Saturday, July 15, 2023
દેશનું "દિશાવિહીન" યુવાધન
Saturday, September 10, 2022
"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"
"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો અંતિમ વિકલ્પ નથી. જેમ જીવન કુદરતી છે એમ મૃત્યુ પણ કુદરતી હોવું જોઈએ. સમગ્ર વિશ્વમાં 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકો દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આજે આપણી આજુબાજુમાં પ્રત્યેક વ્યક્તિ આપણને તણાવગ્રસ્ત નજર આવશે. દરેક લોકો એક અદૃશ્ય દોડમાં દોડી રહ્યા છે, પણ એમને ઊભા રાખીને પૂછીએ કે તમારી મંજિલ શું છે ??? તો જવાબ મળશે, "ખબર નથી !" આ ખબર નથી એની જ બધી માથાકૂટ છે. જે દિવસે આપણે પોતાના જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ખબર પડી જશે એ દિવસે આપડે જીવનની વ્યર્થ દોડમાંથી બહાર નીકળી જશું. આત્મહત્યા એ એક દિવસમાં બનતી ઘટના નથી. એની પાછળ વિચરબદ્ધ યોજના ઘડવામાં આવેલી હોય છે. શરીરમાંથી જીવ કાઢવો એ સરળ કામ નથી. વ્યક્તિને જ્યારે લાગે કે એની આજુબાજુની દુનિયા હવે તેને સમજી શકે એવી નથી રહી અને હવે આ દુનિયામાં વધુ જીવવું એ અશક્ય બની રહ્યું છે, એવા સમયે વ્યક્તિ આત્મહત્યા જેવા પગલાં તરફ આગળ વધે છે ! શરીરને આગ લગાડવી, ઘરના પંખે લટકી જવું, ટ્રેન નીચે કપાઈ જવું, ઝેરી દવા પી લેવી, ઊંઘની ગોળીઓ ગળી જવી, તળાવ કે નદીમાં ડૂબી જવું, ઊંચી ઈમારત પરથી કૂદકો મારવો આવા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ આત્મહત્યા કરનાર વ્યક્તિ પસંદ કરે છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરવાના વિચારો કરતા હોય એની શરૂઆતના જ 10 મિનિટમાં કોઈ એને સમજાવવા વાળું મળી જાય તો એ વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકાય છે !
Tuesday, June 15, 2021
લાગી મોહે એસી લગન
"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન
"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન
સત્તા હાથમાં આવવાથી માણસ બદલાઈ જતો નથી, પણ જેવો હોય એવો દેખાઈ આવે છે, એટલે કે ઉઘાડો પડી જાય છે !
ગઈ કાલે અમદાવાદમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્લી ના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના મુખી એવા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરીને ગયા છે. કેજરીવાલ હવે ખંધા રાજકારણી બનતા જાય છે. ગુજરાતમાં વરસોથી ભાજપ નું એકહથ્થુ શાસન છે અને આ વખતે જનતાનો થોડો રોષ ભાજપ પર છે એવું કહી શકાય કે કેજરીવાલ એન્ટી ઇન્કમબન્સી નો લાભ પૂરેપૂરો ઉઠાવી લેવા માંગે છે ! આ વખતે કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચુંટણી માં પૂરેપૂરું લડી જ લેશે એવું વર્તાય છે.
નાનપણ માં એક વાર્તા સાંભળેલી હતી, બે બિલાડીઓ રોટલાના ટુકડા માટે લડતી હોય છે અને પછી એક કપિરાજ આવીને રોટલાના ભાગ પાડી દેવા માટે ન્યાયધીશ બને છે.... આગળ શું થયું એ તમે જાણો જ છો !
આમ ગુજરાતમાં પણ આ વખતે સતા માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે ! કેજરીવાલ પણ કપિરાજ ની જેમ ન્યાયધીશ બનીને વિધાનસભામાં પ્રવેશ કરવા ઈચ્છે છે એ એમની સત્તા કબ્જે કરવાની મહત્વાકાંક્ષા દર્શાવે છે. જોવાનું એ રહે છે કે હવે ગુજરાતની જનતા જનાર્દન એમને કેવો આવકાર આપે છે. જે રીતે સુરત મહાનગર પાલિકા ની ચુંટણી માં આપ ને સારો પ્રતિસાદ મળ્યો એવો જ પ્રતિસાદ વિધાનસભા ચુંટણી માં મળશે કે નહિ એ તો આવનારો સમય જ બતાવશે. જો સુરત મહા. પાલિકા ના આંકડાઓ જોઈને કેજરીવાલ એવું સમજતા હોય કે ગુજરાતની જનતા અમારી સાથે છે, તો એ ખાંડ ખાય છે !
પાટીદારોનો કોંગ્રેસ પ્રત્યે મોહભંગ થવાથી તેઓ આપ તરફ ઢળ્યા હતા અને એમના સંયુક્ત મતો મળવાને
લીધે સુરતમાં આપને સારી એવી સફળતા મળી હતી.
ગુજરાત એ ભાજપ અને મોદીનો ગઢ રહ્યું છે. જો કેજરીવાલ ગુજરાતમાં સારું પ્રદર્શન કરે તો એ પોતાના રિપોર્ટ કાર્ડ માં A+ ગ્રેડ મળ્યો એવું બળપૂર્વક કહી શકે...! રાષ્ટ્રીય સ્તર પર અત્યારે મોદી સમક્ષ એવો કોઈ ચહેરો નથી જે તેમને ટક્કર આપી શકે. બંગાળ ચુંટણી વખતે મમતાએ જે રીતે મોદી સામે શિંગડા ભરાવ્યા હતા એ આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. મોદી સામે મમતા હજુ પણ પ્રાદેશિક નેતા જ કહી શકાય.
આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા સોશ્યલ મીડિયામાં શેર કરો. અવનવું વાંચવા માટે ઇ મેઈલ દ્વારા સબસ્ક્રાઈબ કરો...!
આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે !
FOLLOW ME HERE
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
Sunday, June 13, 2021
વાહ ગીતા બેન વાહ.... અમે લાઈન માં ને તમે ઘરે...!!!
એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.
ભારત જેટલો મારો દેશ છે એટલો જ તમારો પણ દેશ છે, એટલે કે ભારતના કાયદો બધા માટે સમાન જ છે પછી તે પસ્તી વેચવા વાળો મજૂર હોય કે પ્રધાનમંત્રી ખુદ પોતે હોય ! અત્યારે દેશ માં બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડવા લાગી છે ત્યારે આપણે બધા એ રસી મુકાવી જોઈએ અને બીજા લોકોને પણ રસી મૂકવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ.
એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.
રસી મુકાવવી એ વર્તમાન પરિસ્થિતિ જોતા દરેક નાગરિક નો હક બને છે. પણ આ માટે સરકારે બનાવેલી ગાઇડલાઈન નું આપણે બધાએ પાલન કરવું પડે છે. રસી લેવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા ?? કેટલી વાર લાઈન માં ઊભા રહ્યા ?? કેટલો તડકો સહન કર્યો ?? .... બધાએ ઓછા વત્તા અંશે કંઈ ને કંઈ મુશ્કેલી અનુભવેલી જ હશે... !
હવે ગીતા બેન રબારી એ આમાંથી કઇ મુશ્કેલીનો સામનો કર્યો ??? કદાચ એક પણ નહિ ! કેમ એમ ??? અરે ભાઈ કારણ કે એ તમારી અને મારી જેમ સામાન્ય માણસ નથી. ગીતા બેન એ "ખાસ" નાગરિક છે, એટલે એ ઘરે રસી લે એમ ઉહાપોહ મચાવવાની કોઈ જરૂર નથી...!
સેલિબ્રિટી દ્વારા આવા છડેચોક નિયમોના ભંગ કરવાની આ ઘટના પ્રથમ નથી અને કદાચ અંતિમ પણ નહિ જ હોય..! હજુ ઘણા એવા લોકો આવશે જે ગુપ્ત રીતે રસી લઈ લેશે ...!!
ગીતાબેને જો ઘરે જ રસી લેવી હતી તો ભલે લે... એ એમની "વગ" કે પછી એમની "પહોંચ" દર્શાવે છે.... એમાં કોઈને વાંધો ન જ હોવો જોઈએ. પણ રસી લીધા પછી એમણે જે ફોટા વહેતા કર્યા સોશ્યલ મીડિયામાં એ જોઈને લોકોને ગુસ્સો આવ્યો છે !
ગુસ્સો આવવાનું કારણ શું ??? એક જ કારણ કે ગુજરાતની જનતા લાઈન માં ઊભા રહીને રસી મૂકવા માટે હેરાન થાય છે જ્યારે અમુક કહેવાતા ખાસ લોકો ઘરે જ રસી લઈ ને ફોટા મૂકે સોશ્યલ મીડિયામાં અને બીજા લોકો કરતા પોતે ખાસ છે એવી છાપ સામાન્ય લોકોના મનમાં ઊભી કરે.
ગીતાબેન આટલા બધા ચાહકો ધરાવે છે તો એમની ફરજ બને છે કે એ એવું ઉદાહરણ પૂરું પાડે કે લોકો પણ શિસ્તબદ્ધ રીતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જયી ને રસી મુકાવી આવે. પણ અહીં ગીતા બેન દ્વારા જાણતા કે અજાણતા આવી ખાસ ટ્રીટમેન્ટ ના ફોટા બહાર આવ્યા છે એ ખરેખર એમની બેદરકારી નું પ્રદર્શન જ છે.
આ લેખનો ઉદ્દેશ્ય ગીતાબેન ની છબી ખરાબ કરવાનો નથી પણ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એ માટે છે !
✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )
Saturday, June 5, 2021
રસી મુકાવીને રખડતા અ-રસિકો
ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...!
પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !
કોરોનાની બીજી લહેર પણ હવે હળવે હળવે ધીમી પડતી જાય છે અને મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં કેસો કરતા દર્દીને રજા આપવાના આંકડાઓ માં વધારો જોવા મળે છે...! આ બાબત હકારાત્મક છે અને અત્યારના નેગેટિવ માહોલમાં થોડીક પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !
ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! બધા સલાહ સૂચન ની હારમાળા લઈને જ રખડે છે, કોઈ સામે મળ્યું નથી કે ગળામાં હારમાળા પહેરાવી નથી...! અરે ભલા માણસ તારી સલાહ તારા ઘરવાળા (વાળી) પણ માનતા નથી તો બીજા શું ખાખ માનવાના....??? એના કરતાં રેહવા દો ને આવી સલાહ સૂચના આપવાનું... મૌન રહીને થોડીક ઊર્જા બચાવો તો પણ આ પૃથ્વી ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો ગણાશે !
હવે આવી જાવ હું મારા મૂળ મુદ્દા પર... અત્યારે જેટલા પણ લોકો માસ્ક વગર રખડતા જોવા મળે છે એ બે પ્રકારના લોકો છે.... ૧) જેમને રસીના બંને ડોઝ લઈ લીધા છે એવા અને ૨) જેને રસી લેવા કે ન લેવા અંગે કોઈ ફેર પડતો નથી ( આવા લોકો એમના મતે ચિરંજીવી છે ) ...!
હવે મૂળ સમસ્યા મારી હાળી એ છે કે આ માસ્ક વગરના લોકો જે દબંગ બનીને રખડતા હોય છે એ રસી મુકાવેલા છે કે વગર રસીએ દબંગ બનીને રખડે છે.... એ નક્કી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે ! આપડે કેમ નક્કી કરી શકીએ કે સામેવાળા એ રસી મુકાવી છે કે નહિ ???
