના ના તાજાં સમાચાર ટીવી પર આવતા હતા એટલે પાડોશીઓએ રામ નારાયણ અને નિર્મલા બહેન ને બોલાવીને સમાચાર બતાવ્યા ! સમાચાર જોઈને નિર્મલા બહેન હતપ્રભ થઈ ગયા ! ત્યાં જ ટીવી પર જે ૩ જવાનો શહીદ થયા એમના નામ આવ્યા જેમાં એક નામ હતું "ત્રિપાઠી અજયકુમાર રામ નારાયણ" જેવું આ વાચ્યું એટલે નિર્મલા બહેન બેહોશ થઇને ઢળી પડ્યા !

સૈનિક હોસ્પિટલ માં પણ ટીવી ચાલુ જ હતું અજય કુમાર પણ સમાચાર જોઈ રહ્યા હતા. એમને આ ખોખલી ન્યુઝ ચેનલ જોઈને હસવું આવ્યું, કેમ કે ન્યુઝ વાળાઓ પૂરતી માહિતી વગર જ ટી.આર.પી વધારવા કોઈ પણ પ્રકારની સચોટ માહિતી વગર સમાચાર બતાવતા હોઈ છે !

આ ઘટનાની ઘરે કેવી અસર પડી હશે એનો તાગ મેળવીને અજય કુમારે તરજ જ ઘરે ફોન કર્યો, તરત જ રામ નારાયણ એ ફોન ઉપાડ્યો એટલે અજય કુમારે કીધું, પપ્પા મમ્મીને કહેજો, " હું હજી જીવતો છું ! "

Wednesday, July 15, 2020

પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે કે કોઈ નિરાશ વ્યક્તિને આત્મહત્યાના વિચારોથી દૂર કરવા શું કરવું જોઈએ??? ( પ્રતિલિપિ )

જવાબ: અત્યારે 4G અને 5G નો સમય ચાલી રહ્યો છે ! માણસ પાસે ધીરજનું તત્વ ખૂટી ગયું છે. એક એ સમય હતો જ્યારે બધા મિત્રો રાત્રે ૯ કે ૧૦ વાગ્યે સોસાયટીમાં કે રાત્રે પાનની અથવા ચા ની લારી પર બેસીને ટોળટપ્પા કરતા હતા. જો કોઈ મિત્ર એક દિવસ ન દેખાય તો તરત એ વ્યક્તિને ફોન કરીને એનાં કુશળ શેમ પૂછવામાં આવતા હતા, અથવા મિત્રો એમના ઘરે જાઇને તપાસ કરતા હતા કે બધું ઠીક તો છે ને, પણ આ વ્યવસ્થા હવે ભૂતકાળ બની ચૂકી છે ! અત્યારે કોઈ મિત્રો રાત્રે ભેગા નથી થતા. કારણ શું ? ચર્ચા કરવા માટે હવે રૂબરૂ મુલાકાત ની જરૂર નથી, આ કામ હવે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમોની મદદથી ઘર બેઠા પતાવી શકાય છે. મિત્રોને મળીને જે હૂંફ અને પ્રેમ મળે, એવો સાચો પ્રેમ આ તકલાદી સોશ્યલ મીડિયામાં મળતો નથી ! આ વાત જેટલી જલદી સમજી શકાય એમ સમજવાની જરૂર છે ! રાત્રે જે મિત્રો ભેગા થાય છે એમાં કોઈ મિત્રનું મૂડ ઓફ હોઈ કે પછી એ નિરાશ દેખાય તો તરત જ એના મિત્રો એની સમસ્યા નું સમાધાન કરવા માટે હાજર જ રહેતા. પણ હવે મિત્રોને ભેગા મળવાની સિસ્ટમ જ નાબૂદ થઇ ગઈ છે, પરિણામે મનનો ઊભાર કોની પાસે ઠાલવવા જવું ? મિત્રો હતા તો એમના ખભે માથું રાખીને રડી પણ શકાતું. પણ હવે કોના ખભા નો સહારો લેવો ???

કોઈ પણ માણસ આત્મહત્યા અચાનક નથી કરી લેતો, આત્મહત્યા કરવા પાછળ એ ઘણા બધા દિવસોથી વિચાર કરતો હોઈ છે. ઘણા બધા દિવસોથી એક નો એક વિચાર કર્યા રાખવાથી પછી એક દિવસ એવો પણ આવે છે જ્યારે એ વિચાર ને વાસ્તવિક સ્વરૂપ મળે છે. એવું કહેવાય છે કે આત્મહત્યા કરવાની ૧૦ મિનિટ પહેલા નો સમયગાળો આત્મહત્યા કરનાર વ્યક્તિનો ખૂબ જ ઝંઝાવાત ભર્યો હોય છે ! આ ૧૦ મિનિટ માં કોઈ એવી વ્યક્તિ એની સાથે વાર્તાલાપ કરે કે જે એને માનસિક રીતે મજબૂત બનાવે તો ૭૦% કેસોમાં વ્યક્તિને આત્મહત્યાના માર્ગે પરથી પાછો વાળી શકાય છે !

પણ અત્યારે જે પ્રમાણે એકલા રહેવાની સિસ્ટમ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે એ જોતા હવે રૂબરૂ મુલાકાત નું વર્ચસ્વ સાવ મૃતઃ પ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું છે એવું કહીશ તો પણ ચાલશે. એક સમય હતો જ્યારે બેસતું વર્ષ આવે એટલે આપણા સગા સંબંધીઓ અને અંગત મિત્રો આપણા ઘરે આવતા ! આજે શું હાલત છે ?? ફોન પર સાલ મુબારક કહેવાય જાય છે, બહુ બહુ તો ફેસબુક અને વોટ્સએપ પર હેપ્પી ન્યુ યર વાળા સ્ટીકર મોકલી દેવાય છે. પરિણામે જે હૂંફાળો ટચ મળતો હતો એ હવે મળતો નથી !

આત્મહત્યા કોઈ પણ વ્યક્તિ કરે છે એનું મૂળ કારણ છે એ વ્યક્તિની એકલતા. કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી એકલો રહેતો કે રહેતી હોઈ તો એના આત્મહત્યા કરવાના ચાન્સ સામાન્ય વ્યક્તિ કરતાં ખૂબ વધુ છે. એટલે સૌ પ્રથમ તો આપણે આપણા મિત્રોની માનસિક સ્થિતિ તપાસવી પડશે. જો કોઈ ખૂબ ઉદાસ કે માનસિક રીતે સ્વસ્થ ન લાગે તો એને મનોચિકત્સકની સારવાર કરાવવા માટે પણ મનાવવા પડશે ! આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે મનોચિકત્સકની સારવાર લેશું એટલે લોકો આપણે "ગાંડા" ગણશે ! અરે ભાઈ લોકોને જે કહેવું હોઈ એ કહે, તમે તમારું જૂઓને લોકો તો કહેવા માટે જ બન્યા છે, એ તો તમે કશું કરશો તો પણ કહેશે, અને કશું નહિ કરો તો પણ કહેવાના જ. એટલે તમે લોકોની ચિંતા છોડો અને તમારી ચિંતા કરો. જો સમયસર સારવાર કરવામાં આવે તો માણસના આત્મહત્યાના વિચારો થી એને દૂર કરી શકાય છે. તો આ હતું મારું મંતવ્ય !!

Thursday, July 9, 2020

" લેડી સિંઘમ : ડયુટી વિથ ડિગ્નીટી ! "

"ધમાલ ફિલ્મ માં જેમ આતંક કા દૂસરા નામ બાબુ ભાઈ હોઈ છે, એ જ રીતે આ વાર્તા માં ડર કા દૂસરા નામ અપર્ણા ત્યાગી છે !" પણ આ ડર જનતા માટે નહિ ચોર,ડાકુ,બુટલેગર જેવા લોકો માટે છે ! જો આ ડર છે, તો આવો ડર બન્યો રહેવો જોઈએ.

સીતાનગર એટલે પાંચ થી સાત લાખની વસ્તી ધરાવતું નાનું પણ નહિ અને બહુ મોટું પણ નહિ એવું નગર ! અને જિલ્લાનું મુખ્ય મથક પણ ! અને આ જગ્યાએ જ આવેલી છે એસ.પી કચેરી  અને આ કચેરીના સર્વેસર્વા એવા નવા જ બદલી થઇને આવેલા એસ.પી મેડમ સાહેબ અપર્ણા ત્યાગી ! ૭ વર્ષની નોકરી માં આઠમું ટ્રાન્સફર હતું, કારણ શું ??? કારણ એક જ "ઈમાનદારી" ! જે લોકો ઈમાનદારી ના ગુણ ને પકડી રહે છે, એમને શું મળે છે ??? સરકારી ફરમાન - બદલીનું ! આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ ! ન જાણતા હો તો આજે જાણી લો.

