Tuesday, June 15, 2021

લાગી મોહે એસી લગન

"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન


"કોઈ પણ માણસનું વાસ્તવિક ચરિત્ર જાણવું હોય તો એના હાથમાં સત્તા સોંપી દો" - અબ્રાહમ લિંકન


સત્તા હાથમાં આવવાથી માણસ બદલાઈ જતો નથી, પણ જેવો હોય એવો દેખાઈ આવે છે, એટલે કે ઉઘાડો પડી જાય છે !



ગઈ કાલે અમદાવાદમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્લી ના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના મુખી એવા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરીને ગયા છે. કેજરીવાલ હવે ખંધા રાજકારણી બનતા જાય છે. ગુજરાતમાં વરસોથી ભાજપ નું એકહથ્થુ શાસન છે અને આ વખતે જનતાનો થોડો રોષ ભાજપ પર છે એવું કહી શકાય કે કેજરીવાલ એન્ટી ઇન્કમબન્સી નો લાભ પૂરેપૂરો ઉઠાવી લેવા માંગે છે ! આ વખતે કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચુંટણી માં પૂરેપૂરું લડી જ લેશે એવું વર્તાય છે.


નાનપણ માં એક વાર્તા સાંભળેલી હતી, બે બિલાડીઓ રોટલાના ટુકડા માટે લડતી હોય છે અને પછી એક કપિરાજ આવીને રોટલાના ભાગ પાડી દેવા માટે ન્યાયધીશ બને છે.... આગળ શું થયું એ તમે જાણો જ છો !

 આમ ગુજરાતમાં પણ આ વખતે સતા માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે ! કેજરીવાલ પણ કપિરાજ ની જેમ ન્યાયધીશ બનીને વિધાનસભામાં પ્રવેશ કરવા ઈચ્છે છે એ એમની સત્તા કબ્જે કરવાની મહત્વાકાંક્ષા દર્શાવે છે. જોવાનું એ રહે છે કે હવે ગુજરાતની જનતા જનાર્દન એમને કેવો આવકાર આપે છે. જે રીતે સુરત મહાનગર પાલિકા ની ચુંટણી માં આપ ને સારો પ્રતિસાદ મળ્યો એવો જ પ્રતિસાદ વિધાનસભા ચુંટણી માં મળશે કે નહિ એ તો આવનારો સમય જ બતાવશે. જો સુરત મહા. પાલિકા ના આંકડાઓ જોઈને કેજરીવાલ એવું સમજતા હોય કે ગુજરાતની જનતા અમારી સાથે છે, તો એ ખાંડ ખાય છે !


પાટીદારોનો કોંગ્રેસ પ્રત્યે મોહભંગ થવાથી તેઓ આપ તરફ ઢળ્યા હતા અને એમના સંયુક્ત મતો મળવાને


લીધે સુરતમાં આપને સારી એવી સફળતા મળી હતી.
 


પણ વિધાનસભાની સોગઠાબાજી ના ચોકઠાં અલગ રીતે ઘડાતા હોય છે.... આ અલગ સમીકરણમાં કેજરીવાલના ચોકઠાં કેટલા ફીટ બેસે છે એ હવે જોવું રહ્યું. એક વાત નોંધવા જેવી છે કેજરીવાલ ગુજરાતમાં આટલા સક્રિય બન્યા છે એનું એકમાત્ર કારણ ત્રીજા મોરચાના વડા બનવાનું હોઈ શકે છે...!



ગુજરાત એ ભાજપ અને મોદીનો ગઢ રહ્યું છે. જો કેજરીવાલ ગુજરાતમાં સારું પ્રદર્શન કરે તો એ પોતાના રિપોર્ટ કાર્ડ માં A+ ગ્રેડ મળ્યો એવું બળપૂર્વક કહી શકે...! રાષ્ટ્રીય સ્તર પર અત્યારે મોદી સમક્ષ એવો કોઈ ચહેરો નથી જે તેમને ટક્કર આપી શકે. બંગાળ ચુંટણી વખતે મમતાએ જે રીતે મોદી સામે શિંગડા ભરાવ્યા હતા એ આખો ઘટનાક્રમ  આપણે જાણીએ છીએ. મોદી સામે મમતા હજુ પણ પ્રાદેશિક નેતા જ કહી શકાય.


આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા સોશ્યલ મીડિયામાં શેર કરો. અવનવું વાંચવા માટે ઇ મેઈલ દ્વારા સબસ્ક્રાઈબ કરો...!


આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે !

FOLLOW ME HERE 

 https://www.facebook.com/amitgirigoswami95

https://www.instagram.com/amitgirigoswami95

https://twitter.com/AmitgiriA9

https://t.me/Amitgirigoswami95

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...