Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Monday, August 17, 2020

"..... હું ....."



ટપકતી રહી છતને અનિમેષ,
નયને હું નિહાળતો રહ્યો !
દિવસ આજનો કેવો ગયો એનો,
હિસાબ હું લગાવતો રહ્યો !
બધુ જ પામી લેવાની લ્હાયમાં,
જે હતું એ પણ હું ગુમાવતો રહ્યો !
સાબિતીની પણ જ્યાં જરૂર ન્હોતી,
તોયે બેઝિઝક ખુલાસા હું કરતો રહ્યો !
"ગીરી" મોત આવી ગયું છે દ્વાર પર,
વધુ જીવવા હું હજી ભાગતો રહ્યો !

Monday, June 22, 2020

પ્યારા પપ્પા !



નાનો હતો ત્યારે આંગળી પકડીને,
દુનિયા બતાવી તે પપ્પા !
જીવનના દરેક સમયે મારી સાથે રહીને,
માર્ગદર્શન આપ્યું તે પપ્પા !
હું મોટો થયો તો પણ જીવનના દરેક ક્ષણે,
મારી સાથે રહ્યા તે પપ્પા !
મારા જીવનમાં જ્યારે કોઈ ચિંતા આવી,
ત્યારે માર્ગદર્શક બન્યા તે પપ્પા !
 જીવનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે,
તો પણ હર ખુશી દેતા પપ્પા !
કોણ જાણે ! ભગવાનને કયીક અલગ મંજૂર હતું,
મારા પપ્પાથી મને વિખૂટો પાડી,
ઘણા દૂર મોકલી દીધા પપ્પાને !
જેના વગર મારી જિંદગી સુની લાગી રહી,
તે મારા પ્યારા પપ્પા !!

~મહેશ ગણેશભાઈ ડાભી

Sunday, June 21, 2020

યાદ આવતા પપ્પા !



નાનો હતો ત્યારે સ્કૂલે સાઈકલ પર,
મુકવા આવતા પપ્પા !
નોકરી પડતી મૂકીને મને પાછા
તેડવા આવતા પપ્પા !
રિઝલ્ટ સ્કુલનું  જોઈને મારું,
ખુશ થતા પપ્પા !
રમતા રમતા પડી ને રડતો ત્યારે,
ખભે હાથ મૂકીને હસાવતા પપ્પા !
ઘરથી આજે બહુ દૂર છું ત્યારે,
"ગીરી"  રોજ મને યાદ આવતા પપ્પા !

Sunday, May 31, 2020

હા હું ગુજરાત પોલીસ છું !



ફ્રન્ટ લાઈનકોરોના વોરિયર્સ છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
પ્રજાનો પહેલો મિત્ર છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
ટાઢ તડકો વરસાદ સહન કરું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
થાક્યા વગર ૨૪ કલાક સેવામાં છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
મજૂરોને તેમના વતન પહોંચાડું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
"ગીરી" ગુજરાતની જનતાને વંદન કરું છું હું,
હા હું ગુજરાત પોલીસ છું !
(આ કવિતા ગુજરાતના જાણીતા લેખક એવા જય વસાવડા જી એ પોતાના ટ્વિટર પર શેર કરેલી છે)

Thursday, May 28, 2020

અંસારી સાહેબના અલ્ફાઝ

ઇન્તેખાબ અંસારી સાહેબ 
આસિસ્ટન્ટ પ્રોફેસર, કોલેજ ઓફ એજ્યુકેશન
ખરોડ,તા.અંકલેશ્વર, જિ. ભરૂચ....! 

Saturday, November 3, 2018

हसरतों का बाज़ार


सरतों का आज पूरा बाज़ार लगा था |
उसी में से मैंने फिर तुझे चुना था। मेरी इसी उड़ान का फलसफा हो तुम |
मैंने कब कहा कि मेरा अंतिम परिणाम हो तुम |
रहा वक़्त तो इसी बात की हम सफाई देंगे,
तुझसे लिया हुआ एक एक लम्हा लौटा देंगे |
हमने तो खुदा से बस यूंही दुआ मांगी थी हमने,
नहीं जाना की तेरी यह कुर्बानी थी |
फिर से कभी भी दुआओ में याद कर लेना,
हमें बस उसी वक्त तुम्हारे दिए लम्हे लौटा देंगे तुम्हे |

लेखिका : मयुरी गोस्वामी


तो मित्रो कैसी लगी यह कविता ? कॉमेंट करके बताना और हा मुझे फ़ोलो भी कर देना



નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...