Showing posts with label અભિપ્રાય અમિતનો. Show all posts
Showing posts with label અભિપ્રાય અમિતનો. Show all posts

Saturday, July 15, 2023

દેશનું "દિશાવિહીન" યુવાધન

કોઈપણ દેશના આર્થિક વિકાસની પ્રગતિ એ દેશના યુવાનોને આભારી હોય છે. ભારત વસ્તીમાં ચીન કરતા પણ આગળ વધી ગયું છે, છતાં પણ આપણે ચીન કરતા વિકાસની દ્વષ્ટિએ પાછળ છીએ. દેશની બીબાઢાળ શિક્ષણનીતી ને કારણે આપણે દર વર્ષે થોકબંધ સ્નાતકો બહાર પાડીએ છીએ પણ વાત જ્યારે ગુણવતાની આવે ત્યારે આપડે સરેરાશ કરતાં પણ નીચું પ્રદર્શન કરીએ છીએ. આજનો યુવા દિશાવિહીન છે, પોતાનો વિકાસ શામાં છે એની પોતાને ખબર જ નથી. એના જીવનનો એક જ ધ્યેય છે સવાર પડી ગઈ ઊઠો, કોલેજ જાવ, પાછા આવો અને દોઢ જીબી નેટ પૂરું કરો. આવા બેરોજગાર યુવાઓને કારણે દેશની અંદર ઓનલાઇન જુગાર પીરસતી એપનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. ડ્રીમ ઇલેવન, રમી સર્કલ, વિન્ઝી, એ ટુ થ્રી અને ન જાણે કેટલી એપ આજના યુવાનોને પોતાના તરફ આકર્ષિત કરીને દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. ઓનલાઇન ગેમિંગ અને જુગાર એ એક પ્રકારનો માનસિક રોગ જ છે જેમાં યુવાનો થોડા સમયમાં કોઈ પણ મહેનત વગર "કરોડપતિ" બનવાના સપના જોઈ રહ્યા છે. ફ્રી બોનસના નામે યુવાઓ પોતાના પરિવારની આર્થિક મૂડી આવા જુગારમાં હારી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવી ગેમિંગ એપ પર કાનૂની સકંજો કસવાની જરૂર છે.

Saturday, September 10, 2022

"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"

"આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ વિકલ્પ ન હોય શકે !"

 

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો અંતિમ વિકલ્પ નથી. જેમ જીવન કુદરતી છે એમ મૃત્યુ પણ કુદરતી હોવું જોઈએ. સમગ્ર વિશ્વમાં 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકો દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આજે આપણી આજુબાજુમાં પ્રત્યેક વ્યક્તિ આપણને તણાવગ્રસ્ત નજર આવશે. દરેક લોકો એક અદૃશ્ય દોડમાં દોડી રહ્યા છે, પણ એમને ઊભા રાખીને પૂછીએ કે તમારી મંજિલ શું છે ??? તો જવાબ મળશે, "ખબર નથી !" આ ખબર નથી એની જ બધી માથાકૂટ છે. જે દિવસે આપણે પોતાના જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ખબર પડી જશે એ દિવસે આપડે જીવનની વ્યર્થ દોડમાંથી બહાર નીકળી જશું. આત્મહત્યા એ એક દિવસમાં બનતી ઘટના નથી. એની પાછળ વિચરબદ્ધ યોજના ઘડવામાં આવેલી હોય છે. શરીરમાંથી જીવ કાઢવો એ સરળ કામ નથી. વ્યક્તિને જ્યારે લાગે કે એની આજુબાજુની દુનિયા હવે તેને સમજી શકે એવી નથી રહી અને હવે આ દુનિયામાં વધુ જીવવું એ અશક્ય બની રહ્યું છે, એવા સમયે વ્યક્તિ આત્મહત્યા જેવા પગલાં તરફ આગળ વધે છે ! શરીરને આગ લગાડવી, ઘરના પંખે લટકી જવું, ટ્રેન નીચે કપાઈ જવું, ઝેરી દવા પી લેવી, ઊંઘની ગોળીઓ ગળી જવી, તળાવ કે નદીમાં ડૂબી જવું, ઊંચી ઈમારત પરથી કૂદકો મારવો આવા અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ આત્મહત્યા કરનાર વ્યક્તિ પસંદ કરે છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરવાના વિચારો કરતા હોય એની શરૂઆતના જ 10 મિનિટમાં કોઈ એને સમજાવવા વાળું મળી જાય તો એ વ્યક્તિને આત્મહત્યા કરતા રોકી શકાય છે !


Sunday, June 13, 2021

વાહ ગીતા બેન વાહ.... અમે લાઈન માં ને તમે ઘરે...!!!

 

એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.



ભારત જેટલો મારો દેશ છે એટલો જ તમારો પણ દેશ છે, એટલે કે ભારતના કાયદો બધા માટે સમાન જ છે પછી તે પસ્તી વેચવા વાળો મજૂર હોય કે પ્રધાનમંત્રી ખુદ પોતે હોય ! અત્યારે દેશ માં બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડવા લાગી છે ત્યારે આપણે બધા એ રસી મુકાવી જોઈએ અને બીજા લોકોને પણ રસી મૂકવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ.



એક સામાન્ય નાગરિકને રસી મુકાવવી હોય તો કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે "ખાસ" લોકોને તો ઘરે આરામ થી રસી મળી જાય છે ! અત્યારે સમાચાર માં તમે પણ જોયું હશે કે સોશ્યલ મીડિયામાં એવા ફોટા વહેતા થયા છે કે ગીતા બેન રબારી એ ઘરે રસી મુકાવી.


રસી મુકાવવી એ વર્તમાન પરિસ્થિતિ જોતા દરેક નાગરિક નો હક બને છે. પણ આ માટે સરકારે બનાવેલી ગાઇડલાઈન નું આપણે બધાએ પાલન કરવું પડે છે. રસી લેવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા ?? કેટલી વાર લાઈન માં ઊભા રહ્યા ?? કેટલો તડકો સહન કર્યો ?? .... બધાએ ઓછા વત્તા અંશે કંઈ ને કંઈ મુશ્કેલી અનુભવેલી જ હશે... !



હવે ગીતા બેન રબારી એ આમાંથી કઇ મુશ્કેલીનો સામનો કર્યો ??? કદાચ એક પણ નહિ ! કેમ એમ ??? અરે ભાઈ કારણ કે એ તમારી અને મારી જેમ સામાન્ય માણસ નથી. ગીતા બેન એ "ખાસ" નાગરિક છે, એટલે એ ઘરે રસી લે એમ ઉહાપોહ મચાવવાની કોઈ જરૂર નથી...!


સેલિબ્રિટી દ્વારા આવા છડેચોક નિયમોના ભંગ કરવાની આ ઘટના પ્રથમ નથી અને કદાચ અંતિમ પણ નહિ જ હોય..! હજુ ઘણા એવા લોકો આવશે જે ગુપ્ત રીતે રસી લઈ લેશે ...!! 


ગીતાબેને જો ઘરે જ રસી લેવી હતી તો ભલે લે... એ એમની "વગ" કે પછી એમની "પહોંચ" દર્શાવે છે.... એમાં કોઈને વાંધો ન જ હોવો જોઈએ. પણ રસી લીધા પછી એમણે જે ફોટા વહેતા કર્યા સોશ્યલ મીડિયામાં એ જોઈને લોકોને ગુસ્સો આવ્યો છે !



ગુસ્સો આવવાનું કારણ શું ??? એક જ કારણ કે ગુજરાતની જનતા લાઈન માં ઊભા રહીને રસી મૂકવા માટે હેરાન થાય છે જ્યારે અમુક કહેવાતા ખાસ લોકો ઘરે જ રસી લઈ ને ફોટા મૂકે સોશ્યલ મીડિયામાં અને બીજા લોકો કરતા પોતે ખાસ છે એવી છાપ સામાન્ય લોકોના મનમાં ઊભી કરે.


ગીતાબેન આટલા બધા ચાહકો ધરાવે છે તો એમની ફરજ બને છે કે એ એવું ઉદાહરણ પૂરું પાડે કે લોકો પણ શિસ્તબદ્ધ રીતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જયી ને રસી મુકાવી આવે. પણ અહીં ગીતા બેન દ્વારા જાણતા કે અજાણતા આવી ખાસ ટ્રીટમેન્ટ ના ફોટા બહાર આવ્યા છે એ ખરેખર એમની બેદરકારી નું પ્રદર્શન જ છે.


આ લેખનો ઉદ્દેશ્ય ગીતાબેન ની છબી ખરાબ કરવાનો નથી પણ ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એ માટે છે !


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

Tuesday, December 15, 2020

" ઘર : મારી નજરે ! "


"ધરતી નો છેડો ઘર" આ કહેવત બાળપણ માં ખુબ સાંભળેલી. પણ આ શબ્દોનું મહત્વ એ લોકો જ સમજી શકે જે પોતાના ઘરથી દૂર રહેતા હોય. ઘરથી દૂર રહેવું એ ઘણા લોકો માટે મજબૂરી હોય છે તો ઘણા માટે આનંદ પણ હોય શકે !


આનંદ એવા લોકો માટે હોય શકે, જેમણે આ દુનિયાનો સંસાર નો અને ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો હોય. જેમને આંતરિક આનંદ ની પ્રાપ્તિ માટે બધા જ સંબંધો નો ત્યાગ કરીને સાધુનો ભેખ ધારણ કર્યો છે એવા લોકો માટે ઘરથી દૂર રહેવું એ આનંદ ની વાત છે. સાધુઓ માટે તો સમગ્ર વસુધા એમનું ઘર જ છે. એમના માટે ઘર એ કોઈ સ્થૂળ વસ્તુ નથી એ લોકો સમસ્ત ભૂમિ ને પોતાનું આસન અને આકાશ ને પોતાની ચાદર સમજીને જીવતા હોય છે.


આ વાત તો સાધુ માટે છે. પણ જે લોકો એ આવા સંસાર નો ત્યાગ નથી કર્યો એમના માટે ઘર એટલે શું ???

ઘર એટલે દિવસ ભર તનતોડ, લમણા જીક, માથપાચ્ચી વાળા કામ કર્યા પછી આરામ કરવાની જગ્યા ! ઘર એટલે જ્યાં તમારો પડ્યો બોલ ઝીલી લેતી  એવી ભગવાન ની અદભૂત રચના "મા" ! ઘર એટલે તમારી સઘળી સમસ્યા પોતાના માથા પર લઈ લે અને એમ કહે " ચિંતા ન કર હું બેઠો છું" એવા પપ્પા ! ઘર એટલે જેની સાથે તમે બાળપણ થી યુવાની સુધી રમીને લડીને ક્યારેક અબોલા રાખીને મોટા થયા છો એવા ભાઈ બહેન. આમ ઘર એટલે ખરેખર સ્વર્ગ !!!


જ્યાં સુધી ઘરમાં હોઈએ ત્યાં સુધી ઘરનું મૂલ્ય ન સમજાય પણ નોકરી ઘર થી દુર કરતા હો અને અમુક અમુક પ્રસંગોએ ઘરે જવાનું મળે ત્યારે ખબર પડે કે ઘર કોને કહેવાય. નસીબ જેને પોતાના ઘરથી દૂર લઈ ગયું છે એવા લોકો તો કેલેન્ડર માં હંમેશા રજા શોધતા હોય છે કે ક્યારે રજા આવે ને મને મારા ઘરે જવા મળે ! ખરું કે નહિ ??


પાંચ સાત કે પંદર દિવસ ના પ્રવાસ પર ગયા હો તો પણ યાદ તો ઘર જ આવે ને ઘરે આવ્યા પછી પહેલા શબ્દો મોં માથી એ જ નીકળે કે "હાશ ! પાછા ઘરે આવી ગયા !"


तुम परिंदों से ज़ियादा तो नहीं हो आज़ाद ।

शाम होने को है अब घर की तरफ़ लौट चलो ।। इरफ़ान सिद्दीक़ी 


આ એક શેર માં ઘર શું છે એનો સમગ્ર ચિતાર કહી દેવામાં આવ્યો છે, તમે પક્ષી જેટલા આઝાદ નથી, સાંજ થવા આવી છે હવે ઘર તરફ વળો પાછા ! જે લોકો પોતાના જ ગામ કે શહેર ની આજુબાજુ માં જ કે જ્યાં રહેતા હોય ત્યાં જ નોકરી ધંધો કે વ્યવસાય કરતા હોય એવા લોકો સાંજ પડ્યે પોતાના ઘરે જઈ શકે, પણ જે પોતાના ઘરથી જોજનો કિલોમીટર દૂર નોકરી કરતા હોય એ આ સાંજ પડ્યે ઘરે જવાની મજા લઇ શકતા નથી !

Thursday, July 16, 2020

ચીને સરહદ પરથી પાછા હટાવ્યા કદમ ! ભારતની કૂટનીતિક જીત ! હવે આગળ શું ???

ચીન વિશે વિસ્તૃત ચર્ચા આગળની એક પોસ્ટમાં કરેલી જ છે ! મે ત્યારે પણ કહ્યું હતું અને ફરી પાછું કહું છું કે, ચીન ભારત સાથે ક્યારેય આરપાર ની લડાઈ નહિ કરે નહિ કરે અને નહિ જ કરે ! ચીન આ બધા છમકલા અને અડપલાં એટલા માટે કરે છે કે વૈશ્વિક મીડિયામાં એની કોરોના ને લીધે થયેલી બદનામી માથી એને મુક્તિ મલે !

૨૦૧૪ પહેલા  આપડા સૈન્ય ના હાથ દિલ્લી સરકારે બાંધી રાખ્યા હતા એટલે જ ચીન આપડી સામે ગમે ત્યારે આંખ બતાવીને દબાવવાની કોશિશ કરતું હતું ! અને ખીચડી સરકાર માત્ર સતા પોતાના હાથ માંથી ન જાય એ માટે કોઈ કઠોર કદમ ન ઉઠાવતી હતી ! દેશ લૂંટાઈ જાય તો ભલે જાય, પણ સતાં હાથમાંથી ન જવી જોઈએ આવી માનસિકતા એ જ દેશ ને ખોખલો કરી નાખ્યો હતો !!

ચીન ની આર્મી પી.એલ.એ ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતીય જવાનો આ વખતે આવો જડબા તોડ જવાબ આપશે !

આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ભારતના પ્રધાન સેવક એવા મોદીજી લડાખ માં જાય છે અને ત્યાં સૈનિકોને સંબોધન કરે છે !! આનાથી એક સ્ટ્રોંગ મેસેજ દુનિયામાં એ ગયો કે ભારતના પ્રધાનમંત્રી અત્યારે આ બાબત પ્રત્યે સજાગ છે, અને કોઈ પણ સંજોગોમાં નમતું જોખશે એવું લાગતું નથી !

બીજો મેસેજ એ ગયો કે અત્યારે શી જિનપિંગ ક્યાં છે ??? જો એમનો દાવો સાચો હોઈ તો તેઓ કેમ મીડિયામાં આવીને સંબોધન કરતા નથી ??? એટલે એ વાત તો સાફ થઈ ગઈ કે ગલવાન વેલી માં જે થયું એ ચીન નું નાપાક ષડયંત્ર જ છે ! અને આ વાતથી ચીન ની જ છબી ખરડાઈ છે !