મે એનો પણ રસ્તો કાઢ્યો છે, તમે પણ અજમાવી જોજો.... જે લોકો રસ્તા પર રખડતા ભટકતા ( કૂતરા નહિ હો...) જોવા મળે ખાસ તો માસ્ક વગરના... એને તમારે પેલું પાંચ કે દસ રૂપિયા વાળું દુધિયા કલર વાળું સર્જીજલ માસ્ક આપવું... જો એણે રસી લીધી હશે તો કહેશે " આવા માસ્ક ફાસ્ક ની મને જરૂર નથી... મે બેય ડોઝ લઈ લીધા છે હોં..!" અને જેને રસી માં વિશ્વાસ જ નથી એને માસ્ક માં પણ ક્યાંથી વિશ્વાસ હોવાનો ??? એ કેવો તર્ક આપશે એ પણ કહું..... એ ડોકટર સાહેબ પોતાના કોલર ઉંચા કરતા કહી દેશે કે, " જો માસ્ક થી જ કોરોના રોકાઈ જતો હોય તો રસી શું કામ આપો છો ??? અને રસી થી કોરોના રોકાઈ જતો હોય તો માસ્ક શું કામ પહેરવો છો ???
જોકે, હું આવા બુદ્ધિજીવી લોકો સાથે વાદ વિવાદ માં નથી ઉતરતો... કેમ કે મને ખબર છે આવા લોકો મારું માથું અને સમય બન્ને ખાઈ જશે... એટલે એવા લોકોથી દૂર જ રહેવું... પેલા જીગ્નેશ કવિરાજ નું કે કોઈનું ગીત છે "બેવફા તને દૂરથી સલામ" એની જેમ... !
છાપું વાંચી વાંચીને અને આંખ ને આટલી બધી કસરત કરાવીને એક વાત તો હું ખાતરીપૂર્વક કહી શકું કે રસી મુકાવી જ લેજો.... ફાયદો છે કે નુકસાન છે એ બધું જીવતા રેશો તો નક્કી કરી લેજો.... હવે તો કોવીન પોર્ટલ પર પણ સ્લોટ ખાલી જોવા મળે છે તો રસી લો અને બીજા લોકો ને પણ લેવડાવી દો અને એને પણ કહો કે તમે પણ બીજાને રસી મુકાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી દો....!!
✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )
Wednesday, May 5, 2021
પપ્પાને અંતિમ પત્ર
આદરણીય પપ્પા
ગોસાઇ નવિનચંદ્ર નારણગર
નિવાસ; કૈલાસવાસ
પપ્પા તમે તા.
૨૬/૪/૨૦૨૧ ગુરુવાર તિથિ ચૈત્ર સુદ ૧૪ વિ.સં ૨૦૭૭ ના રોજ અમને બધાને મુકીને અનંત
સફરે ચાલ્યા ગયેલા છો. આપણા ઇષ્ટદેવ મહાદેવ તમને કૈલાસમા એમના ચરણોમાં સ્થાન આપે
એવી અમો બધા મંગળ કામના કરીએ છીએ. આપનો સ્થુળ દેહ અમારા બધા વચ્ચે રહ્યો નથી, એ
હવે સનાતન સત્ય છે ! પણ આ વાસ્તવિકતા સ્વિકારતા મને અને અમને બધાને ખુબ વાર લાગશે.
ઘરની દરેક ચીજ વસ્તુઓ સાથે તમારી એટલી યાદો જોડાયેલી છે કે અમે હજુ એ વાત સ્વિકારી
શકીએ એમ જ નથી કે આપ હવે કૈલાસવાસી બની ગયા છો.
તમે બેસતા એ
ખુરશી, તમે પહેરતાં એ વસ્ત્રો, અખબાર વાંચતી
વખતે તમે પહેરતા એ બેતાલા ચશ્મા, મહાદેવ મંદિરે જલ અર્પણ કરતી વખતે જે તામ્ર કળશ વાપરતાં એ
કળશમાં અને સમગ્ર ઘરના ખુણે ખુણામાં આપની ચેતના હજુ પણ વ્યાપ્ત છે, એવો મને આભાસ થયા કરે છે. આપ ચાલવા ગયા હશો અને હમણા જ પરત ફરશો એવી આશાએ
અમારી દ્ર્ષ્ટિ હજુ પણ ઘરના દરવાજા પર મંડાયેલી રહે છે !
આપની એટલી બધી
યાદો આ ઘર સાથે અને મારી સાથે જોડાયેલી છે કે, આપનો આ પુત્ર એને
શબ્દોમા સમાવી શકવા માટે અસમર્થ છે. આમ છતાં આપને એક શબ્દાંજલી આપવાનો આ એક નાનકડો
પ્રયાસ મારા દ્વારા થયો છે.
“ न
जायते म्रियते वा कदाचिन्नायम् भूत्वा, भविता, वा न
भूय:
अजोनित्य:
शाश्वतोयं पुराणो, न
हन्यते हन्यमाने शरीरे………” ગીતા ૨/૨૦
आत्मा का जन्म नहीं होता । उसकी मृत्यु भी नहीं होती । वह पहेले न थी, या अबके बाद नहीं होगी, ऐसा नहीं है । आत्मा अजन्मा, नित्य, शाश्वत, पुरातन है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता । “ हे अर्जुन ! आत्मा को शस्त्रो काट नहीं सकते । अग्नि जला नहीं सकता । पानी भीगो नहीं सकता और वायु सूखा नहीं सकता । आत्मा, सर्वव्यापी, स्थिर, अचल और सनातन है । उसे अव्यक्त, अचिंत्य और विकार रहित कहेते हैं । ”
લી.
આપનો અમિતગીરીTuesday, December 15, 2020
" ઘર : મારી નજરે ! "
"ધરતી નો છેડો ઘર" આ કહેવત બાળપણ માં ખુબ સાંભળેલી. પણ આ શબ્દોનું મહત્વ એ લોકો જ સમજી શકે જે પોતાના ઘરથી દૂર રહેતા હોય. ઘરથી દૂર રહેવું એ ઘણા લોકો માટે મજબૂરી હોય છે તો ઘણા માટે આનંદ પણ હોય શકે !
આનંદ એવા લોકો માટે હોય શકે, જેમણે આ દુનિયાનો સંસાર નો અને ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો હોય. જેમને આંતરિક આનંદ ની પ્રાપ્તિ માટે બધા જ સંબંધો નો ત્યાગ કરીને સાધુનો ભેખ ધારણ કર્યો છે એવા લોકો માટે ઘરથી દૂર રહેવું એ આનંદ ની વાત છે. સાધુઓ માટે તો સમગ્ર વસુધા એમનું ઘર જ છે. એમના માટે ઘર એ કોઈ સ્થૂળ વસ્તુ નથી એ લોકો સમસ્ત ભૂમિ ને પોતાનું આસન અને આકાશ ને પોતાની ચાદર સમજીને જીવતા હોય છે.
આ વાત તો સાધુ માટે છે. પણ જે લોકો એ આવા સંસાર નો ત્યાગ નથી કર્યો એમના માટે ઘર એટલે શું ???
ઘર એટલે દિવસ ભર તનતોડ, લમણા જીક, માથપાચ્ચી વાળા કામ કર્યા પછી આરામ કરવાની જગ્યા ! ઘર એટલે જ્યાં તમારો પડ્યો બોલ ઝીલી લેતી એવી ભગવાન ની અદભૂત રચના "મા" ! ઘર એટલે તમારી સઘળી સમસ્યા પોતાના માથા પર લઈ લે અને એમ કહે " ચિંતા ન કર હું બેઠો છું" એવા પપ્પા ! ઘર એટલે જેની સાથે તમે બાળપણ થી યુવાની સુધી રમીને લડીને ક્યારેક અબોલા રાખીને મોટા થયા છો એવા ભાઈ બહેન. આમ ઘર એટલે ખરેખર સ્વર્ગ !!!
જ્યાં સુધી ઘરમાં હોઈએ ત્યાં સુધી ઘરનું મૂલ્ય ન સમજાય પણ નોકરી ઘર થી દુર કરતા હો અને અમુક અમુક પ્રસંગોએ ઘરે જવાનું મળે ત્યારે ખબર પડે કે ઘર કોને કહેવાય. નસીબ જેને પોતાના ઘરથી દૂર લઈ ગયું છે એવા લોકો તો કેલેન્ડર માં હંમેશા રજા શોધતા હોય છે કે ક્યારે રજા આવે ને મને મારા ઘરે જવા મળે ! ખરું કે નહિ ??
પાંચ સાત કે પંદર દિવસ ના પ્રવાસ પર ગયા હો તો પણ યાદ તો ઘર જ આવે ને ઘરે આવ્યા પછી પહેલા શબ્દો મોં માથી એ જ નીકળે કે "હાશ ! પાછા ઘરે આવી ગયા !"
तुम परिंदों से ज़ियादा तो नहीं हो आज़ाद ।
शाम होने को है अब घर की तरफ़ लौट चलो ।। इरफ़ान सिद्दीक़ी
આ એક શેર માં ઘર શું છે એનો સમગ્ર ચિતાર કહી દેવામાં આવ્યો છે, તમે પક્ષી જેટલા આઝાદ નથી, સાંજ થવા આવી છે હવે ઘર તરફ વળો પાછા ! જે લોકો પોતાના જ ગામ કે શહેર ની આજુબાજુ માં જ કે જ્યાં રહેતા હોય ત્યાં જ નોકરી ધંધો કે વ્યવસાય કરતા હોય એવા લોકો સાંજ પડ્યે પોતાના ઘરે જઈ શકે, પણ જે પોતાના ઘરથી જોજનો કિલોમીટર દૂર નોકરી કરતા હોય એ આ સાંજ પડ્યે ઘરે જવાની મજા લઇ શકતા નથી !
Monday, October 5, 2020
રિક્ષા ડ્રાઈવર થી રાષ્ટ્રપતિ ( ભાગ ૧ )
ઉધરસ ખાતા ખાતા સાવ કરમાઈ ગયેલા અવાજે મોહન ભારથી એ પોતાની પત્ની સરલા દેવીને કહ્યું, " મારું ટિફિન તૈયાર છે કે નહિ ???" સરલાદેવી એ કહ્યું તૈયાર જ છે બસ અમિત તૈયાર થાય એટલે તમે નીકળો ! અને હા આજે અમિત ની પરિક્ષા પણ શરૂ થાય છે એને રસ્તામાં કોલેજ એ ઉતારી દેજો ! એટલામાં જ અમિત આવી ગયો અને સરલાદેવી ને પગે લાગીને આશીર્વાદ લીધા કે મારું પેપર સારું જાય...!!!
હું અમિત. અમારો ૪ લોકોનો પરિવાર મમ્મી પપ્પા હું, અને ચોથી રિક્ષા. મારા પપ્પા રિક્ષા ડ્રાઈવર છે અને મા ગૃહિણી છે, અને હું અત્યારે મનોવિજ્ઞાન માં રાજ્યશાસ્ત્ર સાથે બી.એ કરું છું !! ૧૨ માં ધોરણ માં ૮૦ ટકા મેળવ્યા એટલે સરકારી વિનયન કોલેજ માં સરળતાથી વારો આવી ગયો !
બાળપણથી મને વાંચવાની એક ખરાબ આદત હતી, એટલી ખરાબ કે ક્યારેક પપ્પા બહારથી જલેબી અને ફાફલા લાવે તો એ કે અખબારનાં ટુકડામાં આવ્યા હોઈ એમાં પણ જો કોઈ વાંચવા લાયક માહિતી મળે તો એ પણ વાંચી નાખતો, આ વાંચવાની આદતે જ મને જનરલ નોલેજની સ્પર્ધામાં ઘણા ઇનામો અપાવ્યા છે !!
