Showing posts with label વ્યંગ હાસ્ય કટાક્ષ. Show all posts
Showing posts with label વ્યંગ હાસ્ય કટાક્ષ. Show all posts

Wednesday, September 23, 2020

કહતે હૈ યે દીવાની, ગંજેડી હો ગઈ !!! ડિપ્રેશન પાદુકોણ - માલ હૈ ક્યા ???

સુશાંત સિંહ રાજપૂત શાંત સુશીલ અને સરળ પ્રકારનો માણસ. પણ આ માણસ ના કથિત હત્યા કે આત્મહત્યા પ્રકરણ માં જે એક પછી એક વળાંકો આવતા જાય છે એમાં એક નવો વળાંક આવ્યો છે ડ્રગ્સ નો !

બોલીવુડ ની લાઈફ સ્ટાઈલ જેટલી બહારથી ચમક દમક વાળી દેખાય છે એનાથી વધારે ડાર્ક એની અંદરની બાજુ છે. અત્યારે મીડિયામાં જે પ્રકારે ન્યુઝ ચાલે છે એમાં મોટા ભાગ ના ટોપ સેલિબ્રિટી ડ્રગ્સ નું સેવન કરતા હોઈ એવું જણાવવામાં આવી રહ્યું છે !

આ એ જ દીપિકા પાદુકોણ છે જે પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે જે એન યુ માં પૈસા ( અંદાજિત પાંચ કરોડ રૂપિયા ) લઈને ટુકડે ટુકડે ગેંગ સાથે ઊભી રહીને સમર્થન જાહેર કરે છે !

કહેવાતા સ્ટાર લોકોની લાઈફ જેટલી સ્ક્રીન પર જાકમજોળ બતાય છે એટલી જ અંદર થી ભય અને હતાશા વાળી હોઈ છે ! ભય શેનો ??? સતત સ્ટારડમ નહિ જળવાય એનો ભય, ફિલ્મ બસો કે પાંચસો કરોડ નહિ કમાઈ શકે એનો, જાહેરાતોના એન્ડોર્સમેન્ટ નહિ છીનવાઈ જાય એનો, સોશ્યલ મીડિયામાં ધાર્યા પ્રમાણે લાઈક નહિ આવે એનો, ફોલોઅર ઘટી ન જાય એનો, મીડિયામાં લાઇલાઇટ નહિ આવે એનો...... હજી પણ બીજા કેટલાય ભય હોઈ શકે છે !!!

હવે આટલા બધા ભય અને તણાવ વચ્ચે જીવતા "સ્ટાર" ની લાઈફ કેવી હશે એ તમે જાતે જ વિચારો ! હવે આ બધા ભય માથી બહાર નીકળવાનો શું રસ્તો છે ??? સરળ અને હાથવગો રસ્તો એટલે નશો !! નશો કોઈ પણ પ્રકાર નો હોઈ શકે. દારૂ, ચરસ, અફીણ, ગાંજો, હેરોઇન, કોકેન વગેરે વગેરે.

સ્ટાર લોકો પાસે પૈસા ની તો કોઈ કમી નથી હોતી એટલે એ લોકો "કોથળી" તો પીવે નહિ, અરે ભાઈ એ લોકોનો પણ "ક્લાસ" હોઈ ને ! કોથળી તો ગરીબ માણસો માટે છે આ લોકો ને તો ફર્સ્ટ ક્લાસ વાળો "માલ" જોઈએ ! આટલા બધા પૈસા કમાય છે તો એને ખર્ચ કરવા માટે પણ કશું કરવું પડે ને, તો શું કરવાનું ??? નશો કરવાનો... એ પણ ખાનગીમાં હો ! જાહેર માં કરીએ તો પછી એ સ્ટાર થોડા કહેવાશે ???

