ઘણાં સમય પછી કશુ લખવાનો સમય મલ્યો છે. લખવાનુ મન તો રોજ થાય છે પણ લખવા માટે સમય નથી રહેતો. આજે વાત કરવી છે મારી શાળાની ! પ્રાથમિક શાળા બોદવાવ તા. સાગબારા જિ. નર્મદા ! જીવનમાં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે જામનગરથી અંદાજે ૫૫૦/૬૦૦ કિ.મિ દુર મારી કર્મ ભુમિ હશે ! પણ આપણે ધારેલુ બધુ થતું હોઇ તો પછી આપણાં મા અને ઉપરવાળામાં ફેર શુ ? હુ ક્યારેય એમ નથી કહેતો કે મે બોદવાવ પસંદ કર્યુ ! પણ એમ કહું છુ કે "બોદવાવ શાળા અને ત્યાં અભ્યાસ કરતાં બાળકોના નસીબે મને પસંદ કર્યો છે." દરેક બાળકની શિખવાની ક્ષમતા અલગ અલગ હોઇ છે. જે વાત એક હોશિયાર બાળક એક વાર માં સમજી જાય છે, એ જ વાત અભ્યાસમાં નબળા બાળકને ત્રણ વખત પછી સમજાય છે. એક શિક્ષક તરીકે આપણે બધા બાળકો પર સરખુ ધ્યાન આપવાનુ હોઇ છે. મારી શાળામાં મારા સહિત ૬ શિક્ષકો છે.૧) વિનોદભાઈ વસાવા (મુ.શિ) ૨) અમિતાબહેન ચૌધરી (ધો.૧ થી ૫) ૩) ભાવેશભાઈ પટેલ (ધો. ૧ થી ૫)
૪) યોગેશભાઈ વસાવા (ધો. ૬ થી ૮ ગણિત વિજ્ઞાન) ૫) મિતલબહેન ચૌધરી (ધો. ૬ થી ૮ ભાષા) ૬) અમિત ગીરી ગોસ્વામી (ધો. ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન) ! હુ પોતે જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંંબર ૨૫ મા ભણ્યો છુ એટ્લે સરકારી શાળાના વાતવરણ થી હુ સુપેરે પરિચિત છું ! અત્યાર સુધિ એવુ સાંભળ્યુ હતું કે શિક્ષક જેવો ઉતમ વ્યવ્સાય એક પણ નથી...... પણ આ વાત ત્યારે નહોતી સમજાતી ! પણ આજે આ વ્યવ્સાય મા આવ્યા બાદ આ વ્યવ્સાય નુ "મુલ્ય" સમજાય છે ! રોજ બાળકોને મળવાનુ તેમની જિજ્ઞાસાને સંતોષવાની અને રોજ કશુક નવુ જ્ઞાન આપવાનુ ! ૨૬/૦૨/૨૦૧૯ આ દિવસ હવે આજિવન મારા માટે યાદગાર બની રહેશે કેમકે આ દિવસે મે મારી શાળામાં પ્રથમ વખત મારા કદમ મુક્યા હતા !