આખી કોલેજમાં કદાચ હું એક જ એવો વિધાર્થી હોઈશ કે જેની પાસે પોતાનો ફોન પણ ન્હોતો. મને ખબર છે કે આજે ભલે મારી પાસે ફોન નથી પણ જ્યારે સમય કરવટ બદલશે ત્યારે લોકોના ફોન માં સૌથી વધારે સર્ચ થવા વાળો વ્યક્તિ હું હોઈશ !! "ખિસ્સા ભલે ખાલી છે પણ સપના મારા ભરેલા છે...!!" રોમ વોઝ નોટ બિલ્ટ ઈન વન ડે, બટ હિરોશીમા દિસ્ત્રોઇડ ઈન વન ડે !! ગ્રેટ થિંગ ટેક્સ ટાઈમ !!
બાળપણ થી મને બે કલર ખૂબ ગમતા અને હજી પણ ગમે છે, એક સફેદ અને બીજો કાળો ! મોટે ભાગે મારા કપડાં પણ આ જ રહેતા સફેદ શર્ટ અને કાળું પેન્ટ ! ઘણી વાર તો કોલેજના પ્રોફેસર પણ મજાકમાં કહેતા કે, અમિત આ આર્ટસ કોલેજ છે લૉ કૉલેજ નથી !! હું પણ મજાક માં કહેતો શું ખબર સાહેબ કાલે સવારે લૉ કોલેજમાં ભણવાનું થાય તો રોજ બ્લેક એન્ડ વ્હાઇટ પહેરવાની આદત થઇ જાય ને !!
જેના કોઈ મિત્ર ન હોઈ એના મિત્રો એટલે પુસ્તક. પુસ્તક એટલે મારા માટે જાણે જાદુઈ ખજાનો, લાઇબ્રેરી ના મોટા ભાગના પુસ્તકો મારા હાથ માથી પસાર થઈ ગયા છે મને પણ ખબર નથી !
પપ્પા ની તબિયત ખરાબ રહેવા લાગી હતી એટલે ડોકટરે એમને આરામ કરવાની સલાહ આપી. પણ જો રિક્ષા ન ચાલે તો અમારે ઘરનો ચૂલો પણ ન સળગે, એટલે મેં પણ હવે વેકેશન નો સમય હોવાથી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પપ્પા ની ઈચ્છા પણ મને રિક્ષા ડ્રાઈવર બનાવવાની હતી એટલે ૧૮ વર્ષ પૂરા થતા જ લાઇસન્સ કઢાવી લીધું હતું.
એક દિવસ હું સ્ટેન્ડ પર પેસેન્જર ની રાહ જોતો હતો. એટલામાં એક ભાઈ ઉતાવળ માં આવ્યા અને મને કહે ફટાફટ જિલ્લા કોર્ટ તરફ લઈ લે રિક્ષા ! ભાઈનો પહેરવેશ જોતા એવું લાગ્યું કે એ વકીલ હશે ! મે એમને કોર્ટે ઉતાર્યા અને ફરી સ્ટેન્ડ તરફ જવા નીકળ્યો.
Wednesday, September 23, 2020
કહતે હૈ યે દીવાની, ગંજેડી હો ગઈ !!! ડિપ્રેશન પાદુકોણ - માલ હૈ ક્યા ???
બોલીવુડ ની લાઈફ સ્ટાઈલ જેટલી બહારથી ચમક દમક વાળી દેખાય છે એનાથી વધારે ડાર્ક એની અંદરની બાજુ છે. અત્યારે મીડિયામાં જે પ્રકારે ન્યુઝ ચાલે છે એમાં મોટા ભાગ ના ટોપ સેલિબ્રિટી ડ્રગ્સ નું સેવન કરતા હોઈ એવું જણાવવામાં આવી રહ્યું છે !
આ એ જ દીપિકા પાદુકોણ છે જે પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે જે એન યુ માં પૈસા ( અંદાજિત પાંચ કરોડ રૂપિયા ) લઈને ટુકડે ટુકડે ગેંગ સાથે ઊભી રહીને સમર્થન જાહેર કરે છે !
કહેવાતા સ્ટાર લોકોની લાઈફ જેટલી સ્ક્રીન પર જાકમજોળ બતાય છે એટલી જ અંદર થી ભય અને હતાશા વાળી હોઈ છે ! ભય શેનો ??? સતત સ્ટારડમ નહિ જળવાય એનો ભય, ફિલ્મ બસો કે પાંચસો કરોડ નહિ કમાઈ શકે એનો, જાહેરાતોના એન્ડોર્સમેન્ટ નહિ છીનવાઈ જાય એનો, સોશ્યલ મીડિયામાં ધાર્યા પ્રમાણે લાઈક નહિ આવે એનો, ફોલોઅર ઘટી ન જાય એનો, મીડિયામાં લાઇલાઇટ નહિ આવે એનો...... હજી પણ બીજા કેટલાય ભય હોઈ શકે છે !!!
હવે આટલા બધા ભય અને તણાવ વચ્ચે જીવતા "સ્ટાર" ની લાઈફ કેવી હશે એ તમે જાતે જ વિચારો ! હવે આ બધા ભય માથી બહાર નીકળવાનો શું રસ્તો છે ??? સરળ અને હાથવગો રસ્તો એટલે નશો !! નશો કોઈ પણ પ્રકાર નો હોઈ શકે. દારૂ, ચરસ, અફીણ, ગાંજો, હેરોઇન, કોકેન વગેરે વગેરે.
સ્ટાર લોકો પાસે પૈસા ની તો કોઈ કમી નથી હોતી એટલે એ લોકો "કોથળી" તો પીવે નહિ, અરે ભાઈ એ લોકોનો પણ "ક્લાસ" હોઈ ને ! કોથળી તો ગરીબ માણસો માટે છે આ લોકો ને તો ફર્સ્ટ ક્લાસ વાળો "માલ" જોઈએ ! આટલા બધા પૈસા કમાય છે તો એને ખર્ચ કરવા માટે પણ કશું કરવું પડે ને, તો શું કરવાનું ??? નશો કરવાનો... એ પણ ખાનગીમાં હો ! જાહેર માં કરીએ તો પછી એ સ્ટાર થોડા કહેવાશે ???
આ સ્ટાર કરતા તો આપણી લાઈફ સારી છે કે આપડે ડ્રગ્સ ની ચુંગલ માં તો નથી ફસાયા. સવારે 9 થી સાંજે 5 ની નોકરી કરો, રવિવારે ફેમિલી જોડે ફરવા જાવ અને સોમવારથી ફરી કામ માં લાગી જાવ !
બોલીવુડ માં જે પ્રકારે ફિલ્મો બને છે એનો યુથ પર પણ પ્રભાવ પડતો હોય છે, પણ હાલ જે પ્રકારે ફિલ્મો બને છે એમાં શું બતાવાય છે ??? લગ્ન બાહ્ય સંબંધો, લવ જિહાદ, દારૂ અને સિગારેટ નું બે ફામ સેવન, બળાત્કાર, ખૂન, ચોરી, હત્યા, ટુંકમાં સમાજ ને અધ: પતન તરફ કઈ રીતે લઈ જઈ શકાય એવી તમામ બાબતો ફિલ્મ માં દર્શાવાય છે !
વળી ફિલ્મ માં સનાતન ધર્મ વિશે પણ વારંવાર અભદ્રતા દર્શાવાય છે. આ દેશમાં બહુમતી પર મન પડે ત્યારે લાંછન લગાવતી ફિલ્મો બને છે, પણ ક્યારેય લઘુમતી પર અભદ્રતા દર્શાવતી ફિલ્મ નથી બનતી... એના પર પણ બનાવો ને એકાદી વાર !
આવનારા સમય માં હજુ પણ કેટલાક મોટા માથાઓ ના નામ સામે આવવાની શક્યતા છે, જોઈએ હવે કોણ કોણ ડ્રગ્સ કાંડ માં પ્રગટ થાય છે !!!
Tuesday, September 1, 2020
દંડ ! કેટલો ??? એક રૂપિયો !!!
અરે ભાઈ દંડ વસુલવો જ હોઈ તો એક બે કે પાંચ લાખ વસુલો ને ! આટલી મોટી રકમ 😱 ખાલી એક જ રૂપિયો થોડો લેવાય ??? તમે પણ આવું જ કહેશો ને !! લેવો જ હોઈ દંડ તો તગડી રકમ નો દંડ વસૂલવામાં શું વાંધો ???
આ ચુકાદા પછી સોશ્યલ મીડિયામાં માં ઘણા લોકો સુપ્રીમ કોર્ટ પર હસે છે, પણ બંધુ આ સુપ્રીમ કોર્ટ છે કોઈ ખાપ પંચાયત નથી !!! સુપ્રીમ કોર્ટે આવડી મોટી રકમ નો દંડ ફટકાર્યો તો કશું વિચાર્યું તો હશે ને ???
આમ તો આપણા બંધારણ માં બધાને વાણી સ્વતંત્રતા નો અધિકાર આપ્યો છે, પણ એ અમર્યાદિત નથી એના પર પણ વાજબી નિયંત્રણો છે !! જે વકીલ પર સુપ્રીમ કોર્ટે એક રૂપિયાના દંડ ની સજા ફરમાવી એ વકીલ ની આદત છે પાણી માથી પોરા કાઢવાની અને ભૂતકાળ માં અનેક વખત સુપ્રીમ કોર્ટ પાસેથી ઠપકો પણ સાંભળવો પડ્યો છે અને સજા પણ મળી છે !
સુપ્રીમ કોર્ટે એક રૂપિયાનો દંડ એટલા માટે રાખ્યો છે કે એ વકીલ ને ખ્યાલ આવે કે એની ઈજ્જત કેટલી છે !! ટ્વીટર નો ઉપયોગ તમારા વિચારો વ્યક્ત કરવા માટે કરવાનો છે, તમારા બક્વાસ ના પ્રદર્શન માટે નથી !!! તમને કોણે અધિકાર આપી દીધો કે દેશની સર્વોચ્ય સંસ્થા પર આંગળી ઉઠાવો ??? તમારા પક્ષ માં ચુકાદો આવશે તો તમે રાજી અને વિરુદ્ધ આવે તો નારાજી ??? અહી એક શેર યાદ આવે છે....
अपने चेहरे से जो ज़ाहिर है छुपाएँ कैसे
तेरी मर्ज़ी के मुताबिक़ नज़र आएँ कैसे
~ वसीम बरेलवी
તમારી ઈચ્છા મુજબ ના ચુકાદા આપવા સુપ્રીમ કોર્ટ બંધાયેલી છે ??? જી ના !! ક્યારેય બંધાયેલી નથી ! આ વકીલ મહાશય આંતકવાદીઓ માટે રાત્રીના બે વાગ્યે પણ સુપ્રીમ કોર્ટ ખોલાવે છે એટલી તો તેમની વફાદારી છે ( કોના પ્રત્યે છે એ ખબર નથી ) !
ચુકાદો આવવાનો હતો ત્યારે આ મહાશયે બહુ મોટી ડંફાસો હાંકી હતી કે, હું સજા કબૂલ કરીશ પણ માફી તો નહિ જ માંગુ ! ભલે મારે જેલમાં જવું પડે !
સુપ્રીમ કોર્ટે એક રૂપિયાનો દંડ કરીને ઈશારા ઈશારા માં કીધું છે કે ભાઈ તારી ઈજ્જત બે કોડીની છે 😎 ! બહુ ડંફાસો નહિ હાંક ! હવે આ ભાઈ એક રૂપિયાનો દંડ ભરશે એટલે સાબિત થશે કે એમણે જે કૃત્ય કર્યું છે એ વાજબી નથી ! કોઈ પણ માણસ દંડ ક્યારે ભરે ??? જ્યારે એ સ્વીકારી લે કે તેના દ્વારા કોઈ કસુર કરવામાં આવી છે ત્યારે જ તે દંડ ભરે ને ??? તમને દેશ ની સર્વોચ્ય ન્યાય પાલિકા પર પણ વિશ્વાસ નથી તો કેમ રહો છો આ દેશમાં ??? વિશ્વમાં ૧૯૫ થી વધુ દેશ છે જાવ ને કોઈ પણ દેશમાં !!! પણ તમે નહિ જાવ, તમને ખબર છે કે બીજા દેશમાં સુપ્રીમ કોર્ટ ની આવી બેઇજ્જતી કરીશું તો જેલમાં જવું પડશે અને જેલમાં પણ જે "સર્વિસ" કરવામાં આવશે એ અલગ !!!