આ સ્ટાર કરતા તો આપણી લાઈફ સારી છે કે આપડે ડ્રગ્સ ની ચુંગલ માં તો નથી ફસાયા. સવારે 9 થી સાંજે 5 ની નોકરી કરો, રવિવારે ફેમિલી જોડે ફરવા જાવ અને સોમવારથી ફરી કામ માં લાગી જાવ !

બોલીવુડ માં જે પ્રકારે ફિલ્મો બને છે એનો યુથ પર પણ પ્રભાવ પડતો હોય છે, પણ હાલ જે પ્રકારે ફિલ્મો બને છે એમાં શું બતાવાય છે ??? લગ્ન બાહ્ય સંબંધો, લવ જિહાદ, દારૂ અને સિગારેટ નું બે ફામ સેવન, બળાત્કાર, ખૂન, ચોરી, હત્યા, ટુંકમાં સમાજ ને અધ: પતન તરફ કઈ રીતે લઈ જઈ શકાય એવી તમામ બાબતો ફિલ્મ માં દર્શાવાય છે !

વળી ફિલ્મ માં સનાતન ધર્મ વિશે પણ વારંવાર અભદ્રતા દર્શાવાય છે. આ દેશમાં બહુમતી પર મન પડે ત્યારે લાંછન લગાવતી ફિલ્મો બને છે, પણ ક્યારેય લઘુમતી પર અભદ્રતા દર્શાવતી ફિલ્મ નથી બનતી... એના પર પણ બનાવો ને એકાદી વાર !

આવનારા સમય માં હજુ પણ કેટલાક મોટા માથાઓ ના નામ સામે આવવાની શક્યતા છે, જોઈએ હવે કોણ કોણ ડ્રગ્સ કાંડ માં પ્રગટ થાય છે !!!

Tuesday, September 1, 2020

દંડ ! કેટલો ??? એક રૂપિયો !!!

ગઈ કાલે જ સુપ્રીમ કોર્ટે એક વકીલ ને સુપ્રીમ કોર્ટની અવમાનના કરવા બદલ દંડ ફટકાર્યો કેટલો ??? એક રૂપિયો 😂 છે ને અજીબ ચુકાદો !!

અરે ભાઈ દંડ વસુલવો જ હોઈ તો એક બે કે પાંચ લાખ વસુલો ને ! આટલી મોટી રકમ 😱 ખાલી એક જ રૂપિયો થોડો લેવાય ??? તમે પણ આવું જ કહેશો ને !! લેવો જ હોઈ દંડ તો તગડી રકમ નો દંડ વસૂલવામાં શું વાંધો ???

આ ચુકાદા પછી સોશ્યલ મીડિયામાં માં ઘણા લોકો સુપ્રીમ કોર્ટ પર હસે છે, પણ બંધુ આ સુપ્રીમ કોર્ટ છે કોઈ ખાપ પંચાયત નથી !!! સુપ્રીમ કોર્ટે આવડી મોટી રકમ નો દંડ ફટકાર્યો તો કશું વિચાર્યું તો હશે ને ???

આમ તો આપણા બંધારણ માં બધાને વાણી સ્વતંત્રતા નો અધિકાર આપ્યો છે, પણ એ અમર્યાદિત નથી એના પર પણ વાજબી નિયંત્રણો છે !! જે વકીલ પર સુપ્રીમ કોર્ટે એક રૂપિયાના દંડ ની સજા ફરમાવી એ વકીલ ની આદત છે પાણી માથી પોરા કાઢવાની અને ભૂતકાળ માં અનેક વખત સુપ્રીમ કોર્ટ પાસેથી ઠપકો પણ સાંભળવો પડ્યો છે અને સજા પણ મળી છે !