27 વર્ષ જેવી નાની ઉંમર ના યું.પી.એસ.સી જેવી અઘરી પરિક્ષા પાસ કરીને પહેલી જ વાર માં એસ.પી. બનવાનું સૌભાગ્ય બહુ ઓછાં લોકોને પ્રાપ્ત થતું હોઈ છે ! વળી એસ.પી મેડમ એ ત્રણ વર્ષ લો નો પણ અભ્યાસ પણ કરેલો એટલે બંધારણ, આઇ.પી.સી અને સી.આર.પી.સી વિશે પણ જાણકારી હતી ! ઘણી વાર તો વકીલે પણ બોલતા પહેલા વિચારવું પડે એવી પકડ હતી એમની કાયદા પર !

છેલ્લા ઘણા સમયથી સીતાનગર માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગયેલી હતી, ચારેકોર ભૂ માફિયા, ખનીજ માફિયા અને બૂટલેગરો નું સામ્રાજ્ય જોવા મળતું હતું ! સામાન્ય જનતા પણ ત્રસ્ત થઈ ગયેલી હતી !

રોજ અખબાર માં પોલીસ તંત્ર ની ટીખળ કરવામાં આવતી. આવા સમયે સીતાનગર ની જનતા માં સુર ઉઠ્યો કે કોઈ ઈમાનદાર વ્યક્તિ ને એસ.પી તરીકે મૂકવામાં આવે ! આમ પણ અપર્ણા ત્યાગી મેડમ નો રેકોર્ડ હતો કે જ્યાં જ્યાં એમનું પોસ્ટિંગ થતું ત્યાં ત્યાં ક્રાઇમ રેટ શૂન્ય થઇ જતો ! કાયદો તોડવા વાળા કા તો અંડર ગ્રાઉન્ડ થઈ જતાં અથવા તો જિલ્લા બહાર ચાલ્યા જતા, આટલો ખોફ હતો એક ઈમાનદાર એસ.પી નો ! પણ રાજકારણ પાસે ઈમાનદારી નું શું આવે ??? એટલે જેવી બદલી થાય ને ત્રણ ચાર મહિના થાય એટલે ફરી સરકારી ફરમાન આવે ટ્રાન્સફર નું !!

સીતાનગર માં પગ મૂકતા ની સાથે જ મેડમે સૌથી પહેલા બૂટલેગરો ની ફાઈલ મંગાવી ! બીજા જ દિવસ થી દારૂની ભઠ્ઠી અને બૂટલેગરો પર ટીમ સાથે રાખીને "રેઇડ" કરવાનું શરૂ કર્યું ! સપ્તાહ માં તો બધા બૂટલેગરો ને જેલના હવાલે કરી દીધા ! કોઈ દારૂ પીવાનું પણ વિચારે તો એને એસ.પી મેડમ દેખાય એવો માહોલ ઉભો કરી દિધો !

એક વાર અડધી રાત્રે મેડમ ને બાતમીદાર દ્વારા એક "ટીપ" આપવામાં આવે છે ! ટીપ એટલે બાતમી આ તો તમને ખબર જ હશે ! ટીપ એ વાતની હતી કે આજે રાત્રે બે થી ત્રણ વાગ્યાના સુમારે અમુક ઈસમો ગૌવંશ ને એક ટેમ્પો માં ભરીને કતલ કરવાના ઇરાદે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના છે ! બાતમી પાક્કી હતી એટલે રાત્રે ચોકડી પર મેડમે પહેરો વધારી દીધો ! બરાબર અઢી વાગ્યે શંકાસ્પદ હાલત માં એક ટેમ્પો નીકળ્યો, ટેમ્પો ની હેડલાઇટ પણ બંધ હતી !

રસ્તા પર બેરિકેડ ગોઠવેલા જ હતા જેવો ટેમ્પો નજીક આવ્યો એટલે કોંસ્તેબલે તલાસી લેવા ટેમ્પાને રોક્યો અને સાઈડ માં લેવાનું જણાવ્યું ! પણ આ શું ?? ગાડી સાઈડ માં લેવાને બદલે  ડ્રાઈવરે બેરીકેડ ને કચડીને પુર પાટ વેગે ટેમ્પો હંકારી મૂક્યો ! મેડમે તરત જ પોતાની જીપ દ્વારા ટેમ્પોની પાછળ પોતાની જીપ દોડાવી ! સાથે સાથે વાયરલેસ દ્વારા કન્ટ્રોલરૂમ માં મેસેજ પણ કર્યો કે આગળના રસ્તા પર નાકા બંધી કરવામાં આવે ! પૂરી અડધી કલાક પછી ગુનેગારો હાથ માં આવ્યા !
ટેમ્પો ની તલાસી લેતા અંદર થી ત્રણ ગાય અને બે વાછરડા ખીચોખીચ બાંધેલી હાલત માં જોવા મળ્યા ! આ ગૌવંશ ને પાંજરાપોળ માં મોકલવામાં આવ્યા !

બીજા દિવસે અખબાર માં મોટા મોટા અક્ષરો સાથે હેડલાઇન છાપવામાં આવી, " રાતના સમયે નિર્દોષ ટ્રક ડ્રાઈવર ને માનસિક ટોર્ચર કરવાના કેસમાં એસ.પી અપર્ણા ત્યાગી ની બદલી ! "

Tuesday, July 7, 2020

" સારા માણસ ની ખરાબ આદતો !!! "

" પહેલા માણસ આદત પાડે છે, પછી આદત માણસ ને પાડે છે ! "

આજનું ટાઇટલ થોડુંક અજીબ છે પણ વાત આખી વાંચશો તો સમજાશે ! સૌથી પહેલા સારા માણસ એટલે કોણ ??? સારા માણસો એટલે એવા માણસો જે સમાજમાં સારું નામ ધરાવે છે, લોકો જેના પ્રત્યે આદર અને માન સન્માન દાખવે છે, દરેક સામાજિક પ્રસંગો માં જે હાજર રહે છે, દરેક પ્રસંગો માં દિલ ખોલીને ફાળો આપે છે, જરૂર પડ્યે તમારી પડખે ઊભા રહે છે વગેરે વગેરે. આવા લોકોને સારા લોકો કહી શકાય બની શકે તમારી વ્યાખ્યા અલગ હોઈ ! પણ લાંબુ વિચારશો તો આ જ લક્ષણો જોવા મળશે....!

આ સારા લોકોની પણ અમુક ખરાબ આદતો હોઈ છે....! હકીકતમાં આ આદતો સારી છે પણ મોટા ભાગ ના લોકો આ આદત ધરાવતા હોત નથી એટલે એને ખરાબ આદત એવું મે નામ આપ્યું છે !

તો જોઈએ હવે સારા માણસ ની ખરાબ આદતો !

🔶 આ લોકો ટાઈમના બહુ પાક્કા હોઈ છે, તમે ૧૦ વાગ્યે બોલાવ્યા હોઈ તો ૯:૫૯:૫૯ એ હાજર થઈ જાય છે !

🔶 આ લોકો હાથમાં ભલે મોંઘી દાટ કાંડા ઘડિયાળ પહેરે, પણ સમય હંમેશા મોબાઈલમાં જોવે છે !

🔶 કોઈ પણ સામાજિક પ્રસંગ હોઈ એ લોકોને ખબર હોઈ છે ફોટોગ્રાફર કઈ જગ્યાએ છે, એટલે શક્ય એટલો પ્રયાસ કરે છે દરેક ફોટોમાં એ દેખાય !

🔶 આ લોકો રસ્તા પર ભૈયા ની પાણીપુરી ખાઈ લે પછી, કાર માંથી પાણી પીવા માટે બિસ્લેરી ની બોટલ કાઢે છે !

🔶 એમના ઘરમાં કોઈ પણ વસ્તુ સામાન્ય નહિ મળે, દરેક વસ્તુ તમને "બ્રાન્ડેડ" કે પછી "કંપની" ની જ જોવા મળશે !

🔶 આ લોકો પાયખાના માં પણ પુસ્તકો રાખે છે અને વાંચે પણ છે, એમને વાંચવા માટે સમય પણ અહી જ મલે છે ! ( છે ને અજીબ આદત )

🔶 આ મહાનુભાવો ચાર સંસ્થા ના પ્રમુખ અને પાંચ સંસ્થાના ટ્રસ્ટી હોઈ છે !

🔶 દરેક જ્ઞાતિ ના સંમેલનો અને જાહેર કાર્યક્રમો માં એમની "ખુરશી રિઝર્વ હોઈ છે...!" ભલે એ ન આવે !તો પણ.

🔶 આવા લોકો ના ઘર બહાર એક મોટા પાટિયામાં લાલ કે કાળા અક્ષરોથી લખ્યું હોઈ છે " કૂતરાથી સાવધાન ! " ( જતા પહેલા ધ્યાન રાખવું ).