તમે સુપ્રીમ કોર્ટ પર આંગળી ઉઠાવીને દેશના ૧૩૦ કરોડ લોકોમાં દેશની સર્વોચ્ય ન્યાય પાલિકા પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ માં તમે અવિશ્વાસ નું ઝહેર ઘોળવાની કોશિશ કરો છો !!!
શું તમારી પાસે કોઇ લડવા લાયક કેસ જ નથી કે તમે અવાર નવાર સુપ્રીમ કોર્ટ પર કોઈ ને કોઈ બહાને આંગળી ચીંધતા રહો છો ???
કદાચ આપણા બંધારણ માં આપેલ વાણી સ્વતંત્રતા ના અધિકાર પર સંસદ દ્વારા પુનઃ વિચારણા કરવાની જરૂર છે !! હવે આ મહાશય કોઈને ખબર પણ નહી પડે એટલી ચૂપકીદી થી આવડો મોટો એક રૂપિયાનો દંડ પણ ભરી દેશે, અને આના વિશે એ એક પણ ટ્વીટ નહિ કરે 🤣 !!!
તમે શું માનો છો સુપ્રીમ કોર્ટે આ વકીલ ને કરેલી સજા યોગ્ય છે ????
Friday, August 28, 2020
ઓમ ઇગ્નોરાય નમઃ
કલાકાર જન્મજાત પણ હોઈ શકે, અને બની પણ શકે ! તમારી પાસે એક પણ એવું "હુનર" હોઈ જે તમને બીજાથી અલગ બનાવે છે તો તમે પણ કલાકાર જ છો.... !
હવે આવું આજના મૂળ ટોપિક પર, કલાકાર ને દિલથી કોઈ એવી ઈચ્છા ન હોઈ કે લોકો એની તારીફ કરે, વખાણ ના પુલ બાંધે કે વાહ વાહ ની નદીઓ વહાવે ! પણ તકલીફ ત્યાં આવે જ્યારે તમારી સાથે કામ કરતા લોકો, જેની સાથે તમે કોલેજ માં કે સ્કુલ માં ભણ્યા હો એવા લોકો કે પછી જેને તમે ખાસ માણસો ગણતા હો એવા લોકો વાહ વાહ તો ન કરે પણ, તમારા વિશે નેગેટીવ વાત ફેલાવે ! જેમકે એને તો ગૂગલ વાળા પૈસા આપે છે 😜 ! એલા ટોપાઓ આમ લખીને પૈસા મળતા હોઈ તો આ "નોકરી" કરવાની "મજૂરી" કોણ કરે ?? થોડીક તો સા.બુ. ( હોઈ તો ) વાપરો.... એક કાણી પાઈ પણ નથી મળતી !
તમે બીજા કરતા અલગ હો એટલે સમજવું કે લોકો તમારી કાપવાના જ છે.... ! પણ એ કાપવા વાળા હંમેશા ટ્રેન ના "ડબ્બા" ની જેમ પાછળ જ રહેવાના, ક્યારેય "એન્જિન" નહિ બની શકે ! કેમકે "આગળ હંમેશા એ જ રહે જેનામાં આગ હોય...!!"
જેણે જેણે આ દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો છે એને આ દુનિયાએ દૂધ માંથી માખી કાઢે એમ કાઢીને દૂર ફેંકી દીધા છે, પછી એ જીસસ હોય, સુકરાત હોય કે પછી મન્સુર હોય !!
કોઈ તમને ઇગ્નોર કરે છે એની તમને કેમ ખબર પડે ??? સાવ સરળ છે, એ લોકો ને તમે ફેસબુક ઈન્સ્તા કે વોટસએપ પર મેસેજ કરશો તો એ વાંચી લેશે જવાબ નહિ આપે, ટ્વીટર પર કે ઇન્સ્તા પર રોજ એના ફોલો અર વધતા હશે પણ તમે એમને ફોલો કરશો તો તમારી રીકવેસ્ટ એક ખૂણામાં પડી રહેવાની જેમ "ઘરના ખૂણામાં એક સાવરણી પડી હોઈ એમ.... !"
ઘણી વાર તો મને એમ થાય કે આ લોકોની અંદર આટલું "ઝહેર" આવે છે ક્યાંથી ??? ઘરમાં કોબ્રા પાડી રાખ્યા છે કે પછી કોઈ જગ્યાએથી ઝહેર નું રિચાર્જ કરાવો છો ?? 🤔
આવા લોકો સાથે પછી એક જ વસ્તુ કરવાની "ઈગનોર" કરો, રસ્તામાં જેમ ખાડા હોઈ તો કેમ સંભાળીને બાજુમાંથી નીકળી જાવ છો, એમ બાજુમાંથી નીકળી જવાનું !
લોકો પોતાની પાસે જે હોઈ એનું "પ્રદર્શન" કરતા હોઈ છે, જેને લખતાં આવડે એ લખે છે, જેને સારું ગાતા આવડે છે એ ગાય છે, જેને વિડિયોગ્રાફી આવડે છે એ વિડિયો બનાવે છે, અને જેને કશું પણ નથી આવડતું એ આ બધાની ટીકા કરે છે !!
तुम्हारी टिकाओ से में रास्ता छोड़ दू इतना भी बुजदिल नहीं ।
मेरी आंख में आंख डालके बात कर शको इतने अभी तुम काबिल नहीं ।।
~ अमित गिरि गोस्वामी
Monday, August 17, 2020
Tuesday, July 21, 2020
" વેક્સિન આવી ગઈ 🤔 ??? "
હું રોજ સ્કૂલે જવા નીકળું અને બાવું કાકા દૂધ લેવા નીકળે, સોસાયટી ના નાકા સુધી અમે બન્ને સાથે ચાલીને નીકળીએ પછી એ દૂધ લઈને પાછા નીકળે અને હું પકડું મારી સ્કુલ નો રસ્તો !
છેલ્લા બે દિવસથી બાવું કાકા બવ ચિંતા માં હતા. સાંજે હું શેરીમાં ખુરશી નાખીને બેઠો હતો, સાંજનું છાપુ વાંચતો હતો ત્યાં કાકા આવ્યા. મને કયે શું છે જાણવા જેવું ?? મે કીધું કાકા રેવા દો ને શું કરશો જાણીને, આ છાપાં વાળા જાણવા જેવું ઓછું અને ડરાવવા જેવું વધુ લખે છે ! આપડા ગુજરાત ની હાલત પણ ગંભીર છે ! રોજ રોજ મોતના આંકડા જોઈને ચક્કર આવી જાય છે !
આ સાંભળીને કાકા એ કીધું વાત તો સાચી છે હો બેટા ! તને શું લાગે આ કોરોના પર કાબૂ કેમ આવશે ? મે કીધું કાકા આ વાઇરસ ની કોઈ વેક્સિન શોધાય તો કાબૂ આવે, એ સિવાય કોઈ ઉકેલ નથી ! મે કીધું કાકા આમ પણ તમારી ઉમર હવે "વન" પસાર કરી ગઈ છે, તમારે આમ કામ વગર બાહર નો નીકળવું જોઈએ ! નીકળો તો મોઢે માસ્ક પહેરીને નીકળો અને દર એક કલાકે હાથ સાબુ થી વાંરવાર ધોતા રહો !
કોણ જાણે કેમ પણ કાકાને એક વસ્તુ મગજ માં બેસી ગઈ "વેક્સિન"... ! પછી તો જ્યારે મળે ત્યારે એક જ સવાલ પૂછ્યા કરે વેક્સિન આવી ગઈ??
કાકા ઘરે પહોંચ્યા એટલે એમની પુત્રવધૂ એ કીધું, "પપ્પા ચાલો જમવાનું બની ગયું છે હાથ પગ ધોઈ લો એટલે જમવા બેસીએ ! "
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?
રાત્રે સૂતી વખતે દીકરાએ કીધું પપ્પા હવે કામ વગર બહાર નહિ જવાનું. જે કામ હોઈ મને કહી દેવાનું.
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
રાત્રે સૂતી વખતે પૌત્રો રમવા આવ્યો અને કહે, ચાલો દાદા આજે મસ્ત વાર્તા કહો !
કાકા: બકુડા એ બધું તો ઠીક પણ એ કહે આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?
બીજે દિવસે સવારે મુકલો છાપાં વાળો આવ્યો, કેમ છો કાકા મજા માં ને ? આજે કેમ વહેલા વહેલા બાલ્કની માં આવી ગયા ??
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
કાકા દૂધ લેવા નીકળ્યા અને હું પણ આજે દૂધ લેવા નીકળ્યો કેમ કે સ્કુલમાં પણ હવે રજા પડી ગઈ હતી. મે કીધું આવો કાકા આજે તો સાથે સાથે દૂધ લેવા જાય.
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
દૂધની ડેરી પર પહોંચ્યા એટલે જયેશ ભાઈ એ કીધું કાકા કેમ છો મજા માં ને ??
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં ગુમાન સિંહ મળ્યા એટલે એમણે પણ વિવેક ખાતર કીધું જય માતાજી કાકા કેમ છો ?
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
ઘર પાસે પહોંચ્યા એટલે રમેશ રિક્ષા વાળો મળ્યો એણે પણ કીધું ગુડ મોર્નિંગ કાકા દૂધ લઇ આવ્યા ??
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
બે દિવસમાં તો આખી સોસાયટી કાકા ના એક જ સવાલ " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?? " થી ત્રાસી ગયા. કાકાને આ એક જ સવાલ નું રટણ વેક્સિન આવી ગઈ ?? હવે તો એના ઘરના લોકો પણ કંટાળ્યા ??
કાગ નું બેસવું ને ડાળ નું ભાંગવું એક રાત્રે કાકાને હ્રદય રોગ નો હળવો એવો હુમલો આવ્યો ! તરત જ ૧૦૮ ને ફોન લગાવી કાકાને હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા ! કાકા આમ તો હોશ માં જ હતા, બબડતા હતા વેક્સિન આવી ગઈ ??
ડોકટરે તરત જ બીપી ચેક કર્યું પછી તરત પૂછ્યું, કાકા રાત્રે જમવામાં શું લીધું હતું ?
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
ડોકટર: એ બધું અમારા પર મૂકી દો જમ્યા શું હતા રાત્રે એ કહો ??
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
ડોકટર: કાકા તમને ડાયાબિટીસ છે ??
કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??
ડોકટર નો ખુટો છટક્યો, અને ગુસ્સામાં કીધું આને ગ્લુકોઝ નો બાટલો ચડાવીને ઘરે મોકલી દયો નહિતર હું પાગલ થઈ જવાનો ! 🤣🤣🤣
ખરેખર કાકા એ આખી સોસાયટી માથે લીધી હતી હવે તો કાકા રસ્તામાં દેખાય તો બધા રસ્તા બદલી નાખતા.
આખરે એ દિવસ આવી જ ગયો, હું સાંજે યુટ્યુબ માં ખાખાં ખોરા કરતો હતો ત્યારે અચાનક એક સમાચાર આવ્યા, " રશિયા એ બનાવી કોરોના ની વેક્સિન : હ્યુમન પર ટ્રાયલ ચાલુ " હું હળી કાઢતો કાઢતો ગયો તરત બાવું કાકાને ઘરે !
મેં કીધું કાકા બ્રેકિંગ ન્યુઝ આવ્યા ! એટલે તરત જ કાકાએ સવાલ નું તીર છોડ્યું, " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? "
મે કીધું હા કાકા એટલે તો તમને બતાવવા આવ્યો જુઓ આ સમાચાર. રશિયા એ વેક્સિન બનાવી નાખી હો બાકી !