સુપ્રીમ કોર્ટે એક રૂપિયાનો દંડ એટલા માટે રાખ્યો છે કે એ વકીલ ને ખ્યાલ આવે કે એની ઈજ્જત કેટલી છે !! ટ્વીટર નો ઉપયોગ તમારા વિચારો વ્યક્ત કરવા માટે કરવાનો છે, તમારા બક્વાસ ના પ્રદર્શન માટે નથી !!! તમને કોણે અધિકાર આપી દીધો કે દેશની સર્વોચ્ય સંસ્થા પર આંગળી ઉઠાવો ??? તમારા પક્ષ માં ચુકાદો આવશે તો તમે રાજી અને વિરુદ્ધ આવે તો નારાજી ??? અહી એક શેર યાદ આવે છે....
अपने चेहरे से जो ज़ाहिर है छुपाएँ कैसे
तेरी मर्ज़ी के मुताबिक़ नज़र आएँ कैसे
~ वसीम बरेलवी

તમારી ઈચ્છા મુજબ ના ચુકાદા આપવા સુપ્રીમ કોર્ટ બંધાયેલી છે ??? જી ના !! ક્યારેય બંધાયેલી નથી ! આ વકીલ મહાશય આંતકવાદીઓ માટે રાત્રીના બે વાગ્યે પણ સુપ્રીમ કોર્ટ ખોલાવે છે એટલી તો તેમની વફાદારી છે ( કોના પ્રત્યે છે એ ખબર નથી ) !

ચુકાદો આવવાનો હતો ત્યારે આ મહાશયે બહુ મોટી ડંફાસો હાંકી હતી કે, હું સજા કબૂલ કરીશ પણ માફી તો નહિ જ માંગુ ! ભલે મારે જેલમાં જવું પડે !

સુપ્રીમ કોર્ટે એક રૂપિયાનો દંડ કરીને ઈશારા ઈશારા માં કીધું છે કે ભાઈ તારી ઈજ્જત બે કોડીની છે 😎 ! બહુ ડંફાસો નહિ હાંક ! હવે આ ભાઈ એક રૂપિયાનો દંડ ભરશે એટલે સાબિત થશે કે એમણે જે કૃત્ય કર્યું છે એ વાજબી નથી ! કોઈ પણ માણસ દંડ ક્યારે ભરે ??? જ્યારે એ સ્વીકારી લે કે તેના દ્વારા કોઈ કસુર કરવામાં આવી છે ત્યારે જ તે દંડ ભરે ને ??? તમને દેશ ની સર્વોચ્ય ન્યાય પાલિકા પર પણ વિશ્વાસ નથી તો કેમ રહો છો આ દેશમાં ??? વિશ્વમાં ૧૯૫ થી વધુ દેશ છે જાવ ને કોઈ પણ દેશમાં !!! પણ તમે નહિ જાવ, તમને ખબર છે કે બીજા દેશમાં સુપ્રીમ કોર્ટ ની આવી બેઇજ્જતી કરીશું તો જેલમાં જવું પડશે અને જેલમાં પણ જે "સર્વિસ" કરવામાં આવશે એ અલગ !!!

તમે સુપ્રીમ કોર્ટ પર આંગળી ઉઠાવીને દેશના ૧૩૦ કરોડ લોકોમાં દેશની સર્વોચ્ય ન્યાય પાલિકા પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ માં તમે અવિશ્વાસ નું ઝહેર ઘોળવાની કોશિશ કરો છો !!!

શું તમારી પાસે કોઇ લડવા લાયક કેસ જ નથી કે તમે અવાર નવાર સુપ્રીમ કોર્ટ પર કોઈ ને કોઈ બહાને આંગળી ચીંધતા રહો છો ???

કદાચ આપણા બંધારણ માં આપેલ વાણી સ્વતંત્રતા ના અધિકાર પર સંસદ દ્વારા પુનઃ વિચારણા કરવાની જરૂર છે !! હવે આ મહાશય કોઈને ખબર પણ નહી પડે એટલી ચૂપકીદી થી આવડો મોટો એક રૂપિયાનો દંડ પણ ભરી દેશે, અને આના વિશે એ એક પણ ટ્વીટ નહિ કરે 🤣 !!!

તમે શું માનો છો સુપ્રીમ કોર્ટે આ વકીલ ને કરેલી સજા યોગ્ય છે ????