🔶 મોટા મોટા મંદિરોમાં જ્યાં આપડા જેવા સામાન્ય માણસો ને સાદો ફોન પણ લઈ જવાની મનાઈ હોઈ છે, ત્યાં આ લોકો કેમેરા વાળા ફોન લઈ જાય છે અને ફેસબુક પર લાઈવ વિડિયો પણ મૂકે છે !


🔶 તમારે ભગવાન ના દર્શન કરવા હોઈ તો લાં...........................બી લચક લાઈન માં ઊભા રહેવું પડે, આ લોકો બધાને ઓવર ટેક કરીને વી.આઈ.પી વાળી લાઈન માં જાઈને દર્શન કરી લે છે !

🔶 આ લોકો કાર લઈને જીમ માં સાઈકલ ચલાવવા જાય છે !

મને તો આટલી આદતો ધ્યાનમાં આવી છે ! શું તમારા ધ્યાનમાં બીજી કોઈ આદતો છે 🤔 ??? તો કૉમેન્ટ કરો ને યાર !!

Tuesday, June 23, 2020

જન્મદિવસ

આજે મે મહિનાની ૮ મી તારીખ વર્ષ ૨૦૦૯ આવતીકાલે ૯ મી તારીખ એટલે કે ભારતવર્ષ ના બે મહાન ક્રાંતિકારી શ્રી મહારાણા પ્રતાપ અને બાળ ગંગાધર તિલક નો જન્મદિવસ આવશે. આ યાદીમાં બીજા ઘણા સામાન્ય માણસોને પણ જોડી શકાય જે ભલે મહાન નથી પણ આ જ તારીખે જનમ્યા છે. હું અમિતકુમાર પણ આમાનો જ એક સામાન્ય માણસ છું.

જન્મદિવસ - આમ તો આ દિવસ પણ કેલેન્ડર ની એક તારીખ થી વિશેષ કશું નથી. પણ દરેક વ્યક્તિ માટે એનો જન્મદિવસ એક યાદગાર દિવસ હોઈ. દરેક વ્યક્તિ વર્ષમાં આ દિવસની રાહ જોઈને બેસે છે કે ક્યારે એનો જન્મદિવસ આવે અને પરિવારના સભ્યો અને મિત્રો સાથે એ દિવસની યાદગાર ઉજવણી કરે. પણ શું ક્યારેય એવું બને કે તમારા પરિવારના લોકો તમારો જન્મદિવસ જ ભૂલી જાય ??? જવાબ છે હા અને ના બન્ને. એટલે કે એવું બની પણ શકે અને ન પણ બન્ને ! પણ હું એ વ્યક્તિ છું જેની સાથે આવું બન્યું છે.

તારીખ હતી ૮ મી મે વર્ષ ૨૦૦૯ નું રાતના બાર વાગે હું ખૂબ ઉત્સાહમાં હતો કે આવતીકાલે સવારે તો મારો જન્મદિવસ છે. મજા આવશે ! નવા કપડાં પહેરીશ, ફરવા જવાનું, મિત્રો સાથે ઉજવણી કરવાની, ઘરમાં પણ મારા માટે સારું સારું જમવાનું બનશે ! પણ અફસોસ કે આવું કશું જ ન બન્યું.  કારણ શું ??? કારણ એક જ કે કોઈને મારા જન્મદિવસ વિશે ખ્યાલ જ નહોતો. સ્વાભાવિક છે ખ્યાલ જ ન હોઈ તો ઉજવણીની વાત જ ન આવે !

સવારે રોજના ક્રમ મુજબ હું આઠ વાગ્યે ઊઠી ગયો. નાહી ને મારા આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરે પાણી પણ ચઢાવી આવ્યો. સાથે સાથે મારા જીવનમાં જેનું સૌથી વધુ મહત્વ છે એવા સૂર્ય નારાયણ ને પણ જલ ની અંજલી અર્પણ કરી. ઘરે પાછા ફરતા ફરતા રસ્તામાં વિચારતો હતો કે આજે તો મમ્મી મને પૂછશે કે અમિતકુમાર જમવામાં શું બનાવશું ??? આજે તો તારો જન્મદિવસ છે એટલે તને જે પસંદ છે એ બનાવીશું ! દર વર્ષની જેમ મારો એક જ ગોખેલો જવાબ હોઈ શિખંડ પૂરી ! આમ પણ મે મહિનો હોઈ એટલે સ્કુલમાં પણ વેકેશન ચાલતું હોઈ એટલે આખો દિવસ ઘરે જ રહેવાનું અને સતત ટીવી જોઈ ને સમય પસાર કરવાનો. કંટાળો આવે તો આજુ બાજુના સાથીદારોને ભેગા કરીને કેરમ રમવાનું. ફેસબુક નું હજુ આગમન જોઈએ એટલા પ્રમાણ માં થયું ન્હોતું એટલે લોકોને પણ ખબર ન હોઈ કે આજે મારો જન્મદિવસ છે ! હવે ક્યાં દિવસે કોનો જન્મદિવસ છે એ યાદ અપાવવાનો ઠેકો ફેસબુક એ લઈ લીધો છે !

હું આવું વિચારતો વિચારતો પાછો આવ્યો એટલે તરત જ મમ્મી એ કીધું, "અમિતકુમાર આજે બાજરાનો લોટ ખલાસ થઈ ગયો છે, આજે તારા નાના ભાઈ ને રોટલો અને ગુવાર નું શાક ખાવાની ઈચ્છા છે તો તું કરિયાણા ની દુકાન પર જાઇ ને અડધો કિલો બાજરાનો લોટ લઈ આવ !"

હું વિચારમાં પડી ગયો, જન્મદિવસ મારો અને જમવાનું મારી પસંદ ને બદલે નાના ભાઈની પસંદ નું ??? કયક તો લોચો છે, મને એમ કે હું પાછો આવીશ એટલે મમ્મી અને મારા ભાઈ બહેન અને પપ્પા મને કોઈ સરપ્રાઈઝ આપશે !

હું ઘરની બાજુ માં આવેલી દુકાન માથી લોટ લઈને પણ આવી ગયો ! પણ આશ્ચર્ય કોઈ કશું બોલતું નથી ! બધા પોત પોતાના કામ માં મશગુલ જાણે કોઈને ખબર જ નથી કે આજે મારો જન્મદિવસ છે ! મને એમ કે હશે જમવાનો સમય થશે ત્યારે કોઈ સરપ્રાઈઝ મળશે !

બપોરે ૨ વાગી ગયા, મારા પપ્પા પણ નોકરીએથી આવી ચૂક્યા હતા. અમારો રોજનો ક્રમ આ જ હતો વર્ષોથી કે પપ્પા નોકરીએથી પાછા આવે એટલે બધાએ જમવા સાથે બેસવાનું ! મમ્મી એ તો નાના ભાઈની પસંદ મુજબ જમવાનું બનાવી જ નાખ્યું હતું.

જમતી વખતે પણ વિચારતો હતો કે જમતા જમતા કોક તો મને કહેશે કે જન્મદિવસ ની શુભકામનાઓ ! પણ આ શું ??? રોજ ની જેમ બધા જમીને ઉભા થઇ ગયા તો પણ કોઈએ કશું ન કીધું ! મને એમ કે હશે સાંજે કોઈ પાર્ટી નો ચૂપચાપ પ્લાન ગોઠવ્યો હશે ! હું તો જમીને મારા મિત્રો સાથે કેરમ રમવા ચાલ્યો ગયો !

કેરમ રમવામાં ક્યારે સાંજ પડી ગઈ ખબર પણ ન પડી, મે કીધું મમ્મી આજે જમવામાં કય સ્પેશ્યલ બનાવવાનું છે કે શું ??? મારી મમ્મી કહે શું સ્પેશ્યલ બનાવીએ, કાલે જ પાવ ભાજી બનાવેલી આજે તો ખાલી ખીચડી અને બટાકા નું શાક જ બનાવવાનું છે !

હું પાછો વિચાર માં પડી ગયો કે મમ્મી મારી મસ્તી કરે છે, જરૂર આઇસ્ક્રીમ તો લાવી જ હશે પણ અત્યારે નહિ કહે જમવાના સમયે કહેશે ! હું પાછો ચા પીને રમવા ચાલ્યો ગયો. રાતના આઠ વાગ્યે ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો વળી પાછા બધા કામ માં મશગુલ ! પપ્પા સાંજનું અખબાર વાંચતા હતા, ભાઈ બહેન ટીવી પર પૃથ્વીરાજ ચૌહાણ ની સિરિયલ જોતા હતા અને મમ્મી રસોડામાં ખીચડી અને બટાકાનું શાક બનાવતા હતા. હું વિચારું કે આ શું ગોલમાલ છે આજે મારો જન્મદિવસ છે અને કોઈને કશી પડી જ નથી. આટલા વર્ષોમાં તો ક્યારેય એવું નથી બન્યું કે મારો જન્મદિવસ હોઈ અને મારા પરિવાર ને જ ખબર ન હોઈ !

