આજનું ટાઇટલ થોડુંક રસ પડે એવું છે ! ( રસ ન પડે તો પણ એવું લખાય જેથી કોક તો વાંચે ખરું) આજે વાત કરવાની છે એક એવા મહાન વ્યક્તિત્વ વિશે જેના માટે કદાચ ચીનની દીવાલ પર જેટલા શબ્દો લખીએ તો પણ ઓછા પડે ( ચેક કરવું હોય તો જાવ ચીન ની દીવાલ પર ખાલી "ભારત માતા કી જય" લખીને બતાવો ! ).
ચાણક્ય એક એવા અદભૂત વિભૂતિ જેને કોઈ ન ઓળખતું હોઈ એવું બને જ નહિ ! વિરાટ બુદ્ધિમતા ના માલિક એવા આચાર્ય ચાણક્ય ને આજે મોર્ડન પરિપ્રેક્ષ્ય માં સમાવાની એક કોશિષ કરી છે. નેતાગીરી ના બે સૌથી વધુ પરિચિત પ્રકાર છે ! કયા બે પ્રકાર ??? ૧) ફ્રન્ટ લાઈન નેતાગીરી ૨) બેક શીટ નેતાગીરી. ફ્રન્ટ લાઈન નેતાગીરી એટલે એવી નેતાગીરી જે સમાજ ની સામે રહીને નેતાગીરી કરે, જે લોકોની વચ્ચે રહે, જે લોકો ના (સમાજના) ગમાં અણગમા વિશે જાણતા હોય, જે સમાજ ના દરેક જાહેર પ્રસંગો માં "રિઝર્વ સીટ" ધરાવતા હોઈ એવા નેતાઓ ફ્રન્ટ લાઈન નેતાગીરી વાળા નેતા કહેવાય.
હવે આવે છે બેક શીટ નેતાગીરી વાળા નેતા. આવા નેતા ખુફિયા એજન્ટ જેવા હોય છે. એમને ફ્રન્ટ લાઈન વાળા નેતા ની જેમ પોતાના નામ ની કોઈ પડી નથી હોતી. એમને ચૂપચાપ પોતાના ભાગે આવેલું કામ પતાવવામાં રસ હોય છે. આવા નેતાઓ ટીવી ચેનલ કે અખબારોની હેડલાઇન થી પણ દૂર રહે છે.
તો હવે વાત કરી આધુનિક ચાણક્ય ની. જૂના જમાના ચાણક્ય ધોતી જભો પહેરતા હશે ( ચોક્કસ શું પહેરતા એ મને તો નથી ખબર તમને ખબર હોઈ તો કૉમેન્ટ કરો ) ! માથા પર શિખા રાખતા હશે, ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરતા હશે, અને કપાળ પર ત્રિપુંડ ખેંચતા હશે.... આ બધું એમના જમાના મુજબ હતું ! અત્યાર ના ચાણક્ય સુટ બૂટ માં હશે, મોંઘી દાટ કાંડા ઘડિયાળ હશે, સોનેરી કલરની ચશ્માં ની ફ્રેમ હશે અને હાથમાં શાસ્ત્રો ની જગ્યાએ એપલ નું લેપટોપ હશે ! આવા ચાણક્ય તમને કોઈ પણ મોટી બિઝનેસ કંપની માં જોવા મળશે.
ચાણક્ય પાસેથી એક વાત શીખવા જેવી છે જો પડદા પાછળ રહીને ખેલ પૂરો પાડી શકાતો હોઈ તો હો હલ્લો મચાવીને મેદાન માં ગરજવાની કોઈ જરૂર નથી ! જે કામ રાતે પતી જતું હોય એ કામ પછી સૂરજ ઊગવાની રાહ જોઈને જ પૂરું કરશું એમ વિચારીએ તો મૂર્ખ માં જ ગણતરી થાય.
ચાણક્ય પાસેથી બીજી એ વાત શીખવા જેવી છે કે "સત્તા આપડા હાથમાં હોવી જરૂરી નથી" પણ "સત્તામાં છે એવા લોકો આપડા હાથમાં હોવા જરૂરી છે" ! ચાણક્ય હમેશા બેક સીટ નેતા ગીરી માં જ માનતા હતા એટલે જ તો ચંદ્ર ગુપ્ત ને ડ્રાઇવર બનાવીને "અખંડ ભારત" નું સર્જન કરી નાખ્યું ! નહિ તો એ ધારત તો ગમે ત્યારે રાજા બની શકતા હતા... કોણ રોકત એમને ?? પણ એમને બેક સાઈડ માં રહેવાનું પસંદ હતું !
મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

ReplyDeleteઆપની રજૂઆત શૈલી કાબિલે તારીફ......વાહ...લખતા રહો...અમે વાંચતા રહીશું
આભાર
Deleteસુંદર વિચાર છે જાણવા મળ્યું કે કેવા પ્રકારની નેતા ગીરી કરવી
ReplyDelete😊
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteIt is not a matter of pride but I already know this and I follow this motto
ReplyDeleteસરસ બંધુ
DeleteGood ...Amit ...
ReplyDeleteઆભાર સર
Delete