Friday, August 28, 2020

ઓમ ઇગ્નોરાય નમઃ

તમારા મોબાઈલ ના કોન્ટેક્ટ માં કેટલા એવા કોન્ટેક્ટ હશે જેને તમે "ક્રિયેટિવ" કે પછી "યુનિક" કે પછી "બહુ હોશિયાર" કહી શકો ??? ગણીને બે પાંચ લોકો હશે !! કોઈને સારું લખવાનો શોખ હશે, કોઈ સારી સારી જગ્યાએ ફરવાનો શોખ હશે, કોઈને યુ ટ્યુબ માં સારા સારા વિડિયો બનાવીને મૂકવાનો શોખ હશે, ટુંકમાં આ લોકો એવા હશે જેનામાં કાંઈક એવી "કળા" છુપાયેલી હશે જે એમને બીજા સામાન્ય કહી શકાય એવા લોકોથી "અલગ" બનાવે છે !! આ લોકોને આપણે "કલાકાર" કહી શકીએ...!

કલાકાર જન્મજાત પણ હોઈ શકે, અને બની પણ શકે ! તમારી પાસે એક પણ એવું "હુનર" હોઈ જે તમને બીજાથી અલગ બનાવે છે તો તમે પણ કલાકાર જ છો.... !

હવે આવું આજના મૂળ ટોપિક પર, કલાકાર ને દિલથી કોઈ એવી ઈચ્છા ન હોઈ કે લોકો એની તારીફ કરે, વખાણ ના પુલ બાંધે કે વાહ વાહ ની નદીઓ વહાવે ! પણ તકલીફ ત્યાં આવે જ્યારે તમારી સાથે કામ કરતા લોકો, જેની સાથે તમે કોલેજ માં કે સ્કુલ માં ભણ્યા હો એવા લોકો કે પછી જેને તમે ખાસ માણસો ગણતા હો એવા લોકો વાહ વાહ તો ન કરે પણ, તમારા વિશે નેગેટીવ વાત ફેલાવે ! જેમકે એને તો ગૂગલ વાળા પૈસા આપે છે 😜 ! એલા ટોપાઓ આમ લખીને પૈસા મળતા હોઈ તો આ "નોકરી" કરવાની "મજૂરી" કોણ કરે ?? થોડીક તો સા.બુ. ( હોઈ તો ) વાપરો.... એક કાણી પાઈ પણ નથી મળતી !

તમે બીજા કરતા અલગ હો એટલે સમજવું કે લોકો તમારી કાપવાના જ છે.... ! પણ એ કાપવા વાળા હંમેશા ટ્રેન ના "ડબ્બા" ની જેમ પાછળ જ રહેવાના, ક્યારેય "એન્જિન" નહિ બની શકે ! કેમકે "આગળ હંમેશા એ જ રહે જેનામાં આગ હોય...!!"

જેણે જેણે આ દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો છે એને આ દુનિયાએ દૂધ માંથી માખી કાઢે એમ કાઢીને દૂર ફેંકી દીધા છે, પછી એ જીસસ હોય, સુકરાત હોય કે પછી મન્સુર હોય !!

કોઈ તમને ઇગ્નોર કરે છે એની તમને કેમ ખબર પડે ???  સાવ સરળ છે, એ લોકો ને તમે ફેસબુક ઈન્સ્તા કે વોટસએપ પર મેસેજ કરશો તો એ વાંચી લેશે જવાબ નહિ આપે, ટ્વીટર પર કે ઇન્સ્તા પર રોજ એના ફોલો અર વધતા હશે પણ તમે એમને ફોલો કરશો તો તમારી રીકવેસ્ટ એક ખૂણામાં પડી રહેવાની જેમ "ઘરના ખૂણામાં એક સાવરણી પડી હોઈ એમ.... !"

