Sunday, June 28, 2020

બાઝાર ~ ફિલ્મ રિવ્યૂ ( અમિત ગીરી ગોસ્વામી )

   ફિલ્મ ની શરૂઆત ગુસ્સામાં લિફ્ટ માં 14 માં માળે બહાર નીકળીને આત્મહત્યાની કોશિષ કરતા એક યુવાન થી થાય છે જેના હાથમાં એક દારૂની બોટલ છે.... જેમાંથી મોટા ભાગનો દારૂ પીવાય ચૂક્યો છે અને આ યુવાન બિલ્ડિંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરે છે....! આ કહાની એક એવા યુવક ની છે જે 6 મહિના પહેલા અલાહાબાદ જેવા નાનકડા શહેર માથી મોહમયી નગરી મુંબઈ માં પોતાનું નસીબ અજમાવાના ઈરાદાથી આવે છે... અને એવા કાંડ માં ફસાઈ જાય છે જ્યાં તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ બીજો માર્ગ નથી રહેતો. આ યુવાન એટલે રિઝવાન અહેમદ. જે જાણે છે કે આ અલાહબાદ ના "નાના લોકો એને મોટો માણસ" નહિ બનાવી શકે ! જેથી પોતાની પાંખો ફેલાવવા માટે એ મુંબઇ જેવા મહાનગર ની વાટ પકડે છે...!

પણ એના આ સપનાની વચ્ચે આવે છે એના એક આદર્શવાદી પિતા... એટલે કે ઝુલ્ફી કાર અહેમદ જે ઓછાં પગાર માં વધુ ખુશી મેળવવાનો ઈરાદો રાખે છે, એટલે જ એ પોતાના દીકરા ને મુંબઈ જતા રોકે છે... અને જે મળે એમાં જ ખુશ રહેવું એવો પાઠ ભણાવે છે.... પણ રિઝવાન પોતાના આદર્શવાદી પિતાના આદર્શ સિદ્ધાંતો માં જરા પણ વિશ્વાસ નથી ધરાવતો.. એને તો મુંબઈ જયી ને શેરબજાર માં પોતાના નામના ઝંડા ગાડવા છે... !!

અને એના સપના ને સાકાર કરવા એને સપોર્ટ કરે છે એની નાની બહેન આમના, જે પે ટી એમ પર એની વિમાનની ટિકિટ બુક કરાવી આપે છે અને મુંબઇ જવા ફોર્સ કરે છે...!

દરેક નાનો માણસ એક મોટા માણસ ને પોતાનો આદર્શ પોતાનો ખુદા પોતાનો ભગવાન માનતો હોઈ છે, રિઝવાન પણ પોતાના એક ખુદા જેવો બનવા ઈચ્છે છે.. એ ખુદા એટલે મુંબઈ શેર બજારની દુનિયામાં જેનું નામ અદબ થી લેવાય છે એવો શકુન કોઠારી...! જેણે બહુ નાની ઉંમર માં બહુ મોટું સામ્રાજ્ય ખડું કરી નાખ્યું છે... જે શામ દામ દંડ ભેદ દરેક નો ઉપયોગ બખૂબી રીતે જાણે છે... જેના માટે એક જ વસ્તુ મહત્વ રાખે છે.... "₹" રૂપિયો રૂપિયો રૂપિયો...!

શકુન થી શકુન શેઠ બનવા પાછળ જવાબદાર છે એનું ધારદાર મગજ.. જે કોઈ પણ સામાન્ય માણસ કરતાં બે ગણું વધારે ચાલે છે, જે એ જોઈ શકે છે એ સામાન્ય માણસ નથી જોઈ શકતા. આમ બહુ નાની ઉમરથી એ જોખમ વાળા કામ કરતા શીખી જાય છે અને આજે બહુ મોટા ઉધોગપતિના લીસ્ટ માં ટોપ પર એનું નામ આવે છે !!

10 વર્ષ ની કાચી ઉમર માં મુંબઇ થી સુરત વચ્ચે આંગડિયા નું કામ કરતા શકુને જીવનનું ગણિત ખૂબ નજીક થી જોયું હતું, એ જાણતો હતો કે મોટા માણસ બનવું હશે તો જોખમ પણ મોટા લેવા પડશે, નાના નાના કામ એને મોટો શેઠ નહિ બનાવી શકે..!!

જેમ જેમ ઉમર સાથે પાટલૂન ની લંબાઈ વધતી જતી હતી એમ એમ શકુન ની પૈસાની ભૂખ પણ એટલી જ બ્લકી એનાથી વધુ વધતી જતી હતી. શેઠના પૈસા સંભાળતા સંભાળતા એને શેઠની દીકરી ને પણ સંભાળી લીધી... જોકે અહી પણ શકુન નું શૈતાની દિમાગ કામ કરતું હતું, એના માટે તો આ પણ એક "ઇન્વેસ્ટમેન્ટ" હતું..!!

રિઝવાન મુંબઈ તો આવી ગયો, પણ શકુન કોઠારી સુધી કેમ પહોંચવું ?? તો એનો પણ એક જુગાડ એને બેસાડી દીધો, કેપિટલ માર્કેટિંગ નામની એક કંપની માં બનાવટી ઉમેદવાર તરીકે રૂબરૂ સમાલાપ ( ઇન્ટરવ્યૂ ) માટે પહોંચી જાય છે, જ્યાં તેને ધક્કા મારી બહાર કાઢી મૂકવામાં આવે છે..!!

તો આ હતી ફિલ્મ ની બેઝિક વાત કે મૂળ પ્લોટ કે પછી ફિલ્મ નું હાર્દ. ફિલ્મ ખૂબ સ્લો ચાલે છે, અને વાર્તા પરથી ક્યાંક ક્યાંક પકડ છૂટી જાય એવું લાગે છે, રાધિકા આપ્ટે અને સૈફ અલીખાન આ બન્ને માટે ફિલ્મ એક વાર જોઈ શકાય. ફિલ્મ માં ખાસ ચોટદાર એવા કોઈ સંવાદ નથી જે તમારા દિલ પર અસર કરી જાય. બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખાસ નહિ એવું મધ્યમ કહી શકાય. ગુરુ અને ચેલા પર આધારિત આ ફિલ્મ ના અંતે ગુરુ જીતશે કે ચેલો એ તો તમારે ફિલ્મ જોઈને જ નક્કી કરવું પડશે....!

મારા મત મુજબ હું આ ફિલ્મ ને 2.5⭐/5 આપુ છું... !!

જો તમે આ ફિલ્મ જોઈ લીધી છે તો તમારો અભિપ્રાય કૉમેન્ટ માં જણાવો.

ફરી મળીશું એક નવા ફિલ્મ ના રિવ્યૂ સાથે... તમને ગમતી ફિલ્મ ના નામ પણ જણાવો જેથી હું એ ફિલ્મ જોઈને રિવ્યૂ કરી શકું...!!

1 comment:

  1. જોવાનો લાભ મળ્યો,વાર્તા ગમી

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...