૯:૩૦ વાગ્યે અમે જમવા બેઠા ! જમતા જમતા પણ કોઈએ મને હેપ્પી બર્થડે ન લીધું. હું પણ અજાણ્યો બનીને જમતો ગયો. જમવાનું પૂરું થયું એટલે મેં મમ્મીને કીધુ મમ્મી આજે શું છે યાદ છે ?? મમ્મી કહે શું છે ?? કય તો નથી. મે કીધું આજે કઈ તિથિ છે ?? મારી મમ્મી કહે આજે ચૈત્ર સુદ પાંચમ છે બીજું શું છે ! મે કીધું એમ નહિ આજે તારીખ શું છે ?? મારી મમ્મી કહે આજે તો ૯ મી મે છે ! પછી મે કીધું હવે કશું યાદ આવ્યું કે હજી પણ આગળ કહું શું છે આજે ???


મારી મમ્મી નો કોળિયો હાથ માં જ રહી ગયો અને બોલ્યા, " અરે અમિત આજે તો તારો જન્મદિવસ હતો ! ભુલાઈ જ ગયું ! " આ સાંભળીને મારા ભાઈ બહેન અને પપ્પા પણ મારી સામે આશ્ચર્યચકિત થઇને જોવા લાગ્યા, કે અરે આજે અમિતનો જન્મદિવસ છે અને આપણે કોઈએ એને હેપ્પી બર્થડે પણ ન કીધું ! બહુ મોટી ભૂલ કરી નાખી !

મારી બહેન કહે, " તને ખબર હતી કે આજે તારો જન્મદિવસ છે તો તારે અમને કહેવાય નહિ ! "

મે ખાલી એટલું જ કીધું, " મારો જન્મદિવસ પણ હું તમને યાદ કરાવું તો એ જન્મદિવસ શું કામનો ! "

ત્યારની ઘડી અને આજનો દિવસ હું હવે જન્મદિવસ જ નથી મનાવતો !

Thursday, June 4, 2020

ફુગ્ગા વાળો

રોજ સવારમાં ૬ વાગ્યે હું મારા ઘર પાસે આવેલા સંગમ બાગ માં દોડવા માટે જાઉં ! આરામ થી ૨ કલાક જેટલો સમય હું આ બાગ માં કસરત કરતા કરતા વિતાવું ક્યારે ૮ વાગી જાય એની ખબર પણ ન પડે.

રોજ હું ઘરે જવા માટે બાગ માથી પાછો નીકળતો હોવ એવા સમયે એક ૩૫ વર્ષની આજુબાજુ હોઈ એવો દેખાવ ધરાવતો એક યુવક અને એની સાથે એની ૧૦ કે ૧૨ વર્ષની દીકરી રોજ એ સમયે ચાલવા માટે આવતા.

આમ તો મારે એમની જોડે કોઈ ખાસ સબંધ ન હતો પણ રોજ અમે બાગ ના ગેટ પર ભેગા થઈએ એટલે થોડીક જાન પહેચાન... થોડુક હાય હેલો બસ એનાથી વધુ કોઈ પરિચય નહિ !


પણ છેલ્લા ૩ દિવસથી ગેટ પર ઉભેલો ફુગ્ગા વાળો મને થોડો અજીબ લાગ્યો. મારું ધ્યાન પણ આ ફુગ્ગા વાળા પર ન્હોતું ગયું ! પણ આ યુવક ની દીકરી છેલ્લા ૨ દિવસથી રોજ ફુગ્ગો લેવાની જીદ કરતી ત્યારે મારી નજર આ ફુગ્ગા વાળા પર પડી. લાંબા વધેલા વાળ, વધેલી દાઢી, મહિનાઓ થી ધોયા ન હોઈ એવા કપડાં અને શરીર માથી આવતી એક વિચિત્ર પ્રકારની વાસ એને ફુગ્ગા વાળો ઓછો અને ફૂલન દેવો વધારે બનાવતી હતી !

ઘરે આવીને મે રોજ મારા નિત્યક્રમ મુજબ અખબાર ખોલ્યું એમાં પ્રથમ પેજ પર વાંચ્યું, "સાવધાન આપણા શહેરમાં ખૂંખાર ખુની મંગલ નું આગમન થઈ ચૂકયું છે" બે દિવસ પહેલા જ મંગલ જેલમાંથી ભાગી ચૂકેલો હતો. જેવી મે મંગલ ના ફોટા પર નજર કરી તો આ એ જ ફુગ્ગા વાળો હતો જે ત્રણ દિવસ થી બાગ ના ગેટ પર ફુગ્ગા વેચતો હતો..!

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Saturday, May 30, 2020

ડફોળ (ભાગ - ૩)

સમય દોડવા લાગ્યો, દિવસ સપ્તાહમાં, સપ્તાહ પખવાડિયામાં, પખવાડિયા મહિના માં અને મહિના વર્ષો માં બદલવા લાગ્યા. તિવારી સાહેબ તો એ ઘટનાને ક્યારના ભૂલી ગયેલા પણ અમિત કુમાર એ ઘટનાને ક્યારેય નહોતા ભૂલેલા. તિવારી એ એમના પિતાનું અપમાન કરેલું એ ઘટના તેઓ ક્યારેય નહોતા ભૂલી શકતા.

ધો. ૧૦ અને ધો. ૧૨ માં ઉચ્ચ ગુણાંક મેળવી અમિત કુમાર એક વિનયન કોલેજ માં દાખલ થઇ ગયા. સવારે કોલેજ અને બપોરે છૂટયા બાદ સરકારી પુસ્તકાલય આ બન્ને તેમના અવિભાજ્ય અંગ બની ગયા હતા. બપોરે જમવા માટે પણ તેઓ ઘેર જતા ન હતા.તેમના મનમાં એક જ ધૂન લાગી ગયેલી કે કોઈ પણ રીતે પોલીસ સેવામાં જોડાવું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ક્યારે કોલેજ ના ૩ વર્ષ પૂરા થયા એની ન અમિત કુમાર ને ખબર પડી ન તો સમયને ખબર પડી. અને એક દિવસે અમિત કુમારના પિતા પર ગાંધીનગરથી ફોન આવેલ કે અમિતકુમાર એસ.પી ની રાજ્ય જાહેર પરિક્ષા આયોગની પરિક્ષા માં પાસ થયા છે અને એમને ડી.વી ( આ શબ્દ ન સમજાય તો સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરતા લોકો ને પૂછવું ) માટે ગાંધીનગર બોલાવાયા હતા. અમિતકુમાર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે પાસ થયા હતા.

બીજા દિવસે ન્યુઝપેપર અને સમાચાર જગતના તમામ ખ્યાતનામ પત્રકારો અને છબિકારો (ફોટોગ્રાફર) ની પૂરી ફોજ અમિત કુમારના ઘર બહાર તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે તલપાપડ બની રહી હતી. ૧૦ વાગ્યે અમિત કુમાર ઘરની બહાર આવ્યા અને વિનમ્રતાથી બધા પત્રકારો ને સંબોધ્યા અને તેમના તમામ સવાલો ના ખુલ્લા દિલે જવાબ આપ્યા.

અને એક દિવસ પપ્પુ તિવારી પોતાની ઓફિસમાં ફૂલ એ.સી. કૂલિંગ મોડમાં પોતાની વ્હીલચેર પર બેસીને આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે જ એસ.પી અમિત કુમાર અને તેમની ટીમે ધામાં નાખ્યાં. ઓચિંતા થયેલા આ છાપાં થી તેઓ ગભરાઈ ગયેલા, અને પૂછ્યું "કોણ છો તમે અને મારી ઑફિસમાં શું કરો છો ?" ( અમિત કુમાર સિવિલ ડ્રેસ માં હતા જેથી એમની ઓળખ છતી ન થાય.)

ત્યારે એસ.પી. અમિત કુમારે જવાબ આપ્યો, "હું પટ્ટાવાળા નો એ ડફોળ છોકરો છું જેને ૨૦ વર્ષ પહેલાં ગાલ પર લાફો મારેલ અને આ ઑફિસમાંથી હાથ પકડીને તગડી મૂક્યો હતો !" આવકથી વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચાર ના કેસમાં પપ્પુ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. અનિમેષ નયને તિવારી સાહેબ આ "એસ.પી. અમિત કુમાર" ને નિહાળતા રહ્યા.

મને ફોલો કરો 👇

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Friday, May 29, 2020

નેતાગીરી વિથ અમિત ગીરી

આજનું ટાઇટલ થોડુંક રસ પડે એવું છે ! ( રસ ન પડે તો પણ એવું લખાય જેથી કોક તો વાંચે ખરું) આજે વાત કરવાની છે એક એવા મહાન વ્યક્તિત્વ વિશે જેના માટે કદાચ ચીનની દીવાલ પર જેટલા શબ્દો લખીએ તો પણ ઓછા પડે ( ચેક કરવું હોય તો જાવ ચીન ની દીવાલ પર ખાલી "ભારત માતા કી જય" લખીને બતાવો ! ).