બીજી જોવાની અને ધ્યાને લેવાની બાબત એ છે કે આપડે એ વાતનો સ્વીકાર કર્યો કે હા ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા અને એમના અંતિમ સંસ્કાર શોર્ય અને વીરતાપૂર્વક કરવામાં આવ્યા ! જે ૨૦ જેટલા જવાનો શહીદ થયા એમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે !!

સામે પક્ષે ચીન એ શું કર્યું ?? ચીન એ તો આ વાત માનવા સુદ્ધાં નો ઇનકાર કરી દિધો ! અને જે સૈનિકો શહીદ થયા એમના નામ પણ ત્યાંની જનતાને નથી જણાવ્યા ! અને આ વાતથી ચીનના નાગરિકો અને પૂર્વ સૈન્ય અધિકારીઓમાં ખૂબ જ આક્રોશ છે ! તેમનો મત છે કે ભારતના લોકો તેમના સૈનિકોનું આટલું સનમાન કરતા હોઈ તો આપડે કેમ આપડા સૈનિકોના બલિદાન ને બિરદાવી શકતા નથી ???

આજથી બે ત્રણ મહિના પહેલા કોઈ એ વિચારી પણ ન્હોતું શકતું કે ચીન સામે કોઈ દેશ અવાજ ઊંચો કરીને વાત પણ કરી શકે છે ! ભારતીય તરીકે આપણે આ બાબત પર ગર્વ લેવો જોઈએ !!

અને ભારતે આ અવાજ ઊંચો કરવાની કોશિશ કરી પછી જ અમેરિકા ભારતની મદદ કરવા માટે હરકત માં આવ્યું ! અમેરિકાએ ભારતને આપ્યા B-52 બોમ્બર વિમાન, એ સિવાય યુ એસ એસ રોનાલ્ડ રેગન યુદ્ધ વિમાન વાહક જહાજ સાઉથ ચાઇના સી માં તૈનાત કર્યા, સાથે સાથે યુ એસ એસ રૂઝવેલત જહાજ પણ મોકલ્યું ! સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને જાપાન નેવી એ પણ ભારતને મદદ કરી છે !

ભારતે ચીન ની ૫૯ જેટલી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો તો લોકોએ કહ્યું આમાં શું તીર માર્યું ?? બે દિવસ પહેલા અમેરિકા કા સેક્રેટરી ઓફ સ્ટેટ એવા માઇક પોમ્પી એ નિવેદન આપ્યું કે અમેરિકા પણ ભારતની જેમ ચીન ની એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે ! જે અમેરિકા વિચારે છે, એ વિચારો પાછળ યુરોપ પણ ચાલે છે એટલે હવે ત્યાંથી પણ પ્રતિબંધ લાગશે ! વિશ્વ હવે ચીન વિરુદ્ધ એકત્રિત થઈ રહ્યું છે ! અને આ મુહિમ ની શરૂઆત કરી છે ભારતે !

વિશ્વ આખામાં ડિજિટલ દુનિયા માં સોફ્ટવેર અને હાર્ડવેર માં ચીન પોતાના જે મૂળિયાં નાખવાની કોશિશ કરી રહ્યું હતું એ કોશિશ ના મુળિયા જળ મૂળમાંથી ઉખાડવા જેવું અઘરું કામ ભારતે કર્યું છે ! આ બદલ કેન્દ્ર સરકાર અભિનંદન ને પાત્ર છે !

જે લોકો લાલ પીળા વાળ કરીને કે પછી સ્કરટ પહેરીને મુજરા કરતા હતા એવા મુજરા લાલ લોકો માટે હવે ભારતીય એપ્સ આવશે ! એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ! અમુક લિબ્રાંડું લોકોએ દલીલ કરી કે ટિક્તોક એ પી.એમ કર ફંડ માં 30 કરોડ નું ફંડ આપ્યું હતું, તો એમને માલૂમ થાય કે હે ચાટુકારો આ ભારતના જ પૈસા હતા, અહીંના લોકોના કન્ટેન્ટ પર જ એ લોકો નફો કમાયા હતા એમાંથી નાનો એવો ટુકડો દાન માં આપ્યો છે !

ટિકતોક માં સારા લોકો પણ છે, પણ આ લોકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે એટલે હું બધા લોકોને મુજરા લાલ નથી કહેતો ! જે લોકો પોતાના કન્ટેન્ટ ના માધ્યમ થી સાવ બીભત્સ કે વાહિયાત કન્ટેન્ટ રિલીઝ કરે છે એમને જ હું મુજરા લાલ કહું છું !

આ બાબત પર ચીનનું વિદેશ મંત્રાલય રોદણાં રોવે છે કે અમે ફંડ આપ્યું હતું ! ભાઈ અમારા જ પૈસા અમને આપ્યા હતા, આ કઈ ચાઇનીસ પૈસા નહોતા ! અમે તમારી એપ પર પ્રતિબંધ પણ મુકીશું, અમારા પૈસા પણ લઈશું અને તમે અમારો કશું નહિ ઉખાડી શકો !

આપડે ચીન ને આર્થિક રીતે બરબાદ કરવું હશે તો આપડે એવા દેશો ને સપોર્ટ કરવો પડશે જે ચીન સામે અવાજ ઉઠાવી શકે છે ! તિબેટ, હોંગકોંગ, તાઇવાન, બરમાં આ બધા દેશો ને આપડે જે જોઈએ એ મદદ પૂરી પાડવી પડશે !

તમે ફરવા માટે જવું જ હોઈ તો આવા દેશ માં ફરવા જાવ જેનાથી ત્યાં ટુરિઝમ વિકસે અને ત્યાંની ઇકોનોમિક ઉપર ઉઠે ! વિદેશ માં ફરવા કરતા આવા નાના દેશોમાં વેકેશન ગાળવા જાવ જેથી ત્યાં પ્રવાસન ઉદ્યોગ ને વેગ મળે !!

ચીન અત્યારે તો પાછળ ચાલ્યું ગયું છે પણ ફરી પાછું અવળચંડાઈ તો કરશે જ એની મને ખાતરી છે ! કેમ કે કૂતરાની પૂંછડી વાંકી તે........!

ચીન વિશે ની મારી આગળ ની પોસ્ટ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો 👇
https://amitgiri95.blogspot.com/2020/07/blog-post_2.html?m=1

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !

Thursday, July 9, 2020

શું તમે જાણો છો પેટ્રોલ પંપ પર આ ૧૦ સુવિધાઓ મફત મળે છે ??? એના મફત ઉપયોગ પર કોઈ ના નથી પાડી શકતું !!!

આપણે બધા ક્યારેક ને ક્યારેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા જ હશું ! ભલે ડીઝલ પણ ત્યાં મળતું હોઈ તો પણ કહેવાય તો એને પેટ્રોલ પંપ જ ! હા...હા...હા...હા ! શું તમે એ જાણો છો એક ગ્રાહક તરીકે પેટ્રોલ પંપ પર તમને ૧૦ સુવિધાઓ મફત મળે છે ! અને આ સુવિધા બદલ તમારે કોઈ પણ પ્રકાર નો ચાર્જ ચૂકવવો પડતો નથી !

તો આવો જાણીએ કયા ૧૦ પ્રકારની સુવિધા આપણે સાવ મફત મળે છે, એમ છતાં આપણે આ બાબતનો ખ્યાલ નથી ! તો નીચે જણાવી છે એ ૧૦ સુવિધાઓ...!!!

1️⃣  મફત માં હવા ભરવાની સુવિધા _ સૌથી પહેલી મફત સુવિધા છે હવા ભરવાની, તમારી ટુ વ્હીલર કે ફોર વ્હીલ માં હવા ભરવા માટે પેટ્રોલ પંપ ના માલિક દ્વારા આ સુવિધા આપવી પડે છે, આ માટે પેટ્રોલ પંપ પર એક કંપ્રેસર અને એક માણસ રાખવો એ પંપ ના માલિક ની જવાબદારી છે ! ( પણ મોટા ભાગના પેટ્રોલ પંપ પર કમ્પ્રેસર બંધ હાલત માં જ હોઈ છે ! )

2️⃣ ફર્સ્ટ એડ કીટ _ દરેક પેટ્રોલ પંપ પર જીવન રક્ષક દવાઓ અને અમુક સામાન્ય ઘા પર લગાવી શકાય એવી દવાઓ અને મલમ પટ્ટી રાખવી ફરજીયાત છે !

3️⃣ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા _ દરેક પેટ્રોલ પંપ પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ફરજીયાત પણે હોવી જ જોઈએ !

4️⃣ ફોન કોલ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર માલિકે એક આ સુવિધા પણ આપવી પડે છે. ઇમરજન્સી માં કોઈ પણ વ્યક્તિ આ ફોન નો ઉપયોગ કરી શકે છે !

5️⃣ વોશ રૂમ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે યુરીનલ હોવું જોઈએ, અને એ પણ સ્વચ્છ હોવું જોઈએ !

6️⃣ ફરિયાદ બુક _ જો તમને પેટ્રોલ પંપ કે કોઈ બાબત વિશે ફરિયાદ કરવી હોઈ તો એક ફરિયાદ બુક પણ પંપ પર રાખવી ફરજીયાત છે ! આ માટે રજીસ્ટર પણ નિભાવવામાં આવે છે !

7️⃣ પેટ્રોલ અને ડીઝલ નો હાલનો ભાવ જાણવાની અને પૂછપરછ કરવાની સુવિધા !

8️⃣ અગ્નિશામક સાધનો ની સુવિધા !

9️⃣બિલ લેવાનો અધિકાર _ તમે કોઈ પણ કિંમત નું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તમે જો બિલ માંગો તો ફરજ પરની વ્યક્તિ એનાથી ઇનકાર નથી કરી શકતી !

🔟 પેટ્રોલ અને ડીઝલ ના માપિયા રાખવા ફરજીયાત છે જેથી તમે ચકાસણી કરી શકો કે પૂરતું પેટ્રોલ કે ડીઝલ આપે છે કે નહિ !!

આમાંની એક પણ સુવિધા મફત ન મળે તો આપ પેટ્રોલ પંપ ની કંપની ને ફરિયાદ કરી શકો છો !
તો મિત્રો કેવી લાગી આ માહિતી ??

Sunday, July 5, 2020

મોદીએ લીધી LAC ની મુલાકાત ! જાણો એમાં શું છે ખાસ ??? ~ અમિત ગીરી ગોસ્વામી

આજની વાત શરૂ કરતાં પહેલાં આપણે જાણી લઈયે કે શું છે આ LAC ??? ભારત અને ચીન વચ્ચે જે જે જગ્યાએ સરહદ આવેલી છે એ સરહદ એલ એ સી તરીકે ઓળખાય છે ! જે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય છે ! લડાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ), હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ ઉતરા ખંડ અને સિક્કિમ આમ ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એમ પાંચ જગ્યાએ ચીન સાથે ભારત ની જે સરહદ જોડાયેલી છે એને આપડે એલ એ સી તરીકે ઓળખીએ છીએ જેની કુલ લંબાઈ ૪૦૫૬ કિલોમીટર જેટલી છે !

ગઈકાલે સવારે મોદીજીએ ઓચિંતી ત્યાંની મુલાકાત લેતા ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી ચુક્યા છે એવો માહોલ આખા દેશ માં ન્યુઝ ચેનલોને ગજવી દીધો છે ! પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી "ભારત અને ચીન વચ્ચે લડાઈ થશે નહિ..!" તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ને ?? તો હું મારી વાતને હજુ થોડીક સરળ રીતે સમજાવું !

જ્યારથી ભારત અને ચીન વચ્ચે ગલવાન વેલી માં તણાવ વધ્યો છે ત્યારથી ચીન એ જગ્યા પર આર્ટિલરી સપોર્ટ વધારી દીધો છે, એના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતે પણ વધારાના ૨૦,૦૦૦ જવાનો તહેનાત કર્યા છે, પણ ચીન ક્યારેય ભારત સાથે યુદ્ધ કરશે નહિ આ વાત હું જાણું છું !



ચીન દ્વારા ભારતની સરહદ પર આર્મી ની ટ્રકો અને આર્મીના જવાનો ને રહેવા માટે ટેન્ટ બાંધ્યા હોઈ એવા ફોટાઓ જે ઉપગ્રહ તસવીરો ના માધ્યમ થી આપડે વિવિધ સોશ્યલ મીડિયામાં જોયા જ હશે !

જે લોકો થોડું પણ "વોર ફેર" ના નિયમો જાણે છે અથવા તો જેને કહી શકાય કે ડિફેન્સ એક્સપર્ટ છે એવા લોકો ને તમે પૂછશો તો એ પણ આ જ જવાબ આપશે કે ચીન ક્યારેય યુદ્ધ નહિ કરે ! ચીન માત્ર "છમકલા" કરવામાં માને છે "આરપાર ની લડાઈ" માં નહિ !

પૂર્વી એશીયાઇ દેશોમાં માં ભારતના વધતા કદ અને વિશ્વ આખામાં ભારતની જે પ્રકારે વૈશ્વિક છબી હકારાત્મક બની રહી છે એ બાબતે ચીન ના પેટ માં તેલ રેડાયું છે ! ચીન જાણે છે કે ભારત પાસે એવા સેટેલાઇટ છે જે તેના પર નજર રાખે છે એટલા માટે જ તેણે પોતાના ટ્રકો અને જવાનોના ટેંટ બાંધ્યા છે, એ જાણે છે કે ભારત આ તસવીરો જોશે અને યુદ્ધ કરવા માટે શરૂઆત કરશે !

પણ ભારત ની હંમેશા ખાસિયત રહી છે કે ભારત તરફથી ક્યારેય યુદ્ધ અંગે પહેલ કરવામાં આવશે નહિ, ચીન ની ચાલ એ છે કે ભારત ની સરહદ પર તણાવ વધારીને વૈશ્વિક મીડિયામાં ચીન વિશે ચાલતા કોરોના ના સમાચારોથી વિશ્વને આ બાબત માં ગુમરાહ કરવાનું એક ષડયંત્ર છે ! ભારત અને ચીન વચ્ચે આવો ઉગ્ર તણાવ વધે એટલે કોરોના ની વાતો થવાની બંધ થઈ જાય ! આ છે ચીન નો અસલી મનસૂબો !

જે સૈનિકો લડવા માટે આવ્યા છે એ સૈનિકો તંબુ માં નિવાસ કરે ?? જવાબ છે ક્યારેય નહી ! કેમ કે જ્યારે પણ સૈનિકો તંબુ માં નિવાસ કરતા હોઈ અને દુશ્મનો દ્વારા આર્ટિલરી ફાયરિંગ કરવામાં આવે કે હોવિતઝર તોપ દ્વારા બોંમ્બિંગ કરવામાં આવે તો એક પણ સૈનિક જીવતો બચવાની શક્યતા શૂન્ય બરાબર છે ! કેમકે જેવા આર્ટિલરી શેલ તંબુ પર ફાટે એટલે થોડી જ વાર મા બધા તંબુઓ આગની લપક માં આવી જાય ! તો શું ચીન ના સૈનિકો આ વાત નથી જાણતા ??? એ લોકો ખાલી ભારતને ઉશ્કેરવા માટે વારે ઘડીએ આવા હથકંડાઓ અપનાવે છે !!