કાકા બોલ્યા વાહ અમિત્યા વાહ આજે સારા સમાચાર મળ્યા હો મને બવ મજા આવી ગઈ !
પણ હજી હું બીજું કય કવ એ પેલા કાકાએ પાછું પૂછ્યું " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? " 🤔🤔🤔🤔
હું તરત ભાગી જ ગયો, ચપ્પલ પહેરવા પણ ન રોકાયો ! 🏃♂️
Saturday, July 18, 2020
" હું હજી જીવતો છું ! "
દર વર્ષે રામ નારાયણ દીકરાને સમજાવે કે બેટા આટલી બંદૂકો તો ભેગી કરી ! કબાટ ખોલીએ તો બંદૂક નીકળે, માળિયું સાફ કરી તો બંદૂક નીકળે, પલંગ નીચે કચરો વાળી તો બંદૂક નીકળે ! ટુંકમાં વસ્તુ રાખી શકાય એવી બધી જગ્યાએથી બંદૂક નીકળે નીકળે અને નીકળે જ ! નાનું એવું ઘર અને એમાં માણસો કરતાં બંદૂક વધારે !
રામ નારાયણ પોતે બાપ દાદાનું બનાવેલું મંદિર સાચવતા ! મંદિર ની કોઈ ખાસ આવક નહોતી, પણ ત્રણ જણનું ગુજરાન ચાલે એટલું ભક્તો તરફથી મળી જતું ! ઘણા ભક્તો મહિને રાશન પૂરું પાડતા, તો કોઈક વળી એના દીકરાની ફી ભરી આપતું, તો કોઈ વળી એને લાઈટ બીલ ભરી આપતું ! આમ ઉપરવાળાની દયાથી બધું ચાલતું !
મંદિર માં ખાસ કોઈ રોકડ આવક તો થતી નથી ! પણ શ્રાવણ મહિનો આવે એટલે ભક્તોનું ઘોડાપૂર આવે ! આ એક મહિનો રામ નારાયણ માટે થકાવી નાખે એવો ! આ એક મહિનો એમની પત્ની નિર્મલા માટે પણ કામ થી ભરપુર !
અજયકુમાર ને બાળપણ થી જ બંદૂક સાથે પ્રિય લગાવ. ટીવી માં પણ પોલીસ અને આર્મી ની કોઈ સિરિયલ આવતી હોઈ તો જોવાનું ચૂકે નહિ ! એના લખવાના ચોપડા ખોલો તો પણ એમાં બંદૂક દોરેલી જોવા મળે ! ઘર માં જ્યાં પણ કોરી દીવાલ દેખાય એ દીવાલ પર "જય હિન્દ" , "વંદે માતરમ્" , "ભારત માતા કી જય" આવા દેશભક્તિ ના નારાઓ લખેલા જોવા મળે !
ઘણી વખત નવરાશ ના સમય માં રામ નારાયણ વિચારતા કે એક નો એક દીકરો છે, અને આ મંદિર માં રસ લેવાને બદલે બંદૂક માં રસ લે છે ! શું કરવું આનું ??? એની આ ચિંતા એમની પત્ની નિર્મલા પણ જાણતી હતી, પણ એ એક જ જવાબ આપે, હજી નાનો છે અજય. શું કામ અત્યારથી એને મંદિર ના કામ માં રસ લેતો કરવો ??? એ મોટો થશે એટલે આપમેળે સમજી જશે !
આમ ને આમ વર્ષો વીતતા ચાલ્યા ગયા. ૧૨ પાસ કરીને અજય કુમાર એ સરકારી વિનયન કોલેજ માં એડમીશન પણ લઇ લીધું ! હવે બંદૂક નું સ્થાન બુક્સ એ લઈ લીધું હતું ! કોલેજ ની સાથે સાથે અજયકુમાર ભવિષ્યમાં સરકારી નોકરી કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા જતા હતા.
એક દિવસ અખબાર માં જાહેરાત વાંચી, "આર્મી નો ભરતી મેળો ધો. ૧૨ પાસ યુવાનો માટે" ! બાળપણ થી જેની નસે નસ માં રાષ્ટ્રભક્તિ દોડતી હોઈ એ તો આવા સુવર્ણ અવસર ની રાહ જ જોતા હોઈ ! ઘરમાં માતા પિતાને જણાવ્યા વગર જ અજય કુમાર નીકળી પડ્યા ભરતી ની પ્રક્રિયા માં ભાગ લેવા !
ભરતી ની બધી પ્રક્રિયામાં પાસ થઈ ને ઘરે આવીને જમતી વખતે કીધું, પપ્પા ! હું તમને એક વાત કહેવા ઈચ્છું છું ! મહેરબાની કરીને ગુસ્સો ન કરતા !
પિતા રામ નારાયણ ભવિષ્ય નું એંધાણ પારખી ગયા હતા એટલે બહુ ઠંડા દિલથી કીધું, બોલ ! શું કહેવું છે ??
પપ્પા હું આર્મી માં જવા માંગુ છું ! તમે મંજૂરી આપશો ને ???
રામ નારાયણે કીધું, બેટા ! તે નક્કી કરી જ લીધું છે દેશ સેવા કરવાનું તો અમે તને રોકવા વાળા કોણ ??? માતા નિર્મલા એ પણ દુઃખી સ્વરે કીધું ક્યારે જવાનું છે દીકરા ??? અજય કુમારે કીધું ! બસ ત્રણ દિવસ પછી દહરે દુન ખાતે ૬ મહિના ટ્રેનિંગ અને પછી પહેલું પોસ્તિંગ મળશે !
તાલીમ માં અજયકુમાર ની નિશાને બાજી માં કુશળતા જોઈને એમને "સોલ્જર" તરીકે પસંદ કરવામાં આવ્યા ! અને પહેલું પોસ્ટીંગ મળ્યું જમ્મુ કાશ્મીરના કુપ વાડા સેકટર માં ! આ ક્ષેત્ર આંતકવાદીઓની મજબૂત પકડ વાળું હતું !
દર સપ્તાહ માં બે થી ત્રણ જવાનો અહી શહીદ થતા ! અત્યાર સુધી ક્યારેય છાપુ ન વાંચતા રામ નારાયણ હવે દીકરા ની માહિતી જાણવા રોજ અખબાર વાંચતા !
ઘરે રોજ ફોન કરવામાં તકલીફ પડતી એટલે અજય કુમારે પોતાના પહેલા જ પગાર માથી સારી એવી કંપની નો ફોન લઈને ઘરે મોકલ્યો હતો ! રામ નારાયણ અને નિર્મલા બહેન ને ફોન માં કશી ગતાગમ ન પડે એટલે આજુ બાજુ માં રહેતા પાડોશીને બોલાવીને અજય કુમાર ને ફોન લગાવે અને પોતાની વાત ચીત કરે !
એક દિવસ કુપવાડા સેકટર ૪ ની છાવણી પર આંતકવાદીઓએ ઓચિંતો હુમલો કરી દીધો ! જેમાં ૧ મેજર અને ૭ જવાનો ઘાયલ થયાં હતાં ! ૩ જવાનો શહીદ થયા હતા ! આ ઘટના ના તાજાં સમાચાર ટીવી પર આવતા હતા એટલે પાડોશીઓએ રામ નારાયણ અને નિર્મલા બહેન ને બોલાવીને સમાચાર બતાવ્યા ! સમાચાર જોઈને નિર્મલા બહેન હતપ્રભ થઈ ગયા ! ત્યાં જ ટીવી પર જે ૩ જવાનો શહીદ થયા એમના નામ આવ્યા જેમાં એક નામ હતું "ત્રિપાઠી અજયકુમાર રામ નારાયણ" જેવું આ વાચ્યું એટલે નિર્મલા બહેન બેહોશ થઇને ઢળી પડ્યા !
સૈનિક હોસ્પિટલ માં પણ ટીવી ચાલુ જ હતું અજય કુમાર પણ સમાચાર જોઈ રહ્યા હતા. એમને આ ખોખલી ન્યુઝ ચેનલ જોઈને હસવું આવ્યું, કેમ કે ન્યુઝ વાળાઓ પૂરતી માહિતી વગર જ ટી.આર.પી વધારવા કોઈ પણ પ્રકારની સચોટ માહિતી વગર સમાચાર બતાવતા હોઈ છે !
આ ઘટનાની ઘરે કેવી અસર પડી હશે એનો તાગ મેળવીને અજય કુમારે તરજ જ ઘરે ફોન કર્યો, તરત જ રામ નારાયણ એ ફોન ઉપાડ્યો એટલે અજય કુમારે કીધું, પપ્પા મમ્મીને કહેજો, " હું હજી જીવતો છું ! "
Thursday, July 16, 2020
ચીને સરહદ પરથી પાછા હટાવ્યા કદમ ! ભારતની કૂટનીતિક જીત ! હવે આગળ શું ???
૨૦૧૪ પહેલા આપડા સૈન્ય ના હાથ દિલ્લી સરકારે બાંધી રાખ્યા હતા એટલે જ ચીન આપડી સામે ગમે ત્યારે આંખ બતાવીને દબાવવાની કોશિશ કરતું હતું ! અને ખીચડી સરકાર માત્ર સતા પોતાના હાથ માંથી ન જાય એ માટે કોઈ કઠોર કદમ ન ઉઠાવતી હતી ! દેશ લૂંટાઈ જાય તો ભલે જાય, પણ સતાં હાથમાંથી ન જવી જોઈએ આવી માનસિકતા એ જ દેશ ને ખોખલો કરી નાખ્યો હતો !!
ચીન ની આર્મી પી.એલ.એ ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતીય જવાનો આ વખતે આવો જડબા તોડ જવાબ આપશે !
આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ભારતના પ્રધાન સેવક એવા મોદીજી લડાખ માં જાય છે અને ત્યાં સૈનિકોને સંબોધન કરે છે !! આનાથી એક સ્ટ્રોંગ મેસેજ દુનિયામાં એ ગયો કે ભારતના પ્રધાનમંત્રી અત્યારે આ બાબત પ્રત્યે સજાગ છે, અને કોઈ પણ સંજોગોમાં નમતું જોખશે એવું લાગતું નથી !
બીજો મેસેજ એ ગયો કે અત્યારે શી જિનપિંગ ક્યાં છે ??? જો એમનો દાવો સાચો હોઈ તો તેઓ કેમ મીડિયામાં આવીને સંબોધન કરતા નથી ??? એટલે એ વાત તો સાફ થઈ ગઈ કે ગલવાન વેલી માં જે થયું એ ચીન નું નાપાક ષડયંત્ર જ છે ! અને આ વાતથી ચીન ની જ છબી ખરડાઈ છે !
બીજી જોવાની અને ધ્યાને લેવાની બાબત એ છે કે આપડે એ વાતનો સ્વીકાર કર્યો કે હા ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા અને એમના અંતિમ સંસ્કાર શોર્ય અને વીરતાપૂર્વક કરવામાં આવ્યા ! જે ૨૦ જેટલા જવાનો શહીદ થયા એમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે !!
સામે પક્ષે ચીન એ શું કર્યું ?? ચીન એ તો આ વાત માનવા સુદ્ધાં નો ઇનકાર કરી દિધો ! અને જે સૈનિકો શહીદ થયા એમના નામ પણ ત્યાંની જનતાને નથી જણાવ્યા ! અને આ વાતથી ચીનના નાગરિકો અને પૂર્વ સૈન્ય અધિકારીઓમાં ખૂબ જ આક્રોશ છે ! તેમનો મત છે કે ભારતના લોકો તેમના સૈનિકોનું આટલું સનમાન કરતા હોઈ તો આપડે કેમ આપડા સૈનિકોના બલિદાન ને બિરદાવી શકતા નથી ???