ચાણક્ય એક એવા અદભૂત વિભૂતિ જેને કોઈ ન ઓળખતું હોઈ એવું બને જ નહિ ! વિરાટ બુદ્ધિમતા ના માલિક એવા આચાર્ય ચાણક્ય ને આજે મોર્ડન પરિપ્રેક્ષ્ય માં સમાવાની એક કોશિષ કરી છે.  નેતાગીરી ના બે સૌથી વધુ પરિચિત પ્રકાર છે ! કયા બે પ્રકાર ??? ૧) ફ્રન્ટ લાઈન નેતાગીરી ૨) બેક શીટ નેતાગીરી. ફ્રન્ટ લાઈન નેતાગીરી એટલે એવી નેતાગીરી જે સમાજ ની સામે રહીને નેતાગીરી કરે, જે લોકોની વચ્ચે રહે, જે લોકો ના (સમાજના) ગમાં અણગમા વિશે જાણતા હોય, જે સમાજ ના દરેક જાહેર પ્રસંગો માં "રિઝર્વ સીટ" ધરાવતા હોઈ એવા નેતાઓ ફ્રન્ટ લાઈન નેતાગીરી વાળા નેતા કહેવાય.

હવે આવે છે બેક શીટ નેતાગીરી વાળા નેતા. આવા નેતા ખુફિયા એજન્ટ જેવા હોય છે. એમને ફ્રન્ટ લાઈન વાળા નેતા ની જેમ પોતાના નામ ની કોઈ પડી નથી હોતી. એમને ચૂપચાપ પોતાના ભાગે આવેલું કામ પતાવવામાં રસ હોય છે. આવા નેતાઓ ટીવી ચેનલ કે અખબારોની હેડલાઇન થી પણ દૂર રહે છે.

તો હવે વાત કરી આધુનિક ચાણક્ય ની. જૂના જમાના ચાણક્ય ધોતી જભો પહેરતા હશે ( ચોક્કસ શું પહેરતા એ મને તો નથી ખબર તમને ખબર હોઈ તો કૉમેન્ટ કરો ) ! માથા પર શિખા રાખતા હશે, ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરતા હશે, અને કપાળ પર ત્રિપુંડ ખેંચતા હશે.... આ બધું એમના જમાના મુજબ હતું ! અત્યાર ના ચાણક્ય સુટ બૂટ માં હશે, મોંઘી દાટ કાંડા ઘડિયાળ હશે, સોનેરી કલરની ચશ્માં ની ફ્રેમ હશે અને હાથમાં શાસ્ત્રો ની જગ્યાએ એપલ નું લેપટોપ હશે ! આવા ચાણક્ય તમને કોઈ પણ મોટી બિઝનેસ કંપની માં જોવા મળશે.

ચાણક્ય પાસેથી એક વાત શીખવા જેવી છે જો પડદા પાછળ રહીને ખેલ પૂરો પાડી શકાતો હોઈ તો હો હલ્લો મચાવીને મેદાન માં ગરજવાની કોઈ જરૂર નથી ! જે કામ રાતે પતી જતું હોય એ કામ પછી સૂરજ ઊગવાની રાહ જોઈને જ પૂરું કરશું એમ વિચારીએ તો મૂર્ખ માં જ ગણતરી થાય.

ચાણક્ય પાસેથી બીજી એ વાત શીખવા જેવી છે કે "સત્તા આપડા હાથમાં હોવી જરૂરી નથી" પણ "સત્તામાં છે એવા લોકો આપડા હાથમાં હોવા જરૂરી છે" ! ચાણક્ય હમેશા બેક સીટ નેતા ગીરી માં જ માનતા હતા એટલે જ તો ચંદ્ર ગુપ્ત ને ડ્રાઇવર બનાવીને "અખંડ ભારત" નું સર્જન કરી નાખ્યું ! નહિ તો એ ધારત તો ગમે ત્યારે રાજા બની શકતા હતા... કોણ રોકત એમને ?? પણ એમને બેક સાઈડ માં રહેવાનું પસંદ હતું !

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Thursday, May 28, 2020

ડફોળ ( ભાગ - ૨ )

(મોબાઈલમાં સારી રીતે વાંચવા માટે વેબ વર્ઝન નો ઉપયોગ કરો જો તમે નવા છો આ બ્લોગ પર તો બાજુમાં આપેલા ઇ મેઇલ બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી રજીસ્ટર કરો જેથી તમને દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા મળે)

"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ આવ્યું જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.

અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની જુદી જુદી ઑફિસમાં આમ તમે દોડવા લાગ્યા.

ધીંગા મસ્તી કરતા કરતા અમિત કુમાર એક સાહેબ(?) ની ઑફિસમાં ચાલ્યા ગયા, ત્યાં પાછળથી  પપ્પુ તિવારી એટલે કે એ ઓફિસના સર્વેસર્વા ઑફિસમાં અંદર આવ્યા અને અમિત કુમારને જોઈને પૂછ્યું, " એય છોકરા કોણ છે તું ?? આમ મારી ઑફિસમાં પૂછ્યા વગર શું કરે છે ?? અમિતકુમાર એ નિર્દોષ ભાવે જવાબ આપ્યો સાહેબ હું અહી પટ્ટાવાળાની નોકરી કરતા બ્રીજમોહન નો દીકરો છું. આજે મારી સ્કુલમાં રજા હોવાથી હું અહી મારા પપ્પા જોડે ફરવા આવ્યો છું !

ફરવા આવ્યો છું એ શબ્દ સાંભળતા જ સાહેબના મગજનો બાટલો ફાટ્યો, ગુસ્સો સાતમા આસમાને, બન્ને મુઠ્ઠીઓ વળાઈ ગયી, ભ્રૂકુતી તંગ થઇ, લોહી આંખ માં ધસી આવ્યું, ચહેરો લાલ ચણોઠી જેવો થઇ ગયો, જાણે સાક્ષાત ભૃગુ ઋષિ એમના શરીર માં પ્રવેશ કરી ગયા હોઈ એવું લાગ્યું ! અને સાહેબે એક સણ સણતો તમાચો અમિત કુમાર ના ગાલ પર ચોડી દીધો અને ઓફિસની બહાર તગેડી મૂક્યો. અને જતા જતા બોલ્યા, " પટ્ટાવાળા ના ડફોળ છોકરાને એટલી પણ નથી ખબર કે "સાહેબ(?)" ની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય ! " અમિત કુમાર વિચારતા રહી ગયા કે ઑફિસમાં અંદર સાહેબ હતા નહિ અને બહાર દરવાજા પર પણ કોઈ કર્મચારી હતા નહિ તો પૂછવું કોને ??

પાંચમું ધોરણ ભણતા અમિત કુમારના મગજમાં આ ઘટના એટલી ઘર કરી ગઈ કે તેણે મનોમન બદલો લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો ! અમિત કુમાર એ આ ઘટનાની જાણ એમના પિતાના પિતાને પણ ન્હોતી કરેલ, કારણ કે જો એ આ ઘટના વિશે એમને જણાવત તો એમના પિતાના આત્મસન્માન ને ખુબ જ મોટી ચોટ પહોંચી જાત.

હવે શું ?? એ જાણવા માટે વાંચતા રહો નિયમિત રીતે આ બ્લોગ

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Wednesday, May 27, 2020

ઓટોગ્રાફ: લેવા છે કે આપવા છે ???

દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો હોય છે. માત્ર બે પ્રકાર ના ૧) ઓછાં નિષ્ફળ અને ૨) વધુ નિષ્ફળ. પણ કમનસીબી છે કે ઓછી નિષ્ફળતા વાળા લોકોને પણ દુનિયા સફળ ગણે છે. પણ દુનિયામાં ખરેખર કોઈ સફળ તો હોતું જ નથી ! તમને એવું લાગશે કે આ શું હવામાં તીર મારે છે.... તો તમે ખોટું વિચારો છો ! હું તો નિશાન પર જ તીર મારું છું !

હવે હું મારી રીતે થોડુક સમજાવું ( ઝાઝું સમજાવીશ તો તમે આગળ વાંચશો પણ નહિ, મને ખબર છે તમારી પાસે સમય નથી ! ). માની લો કે કોઈ સારું લખે છે તો એ સારું ગાઈ નથી શકતો ! જે સારું ગાય છે એ પોતાના ગીત લખી શકતો નથી સાચું કે નહિ ?? ( આમાં ઓલરાઉન્ડર લોકોને સામેલ નથી કર્યા એટલે કૂદી ન પડતા કે ફલાણા ફલાણા સિંગર પોતે જ ગાય છે ને પોતે જ લખે છે.) જે નેતા સારું ભાષણ આપતો હોય બની શકે એની "સ્ક્રિપ્ટ" કોઈ બીજા લખતાં હોઈ !