પણ આપડા સૈનિકોના સંયમ ને પણ દાદ આપવી જોઈએ કે આટલી ઠંડી માં પણ પોતાની ફરજ પ્રત્યે જરા પણ ચૂક કરતા નથી !

આ બધા તણાવો વચ્ચે આપડે જોયું કે મોદીજીએ આપડા પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એવા બિપીન રાવત સાથે આ વિવાદ વાળા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી અને સૈન્ય નું મનોબળ વધાર્યું !!



આ મુલાકાત ના શું પરિણામો આવશે ???

➡️ ભારતના સૈનિકો નું મનોબળ દ્રઢ થશે ! એમને થશે કે ભારત ની ૧૩૦ કરોડ ની જનતા અમારી સાથે છે ?

➡️ ચીનની વિસ્તારવાદી નીતિઓ વૈશ્વિક મીડિયામાં ઉઘાડી પડશે !

➡️ ભારતની કૂટનીતિક વ્યૂરચનાઓ સફળ થશે !

➡️ ગલવાન વેલી પર ભારતનો જ કબ્જો છે એ વાત વિશ્વ પણ સ્વીકારશે.

➡️ ચીન ની આર્મી પી.એલ.એ ( આના વિશે વધુ સ્પષ્ટતા માટે મારી આગળ ની ચીન વાળી પોસ્ટ વાંચવી ) પર મનોવૈજ્ઞાનિક દબાવ ઊભો થશે !

➡️ ચીનના લોકોનો પોતાની સરકાર પ્રત્યે અસંતોષ વધશે !

➡️ ભારતનું વૈશ્વિક કદ હજુ મોટું થશે

➡️ વિશ્વના દેશો ભારત પ્રત્યે હકારાત્મક વલણ દાખવશે

Saturday, July 4, 2020

સંબંધ ~ માણસ ની જરૂરિયાત કે મજબૂરી ???

"સંબધ એમની જરૂરિયાત છે, જે એકલા રહી નથી શકતા ! - ઓશો"

માણસ એક સામાજિક પ્રાણી છે ! એટલે એને સમાજ માં રહેવું ગમે છે, માણસોની વચ્ચે સતત રહેવું એ એની આદત છે ! માણસ સામાજિક પ્રાણી છે પણ જંગલ માં વસતા અન્ય પ્રાણી જેવું નથી ! જંગલી પ્રાણીઓ એકલા રહી શકે છે, મોજથી જીવી શકે છે ! પણ આ ચોપગુ સામાજિક પ્રાણી એકલું રહી શકતું નથી !

એકાંત એ વિચારવા માટે સારી જગ્યા છે, રહેવા માટે નહિ !!!

જે લોકો ખરેખર એકલા રહી શકતા નથી, એ લોકો જીવનનો માણવા જેવો "નિજાનંદ" નો લહાવો ગુમાવે છે ! સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે દિવસમાં એક વખત માણસે પોતાની સાથે વાત કરવી જોઈએ ! આનો મતલબ એવો નથી કે અરીસામાં જોઈને પોતાની સાથે વાતો કરવી ! આનો સીધો અને સરળ અર્થ એવો છે કે દિવસમાં અડધો કલાક એવો હોવો જોઈએ જે માત્ર ને માત્ર તમારો હોવો જોઈએ ! આ સમય માં કોઈ પણ કામ નહિ કરવાનું બસ ખાલી મૌન ધારણ કરીને કોઈ એક જગ્યાએ બેસી જવાનું અને પોતાના અંતરાત્મા સાથે સંવાદ કરવાનો !

"સમાધિ લાગી તો એકલતામાં પણ મેળો, ન લાગી તો મેળામાં પણ એકલો !"

માણસ જ્યારથી જન્મ ધારણ કરે ત્યારથી જ વિવિધ સંબધ થી ઘેરાય જાય છે ! માતા,પિતા,ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, મોટા બાપુ, મોટી માં, ફૂઈ, ફુવા, નાના, નાની, મામા અને મામી ! આ સિવાય પણ અઢળક સંબધો વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ !


અને આ બધા સંબંધો ની ઉપર આવે છે "મિત્રતા" નો સંબંધ ! ઈશ્વર જે લોકોને આપડી સાથે લોહીના સંબંધો થી જોડવાનું ભૂલી ગયા છે એમને મિત્રો ના સ્વરૂપે આપડી પાસે મોકલે છે ! મિત્રોની વાત કરી તો દુશ્મનો ને કેમ ભૂલી શકાય ??? દુશ્મની પણ એક સંબંધ જ છે, ચાણક્ય દુશ્મનો વિશે એવું કહેતા કે સફળ થવું હોય તો મિત્રો હોવા જોઈએ અને વધુ સફળ થવું હોઈ તો તમારી આજુ બાજુ દુશ્મનોની સંખ્યા વધુ હોવી જોઈએ !!

આ આપડી એક પૂર્વધારણા જ છે કે આપડે એકલા ન રહી શકીએ ! પણ હકીકતે એવું નથી, તમે સમાજ માં નજર ઘૂમાવશો તો તમને ઘણા એવા લોકો જોવા મળશે કે એ એકલા જ હશે, અને તાજ્જુબ ની વાત તો એ છે કે આ લોકો અન્ય કરતા વધુ ખુશાલી વાળું જીવન જીવતા જોવા મળશે !

કોલેજ, યુનિવર્સિટી ના પ્રોફેસર મોટે ભાગે સિંગલ હોઈ છે ( આવું મારા મંતવ્ય મુજબ કહું છું ! બની શકે તમારો પ્રતિભાવ અલગ હોઈ શકે ) આનું કારણ એ હોઈ છે કે એ લોકો વાંચન કરતા કરતા એટલા બધા આગળ વધી ગયા હોઈ છે કે પછી એમને કોઈ એની લાઈફ કંટ્રોલ કરે એ એમને પસંદ નથી હોતું ! પરિણામે એ લોકો હંમેશા પોતાના નિજાનંદ માં જ મસ્ત રહેતા જોવા મળતા હોઈ છે !

કોઈ પણ માણસ સતત એકલો નથી રહી શકતો આવું હું નથી કહેતો મનો વિજ્ઞાન કહે છે ! એટલે જ તો આપડા ભારત માં કોઈને હવે એકાંત કેદ ની સજા કરવામાં નથી આવતી ! પહેલા પણ જ્યારે એકાંત કેદ ની સજા કરવામાં આવતી તો એનો સમય મહત્તમ સમય ૯૦ દિવસ નો હતો ! આ ૯૦ દિવસનો સમયગાળો પણ સળંગ ન હતો એને પણ જુદા જુદા ભાગ માં વહેચી દેવામાં આવતો હતો !


તો આપણે એવો સવાલ થાય કે આ બધા સાધુ અને સન્યાસી એકલા કેમ રહી શકતા હશે ??? અરે ભાઈ લોકોના આવા અલગ અલગ ચહેરા વાળા સમાજ માં રહીને તો એ કંટાળી ગયા અને સન્યાસ ધારણ કર્યો ! મજાક કરી છે !!! હકીકતે એવું નથી !

કોઈ પણ માણસ ભલે એ સન્યાસી ન પણ હોઈ, જ્યારે એક હદથી વાંચન અને લેખન માં સામાન્ય માણસથી આગળ વધી જાય છે પછી એ લોકોનો બુદ્ધિ આંક એટલો વધી જાય છે કે એ લોકોને પોતાના જીવનમાં બીજા લોકોનું ડિસ્ટર્બન્સ પસંદ નથી હોતું ! તમે એવા ઘણા કલાકાર જોયા હશે જ જે એકલા જ હોઈ છે ઘણી વાર તો મૃત્યુ સુધી એકલા જ હોઈ છે !!


એકલું રહેવું જોઈએ કે નહિ ?? આ સવાલ પર દરેક નો વિચાર અલગ અલગ જ હોવાનો ! પણ હું બુદ્ધ ભગવાન ના મધ્યમ માર્ગ માં માનું છું બહુ એકલા પણ નહિ અને બહુ સામાજિક પણ નહિ બન્નેની વચ્ચેનો રસ્તો કાઢવાનો ! આખા દિવસમાં હું એક થી દોઢ કલાક એવો કાઢું જેમાં મને ડિસ્ટર્બ કરવા વાળું ન હોઈ ! મોબાઈલ પણ સ્વીચ ઓફ કરીને મૂકી દેવાનો એટલે કોઈ ફોન પણ ન કરે ! અહી ઘણાને એવો પ્રશ્ન આવે કે ઇમરજન્સી કામ હોઈ તો ??? ભાઈ દુનિયામાં ઇમરજન્સી જેવું કશું હોતું જ નથી, જો બહુ ઇમરજન્સી જેવું હોઈ તો એ લોકો પાસે તમારી સાથે કે આજુ બાજુ માં રહેતા હોઈ એવા લોકોના પણ નંબર હશે જ, તમારો ફોન સ્વીચ ઓફ હશે તો એ લોકો તમારી આજુબાજુ વાળા ને ફોન કરી દેશે એટલે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી !

હું ઘણી વખત મારા ઘરની અગાસી માં એકલો એકલો બેઠો હોવ ! તો મારા મિત્રો ઘરે આવીને પૂછે અમિત ગીરી ક્યાં છે ??? એટલે મારા મમ્મી કહે ઉપર અગાસી માં "એકલો" બેઠો છે ! એટલે મિત્ર ઉપર આવીને કહે એલા અહી એકલો એકલો શું બેઠો છો ?? હાલ કેરમ રમવા ! એ પૂછે એકલો કેમ બેઠો છો એટલે હું જવાબ આપુ ભાઈ એકલો ક્યાં બેઠો છું ??? હું તો એકાંત માં બેઠો છું !! આવો જવાબ આપુ એટલે એ પણ બે ઘડી માથું ખંજવાળે અને પછી કયે તારી વાત સમજાય એવી નથી ! એટલે હું હસતાં હસતાં કહું ભાઈ રેવા દે, બધા સમજી જશે તો  મારી કોઈ કિમંત નહિ રહે ! માહિતી બધા પ્રાપ્ત કરી શકે, જ્ઞાન કોઈ કોઈ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે ! અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા "પાત્રતા" કેળવવી પડે ! જેમ ખાલી પડેલા પાત્ર માં જ તમે કોઈ ચીજ વસ્તુ ભરી શકો એમ ખાલી મગજ માં જ નવા વિચારો ઉત્પન્ન થઈ શકે ! આ મગજ ખાલી કરવાની કળા દરેક લોકો માં નથી હોતી !

મોબાઈલ માં ડેટા વધુ થઈ જાય તો "ડિલીટ" કરીને જગ્યા વધારી શકાય !! પણ મગજ માં ભરાયેલા કચરાને ડિલીટ કરવા માટે ઉપરવાળાએ કોઈ સુવિધા નથી આપી ! આ મગજ ના કચરાને ડિલીટ કરવા માટે ચિંતન અને મનન ની પ્રક્રિયા કરવી પડે ! વિચારો પર કાબૂ કરવો પડે !!

Friday, July 3, 2020

બસ ડેપો, બસ સ્ટેન્ડ, બસ સ્ટેશન, પીક અપ સ્ટેન્ડ !!!

આજે કોઈ નવો વિષય હાથમાં લેવાની ઈચ્છા થઇ આવી એટલે સૌથી પહેલો વિચાર આવ્યો બસ સ્ટેન્ડ નો ! ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોઈ શકે જેણે બસ સ્ટેન્ડ ની મુલાકાત નહિ લીધી હોઈ !

બસ સ્ટેન્ડ સાથે લગાવ પણ થઈ શકે, જો રોજ તમારે દૂર સુધી આવવા જવાનું હોઈ ! આ વાત સૌથી વધુ એ લોકો જાણતા હોઈ જે "અપ ડાઉન" કરતા હોઈ ! હું પણ જામનગર થી રાજકોટ અપ ડાઉન કરતો જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં એલ.એલ.એમ ( હ્યુમન રાઇટ્સ ભવન ) માં પ્રવેશ લીધેલો ! રોજ સવારે ૪ વાગ્યે ઊઠવાનું હાથે ચા બનાવીને પી લેવાની અને ૫ વાગ્યે સૂરજ ભગવાન આકાશ માં દર્શન આપે એની પહેલા પહોંચી જવાનું બસ સ્ટેન્ડ પર !

જ્યારે ગામ આખું સુતું હોઈ ત્યારે ઘરે થી નીકળવાનું, સાથે હોઈ એક પાણીની બોટલ ! રસ્તામાં ક્યાંક ક્યાંક નિશાચર એવા શ્વાન નો ભેટો થાય ! ક્યારેક ભસે પણ ખરા, પણ પછી રોજ નીકળીએ એટલે જોઈને પાછા ટૂંટિયું વાળીને સૂઈ જાય !

જામનગર - સાળંગપુર આ બસ રોજ પકડવાની ૫:૩૦ એ જામનગરથી ઉપડે અને ૭:૩૦ કે ૮ વાગ્યે ત્રિકોણ બાગ ઉતરવાનું ! ત્યાંથી વળી રાજકોટ ની સિટી બસ પકડવાની ૧ નંબર વાળી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કેમ્પસ સુધી પહોંચાડે !

જ્યારે આપડે નવા નવા અપ ડાઉન ના માણસ બનીએ એટલે શરૂઆત ના થોડાક દિવસ નવું નવું લાગે ! ધીરે ધીરે લોકો સાથે જાન પહેચાન થાય અને એક નામ વગરનો સંબધ વિકસે ! પછી આ સંબધ એક બીજાની ટિકિટ લેવા સુધી પણ આગળ વધે જો તમે વિકસાવી શકો તો ! અજાણ્યા ને પણ પોતાના બનાવી લેવા એ પણ એક આવડતની કળા છે ! બહુ ઓછાં લોકો આ કળા માં માહેર હોઈ છે ! સદનસીબે ઉપરવાળા એ આ કળા આપી છે મને ! અને ઘણો ફાયદો થયો છે !

ધીરે ધીરે આ સંબધ એવો વિકસે કે આપણે બે પાંચ મિનીટ મોડા પડીએ તો આપડી સીટ પણ આપણો મિત્ર રોકી રાખે ! આનું નામ આત્મીયતા !

બપોરે ૧૨:૩૦ એ ભવન માથી ફરી ૧ નંબર વાળી બસ પકડવાની અને માલવિયા ચોક પહોંચવાનું ! પ્લેટફોર્મ નંબર ૧૩ પર જામનગર - રાજકોટ વાળી ઇન્ટરસિટી ની રાહ જોવાની ! આ બસ જોડે તો એટલો લગાવ થઈ ગયેલો કે એના નંબર ( GJ 18 Z 2163 ) પણ હજુ યાદ છે ! કોઈ રાજકોટ થી જામનગર અપ ડાઉન કરતું હોઈ તો આ બસ અચૂક એમને મળી જ હશે ! પછી તો આ બસ ના ડ્રાઇવર એવા યુવરાજ સિંહ અને બસ ના કંડકટર એવા રૂપલ બહેન પણ મિત્ર જેવા બની ગયેલા ! બપોર ના સમય માં સીટ મળવી એટલે લગભગ અશક્ય જેવું કામ કેમ કે રાજકોટ થી ધ્રોલ જવા વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આ જ બસ માં ઘસારો કરે ! ક્યારેક ક્યારેક રૂપલ બહેન પોતાની બેગ કોઈ એક સીટ પર મૂકીને મારી જગ્યા રિઝર્વ રાખે ! ત્યારે એમ થાય કે મિત્ર બનાવવાની કળા ખરેખર કામ કરે એવી છે !

