Friday, August 28, 2020

ઓમ ઇગ્નોરાય નમઃ

તમારા મોબાઈલ ના કોન્ટેક્ટ માં કેટલા એવા કોન્ટેક્ટ હશે જેને તમે "ક્રિયેટિવ" કે પછી "યુનિક" કે પછી "બહુ હોશિયાર" કહી શકો ??? ગણીને બે પાંચ લોકો હશે !! કોઈને સારું લખવાનો શોખ હશે, કોઈ સારી સારી જગ્યાએ ફરવાનો શોખ હશે, કોઈને યુ ટ્યુબ માં સારા સારા વિડિયો બનાવીને મૂકવાનો શોખ હશે, ટુંકમાં આ લોકો એવા હશે જેનામાં કાંઈક એવી "કળા" છુપાયેલી હશે જે એમને બીજા સામાન્ય કહી શકાય એવા લોકોથી "અલગ" બનાવે છે !! આ લોકોને આપણે "કલાકાર" કહી શકીએ...!

કલાકાર જન્મજાત પણ હોઈ શકે, અને બની પણ શકે ! તમારી પાસે એક પણ એવું "હુનર" હોઈ જે તમને બીજાથી અલગ બનાવે છે તો તમે પણ કલાકાર જ છો.... !

હવે આવું આજના મૂળ ટોપિક પર, કલાકાર ને દિલથી કોઈ એવી ઈચ્છા ન હોઈ કે લોકો એની તારીફ કરે, વખાણ ના પુલ બાંધે કે વાહ વાહ ની નદીઓ વહાવે ! પણ તકલીફ ત્યાં આવે જ્યારે તમારી સાથે કામ કરતા લોકો, જેની સાથે તમે કોલેજ માં કે સ્કુલ માં ભણ્યા હો એવા લોકો કે પછી જેને તમે ખાસ માણસો ગણતા હો એવા લોકો વાહ વાહ તો ન કરે પણ, તમારા વિશે નેગેટીવ વાત ફેલાવે ! જેમકે એને તો ગૂગલ વાળા પૈસા આપે છે 😜 ! એલા ટોપાઓ આમ લખીને પૈસા મળતા હોઈ તો આ "નોકરી" કરવાની "મજૂરી" કોણ કરે ?? થોડીક તો સા.બુ. ( હોઈ તો ) વાપરો.... એક કાણી પાઈ પણ નથી મળતી !

તમે બીજા કરતા અલગ હો એટલે સમજવું કે લોકો તમારી કાપવાના જ છે.... ! પણ એ કાપવા વાળા હંમેશા ટ્રેન ના "ડબ્બા" ની જેમ પાછળ જ રહેવાના, ક્યારેય "એન્જિન" નહિ બની શકે ! કેમકે "આગળ હંમેશા એ જ રહે જેનામાં આગ હોય...!!"

જેણે જેણે આ દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો છે એને આ દુનિયાએ દૂધ માંથી માખી કાઢે એમ કાઢીને દૂર ફેંકી દીધા છે, પછી એ જીસસ હોય, સુકરાત હોય કે પછી મન્સુર હોય !!

કોઈ તમને ઇગ્નોર કરે છે એની તમને કેમ ખબર પડે ???  સાવ સરળ છે, એ લોકો ને તમે ફેસબુક ઈન્સ્તા કે વોટસએપ પર મેસેજ કરશો તો એ વાંચી લેશે જવાબ નહિ આપે, ટ્વીટર પર કે ઇન્સ્તા પર રોજ એના ફોલો અર વધતા હશે પણ તમે એમને ફોલો કરશો તો તમારી રીકવેસ્ટ એક ખૂણામાં પડી રહેવાની જેમ "ઘરના ખૂણામાં એક સાવરણી પડી હોઈ એમ.... !"

ઘણી વાર તો મને એમ થાય કે આ લોકોની અંદર આટલું "ઝહેર" આવે છે ક્યાંથી ??? ઘરમાં કોબ્રા પાડી રાખ્યા છે કે પછી કોઈ જગ્યાએથી ઝહેર નું રિચાર્જ કરાવો છો ?? 🤔

આવા લોકો સાથે પછી એક જ વસ્તુ કરવાની "ઈગનોર" કરો, રસ્તામાં જેમ ખાડા હોઈ તો કેમ સંભાળીને બાજુમાંથી નીકળી જાવ છો, એમ બાજુમાંથી નીકળી જવાનું !

લોકો પોતાની પાસે જે હોઈ એનું "પ્રદર્શન" કરતા હોઈ છે, જેને લખતાં આવડે એ લખે છે, જેને સારું ગાતા આવડે છે એ ગાય છે, જેને વિડિયોગ્રાફી આવડે છે એ વિડિયો બનાવે છે, અને જેને કશું પણ નથી આવડતું એ આ બધાની ટીકા કરે છે !!

तुम्हारी टिकाओ से में रास्ता छोड़ दू इतना भी बुजदिल नहीं ।
मेरी आंख में आंख डालके बात कर शको इतने अभी तुम काबिल नहीं ।।
~ अमित गिरि गोस्वामी

Monday, August 17, 2020

"..... હું ....."



ટપકતી રહી છતને અનિમેષ,
નયને હું નિહાળતો રહ્યો !
દિવસ આજનો કેવો ગયો એનો,
હિસાબ હું લગાવતો રહ્યો !
બધુ જ પામી લેવાની લ્હાયમાં,
જે હતું એ પણ હું ગુમાવતો રહ્યો !
સાબિતીની પણ જ્યાં જરૂર ન્હોતી,
તોયે બેઝિઝક ખુલાસા હું કરતો રહ્યો !
"ગીરી" મોત આવી ગયું છે દ્વાર પર,
વધુ જીવવા હું હજી ભાગતો રહ્યો !

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...