ઘણી વાર તો મને એમ થાય કે આ લોકોની અંદર આટલું "ઝહેર" આવે છે ક્યાંથી ??? ઘરમાં કોબ્રા પાડી રાખ્યા છે કે પછી કોઈ જગ્યાએથી ઝહેર નું રિચાર્જ કરાવો છો ?? 🤔

આવા લોકો સાથે પછી એક જ વસ્તુ કરવાની "ઈગનોર" કરો, રસ્તામાં જેમ ખાડા હોઈ તો કેમ સંભાળીને બાજુમાંથી નીકળી જાવ છો, એમ બાજુમાંથી નીકળી જવાનું !

લોકો પોતાની પાસે જે હોઈ એનું "પ્રદર્શન" કરતા હોઈ છે, જેને લખતાં આવડે એ લખે છે, જેને સારું ગાતા આવડે છે એ ગાય છે, જેને વિડિયોગ્રાફી આવડે છે એ વિડિયો બનાવે છે, અને જેને કશું પણ નથી આવડતું એ આ બધાની ટીકા કરે છે !!

तुम्हारी टिकाओ से में रास्ता छोड़ दू इतना भी बुजदिल नहीं ।
मेरी आंख में आंख डालके बात कर शको इतने अभी तुम काबिल नहीं ।।
~ अमित गिरि गोस्वामी

Tuesday, July 21, 2020

" વેક્સિન આવી ગઈ 🤔 ??? "

જ્યારથી આ કોરોના આવ્યો છે, આમ જનતાનું તો જન જીવન બગડી ગયું છે ! ઘણા લોકોના ઘર ના બજેટ બગડી ગયા છે. અમારી નંદનવન સોસાયટીમાં જાત ભાત ના લોકો રહે, એમાંના એક બાવું કાકા ! મૂળ નામ એનું બાવન ભાઈ પણ બધા પ્રેમથી એને બાવુ કાકા કહે !

હું રોજ સ્કૂલે જવા નીકળું અને બાવું કાકા દૂધ લેવા નીકળે, સોસાયટી ના નાકા સુધી અમે બન્ને સાથે ચાલીને નીકળીએ પછી એ દૂધ લઈને પાછા નીકળે અને હું પકડું મારી સ્કુલ નો રસ્તો !

છેલ્લા બે દિવસથી બાવું કાકા બવ ચિંતા માં હતા. સાંજે હું શેરીમાં ખુરશી નાખીને બેઠો હતો, સાંજનું છાપુ વાંચતો હતો ત્યાં કાકા આવ્યા. મને કયે શું છે જાણવા જેવું ?? મે કીધું કાકા રેવા દો ને શું કરશો જાણીને, આ છાપાં વાળા જાણવા જેવું ઓછું અને ડરાવવા જેવું વધુ લખે છે ! આપડા ગુજરાત ની હાલત પણ ગંભીર છે ! રોજ રોજ મોતના આંકડા જોઈને ચક્કર આવી જાય છે !

આ સાંભળીને કાકા એ કીધું વાત તો સાચી છે હો બેટા ! તને શું લાગે આ કોરોના પર કાબૂ કેમ આવશે ? મે કીધું કાકા આ વાઇરસ ની કોઈ વેક્સિન શોધાય તો કાબૂ આવે, એ સિવાય કોઈ ઉકેલ નથી ! મે કીધું કાકા આમ પણ તમારી ઉમર હવે "વન" પસાર કરી ગઈ છે, તમારે આમ કામ વગર બાહર નો નીકળવું જોઈએ ! નીકળો તો મોઢે માસ્ક પહેરીને નીકળો અને દર એક કલાકે હાથ સાબુ થી વાંરવાર ધોતા રહો !

કોણ જાણે કેમ પણ કાકાને એક વસ્તુ મગજ માં બેસી ગઈ "વેક્સિન"... ! પછી તો જ્યારે મળે ત્યારે એક જ સવાલ પૂછ્યા કરે વેક્સિન આવી ગઈ??

કાકા ઘરે પહોંચ્યા એટલે એમની પુત્રવધૂ એ કીધું, "પપ્પા ચાલો જમવાનું બની ગયું છે હાથ પગ ધોઈ લો એટલે જમવા બેસીએ ! "

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?

