Thursday, May 28, 2020

ડફોળ ( ભાગ - ૨ )

(મોબાઈલમાં સારી રીતે વાંચવા માટે વેબ વર્ઝન નો ઉપયોગ કરો જો તમે નવા છો આ બ્લોગ પર તો બાજુમાં આપેલા ઇ મેઇલ બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી રજીસ્ટર કરો જેથી તમને દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા મળે)

"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ આવ્યું જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.

અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની જુદી જુદી ઑફિસમાં આમ તમે દોડવા લાગ્યા.

ધીંગા મસ્તી કરતા કરતા અમિત કુમાર એક સાહેબ(?) ની ઑફિસમાં ચાલ્યા ગયા, ત્યાં પાછળથી  પપ્પુ તિવારી એટલે કે એ ઓફિસના સર્વેસર્વા ઑફિસમાં અંદર આવ્યા અને અમિત કુમારને જોઈને પૂછ્યું, " એય છોકરા કોણ છે તું ?? આમ મારી ઑફિસમાં પૂછ્યા વગર શું કરે છે ?? અમિતકુમાર એ નિર્દોષ ભાવે જવાબ આપ્યો સાહેબ હું અહી પટ્ટાવાળાની નોકરી કરતા બ્રીજમોહન નો દીકરો છું. આજે મારી સ્કુલમાં રજા હોવાથી હું અહી મારા પપ્પા જોડે ફરવા આવ્યો છું !

ફરવા આવ્યો છું એ શબ્દ સાંભળતા જ સાહેબના મગજનો બાટલો ફાટ્યો, ગુસ્સો સાતમા આસમાને, બન્ને મુઠ્ઠીઓ વળાઈ ગયી, ભ્રૂકુતી તંગ થઇ, લોહી આંખ માં ધસી આવ્યું, ચહેરો લાલ ચણોઠી જેવો થઇ ગયો, જાણે સાક્ષાત ભૃગુ ઋષિ એમના શરીર માં પ્રવેશ કરી ગયા હોઈ એવું લાગ્યું ! અને સાહેબે એક સણ સણતો તમાચો અમિત કુમાર ના ગાલ પર ચોડી દીધો અને ઓફિસની બહાર તગેડી મૂક્યો. અને જતા જતા બોલ્યા, " પટ્ટાવાળા ના ડફોળ છોકરાને એટલી પણ નથી ખબર કે "સાહેબ(?)" ની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય ! " અમિત કુમાર વિચારતા રહી ગયા કે ઑફિસમાં અંદર સાહેબ હતા નહિ અને બહાર દરવાજા પર પણ કોઈ કર્મચારી હતા નહિ તો પૂછવું કોને ??

પાંચમું ધોરણ ભણતા અમિત કુમારના મગજમાં આ ઘટના એટલી ઘર કરી ગઈ કે તેણે મનોમન બદલો લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો ! અમિત કુમાર એ આ ઘટનાની જાણ એમના પિતાના પિતાને પણ ન્હોતી કરેલ, કારણ કે જો એ આ ઘટના વિશે એમને જણાવત તો એમના પિતાના આત્મસન્માન ને ખુબ જ મોટી ચોટ પહોંચી જાત.

હવે શું ?? એ જાણવા માટે વાંચતા રહો નિયમિત રીતે આ બ્લોગ

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

4 comments:

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...