બસ સ્ટેન્ડ પર ઘણી વાર ગરીબ અને અભણ લોકો પણ જોવા મળે જે બિચારા ઇન્કવાયરી બારી પર બસ વિશે પૂછવા જાય અને એમને હળકારીને કાઢી મૂકે ત્યારે એ બિચારા આપણે પૂછે કે ભાઈ આ બસ ક્યારે આવશે ?? જો મને ખબર હોઈ તો જણાવી આપુ, ન ખબર હોઈ તો બીજાને પૂછીને જણાવું ! ક્યારેક ક્યારેક તો કોઈ બિચારા નંબર ની ચિઠ્ઠી કાઢીને કહે ભાઈ એક ફોન લગાવી દયો ને મારા દીકરાને કે મને લેવા આવે ! તો ઘણી વાર આવા લોકોને માનવતા ના ધોરણે ફોન પણ લગાવી આપ્યા છે ! ફોન માં વાત કરીને ઘણી વાર આ લોકો બે હાથ જોડીને આભાર માને ત્યારે ઘણી વાર રડવું પણ આવી જાય !

આપડા પિતા અને દાદા ની ઉંમર જેવડા વ્યક્તિ મને હાથ જોડે ત્યારે થોડુક અજુગતું પણ લાગે અને આશ્ચર્ય પણ થાય કે ખાલી એક ફોન કરી આપવાની આટલી બધી કિમંત કરે આ લોકો !

ક્યારેક ક્યારેક તમારો પહેરવેશ પણ લોકોમાં તમારી એક વ્યક્તિ તરીકે અલગ છાપ ખડી કરે છે ! મોટે ભાગે સફેદ શર્ટ અને કાળું પેન્ટ આ મારો રોજનો ડ્રેસ કોડ ! આ આદત લો કોલેજ માથી વિકસી હતી અને આજ સુધી આ આદત કાયમ રહી છે, આગળ પણ રહેશે !

એક વાર એક ભાઈ આવ્યા મને કહે આ નંબર પર ફોન કરી દો ને મારી ઘરવાળી ને જામનગર દાખલ કરી છે તો મારા દીકરાને કહેવું છે મને તેડવા આવે ! મે ફોન કરી દિધો પછી એ ભાઈને પૂછ્યું કાકા બસ સ્ટેન્ડ પર આટલા લોકો હતા તમે કોઈને નહિ ને મને જ કેમ ફોન કરવાનું કીધું ??? ત્યારે એ ભાઈ એ કીધું ભાઈ તમે વકીલ જેવા લાગો છો એટલે તમને કીધું ! ત્યારે એમ થયું કે હા આપડા ડ્રેસ કોડ ની પણ એક તાકાત છે, ભલે ખાખી વર્દીના નથી પણ બ્લેક એન્ડ વ્હાઇટ ની પણ એક અલગ જ ઓળખાણ સમાજ માં છે અને એ ઓળખાણ એટલે "વકીલ" ની ઓળખાણ !

શું તમને પણ આવો અપ ડાઉન નો કોઈ અનુભવ છે તો કૉમેન્ટ માં જણાવો !

Thursday, July 2, 2020

ચાઇનીસ એપ પર પ્રતિબંધ ! એમાં આપણે શું ??? ફાયદો કે નુકશાન ???

"ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશ ને ચાહું છું, એના સંસ્કૃતિ અને વારસા પર મને ગર્વ છે....." કોને કોને યાદ છે આ પ્રતિજ્ઞા ???? છેલ્લે ક્યારે તમે આ પ્રતિજ્ઞા વાંચેલી ???? તમારા ઘરમાં કોઈ પણ બાળક ભણતું હોઈ તો કોઈ પણ વિષય ની એક ચોપડી ઉપાડી લો અને ફરી એક વખત આ પ્રતિજ્ઞા વાંચી જાવ !!

બે દિવસ પહેલા જ ભારતની કેન્દ્ર સરકાર એ લગભગ લગભગ ૫૮ કે ૫૯ જેટલી ચાઇનીસ એપ પર ભારત માં પ્રતિબંધ મૂક્યો છે, એમાં રાષ્ટ્રવાદી લોકો ને તો મજા જ આવી છે, પણ સવાલ છે અમુક લિમ્બ્રાડું લોકો નો જે આ નિર્ણય ને આવકારવાની જગ્યા "વિધવા વિલાપ" કરે છે, આજનો આર્ટિકલ આવા જ વિધવા વિલાપ વાળા લોકોને સમર્પિત છે, જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો બે હાથ જોડીને તમને એક વિનંતી છે કે એક વાર આ આર્ટિકલ ને તમારા તમામ સોશ્યલ મીડિયામાં શેર જરૂર કરજો !

હવે આવીએ આજના મૂળ મુદ્દા પર. ભારત સરકારે જે નિર્ણય બે દિવસ પહેલા લીધો એ નિર્ણય નો ૨૦૧૪ ના જૂન કે જુલાઈ માસ માં જ લઈ લીધો હોત તો આજે આ વાતને મીડિયામાં આટલું કારણ વગરનું કવરેજ ન મળત. પણ આપણે હંમેશા સારું કદમ ઉઠાવવામાં વર્ષોથી મોડું કરતા આવીએ છીએ, આ બાબત પર આપણે મનોમંથન કરવાની જરૂર છે અને આપણી જવાબદારી પણ છે !


ભારત સરકારે આ બધી એપ પર પ્રતિબંધ લગાવ્યો એનાથી તમને શું નુકસાન થયું છે એ વાત બાજુ પર મૂકીને પણ આ એક સાહસિક કદમ થી "ચીન નો લાલ ડ્રેગન ખરેખર રાતો પીળો જરૂર થઇ ગયો છે એ વાત નક્કી છે !"

આપણે જાણીએ છીએ કે ગલવાન વેલી માં જે સૈનિકો શહીદ થયા એના બાદ આપણા દેશ માં સૈનિકો પ્રત્યે એક અભૂતપૂર્વ લહેર જાગી અને ચિન તથા ચીની એપ અને પ્રોડક્ટ પર લોકો નો ગુસ્સો ફૂટ્યો !!! આ સમય છે આપણા સૈનિક સાથે ઉભા રહેવાનો, આ સમય છે આપડા સૈન્ય ને વિશ્વાસ અપાવવાનો કે ભારત ની ૧૩૦ કરોડની જનતા ભારતીય સૈનિક સાથે છે !

આપણા દેશ ની આર્મી એક સ્વતંત્ર સંસ્થા છે, એટલે કે કોઈ રાજકીય પાર્ટી માથે કામ નથી કરતી એ એક સ્વતંત્ર બોડી છે ! વિશ્વના જેટલા પણ લોકશાહી દેશો છે  અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો ની આર્મી પોલિટિકલ પાર્ટીના આદેશ નું પાલન નથી કરતી એ પોતાની રીતે સ્વતંત્ર હોઈ છે એટલે કે એમની જવાબદારી એમના દેશ પ્રત્યે હોઈ છે નહિ કે કોઈ પાર્ટી પ્રત્યે !!

હવે વાત કરું ચીન ની ! ચીન ની આર્મી સ્વતંત્ર આર્મી નથી, ચીન ની આર્મી પીપલ્સ લીબરેશન આર્મી તરીકે ઓળખાય છે, જેને આપડે ચાઇનીસ આર્મી કહી શકીએ ! આર્મી નેવી એરફોર્સ આ ત્રણ સુરક્ષા સંસ્થાન સંસ્થાન ચીનમાં સ્વતંત્ર નથી આ ત્રણેય સંસ્થાન કામ કરે છે ચીન ની એક માત્ર પોલિટિકલ પાર્ટી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના માટે ! આ ત્રણેય સૈન્ય પાંખ ની જવાબદારી તેમના દેશ પ્રત્યે નથી પણ કોમયુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના પ્રત્યે છે !


ભારતે લગાવેલા પ્રતિબંધ થી સીધો અને સટિક ફટકો આ પીપલ્સ લિબ્રેશન આર્મી ને પડવાનો છે ?? કઈ રીતે ?? આવો જાણીએ !

Tiktok, UC Browser, WPS Office અને આવી બીજી અઢળક એપ પીપલ્સ લીબ્રેશન આર્મી ના સીધા સર્વેલેન્સ હેઠળ હોઈ છે ! એક બે પાંચ કે દસ બાર લોકો tiktok જેવી એપ વાપરે એનાથી ચીન ને કશો ફાયદો નથી થવાનો ! પણ જયારે લાખો કરોડો કે અબજો લોકો આવી એપ ડાઉનલોડ કરે ત્યારે "નેટવર્ક" ની જાલ રચાય છે જેમ કરોળિયાનું જાળું હોઈ ! આ નેટવર્ક દ્વારા ચીન ની આર્મી તમારી તમામ ગતિવિધિઓ પર નજર રાખતી હોઈ છે ( જે તમને ખબર પણ નથી હોતી ) ! એ સમય ગયો જ્યારે લડાઈ યુદ્ધ મેદાન માં તોપ, બંદૂક અને બીજા હથીયારો વડે લડવામાં આવતી !

અત્યારે લડાઈ આંગળીઓના ટેરવે લેપટોપ અને મોબાઈલ વડે લડવામાં આવે છે, અને આ લડાઇ "પ્રત્યક્ષ લડાઈ કરતા પણ વધુ ઘાતક" છે એ વાત ધ્યાન પર લેવાની છે !

ચીન આર્મીના હેકરો તમારી એપ ના માધ્યમ દ્વારા તમારી તમામ ગુપ્ત ગતિવિધિ અને તમારી પસંદ ના પસંદ પર નજર રાખતા હોઈ છે, તમે મોબાઈલમાં કયા સમયે શું જુઓ છો, શું શું સર્ચ કરો છો, ફેસબુક કે ઇન્સ્ટા અને વોટ્સેપ પર શું શું પોસ્ટ કરો છો એ બધું ચીન ની તિસરી આંખ ની નજર બહાર નથી હોતું !

આનું સૌથી મોટું નુકશાન શું છે ?? સૌથી મોટું નુકશાન એ છે કે આ બધી એપ દ્વારા કોઈ પણ દેશની ઇકોનોમિક સાઈકલ તોડી શકાય છે, દેશની અંદર સરકાર પ્રત્યે અસંતોષ ઉભો કરી શકાય છે અને સૌથી વધુ દેશની અંદર સાંપ્રદાયિક હિંસા પણ ફેલાવી શકાય છે !

આ એપ ડિલીટ કરવાથી ભારતના લાખો કરોડો અબજો માનવ કલાકો હવે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થશે અને એનાથી ભારતના સોફ્ટવેર ઉત્પાદકો માં એક નવું  જોમ અને ઉત્સાહ આવશે ! સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ચીન હવે તમારી જાસૂસી કરી શકશે નહિ !

અત્યારે વોટ્સેપ પર એક મેસેજ ફરે છે જેમાં ચીન ની એપ અને એ એપ ના બદલે વૈકલ્પિક કઈ એપ વાપરી શકાય ! આ મેસેજ ખરેખર દરેક લોકો ને ફોરવર્ડ જ નથી કરવાનો... આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે આપણી આજુબાજુ ના મિત્ર વર્તુળ માં પણ જો કોઈ ચીન ની એપ વાપરતું હોઈ તો એને સમજાવીએ અને એપ ડિલીટ કરાવીએ !

તમારે એપ વાપરવી જ હોઈ તો ભારતની વાપરો, કોઈ અન્ય દેશ ની વાપરો, પણ ચીન ની તો નહિ જ ! અત્યારે આપણે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ તો કર્યો છે, પણ આ સંકલ્પ હજુ બાલ્ય અવસ્થામાં છે આનો ફાયદો આવતા ૭ થી ૧૦ વર્ષ દરમ્યાન જોવા મળશે !

ભારત ટિક્તોક ના લગભગ ૬ કરોડ ૩૦ લાખ જેટલા યુઝર્સ હતા ( આંકડો અંદાજિત છે ) સીધી રીતે કહું તો આ લોકો ચીન માટે ભારત માં જ જાસૂસી કરી રહ્યા હતા ! અને તાજ્જુબ ની વાત એ છે કે આ લોકોને એ ખબર પણ નથી કે તેઓ પરોક્ષ રીતે ચીન ને પોતાની તમામ ખાનગી માહિતી પહોંચાડી રહ્યા છે !

એક ભારત જ આ ચીનના ત્રાસ નો સામનો નથી કરતું, વિશ્વના ઘણા બધા દેશો ચીન ના હાર્ડવેર પર નિર્ભર છે ! વિશ્વની એક નંબરની કહી શકાય એવી અમેરિકા પણ ચીન ના ૯૦ ટકા જેટલા હાર્ડવેર વાપરે છે, થોડુક વિચારો ક્યાં ભારત અને ક્યાં અમેરિકા ??? જો અમેરિકા પણ આ ચીન થી ત્રસ્ત હોઈ તો આપણે તો હજુ વિકાસશીલ દેશની યાદી માં આવીએ છીએ !

પણ જે થયું એ સારું જ થયું ! ભલે કેટલાક લોકો હવે "બેરોજગાર" બની ગયા છે ! વાંધો નહિ તેમને મુજરા કરવા માટે કોઈ નવી એપ આવી જ જશે ! પણ આ મુજરાલાલ લોકો માટે દેશની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન ન જ કરી શકાય !!

અંતમાં સો વાતની એક જ વાત આ બધી એપ ડિલીટ કરવાથી ભારતીય તરીકે આપણે ફાયદો છે જ ! પણ આ એક કદમ દ્વારા ચીનના ગળે સીધો ગાળિયો પહેરાવ્યો છે એની ખુશી પણ તમારે માણવાની છે ! આવનારા સમય માં સીમા પર ચીન હજુ પણ નવા નવા ગતકડાં કરશે પણ જ્યાં સુધી આર્મીના જવાનો ત્યાં સુરક્ષા માટે તહેનાત છે, તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી !!

તમે તમારા પ્રતિભાવો જણાવી શકો છો ! વાંચવા બદલ આભાર !!

Saturday, June 27, 2020

""ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણી સૃષ્ટિ" ~ અજય ગીરી ગોસ્વામી

 
  "ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણીસૃષ્ટિ"

આજનો આ લેખ સર્વ પર્યાવરણપ્રેમી અને પ્રાણીપ્રેમી લોકોને સમર્પિત છે.