આજથી બે ત્રણ મહિના પહેલા કોઈ એ વિચારી પણ ન્હોતું શકતું કે ચીન સામે કોઈ દેશ અવાજ ઊંચો કરીને વાત પણ કરી શકે છે ! ભારતીય તરીકે આપણે આ બાબત પર ગર્વ લેવો જોઈએ !!
અને ભારતે આ અવાજ ઊંચો કરવાની કોશિશ કરી પછી જ અમેરિકા ભારતની મદદ કરવા માટે હરકત માં આવ્યું ! અમેરિકાએ ભારતને આપ્યા B-52 બોમ્બર વિમાન, એ સિવાય યુ એસ એસ રોનાલ્ડ રેગન યુદ્ધ વિમાન વાહક જહાજ સાઉથ ચાઇના સી માં તૈનાત કર્યા, સાથે સાથે યુ એસ એસ રૂઝવેલત જહાજ પણ મોકલ્યું ! સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને જાપાન નેવી એ પણ ભારતને મદદ કરી છે !
ભારતે ચીન ની ૫૯ જેટલી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો તો લોકોએ કહ્યું આમાં શું તીર માર્યું ?? બે દિવસ પહેલા અમેરિકા કા સેક્રેટરી ઓફ સ્ટેટ એવા માઇક પોમ્પી એ નિવેદન આપ્યું કે અમેરિકા પણ ભારતની જેમ ચીન ની એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે ! જે અમેરિકા વિચારે છે, એ વિચારો પાછળ યુરોપ પણ ચાલે છે એટલે હવે ત્યાંથી પણ પ્રતિબંધ લાગશે ! વિશ્વ હવે ચીન વિરુદ્ધ એકત્રિત થઈ રહ્યું છે ! અને આ મુહિમ ની શરૂઆત કરી છે ભારતે !
વિશ્વ આખામાં ડિજિટલ દુનિયા માં સોફ્ટવેર અને હાર્ડવેર માં ચીન પોતાના જે મૂળિયાં નાખવાની કોશિશ કરી રહ્યું હતું એ કોશિશ ના મુળિયા જળ મૂળમાંથી ઉખાડવા જેવું અઘરું કામ ભારતે કર્યું છે ! આ બદલ કેન્દ્ર સરકાર અભિનંદન ને પાત્ર છે !
જે લોકો લાલ પીળા વાળ કરીને કે પછી સ્કરટ પહેરીને મુજરા કરતા હતા એવા મુજરા લાલ લોકો માટે હવે ભારતીય એપ્સ આવશે ! એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ! અમુક લિબ્રાંડું લોકોએ દલીલ કરી કે ટિક્તોક એ પી.એમ કર ફંડ માં 30 કરોડ નું ફંડ આપ્યું હતું, તો એમને માલૂમ થાય કે હે ચાટુકારો આ ભારતના જ પૈસા હતા, અહીંના લોકોના કન્ટેન્ટ પર જ એ લોકો નફો કમાયા હતા એમાંથી નાનો એવો ટુકડો દાન માં આપ્યો છે !
ટિકતોક માં સારા લોકો પણ છે, પણ આ લોકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે એટલે હું બધા લોકોને મુજરા લાલ નથી કહેતો ! જે લોકો પોતાના કન્ટેન્ટ ના માધ્યમ થી સાવ બીભત્સ કે વાહિયાત કન્ટેન્ટ રિલીઝ કરે છે એમને જ હું મુજરા લાલ કહું છું !
આ બાબત પર ચીનનું વિદેશ મંત્રાલય રોદણાં રોવે છે કે અમે ફંડ આપ્યું હતું ! ભાઈ અમારા જ પૈસા અમને આપ્યા હતા, આ કઈ ચાઇનીસ પૈસા નહોતા ! અમે તમારી એપ પર પ્રતિબંધ પણ મુકીશું, અમારા પૈસા પણ લઈશું અને તમે અમારો કશું નહિ ઉખાડી શકો !
આપડે ચીન ને આર્થિક રીતે બરબાદ કરવું હશે તો આપડે એવા દેશો ને સપોર્ટ કરવો પડશે જે ચીન સામે અવાજ ઉઠાવી શકે છે ! તિબેટ, હોંગકોંગ, તાઇવાન, બરમાં આ બધા દેશો ને આપડે જે જોઈએ એ મદદ પૂરી પાડવી પડશે !
તમે ફરવા માટે જવું જ હોઈ તો આવા દેશ માં ફરવા જાવ જેનાથી ત્યાં ટુરિઝમ વિકસે અને ત્યાંની ઇકોનોમિક ઉપર ઉઠે ! વિદેશ માં ફરવા કરતા આવા નાના દેશોમાં વેકેશન ગાળવા જાવ જેથી ત્યાં પ્રવાસન ઉદ્યોગ ને વેગ મળે !!
ચીન અત્યારે તો પાછળ ચાલ્યું ગયું છે પણ ફરી પાછું અવળચંડાઈ તો કરશે જ એની મને ખાતરી છે ! કેમ કે કૂતરાની પૂંછડી વાંકી તે........!
ચીન વિશે ની મારી આગળ ની પોસ્ટ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો 👇
https://amitgiri95.blogspot.com/2020/07/blog-post_2.html?m=1
તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !
Wednesday, July 15, 2020
પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે કે કોઈ નિરાશ વ્યક્તિને આત્મહત્યાના વિચારોથી દૂર કરવા શું કરવું જોઈએ??? ( પ્રતિલિપિ )
કોઈ પણ માણસ આત્મહત્યા અચાનક નથી કરી લેતો, આત્મહત્યા કરવા પાછળ એ ઘણા બધા દિવસોથી વિચાર કરતો હોઈ છે. ઘણા બધા દિવસોથી એક નો એક વિચાર કર્યા રાખવાથી પછી એક દિવસ એવો પણ આવે છે જ્યારે એ વિચાર ને વાસ્તવિક સ્વરૂપ મળે છે. એવું કહેવાય છે કે આત્મહત્યા કરવાની ૧૦ મિનિટ પહેલા નો સમયગાળો આત્મહત્યા કરનાર વ્યક્તિનો ખૂબ જ ઝંઝાવાત ભર્યો હોય છે ! આ ૧૦ મિનિટ માં કોઈ એવી વ્યક્તિ એની સાથે વાર્તાલાપ કરે કે જે એને માનસિક રીતે મજબૂત બનાવે તો ૭૦% કેસોમાં વ્યક્તિને આત્મહત્યાના માર્ગે પરથી પાછો વાળી શકાય છે !
પણ અત્યારે જે પ્રમાણે એકલા રહેવાની સિસ્ટમ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે એ જોતા હવે રૂબરૂ મુલાકાત નું વર્ચસ્વ સાવ મૃતઃ પ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું છે એવું કહીશ તો પણ ચાલશે. એક સમય હતો જ્યારે બેસતું વર્ષ આવે એટલે આપણા સગા સંબંધીઓ અને અંગત મિત્રો આપણા ઘરે આવતા ! આજે શું હાલત છે ?? ફોન પર સાલ મુબારક કહેવાય જાય છે, બહુ બહુ તો ફેસબુક અને વોટ્સએપ પર હેપ્પી ન્યુ યર વાળા સ્ટીકર મોકલી દેવાય છે. પરિણામે જે હૂંફાળો ટચ મળતો હતો એ હવે મળતો નથી !
આત્મહત્યા કોઈ પણ વ્યક્તિ કરે છે એનું મૂળ કારણ છે એ વ્યક્તિની એકલતા. કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી એકલો રહેતો કે રહેતી હોઈ તો એના આત્મહત્યા કરવાના ચાન્સ સામાન્ય વ્યક્તિ કરતાં ખૂબ વધુ છે. એટલે સૌ પ્રથમ તો આપણે આપણા મિત્રોની માનસિક સ્થિતિ તપાસવી પડશે. જો કોઈ ખૂબ ઉદાસ કે માનસિક રીતે સ્વસ્થ ન લાગે તો એને મનોચિકત્સકની સારવાર કરાવવા માટે પણ મનાવવા પડશે ! આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે મનોચિકત્સકની સારવાર લેશું એટલે લોકો આપણે "ગાંડા" ગણશે ! અરે ભાઈ લોકોને જે કહેવું હોઈ એ કહે, તમે તમારું જૂઓને લોકો તો કહેવા માટે જ બન્યા છે, એ તો તમે કશું કરશો તો પણ કહેશે, અને કશું નહિ કરો તો પણ કહેવાના જ. એટલે તમે લોકોની ચિંતા છોડો અને તમારી ચિંતા કરો. જો સમયસર સારવાર કરવામાં આવે તો માણસના આત્મહત્યાના વિચારો થી એને દૂર કરી શકાય છે. તો આ હતું મારું મંતવ્ય !!
Tuesday, July 14, 2020
ખંત, ખમીર અને ખુમારી જેના લોહીમાં હોય ને આશરા ધર્મ જીવંત રાખવા હિટલર જેવા રાક્ષસની દુશ્મની વહોરનાર હાલારના રાજાની એક વિસરાયેલી શૌર્ય ગાથા
તો વાત છે ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ની જ્યારે જર્મન સેનાએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું, આ બીજા વિશ્વ યુધ્ધ ની શરૂઆત હતી ! ૧૭ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ પોલેન્ડ ના બચેલા હિસ્સા પર સોવિયત સંઘ ( હાલનું રશિયા ) એ હુમલો કરી દીધો ! આક્રમણકારો નો ઈરાદો એ હતો કે પોલેન્ડ નું નામ વિશ્વ ના નકશા માથી હંમેશા હંમેશા માટે ગાયબ થઈ જાય !
જર્મન અને સોવિયત સંઘ ના સૈનિકોએ પોલેન્ડ ના નાગરિકો પર દમન શરૂ કરી દીધું ! નિશસ્ત્ર નાગરિકો ને પરાણે આંતકવાદી ઘોષિત કરવામાં આવ્યા તેમના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો, મજૂરો ની જેમ ગુલામી કરાવવામાં આવી, અને અહીંના નાગરિકો ને સોવિયત સંઘ ના દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરવા માટે મજબૂરી થી મોકલવામાં આવ્યા !
જે લોકો કેદમાંથી છૂટયા એમની પાસે પણ વસવાટ કરવા માટે કોઈ ઘર ન્હોતું, તેમની સંપત્તિ પણ ન બચી હતી ! વિચારો કેવી ભયાનક પીડા હશે પોલેન્ડ ના લોકોની ! હું આ લખું છું તો પણ મને એક ક્ષણ માટે ધ્રુજારી આવી જાય છે ! ભયનું એક લખલખું શરીર માથી પસાર થઈ જાય છે ! આંખ બંધ કરીને આ દ્રશ્ય ને મહેસૂસ કરવાની કલ્પના કરી જુઓ, તમારી આંખ ખુલી જશે !!
પણ આવા આ ક્રૂર અને ખોફનાક સમયમાં પણ અમુક એવા દેશો હતા જે દરિયાદિલી દેખાડવામાં પાછા પડે એવા નહોતા ! પોલેન્ડના લોકોને વસવાટ કરવા માટે ઘણા દેશોએ પોતાના સરહદી રસ્તાઓ ખોલી નાખ્યાં હતાં ! એમાંનું એક હતું "નવાનગર સ્ટેટ" જે હાલ જામનગર તરીકે ઓળખાય છે ! અને જેને હું મારું "જોરદાર જામનગર" કહું છું !
અને આવી દરિયાદિલી દાખવનાર હતા જામ દિગ્વિજયસિંહ જી ! જેમણે પોલેન્ડ ના લગભગ લગભગ ૧૦૦૦ લોકો ને "બાપ" બનીને સાચવ્યા હતા ! આ લોકોને એક છતર પૂરું પાડ્યું હતું, એમણે આ બાળકોની અને એમના ભવિષ્ય ની ચિંતા કરી હતી ! આવી દરિયાદિલી છે મારા "જામનગરના જામસાહેબ ની !"
