Saturday, June 5, 2021

રસી મુકાવીને રખડતા અ-રસિકો

ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! 



પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


 કોરોનાની બીજી લહેર પણ હવે હળવે હળવે ધીમી પડતી જાય છે અને મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં કેસો કરતા દર્દીને રજા આપવાના આંકડાઓ માં વધારો જોવા મળે છે...! આ બાબત હકારાત્મક છે અને અત્યારના નેગેટિવ માહોલમાં થોડીક પીપર મેંટ જેટલી પોઝિટિવિટી મળે એવું અખબાર વાંચીને લાગે !


ભારત એવો દેશ છે જ્યાં બધી જાતના સમાધાન મળી રહે બસ ખાલી સમસ્યા "બીજાની" હોવી જોઈએ...! બધા સલાહ સૂચન ની હારમાળા લઈને જ રખડે છે, કોઈ સામે મળ્યું નથી કે ગળામાં હારમાળા પહેરાવી નથી...! અરે ભલા માણસ તારી સલાહ તારા ઘરવાળા (વાળી) પણ માનતા નથી તો બીજા શું ખાખ માનવાના....??? એના કરતાં રેહવા દો ને આવી સલાહ સૂચના આપવાનું... મૌન રહીને થોડીક ઊર્જા બચાવો તો પણ આ પૃથ્વી ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો ગણાશે !



હવે આવી જાવ હું મારા મૂળ મુદ્દા પર... અત્યારે જેટલા પણ લોકો માસ્ક વગર રખડતા જોવા મળે છે એ બે પ્રકારના લોકો છે.... ૧) જેમને રસીના બંને ડોઝ લઈ લીધા છે એવા અને ૨) જેને રસી લેવા કે ન લેવા અંગે કોઈ ફેર પડતો નથી ( આવા લોકો એમના મતે ચિરંજીવી છે ) ...!


હવે મૂળ સમસ્યા મારી હાળી એ છે કે આ માસ્ક વગરના લોકો જે દબંગ બનીને રખડતા હોય છે એ રસી મુકાવેલા છે કે વગર રસીએ દબંગ બનીને રખડે છે.... એ નક્કી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે ! આપડે કેમ નક્કી કરી શકીએ કે સામેવાળા એ રસી મુકાવી છે કે નહિ ???


મે એનો પણ રસ્તો કાઢ્યો છે, તમે પણ અજમાવી જોજો.... જે લોકો રસ્તા પર રખડતા ભટકતા ( કૂતરા નહિ હો...) જોવા મળે ખાસ તો માસ્ક વગરના... એને તમારે પેલું પાંચ કે દસ રૂપિયા વાળું દુધિયા કલર વાળું સર્જીજલ માસ્ક આપવું... જો એણે રસી લીધી હશે તો કહેશે " આવા માસ્ક ફાસ્ક ની મને જરૂર નથી... મે બેય ડોઝ લઈ લીધા છે હોં..!" અને જેને રસી માં વિશ્વાસ જ નથી એને માસ્ક માં પણ ક્યાંથી વિશ્વાસ હોવાનો ??? એ કેવો તર્ક આપશે એ પણ કહું..... એ ડોકટર સાહેબ પોતાના કોલર ઉંચા કરતા કહી દેશે કે, " જો માસ્ક થી જ કોરોના રોકાઈ જતો હોય તો રસી શું કામ આપો છો ??? અને રસી થી કોરોના રોકાઈ જતો હોય તો માસ્ક શું કામ પહેરવો છો ???


જોકે, હું આવા બુદ્ધિજીવી લોકો સાથે વાદ વિવાદ માં નથી ઉતરતો... કેમ કે મને ખબર છે આવા લોકો મારું માથું અને સમય બન્ને ખાઈ જશે... એટલે એવા લોકોથી દૂર જ રહેવું... પેલા જીગ્નેશ કવિરાજ નું કે કોઈનું ગીત છે "બેવફા તને દૂરથી સલામ" એની જેમ... !

છાપું વાંચી વાંચીને અને આંખ ને આટલી બધી કસરત કરાવીને એક વાત તો હું ખાતરીપૂર્વક કહી શકું કે રસી મુકાવી જ લેજો.... ફાયદો છે કે નુકસાન છે એ બધું જીવતા રેશો તો નક્કી કરી લેજો.... હવે તો કોવીન પોર્ટલ પર પણ સ્લોટ ખાલી જોવા મળે છે તો રસી લો અને બીજા લોકો ને પણ લેવડાવી દો અને એને પણ કહો કે તમે પણ બીજાને રસી મુકાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી દો....!!


✒️ અમિત ગીરી ગોસ્વામી ( જામનગર શહેર )

2 comments:

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...