રાત્રે સૂતી વખતે દીકરાએ કીધું પપ્પા હવે કામ વગર બહાર નહિ જવાનું. જે કામ હોઈ મને કહી દેવાનું.

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

રાત્રે સૂતી વખતે પૌત્રો રમવા આવ્યો અને કહે, ચાલો દાદા આજે મસ્ત વાર્તા કહો !

કાકા: બકુડા એ બધું તો ઠીક પણ એ કહે આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?

બીજે દિવસે સવારે મુકલો છાપાં વાળો આવ્યો, કેમ છો કાકા મજા માં ને ? આજે કેમ વહેલા વહેલા બાલ્કની માં આવી ગયા ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

કાકા દૂધ લેવા નીકળ્યા અને હું પણ આજે દૂધ લેવા નીકળ્યો કેમ કે સ્કુલમાં પણ હવે રજા પડી ગઈ હતી. મે કીધું આવો કાકા આજે તો સાથે સાથે દૂધ લેવા જાય.

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

દૂધની ડેરી પર પહોંચ્યા એટલે જયેશ ભાઈ એ કીધું કાકા કેમ છો મજા માં ને ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ  ??

ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં ગુમાન સિંહ મળ્યા એટલે એમણે પણ વિવેક ખાતર કીધું જય માતાજી કાકા કેમ છો ?

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ઘર પાસે પહોંચ્યા એટલે રમેશ રિક્ષા વાળો મળ્યો એણે પણ કીધું ગુડ મોર્નિંગ કાકા દૂધ લઇ આવ્યા ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

બે દિવસમાં તો આખી સોસાયટી કાકા ના એક જ સવાલ " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?? " થી ત્રાસી ગયા. કાકાને આ એક જ સવાલ નું રટણ વેક્સિન આવી ગઈ ?? હવે તો એના ઘરના લોકો પણ કંટાળ્યા ??

કાગ નું બેસવું ને ડાળ નું ભાંગવું એક રાત્રે કાકાને હ્રદય રોગ નો હળવો એવો હુમલો આવ્યો ! તરત જ ૧૦૮ ને ફોન લગાવી કાકાને હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા ! કાકા આમ તો હોશ માં જ હતા, બબડતા હતા વેક્સિન આવી ગઈ ??

ડોકટરે તરત જ બીપી ચેક કર્યું પછી તરત પૂછ્યું, કાકા રાત્રે જમવામાં શું લીધું હતું ?

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર: એ બધું અમારા પર મૂકી દો જમ્યા શું હતા રાત્રે એ કહો ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર: કાકા તમને ડાયાબિટીસ છે ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર નો ખુટો છટક્યો, અને ગુસ્સામાં કીધું આને ગ્લુકોઝ નો બાટલો ચડાવીને ઘરે મોકલી દયો નહિતર હું પાગલ થઈ જવાનો ! 🤣🤣🤣

ખરેખર કાકા એ આખી સોસાયટી માથે લીધી હતી હવે તો કાકા રસ્તામાં દેખાય તો બધા રસ્તા બદલી નાખતા.

આખરે એ દિવસ આવી જ ગયો, હું સાંજે યુટ્યુબ માં ખાખાં ખોરા કરતો હતો ત્યારે અચાનક એક સમાચાર આવ્યા, " રશિયા એ બનાવી કોરોના ની વેક્સિન : હ્યુમન પર ટ્રાયલ ચાલુ " હું હળી કાઢતો કાઢતો ગયો તરત બાવું કાકાને ઘરે !

મેં કીધું કાકા બ્રેકિંગ ન્યુઝ આવ્યા ! એટલે તરત જ કાકાએ સવાલ નું તીર છોડ્યું, " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? "

મે કીધું હા કાકા એટલે તો તમને બતાવવા આવ્યો જુઓ આ સમાચાર. રશિયા એ વેક્સિન બનાવી નાખી હો બાકી !

