Friday, December 7, 2018

અભિપ્રાય અમિતનો

અભિપ્રાય અમિતનો
મને વ્યક્તિગત અને સોશ્યલ મિડિયાના માધ્યમથી ઓળખતા મારા તમામ બાલ યુવા અને વયસ્ક મિત્રોને અમિત ગીરી ગોસ્વામીના જય હિંદ ! છેલ્લા ઘણાં સમયથી લોકોની માંગ હતી કે ગીરી બાપુ કોઇ એવું માધ્યમ બનાવો કે જેથી કરીને તમને સરળતાથી શોધી શકીએ અને વાંચી શકીએ. જેના પ્રતિસાદ સ્વરુપે આજથી આ કોલમ અભિપ્રાય અમિતનો” શરુ થવા જઈ રહી છે. આ કોલમના ખરા માલિકો તો આપ જેવા સુજ્ઞ વાંચકો અને મિત્રો છે, હુ તો માત્ર તામારી વાચા અને લાગણીઓને ખાલી એક માધ્યમ પુરુ પાડી રહ્યો છુ. આ સમય દરમ્યાન ઘણા લોકોએ સલાહ આપી કે આ અખબારમા લખો, આ મેગેજીનમાં લખો ! આપ બધાની સલાહ સર આંખો પર પણ અત્રે મારે તમને એક વાતથી વાકેફ કરવા ખુબ જ જરુરી છે. કોઇ પણ અખબાર અને મેગેજીન બે શરતોથી ચાલે છે, ૧) સગાવાદ જ્ને ૨) ભલામણવાદ. હુ આ બન્ને જગ્યાએ પાછો પડુ છુ. ‘’મારા સગામાં છે મા સરશ્વતી અને મારુ સામર્થ્ય એ મારી ભલામણ છે’’. જ્યા સુધી મા શારદા મારા મન મગજ અને મસ્તિસ્ક્માં નિવાસ કરશે ત્યા સુધી અને જ્યા સુધી મારુ સામર્થ્ય મને સાથ આપશે ત્યા સુધી શબ્દોની સરિતા આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશ. અખબારમા લખીને કોઈના ઘરનાં ખુણામાં પડ્યા રહેવા કરતા મે આ નવો માર્ગ અખત્યાર કર્યો છે. હુ આ જે કંઈ પણ લખુ છુ એ માત્ર ને માત્ર મારી સર્જનાત્મક્તાની ધાર કાઢવા માટે જ લખુ છુ, નહી કે કોઇ આર્થિક ઉપાર્જન માટે ! ૩ વખત ચા, ૨ વખત જમવાનુ અને ૧ વખત સુવાનુ બસ આટલી જ મારી જરુરિયાત છે. આના માટે હુ કોઈનો ગુલામ નહી બનુ કે નહી કોઇ હુકમ આપે એ મુજબ લખવાનુ કામ કરુ !      

તો આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ભુલતા નહીં !! 

અને મને ફોલો કરવાનુ પણ ભુલતા નહી !!              

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://plus.google.com/+AmitGiriGoswami
https://t.me/Amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...