सिंहादेकं बकादेकं शक्षेच्चत्वारि कुक्कुटात् ।
वायसात्पञ्च्चशिक्षेच्च षड् शुनस्त्रीणि गर्द्दभात् ।।

તમે આ શ્લોક સંપૂર્ણ નહિ જ વાચ્યો હોય અને જેને સમજાયો નથી એ ગૂગલ ટ્રાંસ્લેટરમાં ભાષાંતર કરવા મથશે, પરંતુ ગૂગલ ટ્રાંસ્લેટરમાં પણ સંસ્કૃત ભાષા ઉપલબ્ધ ન હોવાથી અહી નીચે મુજબ શ્લોકનું અર્થઘટન આપવામાં આવ્યું છે.

"કોઈ પણ રીતે સારસ અને સિંહથી એક પ્રકારની, પાળેલા પક્ષીથી ચાર પ્રકારની,કાગડાથી છ જાતની, કુતરાથી છ પ્રકારની અને ગધેડાથી ત્રણ પ્રકારની શિક્ષા લેવી બહુજ જરુરી છે."

આમ સિંહ, સારસ, કાગડા, શ્વાન-કૂતરો, ગદર્ભ-ગધેડો વગેરે જેવા પશુ-પક્ષીઓ ની ખાસીયતો પરથી માનવને અનેકાનેક બાબતો શીખવા મળે છે.

પ્રાગઐતિહાસિક કાળથી માંડીને આધુનિક યુગમાં પ્રાણી વર્ગનું માનવજીવનમાં માં મહત્વ અને તેની અસરો અંગે માનવશાસ્ત્ર (Anthropology), પ્રાણીશાસ્ત્ર (Zoology) અને મનોવિજ્ઞાન (Psychology) ના સંયોજનના સથવારે સમજીશું.

આજે તો શ્વાન-ડોગ્ગી-કૂતરો માનવનું સૌથી વફાદાર મિત્ર ગણાય છે. પરંતુ તેના મૂળ પ્રાગઐતિહાસીક યુગમાં જ રોપાયેલા જોવા મળે છે. તો ચાલો જાણીએ આ મૂળ ને.

પ્રાગઐતિહાસિક યુગમાં આદિમાનવ શિકારી જીવન જીવતો. તે ઝાડ-પાન, ફળ-ફુલ ઉપરાંત પ્રાણીનો પણ શિકાર કરી ભોજનમાં આરોગતો. આજના સમયમાં પાલતુ પ્રાણી તરીકે ખુબજ પ્રખ્યાત ડોગ્ગી (શ્વાન)નો માનવ સાથેનો સંબંધ પણ આ જ કાળથી પ્રચલિત બન્યો. જંગલોમાં વરું(Wolf) નામનું પ્રાણી આદિમાનવે ફેંકેલા પ્રાણીજન્ય અવશેષો પર થોડા ઘણા અંશે નિર્ભર રહેતું. આમ વરુઓનો આદિમાનવો સાથે ઘરોબો વધતા તથા એકબીજાથી હુમલાનો ભય દૂર થતાં મિત્રતાનો ગાઢ સંબંધ બંધાયો. વરું આદીમાનવોની ગુફા બહાર જ ડેરા તંબુ તાણીને અડ્ડો જમાવતા થયા. ત્યાર બાદ તેઓ શિકાર સમયે પણ આદિમાનવની સાથે જવા લાગ્યા અને શિકારી પશુને મારવામાં સાથ આપવા લાગ્યા.

ચાર્લ્સ ડાર્વિનના સિધ્ધાંત મુજબ જેમ આદિ વાનર માંથી આદિ માનવ બન્યો તેજ રીતે વરુઓમાં પણ કાળ ક્રમે પરિવર્તન આવતા આજના ડોગ્ગી ઉર્ફે શ્વાન(Dog) જેવું પ્રાણી અસ્તિત્વમાં આવ્યું.આવી જ રીતે પાલતુ પ્રાણીઓમાં અનેકાનેક પ્રાણીઓનો સમાવેશ થાય છે તેના મૂળ પણ આવીજ ઘટનાઓ સાથે સંકળાયેલ છે.આતો થઈ પ્રાગઐતિહાસિક યુગની વાત. હવે પ્રાચીન કાળની વાત કરી એ.

આજથી 5,000 વર્ષ પૂર્વે પ્રાચીન કાળમાં વિશ્વમાં અનેક સંસ્કૃતિ અને સભ્યતાઅો અસ્તિત્વ ધરાવતી હતી. ભારતીય ઉપખંડમાં પણ સિંધુ ખીણ (હડપ્પા/મોહે જો દરો) અતિ વિકસિત નગર સંસ્કૃતિ રૂપે પ્રખ્યાત હતી. આ સંસ્કૃતિમાં પણ એક શિંગી પશુ, ગાય, સિંહ, હરણ, ઘેટાં-બકરાં, ઊંટ, પક્ષીઓ, અન્ય પાલતુ પ્રાણીઓ વગેરેના અસ્તિત્વનો ખ્યાલ અવશેષો પરથી મળી આવે છે. પ્રાણીઓના સંરક્ષક એવા ભગવાન પશુપતિનાથ ( શિવ ) ના ધ્યાન મુદ્રામાં સ્થિત હોય તેવા અવશેષો પ્રાપ્ત છે. આમ આ કાળ ખંડમાં માનવ અને પ્રાણી વર્ગ એકબીજા સાથે ખુબજ હળી મળી ગયા હોય તેવું પ્રતીત થાય છે. ભારતના સમ્રાટ અશોક ના શાસન કાળમાં સિંહ તેમજ ગુપ્ત સામ્રાજ્યમાં ગરુડ પક્ષી રાજ્યના પ્રતીક રૂપે પ્રખ્યાત હતા. જેના પરથી સાબિત થાય છે કે માનવીએ વિશાળ સામ્રાજ્યના ચિન્હ રૂપે કોઈ વ્યક્તિ ને બદલે પ્રાણી કે પક્ષીને વધુ મહત્વ આપ્યું હતું.

હવે વાત કરીએ આધુનિક યુગની, આ યુગમાં શહેરી વસવાટ વધતા મનુષ્ય નો જંગલી પ્રાણીઓ સાથેનો નાતો ઘટયો જ્યારે પાલતુ પ્રાણીઓ સાથેનો સંબંધ વધુ નિકટ બન્યો. દા.ત. વરું, શિયાળ કે ઝરખ જેવા પ્રાણીઓ અને માનવ મૈત્રી પૂર્વક વર્તન કરતા હતા પરંતુ આજે આવા રાની પશુઓ સાથેનો નાતો બદલાઈ ગયો છે. જ્યારે શ્વાન, બિલાડી વગેરે પાલતુ પ્રાણીઓ માનવ વસાહત સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે અને એક પણ ગલી કે શેરી ની કલ્પના શ્વાન & બિલાડી વિના અધૂરી છે.

ધાર્મિક તથ્યો તપાસતા જણાય છે કે રામાયણમાં ભારત-શ્રીલંકા વચ્ચે રામસેતુ નિર્માણ દરમ્યાન વાનર સેના અને લીમડાના ઝાડ પર રહેતી ખિસકોલી નું યોગદાન મુખ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે હતા અને આ રથની પતાકા (ધ્વજ-ધજા) માં વાનરરૂપે બજરંગબલી ટોચના સ્થાને બિરાજમાન હતા. દેવી-દેવતા સાથે પણ પ્રાણી વર્ગનો પરિચય થાય છે જેમકે, મહાદેવ સાથે સાપ, વાઘ, નંદી (બળદ), કાચબો, હાથી અને ગણેશ સાથે હાથી - ઉંદર અને કાર્તિક(મુરુગન) સાથે મોર તથા વિષ્ણુ સાથે શેષનાગ અને રાજા રણછોડરાય એવા શ્રીકૃષ્ણ તો ગો-ધન વિના કેમ વિસરાઈ જાય. દેવીઓમાં દુર્ગા માતા નું વાહન વાઘ (જે આજે ભારત નું રાષ્ટ્રીય પ્રાણી છે) ઉપરાંત ખોડીયાર માતાજી સાથે મગર, સરસ્વતી માતા સાથે રાજહંસ, લક્ષ્મી માતા સાથે ઘુવડ જોવા મળે છે

::::::: હવે જાણીએ પ્રાણી જગતની માનવ મન અને જીવન પરની  અસરો :::::::

૦ પ્રાચીન કાળથી આજ સુધી યુદ્ધ અને જાસૂસી જેવી બાબતો માટે પણ પશુ પક્ષીઓનો ઉપયોગ થતો આવ્યો છે. દા.ત. પ્રાચીન સમયમાં કબૂતર વડે સંદેશા વ્યવહાર થતો તેમજ હાલમાં પાકિસ્તાન ચિપ લગાવેલા કબૂતરો ને સરહદી વિસ્તારમાં જાસૂસી માટે મોકલે છે તેવા સમાચાર મળતા હોય છે. શ્વાન પણ ગુન્હા શોધક શાખામાં ફરજ બજાવી ગુનેગારોને પકડવામાં સહાય કરે છે.

૦ "The Emotional Intelligence Of Animals" નામની બુક મુજબ પ્રાણીઓ 5 પ્રકારે માનવ પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરી શકે છે.

૦ હમણાંજ કોરોના અને લોક ડાઉનના સમયમાં બોલીવુડ સિતારાના આપઘાતના સમાચારે દેશની જનતાના ધડકતા દિલમાં લાગણીનો ભૂકંપ લાવી દીધો. માનવીના મનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવામાં પણ પ્રાણી મદદરૂપ થાય છે. અાથી જ લોક ડાઉનના સમયમાં પ્રાણીઓ રાખતી શોપમાં પાલતુ પ્રાણી લેવા માટે લોકોની ભીડ જામતી જોવા મળે છે.

૦ પ્રાણી માનવીના મિજાજ(Mood) ને બદલી શકે છે જેમકે નોકરીમાંથી થાકીને આવેલ કર્મચારી કે શાળાએથી આવેલ બાળકો ઘરના પાલતુ ડોગ્ગી (શ્વાન) કે કિટ્ટી (બિલાડી) ને મળતા જ ખુશ થઈ જાય છે.

૦ પ્રાણીઓ મનુષ્યના દુઃખને પારખી તેને ઘટાડવા પ્રયત્ન કરે છે. દા.ત. રોતા બાળકને છાનુ રાખવાના બિલાડીના પ્રયત્નોના વિડીઓ તમે  YouTube મા જોયા જ હશે.

૦ તમે અખબારોમાં ગાય કે ભેંસ દ્વારા તેના માલિકને સિંહના હુમલાથી બચાવવાના સમાચારો તો વાચ્યા જ હશે આ ઘટનાઓ માનવ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડીઓ છે.

૦ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો ( મંદિર, ગુફા, મહેલ, વાવ, શિલાલેખ વગેરે) કે કળા (ચિત્ર, ભરતકામ, મીનાકારી વગેરે) માં પણ મનુષ્ય સાથે પ્રાણી સંસ્કૃતિને વિશેષ સ્થાન પ્રાપ્ત છે.

૦ પ્રાણીઓ માં કુદરત સાથે "અનુકૂલન (Amplexus) સાધવાની કળા" જન્મજાત હોય છે જે માનવી ગુમાવી બેઠો છે. કુદરતી આપદાઓ બાદ પ્રાણીઓ માનવ કરતા પહેલા "સ્થિતિસ્થાપક" (Resilient) થઇ જાય છે.

૦ શ્વાન મોટા ભાગે કોઈ ઘરનો પાલતુ ન હોય તો પણ તે શેરી મહોલ્લામાં આવનાર અજાણ્યા વ્યક્તિ કે અન્ય શ્વાન સામે ભસીને પોતાના સ્થાનિક સ્વરાજ(ગલી-મહોલ્લો) પ્રત્યેની વફાદારી દર્શાવે છે.

૦ તમારા ખિસ્સામાં રહેલ RBI અધિકૃત ચલણી નોટમાં પણ "સિંહ અને વાઘ" ના દર્શન થાય છે.

૦ હમણાંજ એક માદા ગર્ભવતી હાથી ને ફટાકડા વાળુ નકલી અનાનસ આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આવી ઘટનાઓ ન બને તે માટે જ અનેક કાયદાઓ ઘડાયા છે અને પ્રાણી પ્રેમી (પર્યાવરણ પ્રેમી) લોકો સ્વયંસેવક રીતે પ્રાણી સંસ્કૃતિ નું જતન કરી રહ્યા છે.

મારો આ નાનકડો પ્રયાસ એવા પ્રાણીપ્રેમી લોકો જે પતંગના દોરાથી ઘાયલ થયેલ કે અન્ય આકસ્મિક સંજોગોમાં કોઈ એક પશુ કે પક્ષી ને નહિ પરંતુ અખિલ પ્રાણી સંસ્કૃતિ ને બચાવી તેમનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે ઉપરાંત માનવજગત અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે અનુકૂલન સાધવાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે એ દરેક વ્યક્તિને અર્પણ.

***** અજયગીરી ગોસ્વામી *****

Monday, June 8, 2020

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી શકીએ કે આ કોણ હશે ??? રાજકુમાર સાહેબ જ હોઈ.....ઓ હો હો હો હો આ સાંભળીને કોણ યાદ આવે ??? એક જ ગુજરાતી હાસ્ય અભિનેતા સ્વર્ગસ્થ શ્રી રમેશ મહેતા યાદ આવે ખરું ને ?? નામ માં શું રાખ્યું છે ??? આવું કહીને નીચે શેક્સપિયર એ પોતાની સહી કરી નાખી ! દરેક નામની એક પોતાની અલગ ઓળખ હોઈ છે એ ઓળખની પોતાની એક અલગ અને આગવી પ્રતિભા હોઈ છે ! સમાજના બહોળા જનમાનસ પર દરેક નામની એક ચોક્કસ અને અમિટ છાપ હોઈ છે. આ આટલી બધી પૂર્વ ભૂમિકા બાંધવાનું કોઈ કારણ ?? હા બહુ અગત્યનું એક કારણ છે ! શું કારણ છે ચાલો જાણીએ... આ મારો અંગત પ્રતિભાવ છે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એટલે આગળ પૂર્વગ્રહ મુક્ત વિચારો ધરાવતા હોઈ એવા લોકોએ જ વાંચવું એવી મારી નમ્ર વિનંતી છે !

હમણાં હમણાં સુપ્રીમ કોર્ટ માં એક યાચિકા દાખલ કરવામાં આવી કે પ્રજાસત્તાક ભારત નું નામ  ઈંડિયા ને બદલે ભારત કરવામાં આવે. હવે આ બાબત માં ઘણા બધા લોકોને મરચાં લાગી ગયા છે, કે ઈંડિયા નામ માં વાંધો શું છે ??? અરે વાંધો એક નહિ હજાર છે મહાશય !

