Sunday, May 24, 2020

Yoga: થાય તો રોજ કરો, ના થાય તો મોજ કરો !

લોક ડાઉન ના સમયમાં ઘરે રહી રહીને અમારી શેરીમાં રહેતા મારા સૌથી કરીબી એવા જમશેદ જૂન જૂન વાલા દાદા ખૂબ ચીડિયા સ્વભાવ ના થઇ ગયેલા. રોજ બધા સાથે નાની નાની વાત માં જગડો કરવા લાગ્યા. ચા મોળી બને તો કહે ખાંડ વધુ નાખો, અને મીઠી બને તો કહે ડાયાબિટીસ કરીને મને વહેલો મારી નાખવો છે ને ! આવી રોજની કચકચથી એમનો દીકરો બમન અને વહુ રોશન કંટાળ્યા. એટલે એમણે નક્કી કર્યું કે, પપ્પા ને યોગા કરાવીએ એટલે એમના સ્વભાવ માં શાંતિ આવે !

બમન અને રોશનીએ બાજુની સોસાયટીમાં યોગા શીખવતી એક યોગા માસ્ટર જેનું નામ હતું મિસ માલિની જેણે વિદેશમાં જઈ ને પણ લોકોને યોગ તરફ વાળ્યા હતા. આવી વર્લ્ડ ક્લાસ યોગા માસ્ટર ને પોતાના પિતા વિશે વાત કરી અને રોજ સાંજે એક કલાક યોગા શીખવાડવા માટે આવવા ની વિનંતી કરી.

રાત્રે જમતી વખતે બમને હળવેકથી પોતાના પિતાને કહ્યું, "પપ્પા અમે ટમાલા માટે એક યોગા ટીટલ ગોટ્યા ચે. કાલ ટી એ લોજ ચાંજે એક ટલાક ટમને યોગા કરાવચે." દાદાએ કીધું વાંઢો નથી ડીકરા મને પન મજા આવચે.

આ બાજુ હું પણ ચડાવ પાસ નું લેબલ માથે ચોંટાડીને બેઠો હતો. રોજ ઘરમાં માથાકૂટ થાય એના કરતાં હું ઘરની બહાર જ રહેવાનું પસંદ કરતો. એટલે ઘરમાં પણ શાંતિ અને મને પણ શાંતિ ! મારા ઘરથી થોડેક જ દૂર એક પપ્પુ પાનવાળા ની દુકાન છે, ત્યાં બેસીને હું આખેઆખા અખબાર નું પોસ્ટ મોર્ટમ કરી નાખતો. હું એટલો બધો નવરી બજાર હતો કે બેસણાં અને અવસાન નોંધ પણ બબ્બે વખત વાંચી નાખતો !

હું આરામથી અખબાર વાંચતો હતો ત્યાં દાદા આવી પહોંચ્યા. ગુદ મોરનીંગ અમિત ડિકરા ચુ કરેચ ? મે કીધુ, આવો દાદા આવો, જુઓ આપડા શહેર માં ઓનલાઈન યોગા ક્લાસ શરૂ થવાના છે. આપણે ખાલી મોબાઈલમાં જોઈ જોઈ ને યોગા કરવાના. દાદા કહે અમિત ડિકરા ટને યોગા કરવામાં રચ ચે ? મે કીધું દાદા, "મફત કા ચંદન ઘીસ મેરે નંદન" જેવો લાગે હોઈ તો થોડો મુકાય.

દાદા મને કહે, અમિત ડિકરા હું ટને ઓફ લાઈન યોગા ચિકવારું ટો?? મે કીધું દાદ આમ ગોળ ગોળ વાત નો કરો સીધું સીધું બોલો. દાદાએ કીધું, આજ ચાંજ ઠી એક યોગા ટીટલ મને યોગા ચિખવારવા આવાની ચે. ટો ટું બી આજે આવી જજે મને બી કંપની મરચે.


હવે યોગા શીખવાડવા આવેલી ટીચર ની કેવી હાલત થાય છે એની વાત આપડે આગલા ભાગ માં કરશું ! ત્યાં સુધી વિચારો આગળ શું થશે ??? તમારી ધારણાઓ કૉમેન્ટ માં રજૂ કરો

મને સોશ્યલ મીડિયામાં ફોલો કરો 👇
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

No comments:

Post a Comment

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...