કાકા બોલ્યા વાહ અમિત્યા વાહ આજે સારા સમાચાર મળ્યા હો મને બવ મજા આવી ગઈ !

પણ હજી હું બીજું કય કવ એ પેલા કાકાએ પાછું પૂછ્યું " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? " 🤔🤔🤔🤔

હું તરત ભાગી જ ગયો, ચપ્પલ પહેરવા પણ ન રોકાયો ! 🏃‍♂️

Monday, June 1, 2020

જરૂરી છે ???

કેમ છો મિત્રો ? મજામાં હશો ! લોક ડાઉન ને કારણે એક ફાયદો એ થયો છે કે જે લોકો "ટાઈમ નથી મળતો" એવી ફરિયાદ કરતા હતા એ જ લોકો હવે "ટાઈમ નથી જતો" એવી ફરિયાદ કરે છે. પહેલા નહોતો મળતો તો તકલીફ, હવે જતો નથી તો તકલીફ ?? ઉપરવાળો પણ વિચારે છે આ કેવા નંગ વિહરે છે પૃથ્વી લોક માં ???

તો હવે સીધો જ આવી જાવ મુદ્દા પર જેનું નામ છે "જરૂરી છે...???"

↪️આ ગુમનામ સંસ્થાઓએ આપેલા પ્રમાણપત્રો રોજ સ્ટેટ્સ માં મૂકીને  (બતાવીને) ત્રાસ આપવો જરૂરી છે ?

↪️ઢોસા ખાતી વખતે ફેસબુકમાં ફિલિંગ હંગ્રી લખીને પચા (હું ભણેલો અભણ છું એટલે પચાસ ને પચા કહું છું ) જણાને ટેગ કરવા જરૂરી છે ?

↪️મોબાઈલ નો ફ્રન્ટ કેમેરા ઓપન  કરીને સેલ્ફી લેતી વખતે બરફ ગોળો ચુંસ્તા હોઈ એવું ડાચું કરવું જરૂરી છે ?

↪️તમારી/તમારો જી એફ/બી એફ બ્રેક અપ કરીને ભાગી ગયા હોઈ તો દિવસમાં ૧૦ વખત રફીના ગીત મૂકીને અમને ઉદાસી ના માહોલ માં ધકેલવા જરૂરી છે ?

↪️વોટ્સઅપ માં ચોક્કસ લોકોને સ્ટેટ્સ દેખાય અથવા ન દેખાય એવું સેટિંગ કરવું જરૂરી છે ?

↪️OK ની જગ્યાએ K લખીને ૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧ સેકંડ બચાવવી જરૂરી છે ?

↪️રૂમી ઓશો કૃષ્ણ ચાણક્ય ( મોટે ભાગે આ ચાર લોકો સરખું જ કહી ગયા લાગે છે એવું આ શેર કરવા વાળા માને છે. હકીકત માં આ ચારેય ના વિચારો અલગ છે પણ એમના ફોટો સાથે એ લોકો એ કીધું નથી એવું પણ ફરે છે ઇન્ટરનેટ પર ) ના વિચારો સવાર સવાર માં મોકલવા જરૂરી છે ?

↪️મોબાઈલ નું શટર ડાઉન કરી મેસેજ વાંચી લોકોને અવોઇડ કરવા જરૂરી છે ?

↪️રોજ સવારમાં ચા બિસ્કીટ વાળો એક નો એક ફોટો ગુડ મોર્નિંગ કહીને મોકલવો જરૂરી છે ?

આ બધું વાંચ્યા પછી પણ મજા આવવી જરૂરી થોડી છે ???

મને ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

Sunday, May 24, 2020

Yoga: થાય તો રોજ કરો, ના થાય તો મોજ કરો !