આ જ વાતને આપણે મહાભારત ના ઉદાહરણ પરથી સમજીએ.. અર્જુન સારો ધનુર્ધર હતો તો સામે દુર્યોધન સારો ગદાધર હતો. હું તમને એક સવાલ પૂછું ?? માણસની સૌથી મોટી શક્તિ શું ? એની તાકાત ! અને માણસની સૌથી મોટી મર્યાદા શું ? એનો પણ  જવાબ છે તાકાત. જે વસ્તુ માણસની "તાકાત" છે એ જ વસ્તુ એની "મર્યાદા" પણ છે ! જો અર્જુન ને હાથ માં ગદા પકડાવી અને દુર્યોધન ને ધનુષ બાણ આપીએ તો ?? કેવું લાગે ?? સવાલ વગરની વાત છે નેટ વગરના મોબાઇલ જેવું લાગે ! તો અહી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જે વસ્તુ માણસ ની શક્તિ હોઈ છે એ જ એની મર્યાદા પણ હોઈ છે.. સાચું ને ??

હવે બીજી વાત અર્જુન સફળ ધનુર્ધર હતો ( પણ અંગ રાજ રાઘેય કર્ણ જેટલો નહિ ! ) પણ નિષ્ફળ ગદાધર હતો, સામે પક્ષે દુર્યોધન સફળ ગદાધર હતો પણ નિષ્ફળ ધનુર્ધર હતો ! તો હવે સમજાયું કે દુનિયા માં માત્ર બે જ પ્રકાર છે લોકોના જે મે ઉપર જણાવ્યા ઓછાં નિષ્ફળ અને વધુ નિષ્ફળ !

દુનિયા એવા લોકોને ક્યારેય યાદ નહિ રાખે જે સરળતાથી સિદ્ધિ ને પ્રાપ્ત થયા છે, દુનિયા હંમેશા એવા ક્રાંતિવીર ને યાદ રાખશે જેને પરસેવાથી નહાયો છે, જેને સમાજના ઘા તબિયત થી પચાવ્યા છે, જેણે અંધારી રાતમાં પણ રોશની ની કામના કરી છે, મુશ્કિલ માં મુશ્કિલ વકત માં પણ જેનું ઈમાન ડગ્યું નથી, જેણે હંમેશા પોતાના ઉસુલ ને કાયમ રાખ્યા છે, જેણે નેકી ના રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું છે, આવામ આવા કરિશ્માઈ સિતારાઓ ને યાદ રાખે છે !

વિરાટ કોહલી મેદાન માં રમવા માટે ડગ આઉટ માથી બહાર આવે ત્યારે એના ઓટોગ્રાફ લેવા માટે ધક્કા મુક્કી કરવી છે ( મફત માં અનાજ લેવા માટે જેમ ધક્કા મુક્કી થાય એમ ) પણ એના જેટલો પરસેવો પાડવાનું કદી વિચાર્યું ?? અક્ષય કુમાર, અજય દેવગણ ને 70 એમ એમ નાં પડદા પર સ્ટંટ કરતા જોઇને સિટી મારવી સાવ સરળ છે, પણ એના જેટલો સંઘર્ષ કરવાનું વિચાર્યું ??

સફળતા એ પુલાવી ખ્યાલ છે એટલે એની પાછળ વધુ ભાગવા કરતા નિષ્ફળ બની ને શરૂઆત કરો.. ચાલશો તો ક્યાંક પહોંચશો, ઘર બેઠા કશું નહિ વળે ! એટલે જ તો હું કહું છું કે હું "સફળ નિષ્ફળ છું !" ( I Am Successful Failure ) ! તમે જે પણ કામ કરો એમાં ૯૯% એટીત્યુડ રાખો અને ખાલી ૧% હોપ રાખો ( પણ આપણે કરીએ છીએ બિલકુલ ઉલટું ૯૯% હોપ અને ૧% એટીત્યુડ ) સફળતાનો આ જ એક મંત્ર છે ( મારો મત છે આ, આપનું મંતવ્ય અલગ હોઈ શકે એનાથી મને કોઈ વાંધો કે આપત્તિ નથી તો તમને પણ મારા મંતવ્ય સાથે કોઈ આપત્તિ ન હોવી જોઈએ )

વધુ ન લખતાં આટલે હવે અટકીએ.. !

સફળતા અંગે તમારા શું મંતવ્ય છે જણાવજો !!

સારી રીતે વાંચવા માટે વેબ વર્ઝન માં વાંચો.

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://telegram.me/jordarjamnagar
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Tuesday, May 26, 2020

ડફોળ

"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો !

હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું કહીને એસ પી. સાહેબે પેલા ચા વાળા છોકરાને પ્રેમ ભરી નજરથી જોયો અને કહ્યું, આવ બેટા અંદર આવ !

એસ.પી. સાહેબે ચા વાળા છોકરાને અંદર બોલાવ્યો અને એકદમ મીઠાશથી કહ્યું, " ચાલ ! તારી મસાલેદાર આદુ વાળી ગરમાં ગરમ ચા અમને બધાને પીવડાવી દે !" અમે સવારથી એક કેસ માં ગૂંચવાઈ ગયા છીએ, વિચારી વિચારીને માથું દુઃખી ગયું છે, એમાં આ તારી મસાલેદાર ચા દવા જેવું કામ કરશે..!

ચા પીતા પીતા એસ.પી. અમિત કુમારે બહાર બેઠેલા હવાલદાર મગનને બોલાવ્યો અને ચા વાળા છોકરાને કીધું અમારા આ મગન માટે પણ એક ચાનો પ્યાલો ભર. ચાની ચુસ્કી લેતા લેતા એસ.પી. અમિત કુમારે હવાલદાર મગનને કહ્યું, " મગન ચા વેચવી એ આ છોકરાની મજબૂરી છે, એના માટે એના સ્વમાનને ઠેસ પહોંચાડવા ની આપણે કોને મંજૂરી આપી ??" હવાલદાર મગન પાસે કોઈ જવાબ નહોતો એ આંખ નીચી કરીને એસ.પી. સાહેબ ને સાંભળતો રહ્યો અને બોલ્યો, "સાહેબ ! હું તો ખાલી મારી ફરજ નિભાવતો હતો ! તમે કેસ માં ગૂંચવાયેલા હતા એટલે તમને કોઈ ખલેલ ન પહોંચે એટલે આ છોકરાને અટકાવ્યો હતો !"

એસ.પી. સાહેબે મગનને સાંભળ્યો અને કીધું, કોઈ વાંધો નહિ મગન ! આવું તો ચાલ્યા કરે ! પણ હવે આવું ન બનવું જોઈએ !! મગન પણ જી સાહેબ ! કહીને બહાર નીકળી ગયો. બધા ચા ના પ્યાલા ભેગા કરીને જતા જતા ચા વાળા છોકરાએ એસ.પી. અમિત કુમાર ને સવાલ કર્યો, "સાહેબ સાચું કહેજો હોં ! શું હું તમને "ડફોળ" લાગુ છું ??" ચા વાળા છોકરાની આંખો એસ.પી અમિતકુમાર ની આંખોમાં એના જવાબ ની પ્રતીક્ષા કરતી રહી !!

વિશેષ રજૂઆત આગામી સમયમાં !

આ વાર્તા આપને કેવી લાગી? કૉમેન્ટ માં જણાવો.

મારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા બાજુમાં આપેલા બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી નોધી દો અને મને ફોલો કરો જેથી નવીન પોસ્ટ તમને મળે !!

(નોંધ મોબાઇલ માં સારી રીતે વાંચવા માટે મોબાઇલ વ્યુ ને બદલે વેબ વર્ઝન પર ક્લિક કરવું)
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://telegram.me/jordarjamnagar
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Saturday, May 23, 2020

વોટ્સઅપ માં સ્ટેટ્સ જોવા વાળા લોકો ના પ્રકાર

કેમ છો મિત્રો ? મજામાં હશો ! કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ના બે ભાગ પછી ફરી પાછા આજે મળી રહ્યા છીએ એક નવા વિષય અને એક નવી વાત સાથે.વાતનો વિષય ઉપર ટાઇટલ માં જણાવેલો જ છે.તો હવે આવિએ મુદ્દા પર.

આ વોટ્સઅપ શું છે? હું મારી વાત કરું તો ખરેખર આ વોટ્સઅપ એટલે "ઓનલાઇન ઉલ્ટી" કરવાનું વોશ બેસિન છે.આખા દિવસમાં લાખો,કરોડો, અરબો,ખરબો લોકો અહીં ઉલ્ટી કરતા હશે. આ વોટ્સઅપ માં એક સુવિધા છે સ્ટેટ્સ મૂકવાની. આ સ્ટેટ્સ માં તમે શબ્દો, ફોટો, વિડિયો જેવી વસ્તુઓ મૂકી શકો છો.