પહેલી વાત કે ઈંડિયા નામ આપડી શોધ તો છે નહિ... આ નામ આપડા પર પરાણે ઠોકી બેસાડવામાં આવ્યું છે. જે અંગ્રેજોએ ભારતને સોનેરી ચીડિયા માથી... ભુખડી બારસ બનાવી નાખ્યું એવા લોકોએ આપડે આ નામ આપ્યું ( જોકે આપડે લીધું નથી ) છે ! વિશ્વમાં કદાચ આપડો એક જ એવો દેશ છે જેના ત્રણ ત્રણ નામો પ્રચલિત છે... હિન્દુસ્તાન ( સેક્યુલર લોકો ને ન ગમે પણ આ જ મૂળ ઓળખ છે આપડી ) ભારત અને ત્રીજું ઈંડિયા. એમાંથી આ ત્રીજા નામ ને રદબાતલ કરવાની એક યાચિકા સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી છે... ! જો કે નામદાર સુપ્રિમ કોર્ટે આ બાબત માં નિર્ણય કરવાને બદલે સંસદ તરફ આ બાબત મોકલી આપી છે એટલે હવે આ બાબત અંગે લોકસભા અને રાજ્યસભા બન્ને ભેગા મળીને નિર્ણય કરી શકે કે આ બાબતમાં માથું મારવું જોઈએ કે નહિ ??? પણ મારું એવું માનવું છે કે આમાં પણ એક દાવ ખેલી લેવા જેવો ખરો !

હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારી એવી કઈ વસ્તુ છે જેનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે ??? વિચારો વિચારો ! વિચારી લીધું ??? શું વિચાર્યું ??? જવાબ છે "નામ" બરાબર ને ! તમારા નામનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે તમને બોલાવવા માટે. આ નામ રાખવાની પ્રથા ખરેખર આપડા માટે નહિ પણ બીજા આપડે સરળતાથી બોલાવી શકે એટલા માટે કરવામાં આવી છે. બાકી આપડા આ દેહ નું કોઈ નામ જ ન હોઈ તો ??? કલ્પના કરી જુઓ કેવી સ્થિતિ સર્જાય ??? એના ઉપર ફરી ક્યારેક અલગથી લખવાનો પ્રયત્ન કરીશ ! અત્યારે મૂળ વાત ઈંડિયા વિરુદ્ધ ભારત ની છે.


આપડા વેદો માં પણ ભારત નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આપડા દેશ નું સૌથી જૂનું નામ આર્યવર્ત છે. અત્યારની ઇંગ્લિશ મીડિયમ વાળી પેઢીને તો આ નામ બોલવામાં પણ લોચા પડી જાય બોસ ! શરત મારવી ??? આજુબાજુમાં રહેતા કોક ઇંગ્લિશ મિડિયમ વાળા ની પરિક્ષા લઈ જુઓ ! જવાબ મને નો આપતા બસ !

આપડી સુપ્રીમ કોર્ટ પણ અજીબ છે, મહાકાલ માં શિવલિંગ પર પાણી કેટલું ચઢી શકે એ નક્કી કરી શકે, શબરી માલા માં મહિલા પ્રવેશ કરી શકે કે નહિ એ નક્કી કરી શકે, પણ ઈંડિયા નામ રદબાતલ કરવું કે નહિ એ નક્કી ન કરી શકે... એ મારા માટે થોડું અજીબ છે !

જે બંધારણ વારે વારે ખતરામાં આવી જાય છે ( મને તો ક્યારેય નથી લાગ્યું કે બંધારણ ખતરામાં આવી ગયું એવું શું તમને ક્યારેય લાગ્યું ???) એના અનુચ્છેદ ૧ માં જ કહેવામાં આવ્યું છે કે ઈંડિયા ધેટ ઈઝ ભારત ( ફરી વાંચો ભારત ) ! હવે જ્યારે બંધારણ માં જ આવું કહેવામાં સોરી લખવામાં આવ્યું છે તો પછી રાહ જોવાની કોઈ વાત ખરી ??? કરી નાખીએ એક વખત પછી જે થશે જોયું જશે !


ભારત એ કોઈ ચોક્કસ દેશ નથી. પણ જુદા જુદા રાજ્યોનો બનેલો ઘટક સમૂહ છે એ ભારત તરીકે ઓળખાય છે આવું હું નથી કહેતો હો ! આપડું બંધારણ જ આવું કહે છે. ભારત એ જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે ખાલી એક ભૂમિનો ટૂકડો માત્ર નથી ! સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી ની કવિતાઓ ધ્યાન થી સાંભળજો તમને આ વાત વધુ સારી રીતે જાણવા મળશે ! નામ બદલવામાં આપડા સૌથી હોશિયાર એવા યોગી આદિત્યનાથ ના ધ્યાને આ વાત હજુ આવી નથી નહિ તો એ ક્યારના આ બાબતે સમગ્ર દેશમાં એક માહોલ સર્જી નાખત.

ભારત વિશે વિષ્ણુ પુરાણ માં એક શ્લોક છે જે આ મુજબ છે,
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।
 આ શ્લોક એવું કહે છે કે ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણ માં સમુદ્ર સુધી જે પણ ભૂમિ છે એ ભારત છે અને એ ભૂમિ પર વસતા તમામ લોકો ભારતવાસી છે

હવે આટઆટલી સાબિતી પછી હજુ કોઈ સાબિતી આપવી જોઈએ કે ઈંડિયા નામ રદ્દ કરીને ભારત કરી દેવું જોઈએ??? હું તો કહું છું આ કામ જેટલી જલદી થાય એટલું સારું કેમ કે નહિ તો વળી પાછી લોકસભાની ચુંટણી આવશે અને આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવશે.

આમ પણ આપડા દેશમાં ચુંટણી લડવા માટે કોઈ પણ પાર્ટી પાસે મુદ્દાઓ ઓછાં અને ભ્રામક માન્યતાઓ અને એજન્ડા વધારે હોઈ છે એટલે આ કામ તાત્કાલિક પાર પાડી દેવું જોઈએ.

 પ્રજાની યાદ શક્તિ બહુ ઓછી છે એટલે ખાસ કોઈ ફેર પડવાની વાત નથી. પાંચ દસ પંદર દિવસ સુધી આ વાત ગાજશે મીડિયામાં પ્રાઈમ ટાઈમ માં ડીબેટો યોજવામાં આવશે અને એમાં નકરું જાહેર માં ઝહેર ઓકવામાં આવશે. જોકે હવે આપડી જનતાને પણ આવી બધી બાબતો માં રસ ઓછો છે એટલે એમને આ બાબત અંગે કોઈ ફેર ન પડે કે આપડા દેશનું નામ ભારત હોઈ હિન્દુસ્તાન હોઈ કે પછી ઈંડિયા હોઈ.

એક સામાન્ય માણસ તરીકે હું વિચારું તો મને શેની પડી છે ?? મારી નોકરી મારો ધંધો મારો રોજગાર મારો પરિવાર.... બસ આનાથી વિશેષ કોઈ વિચારતું નથી !  એક સારા અને સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ આવી બધી ઝંઝટ માં કોઈ પડવા પણ ન ઈચ્છે. આવું બધું કામ અમારા જેવા લોકો ઉપાડે ! મને પણ ખ્યાલ છે કે આ બધું કહેવાથી કે કરવાથી કોઈને પણ ફેર નહિ જ પડે, પણ કદાચ એક બે લોકો પણ આ વાંચે અને સમજે તો મારો આ લખવાનો ઢસરડો લેખે લાગશે. હું જે આ બધું લખું છું એમાંથી કાણી પાઇ ની આવક પણ નથી, તોય લખાણ પટ્ટી નો શોખ છે એટલે લખતો રહું છું.

Friday, June 5, 2020

કેરલ : ભણતર માં "પાસ" માનવતામાં "ફેલ" !!!

ખરેખર આજે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મને ખબર નથી. મગજમાં અત્યારે જેટલો ગુસ્સો છે એને શબ્દ સ્વરૂપ આપીશ તો આપણા સામાજિક કહેવાતા ઘણા લોકોના નાકના ટેરવા ચડી જશે !! વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હું અલગ મુદ્દા પર લખવા માંગતો હતો પણ આ ઘટનાએ મને અંદરથી હચમચાવી મૂક્યો છે !

એક ગર્ભવતી માદા હાથી જ્યારે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતી હતી ત્યારે કેરલ ના અમુક ભણેલા(?) ટીખલી ખોર લોકોએ અનાનસ માં ટેટા ભરાવીને અનાનસ એ માદા ને ખાવા માટે આપી દીધું ! રસ્તામાં પડેલા એ અનાનસ માં રહેલા આવા બોમ્બ વિશે જો એ માદા હાથી ને ખબર હોત તો એ બિચારી કદી એમાં મો ન મારત. પણ ભૂખ ભલભલા માણસ ને લાચાર બનાવી દે છે... તો પછી આ તો અબોલ જીવ !! એ ચીસ પાડીને કોઈને કહી પણ ન શકે કે મને ભૂખ લાગી છે ભોજન આપી દો..!!

હું પણ જ્યારે ૧૦ માં ધોરણ માં હતો ત્યારે સામાજીક વિજ્ઞાનના એક પાઠમાં આવતું કે ભારત નું સૌથી શિક્ષિત રાજ્ય કેરલ છે જ્યાં સાક્ષરતા દર લગભગ ૯૩% જેટલો છે. આ પ્રશ્ન એક માર્ક માટે ઘણી વાર પરિક્ષા માં પણ પૂછાતો અને મને મનોમન એમ થતું કે આપડું ગુજરાત કેમ નંબર ૧ પર નથી ! આજે હું ખુશ છું કે સારું થયું આપડે નંબર ૧ પર નથી !

જોઈ લીધી નંબર ૧ વાળા લોકોની માનસિકતા, જોઈ લીધા એમના પ્રપંચો, જોઈ લીધી એમની પ્રાણીઓ પ્રત્યેની કરુણતા, જોઈ લીધું એમનું ભણતર !! હવે જ્યારે જ્યારે કોઈ કેરલ ને અભ્યાસ માં નંબર ૧ ગણાવે ત્યારે ત્યારે આ ઘટના એમના મો પર મારજો અને કહેજો કે હવે બંધ કરો આવા ધતિંગો ! અરે થોડીક તો શરમ કરવી હતી ને થોડીક ! એ માદા હાથી ક્યાં તમારા ઘરે ભોજન ની ભીખ માંગવા આવી હતી?? તમને ક્યાં એણે કહ્યું હતું કે મને ખાવાનું આપો ! અને છતાં પણ આવી ક્રૂર અને નિર્દયી મજાક ?? આને મજાક નહિ "સાપરાધ મનુષ્યવધ" ગણવો જોઈએ. વારે ઘડીયે જાત જાતના ફતવાઓ બહાર પાડતી આપડી સુપ્રીમ કોર્ટ એ આના પર "સુઓ મોટો" દાખલ કરીને ગુનેગારો ને આજીવન કારાવાસ ની સજા આપવી જોઈએ ! મહાકાલની શિવલિંગ પર પાણી કેટલું ચઢે? મટકી ફોડ વખતે હાંડી ની લંબાઈ કેટલી રાખવી ?? દિવાળી માં ફટાકડા ન ફોડવા, ઉતરાયણ માં પતંગ ન ચગાવી, ફલાણા ઢીમકાના મેસેજ ફોરવર્ડ કરનારાઓ થોડીક નજર આ ઘટના ઉપર પણ ફેરવી જુઓ !!

આવી એકાદ ઘટના સામે આવી છે, પણ એવી હજારો ઘટનાઓ કેરલ માં બને છે પણ બહાર નથી આવતી. આ ઘટના અંગે મેનકા ગાંધી એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એ સિવાય કોઈએ નકલી આંસુ પણ નથી સાર્યાં !

અને આપડું મીડિયા જગત પણ શું કરે છે ?? તૈમુર સુ સુ કરે તો પણ બ્રેકિંગ ન્યુઝ બનાવી બનાવીને પીરસે છે... પણ આ ઘટના ને કેટલું ફૂટેજ આપ્યું ?? ખાલી નીચેની પટ્ટી માં સ્ક્રોલ કરીને બતાવી દીધું બસ વાત ખતમ !

મને તો સાલું ખબર નથી પડતી કે આપડી અંદરનો માણસ જીવે છે કે પછી જીવતે જીવ મરી ગયો છે ??? અરે થોડોક તો અવાજ ઉઠાવો.... અવાજ ઉઠાવી ન શકો તો થોડુક લખો.... લખી ન શકો તો બોલો.... બોલી ન શકો તો જે બોલે છે એને સાથ આપો... એ પણ ન થાય તો કમસે કમ અમારા જેવા લોકોના ઇરાદા ને તોડવાના કારસા તો ન કરો !

સમાજ રાતો રાત નથી બદલી જવાનો.. પણ તમે અને હું પ્રયત્ન તો કરી શકીએ ને ?? તમારે બંદૂક લઈ ને લડવા નથી જવાનું... બસ ખાલી અમારા જેવા લોકોનો સાથ આપો કે જે કશું બોલવા માંગે છે, જે કશું લખવા માંગે છે ! આ કલમ માં આગ હોતી નથી પણ એક મગજ ફરેલો માણસ નક્કી કરીને લખવા બેસે ને તો ખરેખર આ કલમ "જ્વાળામુખી" બનીને બહાર આવી શકે છે !

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Thursday, June 4, 2020

શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય ???

"પૂછ્યું છે શ્રેષ્ઠ ચર્ચા કઈ રીતે કરી શકાય??"

પ્રશ્ન જ મૂળ માથી ખોટો પૂછ્યો છે. હું એમ પૂછું કે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ યુદ્ધ કયું ?? તમે જણાવશો ફલાણું ફલાણું યુદ્ધ. બધા જ જવાબો ખોટા પડશે. કારણ કે એક પણ યુદ્ધ એવું નહિ હોઈ જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામ્યો હોય. જો એક પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એ સર્વશ્રેષ્ઠ યુદ્ધ કઈ રીતે હોઈ શકે ???

વિશ્વ નું સર્વશ્રેષ્ઠ યુદ્ધ છે છે જે ક્યારેય લડવામાં જ ન આવે, જેવી લડાઈ શરૂ થઈ કે, મારો કાપો ભાગો ચાલુ..... પછી માનવતાના તમામ નિયમો હણાઇ જાય છે !

હવે આવી મૂળ પ્રશ્ન પર... ચર્ચા પણ એક જાતનું યુદ્ધ જ છે, હા ભલે અહી તલવાર ભાલા બંધુક કે તોપ ગોળા નથી ! અહી છે વિચારો વિચારધારા માન્યતા તર્ક વિતર્ક કુતર્ક ! જે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પરાણે ઠોકી બેસાડવાની તર્કબદ્ધ યોજના કરે છે !

ચર્ચાનો અંત ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી બંને માથી કોઈ એક મૌન ન બને ! પણ અહી મૌન નો અર્થ હારવું એવો સમજવામાં આવે છે, એટલે બન્ને માથી કોઈ એક પક્ષ હારવાનું લેબલ પોતાના માથા પર લાગે એવું નથી ઈચ્છતો એટલે જ એક પછી એક તર્ક અને વિચારો રજૂ કર્યા જ કરશે.... વાદ પ્રતિવાદ તર્ક વિતર્ક....... આ શ્રુંખલા ચાલ્યા જ કરવાની છે !

એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે સમર્પણ... તમે સમર્પણ કરી દો, તમે મૌન સ્વીકારો પછી જુઓ કમાલ ! તમારા મૌન ને તોડવાની તાકાત કોઈ પણ વ્યક્તિના તર્ક માં નહિ મલે !!


તો સર્વશ્રેષ્ઠ ચર્ચા એ માત્ર કાલ્પનિક ખ્યાલ છે એથી વિશેષ કશું નહિ !