લોક ડાઉન ના સમયમાં ઘરે રહી રહીને અમારી શેરીમાં રહેતા મારા સૌથી કરીબી એવા જમશેદ જૂન જૂન વાલા દાદા ખૂબ ચીડિયા સ્વભાવ ના થઇ ગયેલા. રોજ બધા સાથે નાની નાની વાત માં જગડો કરવા લાગ્યા. ચા મોળી બને તો કહે ખાંડ વધુ નાખો, અને મીઠી બને તો કહે ડાયાબિટીસ કરીને મને વહેલો મારી નાખવો છે ને ! આવી રોજની કચકચથી એમનો દીકરો બમન અને વહુ રોશન કંટાળ્યા. એટલે એમણે નક્કી કર્યું કે, પપ્પા ને યોગા કરાવીએ એટલે એમના સ્વભાવ માં શાંતિ આવે !

બમન અને રોશનીએ બાજુની સોસાયટીમાં યોગા શીખવતી એક યોગા માસ્ટર જેનું નામ હતું મિસ માલિની જેણે વિદેશમાં જઈ ને પણ લોકોને યોગ તરફ વાળ્યા હતા. આવી વર્લ્ડ ક્લાસ યોગા માસ્ટર ને પોતાના પિતા વિશે વાત કરી અને રોજ સાંજે એક કલાક યોગા શીખવાડવા માટે આવવા ની વિનંતી કરી.

રાત્રે જમતી વખતે બમને હળવેકથી પોતાના પિતાને કહ્યું, "પપ્પા અમે ટમાલા માટે એક યોગા ટીટલ ગોટ્યા ચે. કાલ ટી એ લોજ ચાંજે એક ટલાક ટમને યોગા કરાવચે." દાદાએ કીધું વાંઢો નથી ડીકરા મને પન મજા આવચે.

આ બાજુ હું પણ ચડાવ પાસ નું લેબલ માથે ચોંટાડીને બેઠો હતો. રોજ ઘરમાં માથાકૂટ થાય એના કરતાં હું ઘરની બહાર જ રહેવાનું પસંદ કરતો. એટલે ઘરમાં પણ શાંતિ અને મને પણ શાંતિ ! મારા ઘરથી થોડેક જ દૂર એક પપ્પુ પાનવાળા ની દુકાન છે, ત્યાં બેસીને હું આખેઆખા અખબાર નું પોસ્ટ મોર્ટમ કરી નાખતો. હું એટલો બધો નવરી બજાર હતો કે બેસણાં અને અવસાન નોંધ પણ બબ્બે વખત વાંચી નાખતો !

હું આરામથી અખબાર વાંચતો હતો ત્યાં દાદા આવી પહોંચ્યા. ગુદ મોરનીંગ અમિત ડિકરા ચુ કરેચ ? મે કીધુ, આવો દાદા આવો, જુઓ આપડા શહેર માં ઓનલાઈન યોગા ક્લાસ શરૂ થવાના છે. આપણે ખાલી મોબાઈલમાં જોઈ જોઈ ને યોગા કરવાના. દાદા કહે અમિત ડિકરા ટને યોગા કરવામાં રચ ચે ? મે કીધું દાદા, "મફત કા ચંદન ઘીસ મેરે નંદન" જેવો લાગે હોઈ તો થોડો મુકાય.

દાદા મને કહે, અમિત ડિકરા હું ટને ઓફ લાઈન યોગા ચિકવારું ટો?? મે કીધું દાદ આમ ગોળ ગોળ વાત નો કરો સીધું સીધું બોલો. દાદાએ કીધું, આજ ચાંજ ઠી એક યોગા ટીટલ મને યોગા ચિખવારવા આવાની ચે. ટો ટું બી આજે આવી જજે મને બી કંપની મરચે.


હવે યોગા શીખવાડવા આવેલી ટીચર ની કેવી હાલત થાય છે એની વાત આપડે આગલા ભાગ માં કરશું ! ત્યાં સુધી વિચારો આગળ શું થશે ??? તમારી ધારણાઓ કૉમેન્ટ માં રજૂ કરો

મને સોશ્યલ મીડિયામાં ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...