જો હવે તમે ધ્યાન થી નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ સ્ટેટ્સ જોવા વાળા લોકોના ત્રણ પ્રકાર હોય છે. (મારા મંતવ્ય મુજબ હો !) કયા ત્રણ પ્રકાર ?? તો આવો જોઈએ દરેક વિશે.

૧) ખરેખર જોવા વાળા લોકો:- આ એવા લોકો છે જે તમારી સાથે લાગણીથી જોડાયેલા છે. તમે કોઈ પણ સ્ટેટ્સ મૂકો એટલે તરત જ એ એમનું રી એક્શન જણાવે જો ઓનલાઇન હોય તો. એટલે કે એ તરત જ જણાવે કે તમારું સ્ટેટસ ગમ્યું કે નહિ ? ગમે તો લાઈક કરી દે અને જો ના ગમે તો તરત જ કૉમેન્ટ કરીને જણાવે કે તમારું આ સ્ટેટ્સ ગમ્યું નથી. એટલે કે આ લોકો ખૂબ જ નિખાલસ સ્વભાવ વાળા લોકો હોય છે.

હવે જોઈએ આપણે બીજો પ્રકાર !

૨) તમે એમના સ્ટેટ્સ જુઓ છો એટલે એ તમારા સ્ટેટ્સ જુએ છે:- આ લોકો ખરેખર વેપારી વૃત્તિ ધરાવતા લોકો હોઈ છે. એમને તમારા કોઈ પણ સ્ટેટ્સ માં રસ નથી હોતો. એમને માત્ર એમની વાહવાહી માં જ રસ હોય છે. જો તમે એમના સ્ટેટ્સ પર કૉમેન્ટ કરો તો એ તરત જ તમારા સ્ટેટ્સ પર જયીને કૉમેન્ટ કરીને સાટું વાળી આપે છે. બાકી એ કોઈ દિવસ તમારા સ્ટેટ્સ સુંઘશે પણ નહિ. એટલે કે આ લોકો એક હાથ સે લો ઔર એક હાથ સે દો વાળા લોકો હોઈ છે.

હવે આવે છે ત્રીજો અને સૌથી ખતરનાક પ્રકાર !

૩) તમારા નંબર સેવ છે એટલે પરાણે સ્ટેટ્સ જોવા પડે છે:- આ ખરેખર ખતરનાક પ્રકાર છે. આ લોકો મહા આળસુ હોઈ છે તમે ગમે તેટલું સારું સ્ટેટ્સ મૂકો કોઈ દિવસ લાઈક નો કરે. ઉલ્ટાનું તમે એમનું સ્ટેટ્સ લાઈક કરો તો પણ તમને કોઈ જાતનો ભાવ નો આપે. આ લોકો તમારા સ્ટેટ્સ માત્ર એટલા માટે જ જુએ છે કારણ કે તમારા નંબર એમના મોબાઈલ માં સેવ છે એટલે, બાકી એમને તમારા માં કે તમારા સ્ટેટ્સ માં કોઈ પણ રસ નથી

( તા. ક. અહી ઉપર જણાવેલ ત્રણ પ્રકાર સિવાય એક અપવાદ વાળો પ્રકાર છે. એ છે જીબી વોટ્સઅપ વાળો પ્રકાર. આ એવા લોકો છે જે તમારું સ્ટેટ્સ જોઈ લેશે તોપણ તમને ખબર નહિ પડે ! આ લોકો isis ના સ્લીપર સેલ એજન્ટ જેવા હોઈ છે.)

તો મિત્રો કેવા લાગ્યા આ ત્રણ પ્રકાર ? કૉમેન્ટ કરીને જણાવજો
આ લેખને તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !

મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયામાં ફોલો કરી શકો છો !
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/amitgirigoswami9594
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Friday, May 22, 2020

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર (ભાગ - ૨)

મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારા જેવા ચડાવ પાસ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી, બધા મને ધિક્કારે છે, આના કરતાં તો હું ઘર છોડીને ભાગી ગયો હોત તો સારું થાત ! કમસે કમ "ચડાવ પાસ" નું લેબલ તો ન લાગત. બસ હવે આ ૯ માળની બિલ્ડિંગ પરથી કૂદી જાવ એટલે વાત પૂરી. પછી બધું શાંત થઈ જશે !

મે કુદને હી ચ વાલા થા કી તભી ચ એક મચ્છર ને મેરે ગાલ પર પપ્પી કિયા બોલે તો ડંખ મારા ઔર મેરા નીંદ હરામ કર ડાલા. પછી જાગીને જોયું તો ખબર પડી કે આ તો સાલું સપનું હતું, બે મિનિટ નું સપનું હતું પણ હ્રદય ના ધબકારા વધી ગયા એવું ખતરનાક સપનું હતું. થેંક ગોડ હું જીવતો છું (અભી મે કુંવારા હૈ ગોડ, મેરે તો હાથ ભી પીલે નહિ હુએ ! ).



બીજા દિવસે હું શેરી માં ઘરની બહાર બેઠો હતો, ડાચું મારું ગબી જેવું હતું અને વિચારતો હતો કે આર્ટસ રાખવું કે કોમર્સ ?? સાયનસ  નો રખાય... બા ખીજાય ! ત્યાં અમારી શેરીમાં રહેતા એક પારસી દાદા જેનું નામ હતું જમશેદ ઝુન ઝૂન વાલા. એ દાદા પોતાની લાકડી લઈને ટિચૂક ટિચુક કરતા ચાલવા નીકળેલા. એ રોજ સાંજે અમારા ઘરની નજીક આવેલા સંગમ બાગ માં ચાલવા માટે જાય !

એ ચાલવા માટે નીકળેલા અને એમની નજર મારા ગબી જેવા ડાચા પર પડી. એટલે હળવેકથી મારી પાસે આવીને ખભે હાથ મૂક્યો અને બોલ્યા, " શું કરેચ ડીકરા ? આમ મડેલો મડેલો કેમ લાગેચ ?" મે કીધું દાદા તમે જાવ તમને નહિ ચમજાય. તો મને કહે, " ડીકરા, જમશેદ ઝુન ઝુન વાલા નામ ચે માળું, ભલ ભલાને બાટલી માં ઉટાળું " દાદા મને કહે, ચાલ માળી સાથે બાગમાં ચાલવા ટને ચમજાવું. 

ચાલતા ચાલતા અમે બાગમાં પહોંચી ગયા. પછી દાદાએ મને પૂછ્યું, બોલ ડીકરા, ટને ચું પ્રોબ્લેમ ચે ? મે કીધું દાદા હું "ચડાવ પાસ" થયો છું. તો દાદા કહે ટો એમાં છું ચે બીજા બઢા ઉટાળ પાસ ( ઉતાર પાસ ) થયાં છે ! હા હા હા હા.......મને ખરેખર હસવું આવી ગયું. મન માં તો કીધું સારું છે દાદા તમે સાઇકોલોજીસ્ટ નથી નહિ તો ભલભલા ડો- કટર ( ગરીબના ખિસ્સા કાપવા વાળા ) ની તો વાટ જ લાગી જાત. મે કીધું, દાદા તમે એક જ મને સમજો છો, બાકી મારા ઘરવાળા પણ મને સાવ નક્કામો સમજે છે. એમને એમ છે કે મે મારા કુટુંબની ઈજ્જત ધૂળ માં મેળવી દીધી.

પછી દાદા મને કહે, અમિત ડીકરા ચાલ ચામે વાળી ખુરચી પર બેચીએ. અને આલામ થી ખુરસી સોરી ખૂરચી પર બેઠા. દાદાએ પોતાની બંડી માથી રૂમાલ કાઢ્યો અને પોતાના બાટલી છાપ ચસ્માં સાફ કરવા લાગ્યા. ચસ્માં સાફ કરતા કરતા મને કહે લ, " અમિત ડીકરા મેનેજમેન્ટ આવરે તો... ભનેલા તો ભારે પન મલે ! " 

મે કીધું વાહ દાદા વાહ તમે તો મોટીવેશનલ સ્પીકર છો. તો દાદા મને કહે આ બઢા ટો હવે આવ્યા, અમાલા ઝમાના માં ટો અમે ખુદ ને જ મોટીવેટ કરતા. પછી મને કહે ચાંમે જો ઓલા જુવાનિયા ચુ કરેચ ?? મે કીધું વાંકા ચુંકા થઈ ને યોગ કરે છે. એકડમ કલેક્ટ માલા અમિત ડીકરા એકડમ કલેકટ !