ક્ષત્રિય ધર્મ શું છે ??? એ જાણવું હોઈ તો તમારે આ ઘટના ફરજીયાત પણે જાણવી જ પડે ! આ ઘટના વિશે ભારત અને ગુજરાત માં પણ બહુ લખાયું કે ચર્ચાયું નથી ! મારો નાનકડો પ્રયાસ છે કે આ વાત ને દરેક ગુજરાતી અને ભારતવાસી સુધી પહોંચાડી જેથી લોકોને ખ્યાલ આવે કે ખરેખર ક્ષત્રિય ધર્મ શું છે ???
જામ રણજીતસિંહ ના પુત્ર ( જામ રણજીતસિંહ કોઈની ઓળખાણ ના મોહતાજ નથી આજે પણ ભારતમાં જેના નામ પર રણજી ટ્રોફી રમાય છે એ મારા જામનગર ના રાજા ) એવા જામ દિગ્વિજયસિંહ નો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૮૯૫ માં થયો હતો અને ૭૦ વર્ષની વયે બોમ્બે માં ૨ માર્ચ ૧૯૬૬ ના રોજ અવસાન થયું હતું !
આજે જામનગર માં જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી આવેલી છે એ શાળા નું નામ પણ "શ્રી દિગ્વિજયસિંહ જી ન્યુ સરકારી હાઇસ્કુલ" છે ! અને મને ગર્વ છે કે મે મારા શાળાકીય જીવનના ૩ મહામૂલા વર્ષ (ધોરણ ૮/૯/૧૦) આ શાળા માં ભણીને વિતાવ્યા છે એટલે આ શાળા સાથે દિલથી લગાવ છે !
વર્ષ ૨૦૧૬ માં આ ઘટનાને ૫૦ વર્ષ પૂરા થયા હતા. પોલેન્ડ ના લોકો આજે પણ ગર્વથી કોઈ ભારતીય વ્યક્તિ ને યાદ કરતા હોઈ તો એ છે મારા જામનગરના "જામ દિગ્વિજસિંહ" !
જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન અને સોવિયત સંઘના સૈનિકો એ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું ત્યારે પોલેન્ડની ૫૦૦ મહિલા અને ૨૦૦ બાળકો ભરેલું એક જહાજ દરિયામાં ભાગવા લાગ્યું પોતાના નાગરિકો નો જીવ બચાવવા માટે ! આ જહાજ ના કેપ્ટન ને આદેશ આપવામાં આવ્યો કે જહાજ ને કોઈ પણ દેશ માં લઇ જાવ જ્યાં આ સ્ત્રી અને બાળકોને શરણ મળે !
૭૦૦ નાગરિકો વાળું જહાજ ઘણા બધા દેશોના બંદર પહોંચ્યું જેમાંથી એક હતું ઈરાન નું શિરફ બંદર, આ બંદર એ નાગરિકોને શરણ તો શું નાગરિકોને ઉતરવાની પણ મનાઈ ફરમાવી દીધી ! કેટલી નિષ્ઠુરતા ??? પછી આ જહાજ સેષ્લસ અને યમન ના બંદર પર પહોંચ્યું, ત્યાં પણ આ લોકોને ધુત્કારવામાં આવ્યા !!
ઘણા દિવસો સુધી દરિયામાં રજળપાટ કર્યાં બાદ આ જહાજ પહોંચે છે ગુજરાત ના એક મહત્વના એવા જામનગર ના બંદર પર ! એ સમયમાં જામનગર ના રાજા હતા "જામ દિગવિજયસિંહ" તેમને આ લોકોની વ્યથા ખબર પડી એટલે એમણે તરત જ આ લોકોને બધી સુવિધાઓ પૂરી પાડી અને કીધું ! "હું આ જગ્યાનો "બાપ" છું એટલે આજથી હું તમારો પણ બાપ છું !"
બાપુએ મહિલાનો વસવાટ પોતાના હવામહેલ તરીકે ઓળખાતા મહેલમાં કરાવ્યો અને એમના બાળકોને અભ્યાસ ની સુવિધા પૂરી પાડવા બાલચડી ખાતે આવેલી શાળા માં મોકલી આપ્યા !
આ શરણાર્થીઓ જામનગર માં કુલ ૯ વર્ષ રહ્યા ! અને આ બાળકોમાંથી એક બાળક આગળ જતાં પોલેન્ડ નો પ્રધાનમંત્રી પણ બન્યો !
આજે પણ આ શરણાર્થીઓ ના બાળકો જામનગર આવે છે અને આ ઘટનાને યાદ કરતા રડી પડે છે ! પોલેન્ડની રાજધાની એવા વોર્શો શહેર માં ઘણા રાજમાર્ગો નું નામકરણ જામનગર ના આ નેકદિલ નામદાર એવા "જામ દિગવિજયસિંહ" ના નામ પર કરવામાં આવ્યું છે !! વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના નું સાચું ઉદાહરણ આ ઘટનાને કહી શકાય !
આ એક એવી ઘટના છે જેને ગુજરાત અને ભારતના તમામ રાજ્યોના પાઠ્યપુસ્તકો માં સ્થાન મળવું જોઈએ પણ કમનસીબી છે કે આ અમૂલ્ય ઇતિહાસ આજે ક્યાંક કાલના ગર્ત માં છુપાઈ ગયો છે ! એને ઉજાગર કરવા જ આજનો આ લેખ લખ્યો છે !
બાપુની આ અસાધારણ સેવા અને વીરતા બદલ પોલેન્ડ ની સરકાર દ્વારા તેમને " Commander’s Cross of the merit " સનમાન આપવામાં આવ્યું હતું જે પોલેન્ડ નું સૌથી સર્વોચ્ય સનમાન છે !!
( લેખ નું શીર્ષક અને સંકલન: અજયગીરી ગોસ્વામી તરફથી)
તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !
Saturday, July 11, 2020
" મહાભારત : યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે નો સંવાદ "
આ મહાભારત માં અજ્ઞાત વાસ ના સમય દરમ્યાન એક વખત વન માં ભ્રમણ કરતા કરતા યાગ્યસેની ને તરસ લાગે છે એટલે ધર્મ રાજ નકુલ ને પાણી શોધવા માટે મોકલે છે !
નકુલ એક તળાવ શોધે છે અને તેમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ એ તળાવ ની સુરક્ષા એક યક્ષ કરતો હોઈ છે, એ નકુલ ને ચેતવે છે કે મારા સવાલ ના જવાબ આપ્યા વગર પાણી પીશ તો તારું મૃત્યુ થશે ! પણ નકુલ એની વાત માનતો નથી અને મૃત્યુ પામે છે !
ઘણી વખત રાહ જોયા બાદ પણ નકુલ પાછો આવતો નથી એટલે એની શોધ માં ક્રમશ: અન્ય પાંડવો એની શોધ માં આવે છે અને જે ભૂલ નકુલ એ કરી હતી એ જ ભૂલ કરે છે !
અને સૌથી છેલ્લે ધર્મરાજ આવે છે અને જુએ છે તો નકુલ, સહદેવ, અર્જુન, ભીમ મૃત અવસ્થામાં તળાવ પાસે પડેલા હોઈ છે ! પરિસ્થિતિનો તાગ મેળવી ધર્મરાજ પણ પાણી પીવાનો પ્રયત્ન કરે છે એટલે તરત જ યક્ષ એમને સાવધાન કરે છે !
ધર્મરાજ પણ યક્ષ નું સન્માન કરે છે. યક્ષ એમને કહે છે તારા બધા ભાઈઓએ મારી આજ્ઞા નું પાલન કર્યા વગર પાણી પીવાની કોશિશ કરી એટલે એ બધા મૃત્યુ પામ્યા છે ! પણ હે યુધિષ્ઠીર તું આવું ન કરીશ !
ત્યારબાદ યુધિષ્ઠીર યક્ષ ના સવાલો ના જવાબ આપવા માટે સહમત થાય છે !
તો યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે થયેલા સવાલો અને જવાબ નીચે મુજબ આપ્યા છે ! વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણી શકાય એવા તત્વજ્ઞાન નો આમાં સમાવેશ થયો છે !
યક્ષ: પૃથ્વી કરતાં પણ વજનદાર શું છે ?
યુધિ. : માતા
યક્ષ: આકાશ થી પણ ઊંચું કદ કોનું છે ?
યુધિ. : પિતા
યક્ષ: પવન થી પણ વધુ તેજ ગતિ કોની છે ??
યુધિ. : મન
યક્ષ: સંખ્યામાં તણખલા થી વધુ શું છે ?
યુધિ. : ચિંતા
યક્ષ: મૃત્યુ ની નજીક પહોંચેલા પુરુષનો મિત્ર કોણ છે ?
યુધિ. : દાન
યક્ષ: ધર્મ, યશ, સ્વર્ગ અને સુખ નું મુખ્ય સ્થાન શું છે ?
યુધિ. : ધર્મ નું મુખ્ય સ્થાન દક્ષતા, યશ નું મુખ્ય સ્થાન દાન, સ્વર્ગ નું મુખ્ય સ્થાન સત્ય છે, સુખ નું મુખ્ય સ્થાન શીલ છે !
યક્ષ: મનુષ્યનો આત્મા શું છે ?
યુધિ. : પુત્ર
યક્ષ: જગત ને કઈ વસ્તુએ ઢાંકી રાખી છે ?
યુધિ. : અજ્ઞાન
યક્ષ: આળસ શું છે ?
યુધિ. : ધર્મ ન કરવો
યક્ષ: સુખી કોણ છે ?
યુધિ. : જેના પર કોઈ ઋણ નથી
યક્ષ: સાચું સ્નાન શું છે ?
યુધિ. : જે મનનો મેલ સાફ કરે
યક્ષ: કાજલ થી કાળું શું છે ?
યુધિ. : કલંક
યક્ષ: જગત માં શ્રેષ્ઠ ધર્મ શું છે ?
યુધિ. : દયા
યક્ષ: શેને વશ માં રાખવાથી શોક નથી થતો ?
યુધિ. : મનને
યક્ષ: લજ્જા શું છે ?
યુધિ. :. ન કરવા જેવા કામ થી દુર રહેવું
યક્ષ: દયા શું છે ?
યુધિ. : બધાના સુખ ની મંગલ કામના કરવી
યક્ષ: રાષ્ટ્ર ના મૃત્યુ નું કારણ શું છે ?
યુધિ. : અરાજકતા
યક્ષ: બ્રાહ્મણત્વ નું પ્રમાણ શું છે કુલ, ચરિત્ર, શિક્ષા કે પછી શાસ્ત્ર જ્ઞાન ?
યુધિ. : ચરિત્ર
યક્ષ: ધર્મ શું તર્ક માં છે ?
યુધિ. : ના
યક્ષ: તો શું ઋષિઓની વિચારધારા માં છે ?
યુધિ. : ના, કેમકે કોઈ એક ઋષિની વિચારધારા બીજા ઋષિ સાથે મળતી નથી, એમની વચ્ચે પણ મતભેદ છે.કોઈ પણ ઋષિ પાસે સંપૂર્ણ સત્ય નથી.
યક્ષ: તો પછી ધર્મ નું સંપૂર્ણ સત્ય શું છે ?
યુધિ. : વ્યક્તિના હ્રદય ની અંદર
યક્ષ: દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે ?
યુધિ. : દરેક વ્યક્તિ રોજ બીજા લોકોને મૃત્યુ પામતા જોવે છે, છતાં પણ પોતે મૃત્યુ થી બચી જશે એવો ખ્યાલ.
તો આ હતો યક્ષ અને ધર્મરાજ વચ્ચેનો સંવાદ. આશા રાખું છું તમને વાંચવાની મજા આવી હશે !
તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો.