આપના પ્રતિભાવો સ્વીકાર્ય છે !

Wednesday, June 3, 2020

કોરોના : કુદરતની સજા કે કૃપા ???

લગભગ લગભગ ૩ માસ થી આપડે બધા લોક ડાઉન નું પાલન કરીને આપડા ઘર માં જ પૂરાઈને રહ્યા છીએ. જેમાં આપડી જ સલામતી છે. સરકારે પુરે પૂરી કટિબદ્ધતા સાથે જે કદમો લેવા જોઈએ એ લીધા જ છે. ગઈકાલે જ ગુજરાત હાઇકોર્ટ એ પણ રાજ્યસરકાર ના વખાણ કર્યા છે ( સ્ત્રોત: દિવ્યભાસ્કર ફ્રન્ટ પેજ તા.૧/૬/૨૦૨૦) કોરોના એ જેટલા ઉધામા ભારત માં મચાવ્યા છે એટલા જ ઉધામા પૂરા વિશ્વમાં મચાવ્યા છે. પણ આપડે નસીબદાર છીએ કે આપડે નરેન્દ્રમોદી જેવા વડાપ્રધાન મળ્યા છે. જેના એક આહ્વાન પર દેશ આખો તેમની પડખે  ઊભો રહ્યો અને "જનતા કરફ્યુ" નું પાલન કર્યું. ત્યાર બાદ જ લોક ડાઉન ના જુદા જુદા તબ્બકા આવ્યા. જનતા કરફ્યુ ખરેખર લોકોની "સહનશક્તિ" જાણવાનો એક રસ્તો હતો... જેના દ્વારા કેન્દ્ર સરકાર એ જાણવા ઈચ્છતી હતી કે લોકોનો મૂડ કઈ દિશામાં છે... જનતાનું આવું પ્રચંડ સમર્થન જોયા બાદ કેન્દ્ર સરકારે લોક ડાઉન જેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. (આ મારું અંગત મંતવ્ય છે)  કેન્દ્ર સરકારે અર્થતંત્ર કરતા પણ વધુ મહત્વ જનતાની સુરક્ષા ને આપ્યું. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અર્થતંત્ર ને મહત્વને આપીને લાખો લોકોના જીવ લીધા... અખબાર વાંચતા હશો તો ખ્યાલ આવશે કે કેટલા લોકોના મૃત્યુ થાય છે રોજ ! ન્યુયોર્ક એ તો પહેલા પેજ પર લોકોના નામ છાપ્યા.

હવે વાત કરું કોરોના ના કહેરની જેને અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હશે એને ખ્યાલ હશે કે વિશ્વ ના ત્રણ ભાગો પાડવામાં આવ્યા છે, અભ્યાસની દ્રષ્ટિએ ! પ્રથમ બીજા અને ત્રીજા વિશ્વના દેશો ! હવે કોરોના છે "અભણ" અને "સેક્યુલર" એ કોઈ ધર્મ પંથ જાતિ જ્ઞાતિ કે વિકસિત ગરીબ એવું નક્કી કરીને નથી આવતો. વળી એ એટલો બધો નમ્ર છે કે જ્યાં સુધી તમે હાથ પકડીને લેવા ન જાવ ત્યાં સુધી એ તમારી પાસે નથી આવતો !! તો આ કોરોના ના કહેર એ અર્થશાસ્ત્ર ની પાયાની બુનિયાદી હકીકત જ ફેરવી નાખી... દરેક દેશને એક જ હરોળ માં ઊભા કરી દીધા અને એ પણ "લાચાર" બનાવીને ! અમેરિકા ચીન ફ્રાંસ ઇંગ્લેન્ડ ઈટલી કોઈ પણ દેશનું નામ લય લો કોરોના ની કૃપા બધા દેશો પર સરખી વરસી છે !

કુદરતે ફરી એક વખત બતાવી દીધું છે કે માણસ ખાલી માણસ જ છે અને ઉપરવાળો "બાપ" ખરેખર "બાપ" છે ! માણસ જાતને જેટલો ઘમંડ હતો એ ઘમંડ આ કોરોના સામે ઉતરી ગયો છે. ઉપરવાળા એ એ વાત સાબિત કરી દીધી છે કે આપડે માત્ર આ પૃથ્વી પર "ભાડૂત / ભાડુઆત" છીએ માલિક નહિ ! કુદરતી સંસાધનો નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે નહિ કે બેફામ !

સરકાર સ્વચ્છતાના નિયમો પર લોકોને સમજાવી સમજાવી ને થાકી પણ કોણ માન્યું?? આ કોરોના ના કહેરે બધાને મોઢે માસ્ક અને વારંવાર હાથ ધોતા કરી દીધા.. જ્યાં કીડિયારું ઉભરાય એમ માણસો ઉભરાતા હતા ત્યાં આજે સુનો ભેંકાર સાંભળે છે... લોકો દો ગજ દુરી નું પાલન કરતા થયા છે, પોતાના શરીર ની સાર સંભાળ લેતા થયા છે,  જાહેર જગ્યા પર ભીડ કરતા બંધ થયા છે. કારણ વગર પપા ની પરીઓ અને મમી ના લાડલાઓ ઘરની બહાર નીકળતા બંધ થયા છે ! પ્રદૂષણ રેકોર્ડ સ્તર પર ઘટયું છે, નદીઓના પાણી શુદ્ધ થયા છે, ફરી એક વખત ચકલીઓ મારા ઘરના આંગણામાં આવતી થઈ છે, કારખાનાઓ ના ભૂંગળા હવે ઝહેર ઓકતા બંધ થયાં છે, કારણ વગરની બેફામ દોડતી રિક્ષાઓ બંધ થઈ છે, ધૂમ સ્ટાઈલ માં બાઈક ચલાવનારી ગેંગ પણ ઘરમાં પૂરાઇ ને વટાણા ફોલે છે ! કાન ના ( ફરી કહું છું કાનના ) પડદા ફાડી નાખતા ચિત્ર વિચિત્ર પ્રકારના હોર્ન નો અવાજ પણ હવે ઓછો થયો છે ! આ સિવાય પણ અઢળક ફાયદાઓ કોરોના ના લીધે થયાં છે !

તો કોરોના એ કુદરતની કૃપા પણ છે અને સજા પણ છે... ! પણ મણ એક નો સવાલ છે કે આમાંથી આપડે આવનારા સમય માં શું બોધપાઠ લઈશું ??

આપના સૂચનો સ્વીકાર્ય છે !
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Tuesday, June 2, 2020

#વિદ્યાર્થીનું_ભાડું_માફ

કેમ છો મિત્રો ? મજામાં હશો. આજે લખવાની કોઈ ઈચ્છા કે પ્રયોજન ન હતું. પણ અત્યારે એક સમાચાર આવ્યા જે જોઈને એવું મને લાગ્યું કે આના પર મારે મારો વિચાર પ્રગટ કરવો જોઈએ. અત્યારે કોવિડ - ૧૯ જેને સારી ભાષામાં કહું તો કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. જેના પરિણામે બજારો બંધ છે, પરિવહન બંધ છે, ધંધા રોજગાર બંધ છે, સીનેમાગૃહો બંધ છે, હોટેલ બંધ છે, ધાર્મિક સ્થળો બંધ છે, પુસ્તકાલયો બંધ છે, બાગ બગીચા બંધ છે, ટુંકમાં આપણા ઘરના દરવાજા સિવાય બધું જ બંધ છે.

આ કપરા કાળ માં સૌથી વધુ ખરાબ હાલત થઈ હોઈ તો એ છે મજૂર વર્ગ જે રહેતા હોઈ છે આપડા શહેર માં પણ તેમનું મૂળ વતન કોઈ બીજું છે, અને બીજા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મારા યુવા મિત્રો. આ બે વર્ગ ને સૌથી વધુ અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર નું મેગા સિટી રાજકોટ અને બાજુમાં આવેલ રાજસ્થાન માં કોટા આ બે શહેરો એવા છે જેનું અર્થતંત્ર ચાલે છે "વિદ્યાર્થી જગત" થી. આ બે એવા શહેરો છે જ્યાં સ્થાનિક કરતા બહારના વિદ્યાર્થીઓ વધુ નિવાસ કરે છે.

હવે સ્વાભાવિક છે જે વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડવા માટે બીજા શહેરમાં ગયો છે તો સૌથી પહેલી જરૂર એને ઘર ની પડવાની. પેઇંગ ગેસ્ટ કલ્ચર વિશે આપણે બધા જાણીએ જ છીએ. પછી તેના જમવાની સગવડ જો વિદ્યાર્થીના
માતા પિતાની આર્થિક સ્થિતિ સારી હોઈ તો કપડાં ધોવડાવા ની પણ સગવડ ( મોટે ભાગે અમે હાથે જ લૂગડાં ધોઈ કાઢીએ જેથી એ પૈસા અમે બીજે કશે વાપરી શકીએ ) એ લોકો લેતા હોઈ છે.

હવે હું આવું છું મારા મૂળ મુદ્દા ઉપર એ છે "ભાડા" નો પ્રશ્ન ! લોક ડાઉન લાગુ થયું ત્યારથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે ચાલ્યા ગયા છે અંદાજે ત્રણ માસ જેટલો સમય થયો છે. હવે આ ત્રણ માસ દરમ્યાન વિદ્યાર્થી જે ઘરમાં રહ્યો જ નથી એનું ભાડું "ફરજીયાત ઉઘરવાવવું" પ્રથમ દ્રષ્ટિએ ન્યાયોચિત મને નથી લાગતું ! બની શકે તમે મારાથી અલગ મત ધરાવતા હો...! પણ અહી પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થી પોતાનું શહેર કે ગામડું મૂકીને રાજકોટ કે કોટા કે દિલ્હી જેવા શહેરો માં જતો હોય છે એની આર્થિક સ્થિતિ નબળી જ હોઈ છે એમાં શંકા ને સ્થાન નથી !

અમે એવા લોકો છીએ જે ટૂથપેસ્ટ પતી જાય તો પણ વેલણ થી મારી મચકોડી છેટ સુધી એનો કસ કાઢી લય છીએ..! અમે એક અઠવાડિયા સુધી રોજ એક ની એક જોડી શરમાયા વગર પહેરી શકીએ છીએ..! બે વખત જમવાનું પોષાય નહિ એટલે એક વખત જમીએ અને એક વખત સોસ સાથે બ્રેડ કે પછી મેગી નો સહારો લઇ લઈયે છીએ ! અમારો ફોન જોશો તો ખ્યાલ આવશે કે કોર્પોરેશન ની બનાવેલી નવી સડક કરતા વધુ સ્ક્રેચ અમારા ફોન માં હોઈ છે. સામાન્ય માણસ જે શેમ્પૂ નું પાઉચ એક વખત ચલાવે એમાં અમે ત્રણ વખત માથું ધોઈ નાખી.

સામાન્ય લોકોના ઘર માં પીવા માટે પાણીના ગ્લાસ હોઈ છે જ્યારે અમારે તો થમ્બસપ કે કીનલી સોડાની બોટલો ગ્લાસ તરીકે વપરાતી હોઈ છે.

અમારો રૂમ તમે જુઓ તો લાયબ્રેરી છે કે બેડરૂમ ખબર ન પડે કેમ કે કપડાં અને ચોપડા બેય રખડતા સોરી ઉડતા હોઈ છે !

આ બધી વાતો ખાલી એને સમજાય જે આ કલ્ચર માથી પસાર થયા છે !

તો મારી નાની એવી વિનંતી છે આ મોટા શહેરો ના મકાન માલિકો ને કે પ્લીઝ આ બે ત્રણ મહિનાનું મકાન ભાડું તમે આ વિદ્યાર્થીઓ પાસે થી ન વસુલો તો સારું !!

મિત્રો તમે પણ મારા આ અભિયાન માં જોડાઓ એવી વિનંતી !!

આ લેખ તમે તમારા ફેસબુક ટવીટર ટેલીગ્રામ ઈન્સ્ટાગ્રામ બધી જગ્યાએ કોપી પેસ્ટ કરો ! અને આ હૅશટૅગ વાપરો #વિદ્યાર્થીનું_ભાડું_માફ !

આ હેશ ટેગ તમારા બધા સોશ્યલ પ્લેટફોર્મ પર વાપરો અને વિદ્યાર્થી જગતની એકતા બતાવો !!!

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Friday, May 29, 2020

સારા લેખક બનવા શું કરવું ???

આજે મારે મારો નિયમ તોડવો પડશે. રોજ એક જ પોસ્ટ કરૂ છું આમ તો, પણ આજે થયું કે લાવ બીજી પોસ્ટ મૂકું કારણ કે વિષય જ એવો હાથ માં આવ્યો છે. હમણાં હમણાં એક ભાઈનો હજી હમણાં જ મેસેજ આવ્યો *"સારા લેખક બનવા શું કરવું જોઈએ ?"*

મે કીધું *"મનમાંથી આ વિચાર જ કાઢી નાખવો જોઈએ !"*

( લખવાની શરૂઆત પણ કરી નથી ને સારા લેખક બનવું છે, લખશો તો ઓટોમેટિક સારા બની જ જશો ! )

આ પણ કય પૂછવાનો સવાલ છે ?? અરે ભાઈ લખવું જ છે તો બિંદાસ બે ફામ બે લગામ લખો ને ! કોના બાપની દિવાળી ?? જેને વાંચવું છે એ વાંચશે જ, ન વાંચે તો ક્યાં પરાણે બોચી પકડીને આપડે વાંચવા બોલાવા છે ?

આપડે લખતાં પહેલાં પણ સો વખત વિચારીએ કે આને ગમશે ? ઓને ગમશે ? ફલાણા ને ગમશે ? બેનપણી ને ગમશે ? બેનપણા ને ગમશે ?? અરે મારા ઉગતા લેખક બધાને ગમે તો જ તું લખીશ?? જો આમ કરવા બેસીશ તો ૧૦૦ માથી ૯૯ તને લખવા માટે ના પાડશે ! અને જે એક તને વાંચે છે એને તો તું પૂછીને લખતો નથી ! તો શું કામ આવી પીંજણ માં પડવું ??

તને મજા આવે તો લખ ને.. કલમ તારી પોતીકી છે ક્યાં કોઈ પાસે ઉછીની લેવી છે ?? તારું મગજ તારા વિચાર અને તારી નોટબુક ! ગામને ગમે કે ન ગમે એ ગામ જાણે ! તું તારા વિચારો ટપકાવી દે !

આપડે લેખક કે કવિ છીએ જજ નથી ! કોને શું ગમે ન ગમે ? એ બધું આપડે નક્કી નહિ કરવાનું આપડે વહેતા નિર્મળ અને ખળખળ જળની જેમ અસ્ખલિત વહેતા જવાનું ! જેની ઈચ્છા હોઈ એ આપડા "શબ્દોનું આચમન" લેવા આવી જશે ! જેને તરસ લાગે એ નદી કિનારે આવે એમ જેને વાંચવું હોઈ એ આપડે વાંચે ! ન વાંચે તો પરાણે પ્રેમ નો હોઈ વાલા !

