Saturday, November 10, 2018

Thugs Of Hindostan (2018)


પ્રકાશન તારીખ : ૮/૧૧/૨૦૧૮
દિગ્દર્શક : વિજય શંકર આચાર્ય
પ્રમાણપત્ર : યુ/અ
સમય મર્યાદા : ૨ કલાક, ૪૪ મિનિટ
સંગીત દિગ્દર્શક : અજય-અતુલજોહૂન સ્ટીવર્ટ
તારાંક : ૨.૫/૫
કલાકારો : અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ, રોનિત રોય, ફાતિમા સના શેખ, મોહ્મ્મદ જિશાન અય્યુબ અને અન્ય.

સમીક્ષા: ગાજ્યા મેઘ વરસે નહિ એવી કહેવત સાંભળી હતી. પણ આ ચલચિત્ર જોયા બાદ સમજાય પણ ગયુ. ચલચિત્રની શરુઆત એક મિર્જાપુર નામના રજવાડાથી થાય છે. ક્લાઈવ નામક અંગ્રેજ અધિકારી દગાથી આ રાજ્ય પડાવી લે છે. સાથે સાથે રાજા રાણી અને તેમના પુત્રને તોપના નાળચે ઉડાવી દે છે. રાજમહેલમાં માર‌-ધાડ ચાલતી હોય છે, એવા સમયે એક નાનકડી બાળા ત્યાથી ભાગી જાય છે. અને મહેલ ઉપરથી કુદકો લગાવે છે. અને આ જ સમયે અમિતાભ બચ્ચન કોઇ બહાદુરની જેમ ઘોડા પર બેસીને આવે છે. અને આ બાળાને પોતાની જોડે લઈ જાય છે. ત્યારબાદ આમિર ખાન આવે છે. જે અંગ્રેજ સરકાર માટે જાસુસીનુ કામ કરતો હોય છે. તેને માત્ર પૈસા જોડે મતલબ હોય છે. ત્યારબાદ કેટરીના આવે છે, જે એક નર્તકી હોઇ છે, અને અંગ્રેજ અધિકારીઓના દિલ બહેલાવે છે. જોકે કેટરીનાને આ ચલચિત્રમા માત્ર બે કે ત્રણ દ્ર્શ્ય પુરતી મર્યાદિત છે. ચલચિત્રમા ફાતિમાને જાજરમાન અભિનેત્રી તરીકે રજુ કરવામા આવી છે, પણ તેની અભિનયકળા જોઈએ એવી દમદાર નથી. ચલચિત્રનો સમગ્ર ભાર જાણે અમિતાભ બચ્ચન પર જ હોઇ એવુ દેખાઈ આવે છે. ફિલ્મમાં જે સમુદ્રી જહાજો દર્શાવાયા છે એ અંગ્રેજી ચલચિત્ર Pirates Of The Caribbean માથી ચોરી લાવ્યા હોઈ એવુ લાગે છે. ટ્રેઈલરમાં જે રીતે ચલચિત્રની ભવ્યતા બતાવી છે એવુ ચલચિત્રમાં બહુ ઓછું છે. આમિર ખાન કોના પક્ષ તરફ હોઇ છે એ અંત સુધી ખ્યાલ આવતો નથી. ફિલ્મ તમને જકડી રાખે એવી પણ નથી. ચલચિત્રમાં રોમાંચકતા બહુ જ ઓછી છે. અંત ભાગમા ત્રણ રહસ્યો ખુલે છે. ૧)શુ ખુદાબક્ષ મરી ગયો છે કે કેમ ? ૨)પેલી નાની બાળા કોણ હોઇ છે ? અને ૩)આમિર ખાન કોના પક્ષમાં હોય છે ? ખેર આ ત્રણ સવાલોના જવાબ માટે તમારે આ ચલચિત્ર જોવુ જ રહ્યુ. જો તમે આ ચલચિત્ર જોઇ લીધુ હોઇ તો કોમેંટ બોક્સમાં જઇને તમારો આ ચલચિત્ર વિશે અભિપ્રાય જણાવો અને હા મને ફોલો કરવાનુ ભુલતા નહિ.

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...