Thursday, July 9, 2020
શું તમે જાણો છો પેટ્રોલ પંપ પર આ ૧૦ સુવિધાઓ મફત મળે છે ??? એના મફત ઉપયોગ પર કોઈ ના નથી પાડી શકતું !!!
તો આવો જાણીએ કયા ૧૦ પ્રકારની સુવિધા આપણે સાવ મફત મળે છે, એમ છતાં આપણે આ બાબતનો ખ્યાલ નથી ! તો નીચે જણાવી છે એ ૧૦ સુવિધાઓ...!!!
1️⃣ મફત માં હવા ભરવાની સુવિધા _ સૌથી પહેલી મફત સુવિધા છે હવા ભરવાની, તમારી ટુ વ્હીલર કે ફોર વ્હીલ માં હવા ભરવા માટે પેટ્રોલ પંપ ના માલિક દ્વારા આ સુવિધા આપવી પડે છે, આ માટે પેટ્રોલ પંપ પર એક કંપ્રેસર અને એક માણસ રાખવો એ પંપ ના માલિક ની જવાબદારી છે ! ( પણ મોટા ભાગના પેટ્રોલ પંપ પર કમ્પ્રેસર બંધ હાલત માં જ હોઈ છે ! )
2️⃣ ફર્સ્ટ એડ કીટ _ દરેક પેટ્રોલ પંપ પર જીવન રક્ષક દવાઓ અને અમુક સામાન્ય ઘા પર લગાવી શકાય એવી દવાઓ અને મલમ પટ્ટી રાખવી ફરજીયાત છે !
3️⃣ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા _ દરેક પેટ્રોલ પંપ પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ફરજીયાત પણે હોવી જ જોઈએ !
4️⃣ ફોન કોલ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર માલિકે એક આ સુવિધા પણ આપવી પડે છે. ઇમરજન્સી માં કોઈ પણ વ્યક્તિ આ ફોન નો ઉપયોગ કરી શકે છે !
5️⃣ વોશ રૂમ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે યુરીનલ હોવું જોઈએ, અને એ પણ સ્વચ્છ હોવું જોઈએ !
6️⃣ ફરિયાદ બુક _ જો તમને પેટ્રોલ પંપ કે કોઈ બાબત વિશે ફરિયાદ કરવી હોઈ તો એક ફરિયાદ બુક પણ પંપ પર રાખવી ફરજીયાત છે ! આ માટે રજીસ્ટર પણ નિભાવવામાં આવે છે !
7️⃣ પેટ્રોલ અને ડીઝલ નો હાલનો ભાવ જાણવાની અને પૂછપરછ કરવાની સુવિધા !
8️⃣ અગ્નિશામક સાધનો ની સુવિધા !
9️⃣બિલ લેવાનો અધિકાર _ તમે કોઈ પણ કિંમત નું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તમે જો બિલ માંગો તો ફરજ પરની વ્યક્તિ એનાથી ઇનકાર નથી કરી શકતી !
🔟 પેટ્રોલ અને ડીઝલ ના માપિયા રાખવા ફરજીયાત છે જેથી તમે ચકાસણી કરી શકો કે પૂરતું પેટ્રોલ કે ડીઝલ આપે છે કે નહિ !!
આમાંની એક પણ સુવિધા મફત ન મળે તો આપ પેટ્રોલ પંપ ની કંપની ને ફરિયાદ કરી શકો છો !
તો મિત્રો કેવી લાગી આ માહિતી ??
" લેડી સિંઘમ : ડયુટી વિથ ડિગ્નીટી ! "
સીતાનગર એટલે પાંચ થી સાત લાખની વસ્તી ધરાવતું નાનું પણ નહિ અને બહુ મોટું પણ નહિ એવું નગર ! અને જિલ્લાનું મુખ્ય મથક પણ ! અને આ જગ્યાએ જ આવેલી છે એસ.પી કચેરી અને આ કચેરીના સર્વેસર્વા એવા નવા જ બદલી થઇને આવેલા એસ.પી મેડમ સાહેબ અપર્ણા ત્યાગી ! ૭ વર્ષની નોકરી માં આઠમું ટ્રાન્સફર હતું, કારણ શું ??? કારણ એક જ "ઈમાનદારી" ! જે લોકો ઈમાનદારી ના ગુણ ને પકડી રહે છે, એમને શું મળે છે ??? સરકારી ફરમાન - બદલીનું ! આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ ! ન જાણતા હો તો આજે જાણી લો.
27 વર્ષ જેવી નાની ઉંમર ના યું.પી.એસ.સી જેવી અઘરી પરિક્ષા પાસ કરીને પહેલી જ વાર માં એસ.પી. બનવાનું સૌભાગ્ય બહુ ઓછાં લોકોને પ્રાપ્ત થતું હોઈ છે ! વળી એસ.પી મેડમ એ ત્રણ વર્ષ લો નો પણ અભ્યાસ પણ કરેલો એટલે બંધારણ, આઇ.પી.સી અને સી.આર.પી.સી વિશે પણ જાણકારી હતી ! ઘણી વાર તો વકીલે પણ બોલતા પહેલા વિચારવું પડે એવી પકડ હતી એમની કાયદા પર !
છેલ્લા ઘણા સમયથી સીતાનગર માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગયેલી હતી, ચારેકોર ભૂ માફિયા, ખનીજ માફિયા અને બૂટલેગરો નું સામ્રાજ્ય જોવા મળતું હતું ! સામાન્ય જનતા પણ ત્રસ્ત થઈ ગયેલી હતી !
રોજ અખબાર માં પોલીસ તંત્ર ની ટીખળ કરવામાં આવતી. આવા સમયે સીતાનગર ની જનતા માં સુર ઉઠ્યો કે કોઈ ઈમાનદાર વ્યક્તિ ને એસ.પી તરીકે મૂકવામાં આવે ! આમ પણ અપર્ણા ત્યાગી મેડમ નો રેકોર્ડ હતો કે જ્યાં જ્યાં એમનું પોસ્ટિંગ થતું ત્યાં ત્યાં ક્રાઇમ રેટ શૂન્ય થઇ જતો ! કાયદો તોડવા વાળા કા તો અંડર ગ્રાઉન્ડ થઈ જતાં અથવા તો જિલ્લા બહાર ચાલ્યા જતા, આટલો ખોફ હતો એક ઈમાનદાર એસ.પી નો ! પણ રાજકારણ પાસે ઈમાનદારી નું શું આવે ??? એટલે જેવી બદલી થાય ને ત્રણ ચાર મહિના થાય એટલે ફરી સરકારી ફરમાન આવે ટ્રાન્સફર નું !!
સીતાનગર માં પગ મૂકતા ની સાથે જ મેડમે સૌથી પહેલા બૂટલેગરો ની ફાઈલ મંગાવી ! બીજા જ દિવસ થી દારૂની ભઠ્ઠી અને બૂટલેગરો પર ટીમ સાથે રાખીને "રેઇડ" કરવાનું શરૂ કર્યું ! સપ્તાહ માં તો બધા બૂટલેગરો ને જેલના હવાલે કરી દીધા ! કોઈ દારૂ પીવાનું પણ વિચારે તો એને એસ.પી મેડમ દેખાય એવો માહોલ ઉભો કરી દિધો !
એક વાર અડધી રાત્રે મેડમ ને બાતમીદાર દ્વારા એક "ટીપ" આપવામાં આવે છે ! ટીપ એટલે બાતમી આ તો તમને ખબર જ હશે ! ટીપ એ વાતની હતી કે આજે રાત્રે બે થી ત્રણ વાગ્યાના સુમારે અમુક ઈસમો ગૌવંશ ને એક ટેમ્પો માં ભરીને કતલ કરવાના ઇરાદે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના છે ! બાતમી પાક્કી હતી એટલે રાત્રે ચોકડી પર મેડમે પહેરો વધારી દીધો ! બરાબર અઢી વાગ્યે શંકાસ્પદ હાલત માં એક ટેમ્પો નીકળ્યો, ટેમ્પો ની હેડલાઇટ પણ બંધ હતી !
રસ્તા પર બેરિકેડ ગોઠવેલા જ હતા જેવો ટેમ્પો નજીક આવ્યો એટલે કોંસ્તેબલે તલાસી લેવા ટેમ્પાને રોક્યો અને સાઈડ માં લેવાનું જણાવ્યું ! પણ આ શું ?? ગાડી સાઈડ માં લેવાને બદલે ડ્રાઈવરે બેરીકેડ ને કચડીને પુર પાટ વેગે ટેમ્પો હંકારી મૂક્યો ! મેડમે તરત જ પોતાની જીપ દ્વારા ટેમ્પોની પાછળ પોતાની જીપ દોડાવી ! સાથે સાથે વાયરલેસ દ્વારા કન્ટ્રોલરૂમ માં મેસેજ પણ કર્યો કે આગળના રસ્તા પર નાકા બંધી કરવામાં આવે ! પૂરી અડધી કલાક પછી ગુનેગારો હાથ માં આવ્યા !
ટેમ્પો ની તલાસી લેતા અંદર થી ત્રણ ગાય અને બે વાછરડા ખીચોખીચ બાંધેલી હાલત માં જોવા મળ્યા ! આ ગૌવંશ ને પાંજરાપોળ માં મોકલવામાં આવ્યા !
બીજા દિવસે અખબાર માં મોટા મોટા અક્ષરો સાથે હેડલાઇન છાપવામાં આવી, " રાતના સમયે નિર્દોષ ટ્રક ડ્રાઈવર ને માનસિક ટોર્ચર કરવાના કેસમાં એસ.પી અપર્ણા ત્યાગી ની બદલી ! "
નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ
અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...
-
મિત્રો આપણે બધા જ્યારે પણ "સૈનિક" , "ફૌજી" આવા શબ્દ વાંચીએ કે સાંભળીયે ત્યારે આપણે કેવી ફિલિંગ આવે છે ??? એક પડછંદ કા...
-
કેમ છો મિત્રો ? મજામાં હશો ! કૃપા ગુણ વાળા ક્રાંતિવીર ના બે ભાગ પછી ફરી પાછા આજે મળી રહ્યા છીએ એક નવા વિષય અને એક નવી વાત સાથે.વાતનો વિષય...
-
આપણે બધા ક્યારેક ને ક્યારેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા જ હશું ! ભલે ડીઝલ પણ ત્યાં મળતું હોઈ તો પણ કહેવાય તો એને પેટ્રોલ પંપ જ ! હા...
-
ખરેખર આજે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મને ખબર નથી. મગજમાં અત્યારે જેટલો ગુસ્સો છે એને શબ્દ સ્વરૂપ આપીશ તો આપણા સામાજિક કહેવાતા ઘણા લોકો...
-
વ્યક્તિ વિશેષ ના પહેલા અંક માં આપણે ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ સાહેબ ને મળ્યા ! આજના આ વિશેષ અંક માં આપણે મળ...
-
નાનો હતો ત્યારે સ્કૂલે સાઈકલ પર, મુકવા આવતા પપ્પા ! નોકરી પડતી મૂકીને મને પાછા તેડવા આવતા પપ્પા ! રિઝલ્ટ સ્કુલનું જોઈને માર...
-
ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ ...
-
પ્રકાશન તારીખ : ૮/૧૧/૨૦૧૮ દિગ્દર્શક : વિજય શંકર આચાર્ય પ્રમાણપત્ર : યુ/અ સમય મર્યાદા : ૨ કલાક , ૪૪ મિનિટ સંગીત દિગ્દર્શક : અજય...
-
"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપો...
-
ઘણાં સમય પછી કશુ લખવાનો સમય મલ્યો છે. લખવાનુ મન તો રોજ થાય છે પણ લખવા માટે સમય નથી રહેતો. આજે વાત કરવી છે મારી શાળાની ! પ્રાથમિક શાળા બોદવા...



