એટલે એક વાત નક્કી કરવી કે ક્યારેય કોઈને ગમશે કે નહિ ગમે એ વાત ધ્યાનમાં લઈ ને લખવા ન બેસવું ! અને જો આવું બધું વિચારવું જ હોઈ તો લખવા ન બેસવું બસ ખાલી આવું વિચારવું જ !

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Monday, May 18, 2020

બધી જવાબદારી સરકાર ની તો તમારું શું?? ખાલી જલસા જ કરવા છે ???

એક બહેને મેસેજ કર્યો કે સાધુ વખતે તમે ટ્રેન્ડ ચલાવ્યો હતો તો આ મજૂરો વિશે કેમ કશું લખતા નથી ?? તો લો હવે હું જણાવી આપું મારું મંતવ્ય !!

આપણા દેશ માં ખરેખર અજીબો ગરીબ લોકો (મૂર્ખ) રહે છે (માથે ઓઢી નો લેતા !) જ્યારે સરકાર મજૂરો ને તેમના વતન જવાની કોઈ સગવડ પૂરી નહોતી પાડતી ત્યારે સરકાર ના છાજીયા લેતા હતા અને હવે સરકાર પરત મોકલવાની તૈયારી કરે છે તો કહે છે પાછા કેમ લાવશો ??

આ લોકો એવા છે આગ લગાવે તો કહે કેમ લાગી અને સરકાર બુઝાવી નાખે તો કહે કેમ બુઝાવી?? સળગવા દેવું હતું ને ! એટલે કે કોઈ પણ રીતે સરકાર ને જ જવાબદાર ગણવાની ! પોતાના ઘર ની બહાર કચરો પડ્યો હોઈ તો કહે મોદી જવાબદાર, થોડા સમય માટે લાઈટ જાય તો કહે મોદી જવાબદાર, બટેકા ટામેટા ડુંગળી ના ભાવ વધે તો મોદી જવાબદાર, ( પાછા ઘટે તો પણ મોદી જ જવાબદાર હો !) આ લોકો એટલા આળસુ હોઈ કે મોઢા ઉપર માખી પણ બેસી જાય તો મોદી જવાબદાર !

હવે મૂળ વાત મજૂરો ના મૃત્યુ પર... વીતેલા બે દિવસો માં લગભગ લગભગ બે જેટલી દુર્ઘટના માં ૮૧ જેટલા મજૂરો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા આ ઘટના મારા માટે એટલી જ દુઃખદ છે જેટલી તમારા જેવા (અ)સંવેદનશીલ લોકો માટે ! તો હવે મારા કેટલાક સવાલ છે જેના જવાબ તમે નહિ જ આપી શકો મને ખબર છે.. કારણ કે તમારા માટે તો મોદી જ જવાબદાર છે ! મોદી પહેલા તો કોઈ આ દેશ માં પ્રધાનમંત્રી બન્યું જ નથી.. ! બધું હવે જ થાય છે... શીખો નો હત્યાકાંડ ભુલાઈ ગયો છે... ભોપાલ ગેસ કાંડ ભુલાઈ ગયો છે .. ૨૬/૧૧ પણ ભૂલી જવાની હાલત માં જ છે !!

તો હવે આ રહ્યા અમુક સવાલ જે કોઈ પણ સામાન્ય બુદ્ધિ વાળા માણસ ને થાય...

૧) આ મજૂરો ટ્રેન પર સૂઈ ગયા ત્યારે એમને એ ખબર નહોતી કે દેશ માં માલ વાહક ટ્રેન ચાલુ જ છે એ બંધ નથી થઈ ?
૨) ટ્રેન ૫ થી ૧૦ કિમી દૂર હોઈ ત્યારથી જ તેના હોર્ન નો અવાજ સ્પષ્ટ સંભળાય જાય તો આ મજૂરો ને કોઈ અવાજ નો સંભળાયો ??
૩) ટ્રેન ચાલવાને લીધે પાટા પર રીતસર ધ્રુજારી અનુભવાય છે... તો શું આ લોકો ની નીંદર એટલી મજબૂત કે ટ્રેન ના પાટા પર કોઈ ધ્રુજારી જ ના અનુભવાઈ ??
૪) તેમને સુવા માટે કોઈ ખાલી જગ્યા નો મળી ?? કોઈ જગ્યા નહિ ને માત્ર ટ્રેન ના પાટા જ મળ્યા ??

હવે ચાલીને જતાં મજૂરો વિશે થોડાક સવાલ..

૧) આટલી બધી સામાજિક સંસ્થાઓ તમને મફત માં રાશન અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે છતાં વતન માં જવાની જીદ કેમ??
૨) વતન માથી અહી આવ્યા ત્યારે સરકાર ને મોદી ને પૂછીને આવ્યા હતા ?? ( જો ના, તો હવે સરકાર અને મોદી કેમ જવાબદાર ?)
૩) સરકાર મજૂરો માટે બસ ની સુવિધા પૂરી પાડે છે તો પણ ચાલી ને જ જવાની જીદ શું કામ ??

આ સીવાય ઘણા એવા સવાલો છે જે શંકા ઉત્પન્ન કરે છે પણ હું કોઈ વિવાદ ઉભો કરવા નથી માંગતો !

તો આ છે મારું મંતવ્ય બની શકે તમારો તર્ક મારાથી જુદો હોઈ શકે પણ એનો અર્થ એ નથી કે તમે તમારી વાહિયાત વાતો મારા ઉપર ઠોકી બેસાડો !

વિરોધ ત્યારે જ કરવો જ્યારે સહન કરવાની પણ શક્તિ હોઈ... નહિ તો ચૂપચાપ જોયા કરવું ! ખોટી પાયા વિહોણી વાત કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન નહિ કરવાનું !

Monday, March 16, 2020

કોરોના વાઈરસ : આપતિ કે અવસર ???


ચિકન ગુનિયા, બર્ડ ફલુ, સ્વાઈન ફ્લુ, અને હવે નવુ આવ્યુ “કોરોના”. ચિન ના વુહાન શહેર કે જ્યાં 112 પ્રકારના પ્રાણી અને પશુ-પંખી ના માંસ વેચાય છે, ત્યાં થી આ કોરોના વાઈરસ ની ઉત્પતિ થઈ છે, એવુ દોક્તરો દ્વારા પ્રાથમિક નિદાન છે. મને એક વાત ની અચરજ છે કે, પ્રુથ્વી પર ખાવા માટે કેટલા બધા શાક ભાજી અને ફળો છે, તો એ બધુ છોડીને આ નિર્દોષ પશુ પંખી અને પ્રાણીઓને ખોરાક તરીકે લેવાની ચિન ના લોકોની એવી તે કઈ મજબુરી છે ? અત્યારે વિશ્વ આખુ આ વાઈરસના ભય હેઠળ છે. આપણા ગુજરાતમાં પણ સાવચેતીનાં ભાગ રુપે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
         આ સમય આખા વિશ્વ માટે એક ચિંતન અને મનન માટેનો છે. ભારત કે વર્ષોથી પોતાના જ્ઞાન અને સંસ્કાર માટે જાણીતુ છે, એ ફરી વખત અત્યારે આખા વિશ્વને રાહ ચિંધવા માટે તૈયાર છે. અત્યારે WHO દ્વારા જે પ્રાથમિક સુચનાઓ આપવામાં આવી છે, એ સુચનાઓ વર્ષો પહેલા આપણા પ્રાચીન સાધુ – સંતો દ્વારા આપવામા આવી છે. એક રીતે જોતા સમગ્ર વિશ્વ અત્યારે “સનાતન ધર્મ” તરફ પાછું વળી રહ્યુ હોઈ એવુ લાગી રહ્યુ છે. અત્યારે સમગ્ર વિશ્વએ આ આપતિને અવસરમાં કઈ રીતે ફેરવી શકાય એ માટે આગળ આવવું જોઈએ. આ માટે વ્યક્તિગત અને સામુહિક પ્રયાસો થવા જોઈએ. આ માટે વૈશ્વિક સંસ્થાઓએ પણ આગળ વધવુ જોઈએ.
         ગઈ કાલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીજી એ SAARC દેશોમાં આ વાઈરસ કઈ રીતે ફેલાતો અટકાય એ માટેની એક વિડિયો કોન્ફરંસ યોજી જેનાથી આપણે બધા વાકેફ છીએ. પ્રક્રુતિનો નિયમ છે કે જયારે જ્યારે પ્રકુતિ અને મનુષ્ય વચ્ચે સંતુલન ખોરવાશે ત્યારે ત્યારે કોઇ પણ કુદરતિ આપતિ દ્વારા આ સંતુલન પાછુ જાળવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
      અત્યારે વિશ્વના તમામ દેશોમાં હસ્તધુનન ને બદલે “નમસ્તે” કહેવાનો એક સમય પાછો શરુ થયો છે. આપણે તો વર્ષોથી નમસ્તે કહેવાની પરંપરા રાખી છે, પણ વિકાસની અને મોર્ડન દેખાવાની ઘેલછામાં આપણે આપણાં સંસ્કારોને ભુલી ગયા છીએ. “એ ભુલી ગયેલા સંસ્કારોને ફરી યાદ અપાવવા આ કોરોનાપ્રભુ આ પ્રુથ્વી પર અવતરિત થયા છે !”
       અંતમા એટલુ જ કહેવાનુ કે આપ જ્યા પણ હો સ્વસ્થ રહો સાવધાન રહો સુરક્ષિત રહો અને સરકાર દ્વારા વખતોવખત આપવામા આવતી માર્ગ્દર્શિકાઓનુ પાલન કરો.
અમિત ગીરી ગોસ્વામી
બોદવાવ પ્રાથમિક શાળા
તા. સાગબારા જી. નર્મદા

Saturday, December 28, 2019

ક્રોધ ! માણસ નો મિત્ર કે શત્રુ ??

"ધીરા સો બહાવરા ઉતાવળા સો ગંભીર" આ કહેવત બાળપણ માં ક્યાંક ને ક્યાંક બધાએ સાંભળેલી જ હશે. આપણે જેમ નવો મોબાઈલ ખરીદીએ ત્યારે એમાં અમુક એપ્લિકેશન install કરેલી જ આવે છે જેને તમે ડિલીટ પણ ના કરી શકો અને કરો તો મોબાઈલ સરખો કામ ન કરી શકે. એ જ રીતે પૃથ્વી પર જન્મ લેતા દરેક મનુષ્ય ની અંદર અમુક પ્રોગ્રામ ફીટ થયેલા જ આવે છે જેમ કે ભય, પ્રેમ, કરુણા, સંવેદના અને ક્રોધ ! આ બધી વસ્તુ આપણી અંદર જન્મ લેતાં ની સાથે જ ફીટ થયેલી આવે છે. ઉંમર વધતાં ની સાથે તમે આ બધી વસ્તુઓ પર ઈચ્છો તો કાબૂ કરી શકો છો (કાબૂ કરી શકો છો રોકી તો ના શકો) ! ઘણી વાર આપણે ઈચ્છતા ના હોઈએ તો પણ આપણે ક્રોધ આવી જ જાય છે એની પાછળ ઘણા બધા કારણ હોય શકે છે. પણ મુખ્ય કારણ છે માણસનો "અહમ"  હું કહું એ જ થવું જોઈએ ! અને જો સામેના વ્યક્તિઓ એવું ના કરે તો તરત એના પર જ્વાળામુખી ની જેમ તૂટી પડવાનું. આવું બધી જ જગ્યાએ જોવા મળતું જ હોય છે આમાં નવાઈ ની કોઈ વાત નથી. પણ એક સારા અને સમજુ માણસ તરીકે આપણે વિચારવું જોઈએ કે શું ખરેખર ક્રોધ કરવાથી કોઈ ફાયદો છે?? ફાયદો કદાચ ક્ષણિક હોય શકે પણ દૂર નું વિચારશો તો નુકશાન જ મળશે. બુદ્ધ ભગવાન એ ક્રોધ વિશે એવું કહેલું છે કે ક્રોધ એ સામે વાળા પર ફેંકવા માટે હાથ માં પકડેલા સળગતા કોલસા સમાન છે, જે સામે વાળાને તો પછી બાળશે પણ સૌથી પહેલા તમને જ દાજડશે ! "જે લોકો તમારી હાજરી માં ચૂપ થઇ જતાં હોય ( તમારા ક્રોધના લીધે ) એ જ લોકો તમારી ગેર હાજરી માં તમારા વિશે વધુ બોલતા હશે" જ્યાં તમે નથી હોતા ત્યાં તમારા ગુણ કે અવગુણ તમારું પ્રતિનિધિત્વ કરતા હોય છે ! એટલે દરેક માણસે પોતાની છબી વિશે સજાગ રહેવું જોઈએ. ક્રોધ કરવાથી જો પરિણામ સારું આવવાનું હોય તો ક્રોધ કરી પણ લેવો જોઈએ પણ પરિણામ સારું આવવાનું હોય તો જ ! કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે એટલે સામે વાળા ને ખ્યાલ આવી જ જાય કે આ ભાઈ કે બહેન ને હવે ગુસ્સો આવવાનો છે ( ભાગી જાવ જલ્દી ) જેવો ગુસ્સો આવવાનો હોય ત્યારે માણસ નો ચહેરો તંગ થવા લાગે આંખ માં લોહી ઘસી આવે અને હાથ ની મુઠ્ઠીઓ કડક થવા લાગે એટલે સમજી જવાનું હવે આ સજ્જન(!) કોપાયમાન થવાના લાગે છે ! ક્રોધ પણ એક પ્રકારની લાગણી જ છે પણ આપણે ઇચ્છીએ તો એના પર પણ કાબૂ કરી શકીએ. પણ કાબૂ કરવા નું વિચારીએ એ પહેલા ક્રોધ અમલમાં મુકાય પણ ગયો હોય છે. ક્રોધ કરનાર ને સજા આપવાની કોઈ જરૂર જ નથી પડતી... કારણ કે ક્રોધ કરીને એ પોતાની જાતને જ સજા આપી દે છે જેથી આપણે સજા આપવી જ ના પડે. ઘરે સારું જમવાનું ના મળે તો માતા કે પત્ની પર ક્રોધ, પરિક્ષામાં સારા માર્ક ના મળે તો પરીક્ષક પર ક્રોધ, મોબાઈલ માં નેટવર્ક ના આવે તો સીમ કાર્ડ ની કંપની પર ક્રોધ ( લીસ્ટ લાંબુ બનશે આટલું બસ રાખીએ ) ખરેખર માણસે ક્રોધ કરવાના એટલા બધા રસ્તાઓ શોધી લીધા છે કે એનો ક્રોધ કાબૂ માં લાવવો થોડુ અઘરું કાર્ય છે. પણ સમય બધું શીખવાડી દે છે જેમ નાના બાળકને સમય જતાં બોલતા આવડી જાય એમ સમય જતા માણસ ને પણ " ચૂપ " રહેતા આવડી જ જાય ! સમય થી મોટો શિક્ષક કોઈ નથી ! આટલું બધું વાંચવામાં સમય કાઢ્યો અને મજા ના આવે તો મારા પર પણ ક્રોધ ! વાંધો નહિ મજા ના આવે તો મોબાઈલ નો ઘા કરી દેજો ( મારો નહિ તમારો ) ઇતિ સિદ્ધમ !

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...