Tuesday, May 26, 2020

ડફોળ

"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો !

હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું કહીને એસ પી. સાહેબે પેલા ચા વાળા છોકરાને પ્રેમ ભરી નજરથી જોયો અને કહ્યું, આવ બેટા અંદર આવ !

એસ.પી. સાહેબે ચા વાળા છોકરાને અંદર બોલાવ્યો અને એકદમ મીઠાશથી કહ્યું, " ચાલ ! તારી મસાલેદાર આદુ વાળી ગરમાં ગરમ ચા અમને બધાને પીવડાવી દે !" અમે સવારથી એક કેસ માં ગૂંચવાઈ ગયા છીએ, વિચારી વિચારીને માથું દુઃખી ગયું છે, એમાં આ તારી મસાલેદાર ચા દવા જેવું કામ કરશે..!

ચા પીતા પીતા એસ.પી. અમિત કુમારે બહાર બેઠેલા હવાલદાર મગનને બોલાવ્યો અને ચા વાળા છોકરાને કીધું અમારા આ મગન માટે પણ એક ચાનો પ્યાલો ભર. ચાની ચુસ્કી લેતા લેતા એસ.પી. અમિત કુમારે હવાલદાર મગનને કહ્યું, " મગન ચા વેચવી એ આ છોકરાની મજબૂરી છે, એના માટે એના સ્વમાનને ઠેસ પહોંચાડવા ની આપણે કોને મંજૂરી આપી ??" હવાલદાર મગન પાસે કોઈ જવાબ નહોતો એ આંખ નીચી કરીને એસ.પી. સાહેબ ને સાંભળતો રહ્યો અને બોલ્યો, "સાહેબ ! હું તો ખાલી મારી ફરજ નિભાવતો હતો ! તમે કેસ માં ગૂંચવાયેલા હતા એટલે તમને કોઈ ખલેલ ન પહોંચે એટલે આ છોકરાને અટકાવ્યો હતો !"

એસ.પી. સાહેબે મગનને સાંભળ્યો અને કીધું, કોઈ વાંધો નહિ મગન ! આવું તો ચાલ્યા કરે ! પણ હવે આવું ન બનવું જોઈએ !! મગન પણ જી સાહેબ ! કહીને બહાર નીકળી ગયો. બધા ચા ના પ્યાલા ભેગા કરીને જતા જતા ચા વાળા છોકરાએ એસ.પી. અમિત કુમાર ને સવાલ કર્યો, "સાહેબ સાચું કહેજો હોં ! શું હું તમને "ડફોળ" લાગુ છું ??" ચા વાળા છોકરાની આંખો એસ.પી અમિતકુમાર ની આંખોમાં એના જવાબ ની પ્રતીક્ષા કરતી રહી !!

વિશેષ રજૂઆત આગામી સમયમાં !

આ વાર્તા આપને કેવી લાગી? કૉમેન્ટ માં જણાવો.

મારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા બાજુમાં આપેલા બોક્સ માં તમારું ઇ મેઇલ આઇડી નોધી દો અને મને ફોલો કરો જેથી નવીન પોસ્ટ તમને મળે !!

(નોંધ મોબાઇલ માં સારી રીતે વાંચવા માટે મોબાઇલ વ્યુ ને બદલે વેબ વર્ઝન પર ક્લિક કરવું)
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://telegram.me/jordarjamnagar
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

8 comments:

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...