ઉધરસ ખાતા ખાતા સાવ કરમાઈ ગયેલા અવાજે મોહન ભારથી એ પોતાની પત્ની સરલા દેવીને કહ્યું, " મારું ટિફિન તૈયાર છે કે નહિ ???" સરલાદેવી એ કહ્યું તૈયાર જ છે બસ અમિત તૈયાર થાય એટલે તમે નીકળો ! અને હા આજે અમિત ની પરિક્ષા પણ શરૂ થાય છે એને રસ્તામાં કોલેજ એ ઉતારી દેજો ! એટલામાં જ અમિત આવી ગયો અને સરલાદેવી ને પગે લાગીને આશીર્વાદ લીધા કે મારું પેપર સારું જાય...!!!
હું અમિત. અમારો ૪ લોકોનો પરિવાર મમ્મી પપ્પા હું, અને ચોથી રિક્ષા. મારા પપ્પા રિક્ષા ડ્રાઈવર છે અને મા ગૃહિણી છે, અને હું અત્યારે મનોવિજ્ઞાન માં રાજ્યશાસ્ત્ર સાથે બી.એ કરું છું !! ૧૨ માં ધોરણ માં ૮૦ ટકા મેળવ્યા એટલે સરકારી વિનયન કોલેજ માં સરળતાથી વારો આવી ગયો !
બાળપણથી મને વાંચવાની એક ખરાબ આદત હતી, એટલી ખરાબ કે ક્યારેક પપ્પા બહારથી જલેબી અને ફાફલા લાવે તો એ કે અખબારનાં ટુકડામાં આવ્યા હોઈ એમાં પણ જો કોઈ વાંચવા લાયક માહિતી મળે તો એ પણ વાંચી નાખતો, આ વાંચવાની આદતે જ મને જનરલ નોલેજની સ્પર્ધામાં ઘણા ઇનામો અપાવ્યા છે !!
આખી કોલેજમાં કદાચ હું એક જ એવો વિધાર્થી હોઈશ કે જેની પાસે પોતાનો ફોન પણ ન્હોતો. મને ખબર છે કે આજે ભલે મારી પાસે ફોન નથી પણ જ્યારે સમય કરવટ બદલશે ત્યારે લોકોના ફોન માં સૌથી વધારે સર્ચ થવા વાળો વ્યક્તિ હું હોઈશ !! "ખિસ્સા ભલે ખાલી છે પણ સપના મારા ભરેલા છે...!!" રોમ વોઝ નોટ બિલ્ટ ઈન વન ડે, બટ હિરોશીમા દિસ્ત્રોઇડ ઈન વન ડે !! ગ્રેટ થિંગ ટેક્સ ટાઈમ !!
બાળપણ થી મને બે કલર ખૂબ ગમતા અને હજી પણ ગમે છે, એક સફેદ અને બીજો કાળો ! મોટે ભાગે મારા કપડાં પણ આ જ રહેતા સફેદ શર્ટ અને કાળું પેન્ટ ! ઘણી વાર તો કોલેજના પ્રોફેસર પણ મજાકમાં કહેતા કે, અમિત આ આર્ટસ કોલેજ છે લૉ કૉલેજ નથી !! હું પણ મજાક માં કહેતો શું ખબર સાહેબ કાલે સવારે લૉ કોલેજમાં ભણવાનું થાય તો રોજ બ્લેક એન્ડ વ્હાઇટ પહેરવાની આદત થઇ જાય ને !!
જેના કોઈ મિત્ર ન હોઈ એના મિત્રો એટલે પુસ્તક. પુસ્તક એટલે મારા માટે જાણે જાદુઈ ખજાનો, લાઇબ્રેરી ના મોટા ભાગના પુસ્તકો મારા હાથ માથી પસાર થઈ ગયા છે મને પણ ખબર નથી !
પપ્પા ની તબિયત ખરાબ રહેવા લાગી હતી એટલે ડોકટરે એમને આરામ કરવાની સલાહ આપી. પણ જો રિક્ષા ન ચાલે તો અમારે ઘરનો ચૂલો પણ ન સળગે, એટલે મેં પણ હવે વેકેશન નો સમય હોવાથી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પપ્પા ની ઈચ્છા પણ મને રિક્ષા ડ્રાઈવર બનાવવાની હતી એટલે ૧૮ વર્ષ પૂરા થતા જ લાઇસન્સ કઢાવી લીધું હતું.
એક દિવસ હું સ્ટેન્ડ પર પેસેન્જર ની રાહ જોતો હતો. એટલામાં એક ભાઈ ઉતાવળ માં આવ્યા અને મને કહે ફટાફટ જિલ્લા કોર્ટ તરફ લઈ લે રિક્ષા ! ભાઈનો પહેરવેશ જોતા એવું લાગ્યું કે એ વકીલ હશે ! મે એમને કોર્ટે ઉતાર્યા અને ફરી સ્ટેન્ડ તરફ જવા નીકળ્યો.
Ghar atle sukh-dukh ni vat samaje.
ReplyDelete