Monday, December 17, 2018

સફળતા


સફળતા
‘’ પ્રારબ્ધ્ને અહીંયા ગાંઠે કોણ ? હુ પડકાર ઝીલનારો માણસ છુ ! હુ તેજ ઉછીનુ લેતો નથી હું જાતે બળતું ફાનસ છું ! ‘’ મારા આદર્શ એવા ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી સાહેબની પંક્તિ સાથે આજની વાત શરુ કરુ છુ. છેલ્લા ઘણા સમયથી એક સારા સમચારની રાહ જોતો હતો. અને એ સમાચાર એટલે મારી સરકારી શિક્ષક તરીકે નિમણુક. ટેટ-૨ સામાજિક વિજ્ઞાન વિષયમા ૧૫૦ માથી ૧૧૬ માર્ક મેળવ્યા ત્યારે આ સફળતા મળી છે. આના માટે મે કેટલી મહેનત કરી છે, એ માત્ર અને માત્ર હું અને અંધારી રાત જ જાણે છે. સારી દુનિયામાં શાંત અને સમજુ લોકો જે સમય પર સુઇ જાય છે, એવા સમયે હું વાંચન કરતો ! ઘણીવાર આંખમાંથી પાણી પણ નિકળવા લાગતુ ! મારી માતા પણ કહેતી કે હવે સુઇ જા સવારના ૫ વાગ્યા ! શરીર પણ જવાબ આપી દેતુ તો પણ મે વાંચન ન છોડ્યું ! અને આજ તમારી સામે છુ ! કોઇ પણ જાતના કોચિંગ ક્લાસ અને મટિરીયલ વગર ૧૧૬ માર્ક લેવા એ રમત વાત તો નથી જ ! રમત વાત હોઇ તો બધા લોકો માર્ક લઈને ઉભા રહી જાય ! હવે માતા નર્મદાએ પોતાના ખોળામા મને વહાલ કરવા બોલાવ્યો છે તો આ અવસર હું કેમ જતો કરુ ? ’’ કેટલીએ ઇચ્છાની મે બલી ચડાવી છે, ત્યારે સફળતાની સીડી સામે આવી છે !.’’ મારી સફલતામાં કેટલા લોકોનુ યોગદાન રહેલુ છે તેની પણ વિગતવાર પોસ્ટ અહીં કરીશ. મારા આત્મવિશ્વાસને હાનિ પહોંચાડનારા લોકોને પણ યાદ કરીશ. તો મળીયે નવી પોસ્ટ પર ! ત્યા સુધી આવજો............ જય હિંદ વંદે માતરમ ભારત માતા કી જય !
મને ફોલો કરવા માટે -
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://plus.google.com/+AmitGiriGoswami
https://twitter.com/AmitgiriA9
https://t.me/Amitgirigoswami9594
https://www.facebook.com/amitgirigoswami9594

Friday, December 7, 2018

અભિપ્રાય અમિતનો

અભિપ્રાય અમિતનો
મને વ્યક્તિગત અને સોશ્યલ મિડિયાના માધ્યમથી ઓળખતા મારા તમામ બાલ યુવા અને વયસ્ક મિત્રોને અમિત ગીરી ગોસ્વામીના જય હિંદ ! છેલ્લા ઘણાં સમયથી લોકોની માંગ હતી કે ગીરી બાપુ કોઇ એવું માધ્યમ બનાવો કે જેથી કરીને તમને સરળતાથી શોધી શકીએ અને વાંચી શકીએ. જેના પ્રતિસાદ સ્વરુપે આજથી આ કોલમ અભિપ્રાય અમિતનો” શરુ થવા જઈ રહી છે. આ કોલમના ખરા માલિકો તો આપ જેવા સુજ્ઞ વાંચકો અને મિત્રો છે, હુ તો માત્ર તામારી વાચા અને લાગણીઓને ખાલી એક માધ્યમ પુરુ પાડી રહ્યો છુ. આ સમય દરમ્યાન ઘણા લોકોએ સલાહ આપી કે આ અખબારમા લખો, આ મેગેજીનમાં લખો ! આપ બધાની સલાહ સર આંખો પર પણ અત્રે મારે તમને એક વાતથી વાકેફ કરવા ખુબ જ જરુરી છે. કોઇ પણ અખબાર અને મેગેજીન બે શરતોથી ચાલે છે, ૧) સગાવાદ જ્ને ૨) ભલામણવાદ. હુ આ બન્ને જગ્યાએ પાછો પડુ છુ. ‘’મારા સગામાં છે મા સરશ્વતી અને મારુ સામર્થ્ય એ મારી ભલામણ છે’’. જ્યા સુધી મા શારદા મારા મન મગજ અને મસ્તિસ્ક્માં નિવાસ કરશે ત્યા સુધી અને જ્યા સુધી મારુ સામર્થ્ય મને સાથ આપશે ત્યા સુધી શબ્દોની સરિતા આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશ. અખબારમા લખીને કોઈના ઘરનાં ખુણામાં પડ્યા રહેવા કરતા મે આ નવો માર્ગ અખત્યાર કર્યો છે. હુ આ જે કંઈ પણ લખુ છુ એ માત્ર ને માત્ર મારી સર્જનાત્મક્તાની ધાર કાઢવા માટે જ લખુ છુ, નહી કે કોઇ આર્થિક ઉપાર્જન માટે ! ૩ વખત ચા, ૨ વખત જમવાનુ અને ૧ વખત સુવાનુ બસ આટલી જ મારી જરુરિયાત છે. આના માટે હુ કોઈનો ગુલામ નહી બનુ કે નહી કોઇ હુકમ આપે એ મુજબ લખવાનુ કામ કરુ !      

તો આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ભુલતા નહીં !! 

અને મને ફોલો કરવાનુ પણ ભુલતા નહી !!              

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://plus.google.com/+AmitGiriGoswami
https://t.me/Amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...