આ લામદેવ બાબા એ આખા દેચ ને વાંકો ચુંકો કલાવિને કરોડો રૂપિયા બનાવ્યા ને ? મે કીધું હા ઓ દાદા સાવ સાચું કીધું. પછી કહે આ આપડા ઢિલુભાઈ પણ પેત્રોલ વેચતા કે નહિ ? મે કીધું વેચતા હો દાદા. તો મને કહે ટોય આ ઢિલુભાઈ એ લીલાયનસ ઊભી કરી ને?? "અમિત ડીકરા ક્યાલેય પોટાની જાત ને નીચી નહિ માનવાની, ઉપળવાલો બઢું સારું જ કરે ચ" 

ઘરે પાછા ફરતા રસ્તામાં દાદા એ મને કીધું અમિત ડીકરા, ટે ઓલી કહેવટ ચાંભલી ચે કે, હિંમટે મરડા તો મડડ એ , હું વચ્ચે જ બોલી ઉઠ્યો ખુદા ! તો દાદા મને કહે ના ડીકરા હિંમટે મરડા તો મડડ એ દાટા (ડેટા) હવે ઈન્તર નેત નો જમાનો આવી ગયો ચ. હવે ટો ડેટા એ જ ખુદા ચ !


તો અહી કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ભાગ ૨ સમાપ્ત થાય છે. આ બન્ને ભાગ તમને કેવા લાગ્યાં એ કૉમેન્ટ કરીને જણાવજો. જો તમે કહેશો તો હજુ ત્રીજો ભાગ પણ લખીશ. નહિ તો હવે મળીશું નવા મુદ્દા અને નવી વાત સાથે... ત્યાં સુધી રામ રામ સલામ કરતા રહો પોતાનું કામ. શક્ય હોય તો આ લેખ પોતાના ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવા વિનંતી છે ! અને ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મિડીયા પર ફોલો કરી શકો છો !

Wednesday, May 20, 2020

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર (ભાગ-૧)

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !

જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !

અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત છે. કઇ બે વાત ? સોચો સોચો કૂછ તો સોચો યાર... યસ બિલકુલ સહી પકડે હૈ ! એ બે વાત એટલે કે એક તો ગરમી અને બીજું એટલે ગુણ પત્રક બોલે તો અપુંન કા ક્રાઇમ રેકોર્ડ ! ગરમી એની ચરમસીમા પર હોઈ અને એમાંય આ રિઝલ્ટ ની માથા કુટ. આવી ગયા પછી કહી ખુશી... કહી ગમ જેવો માહોલ છવાઇ જાય છે !!

જે દિવસે બોર્ડની વેબ સાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવે એ દિવસની સાંજથી લઈને હવેના ૧૦ થી ૧૫ દિવસ કોઈ પણ અખબાર ખોલો એટલે શું દેખાય ??? દરેક શાળાઓ પોતાના સિતારાને ચમકાવવા માટે અખબાર માં જાહેર(બે)ખબરો નો રીતસરનો ધોધ વરસાવે... ! હું માંડ બચ્યો એ ધોધ માથી નહિ તો તણાઈ જાત ! દરેક શાળા પોતાને નંબર ૧ ગણાવે છે. હવે સાલું હું છે ને થોડોક કન ફયુઝ (જુઓ મે સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કર્યું છે આ શબ્દ પૂરતું) છું કે બધા નંબર ૧ છે તો નંબર ૨ અને ૩ પર કોણ છે ???

દરેક શાળા પોતાના ટોપ ૧૦ ને એ રીતે રજૂ કરે છે જાણે જે વિદ્યાર્થી સામાન્ય ગુણ થી પાસ થયાં છે અથવા તો જે થોડાક જ ગુણ ના અંતર થી પાસ થવાથી ચૂકી ગયા છે એમનો તો હવે ગરાસ જ લૂંટાઈ જવાનો, એમના માટે તો હવે આ દુનિયાના તમામ દરવાજા બંધ ! એમનો હવે બોલે તો ખેલ ખલાસ !

બોર્ડ માં હોઈ એવા દરેક વિદ્યાર્થિની ૩ કેટેગરી હોઈ બોલે તો ડી વિજન ( ફિર સે સો. ડી. કા પાલન કિયા હેંઇ ) હોઈ. ૧) પાસ ૨) નાપાસ અને ૩) કૃપા ગુણ વાળા ક્રાંતિવીર કે જેના પર આજનો લેખ છે એવા ચડાવ પાસ ( ભાઈ લોગ ટેન્શન ના કુ લો અપુન ભી તુમ લોગો કીચ માફિક હૈ બોલે તો ચડાવ પાસ). પ્રથમ બે કેટેગરી માં સ્થાન પ્રાપ્ત કરવું એ સનમાન ની વાત છે, પણ એથી પણ મહા સનમાન ની વાત (સલમાન નહિ હો) છે. પૂછો ક્યું ?? અરે પૂછો તો સહી યાર.... !

કેમ કે આ કેટેગરી ના વિદ્યાર્થીને સૌથી વધુ સવાલો નો સામનો કરવો પડે છે ( સચ કા સામના યાદ છે ને ઓલો આપડો રાજુ ખંડેલવાલ) . મમ્મી પૂછે આવું કેમ થયું ? પપ્પા પૂછે આવું કેમ થયું ? ભાઈ બહેન પૂછે આવું કેમ થયું ? દાદા દાદી કાકા કાકી ( બાકીના બધા આવી ગયા એવું સમજો ભીડુ ) પણ એ જ પૂછે આવું કેમ થયું ?? સાલું વેફર લેવા કરિયાણા ની દુકાન પર જાય તો એ પણ એ જ પૂછે આવું કેમ થયું ?? ( સાલું કોણ વિભીષણ ત્યાં માહિતી આપી આવ્યું હોઈ ખબર નો પડે ) વેફર લઈ ને પાછા આવતા હોઈ તો પાડોશી બાકી રહી ગયા હોઈ એ પણ હમામ મે સબ નંગે ની જેમ પૂછે... શું પૂછે સમજી ગયા ને ?? અને આ સવાલ ની સાથે તમે કશું પણ ન પૂછો તો પણ મફત માં સલાહ પણ આપે "થોડીક મહેનત કરી હોત તો સારા માર્ક થી પાસ થઈ જાત !"

માદર( હવે અહી કોઈ ગાળ છે એવું ધારી લો તમારી ફેવરિટ ગાળ છે એમ સમજી જાવ ) આ સારા માર્ક્સ માપવાનું મીટર કોણે બનાવ્યું એ જ નથી સમજાતું. પાછું બધાના મીટર અલગ અલગ જવાબ બતાવે કોઈનું મીટર ૬૦% એટલે સારા માર્ક્સ એમ કહે તો વળી કોઈનું મીટર ૭૦% કોઈનું વળી ૭૫% કોઈ ૮૦% અને સૌથી છેલ્લે આઇન સ્ટેઇન નું મીટર આવે એના મત મુજબ સારા માર્ક્સ એટલે ૯૫% ( હું બેહોશ થતાં થતાં બચી ગયો હો ) ! આમાંથી કેટલા ટકા વાળું મીટર સાચું ??? જવાબ તમે વિચારી રાખો શેષ વાત બીજા ભાગ માં કરીશું !

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !

લેખ અંગે તમારા સૂચનો પ્રતિભાવ વખાણ ટીકા બધું જ આવકાર્ય છે ! ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયા પર ફોલો કરી શકો છો ! અહી સુધી આવીને આખો લેખ વાંચ્યો એ બદલ આભાર !
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/amitgirigoswami9594

Tuesday, May 19, 2020

જીવતો વાયર

દરેક લોકો ની અંદર એક ભૂખ્યો વરું હોઈ છે, જેમ શિકાર કર્યા વગર વરું ને શાંતિ નો મળે એમ લોકોને પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી એમને શાંતિ નો મળે !

મારી અંદર પણ આવો એક "ભૂખ્યો વરું" છે અને એ વરું ને શિકાર કરવો નથી ગમતો ! પણ લખવું ગમે છે... સારું ખરાબ નબળું ગામ શું કહેશે, સમાજ શું કહેશે, મિત્રો શું કહેશે આ બધું વિચાર્યા વગર લખવું ગમે છે !

તમે જેવા ઘરની બહાર નીકળો છો ત્યારથી તમારી સામે આવતા દરેક લોકો જજ (અમાન્યતા પ્રાપ્ત) છે... તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા વાળ ઓળી ને નીકળો છો, કેવા પગરખાં પહેરો છો, કેવી ઘડિયાળ પહેરો છો વગેરે વગેરે આવી બધી બાબતો એ જજ(!) તમને પૂછ્યા વગર નક્કી કરી નાખે છે !

તો આ બધાંથી બચવા શું કરવું ?? સો સિમ્પલ આવા લોકો ને અવોઇડ કરો (તમને બીજા રસ્તા ખબર હોઈ તો કહેજો હોં)

આવા બધા મુદ્દા ને ધ્યાનમાં રાખીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું "જીવતો વાયર" ની ! આમાં કોઈ ની શેહ શરમ રાખ્યા વગર કલમ ની જગ્યાએ કરવત વાપરવામાં આવશે !

જો તમારી ઈચ્છા હોઈ તો વાંચજો ! ના ઈચ્છા હોઈ તો ન વાંચતા !
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...