Monday, May 18, 2020

બધી જવાબદારી સરકાર ની તો તમારું શું?? ખાલી જલસા જ કરવા છે ???

એક બહેને મેસેજ કર્યો કે સાધુ વખતે તમે ટ્રેન્ડ ચલાવ્યો હતો તો આ મજૂરો વિશે કેમ કશું લખતા નથી ?? તો લો હવે હું જણાવી આપું મારું મંતવ્ય !!

આપણા દેશ માં ખરેખર અજીબો ગરીબ લોકો (મૂર્ખ) રહે છે (માથે ઓઢી નો લેતા !) જ્યારે સરકાર મજૂરો ને તેમના વતન જવાની કોઈ સગવડ પૂરી નહોતી પાડતી ત્યારે સરકાર ના છાજીયા લેતા હતા અને હવે સરકાર પરત મોકલવાની તૈયારી કરે છે તો કહે છે પાછા કેમ લાવશો ??

આ લોકો એવા છે આગ લગાવે તો કહે કેમ લાગી અને સરકાર બુઝાવી નાખે તો કહે કેમ બુઝાવી?? સળગવા દેવું હતું ને ! એટલે કે કોઈ પણ રીતે સરકાર ને જ જવાબદાર ગણવાની ! પોતાના ઘર ની બહાર કચરો પડ્યો હોઈ તો કહે મોદી જવાબદાર, થોડા સમય માટે લાઈટ જાય તો કહે મોદી જવાબદાર, બટેકા ટામેટા ડુંગળી ના ભાવ વધે તો મોદી જવાબદાર, ( પાછા ઘટે તો પણ મોદી જ જવાબદાર હો !) આ લોકો એટલા આળસુ હોઈ કે મોઢા ઉપર માખી પણ બેસી જાય તો મોદી જવાબદાર !

હવે મૂળ વાત મજૂરો ના મૃત્યુ પર... વીતેલા બે દિવસો માં લગભગ લગભગ બે જેટલી દુર્ઘટના માં ૮૧ જેટલા મજૂરો અકુદરતી રીતે મૃત્યુ પામ્યા આ ઘટના મારા માટે એટલી જ દુઃખદ છે જેટલી તમારા જેવા (અ)સંવેદનશીલ લોકો માટે ! તો હવે મારા કેટલાક સવાલ છે જેના જવાબ તમે નહિ જ આપી શકો મને ખબર છે.. કારણ કે તમારા માટે તો મોદી જ જવાબદાર છે ! મોદી પહેલા તો કોઈ આ દેશ માં પ્રધાનમંત્રી બન્યું જ નથી.. ! બધું હવે જ થાય છે... શીખો નો હત્યાકાંડ ભુલાઈ ગયો છે... ભોપાલ ગેસ કાંડ ભુલાઈ ગયો છે .. ૨૬/૧૧ પણ ભૂલી જવાની હાલત માં જ છે !!

તો હવે આ રહ્યા અમુક સવાલ જે કોઈ પણ સામાન્ય બુદ્ધિ વાળા માણસ ને થાય...

૧) આ મજૂરો ટ્રેન પર સૂઈ ગયા ત્યારે એમને એ ખબર નહોતી કે દેશ માં માલ વાહક ટ્રેન ચાલુ જ છે એ બંધ નથી થઈ ?
૨) ટ્રેન ૫ થી ૧૦ કિમી દૂર હોઈ ત્યારથી જ તેના હોર્ન નો અવાજ સ્પષ્ટ સંભળાય જાય તો આ મજૂરો ને કોઈ અવાજ નો સંભળાયો ??
૩) ટ્રેન ચાલવાને લીધે પાટા પર રીતસર ધ્રુજારી અનુભવાય છે... તો શું આ લોકો ની નીંદર એટલી મજબૂત કે ટ્રેન ના પાટા પર કોઈ ધ્રુજારી જ ના અનુભવાઈ ??
૪) તેમને સુવા માટે કોઈ ખાલી જગ્યા નો મળી ?? કોઈ જગ્યા નહિ ને માત્ર ટ્રેન ના પાટા જ મળ્યા ??

હવે ચાલીને જતાં મજૂરો વિશે થોડાક સવાલ..

૧) આટલી બધી સામાજિક સંસ્થાઓ તમને મફત માં રાશન અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે છતાં વતન માં જવાની જીદ કેમ??
૨) વતન માથી અહી આવ્યા ત્યારે સરકાર ને મોદી ને પૂછીને આવ્યા હતા ?? ( જો ના, તો હવે સરકાર અને મોદી કેમ જવાબદાર ?)
૩) સરકાર મજૂરો માટે બસ ની સુવિધા પૂરી પાડે છે તો પણ ચાલી ને જ જવાની જીદ શું કામ ??

આ સીવાય ઘણા એવા સવાલો છે જે શંકા ઉત્પન્ન કરે છે પણ હું કોઈ વિવાદ ઉભો કરવા નથી માંગતો !

તો આ છે મારું મંતવ્ય બની શકે તમારો તર્ક મારાથી જુદો હોઈ શકે પણ એનો અર્થ એ નથી કે તમે તમારી વાહિયાત વાતો મારા ઉપર ઠોકી બેસાડો !

વિરોધ ત્યારે જ કરવો જ્યારે સહન કરવાની પણ શક્તિ હોઈ... નહિ તો ચૂપચાપ જોયા કરવું ! ખોટી પાયા વિહોણી વાત કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન નહિ કરવાનું !

9 comments:

  1. સાવ સાચી વાત કહી... આપ સાહેબે..

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. સોસીયલ ડીસ્ટન્સિંગ ના લીરે લીરા કયા કારણો થી ઉડે છે ? અને એના માટે જવાબદાર કોણ ?

    - ૫૦૦-૧૦૦૦ રૂ. લોકોના ખાતાં માં નાખી બેંકો બહાર ભીડ કોણે કરાવી ?

    - કરીયાણા ની દુકાનો જરૂરત કરતાં ઓછા સમય માટે ખોલાવીને દુકાનો બહાર ભીડ કોણે કરાવી ?

    - મજુરોને સમયસર સુવિધા ના આપી મોટા મોટા શહેરોમાં અને રાજ્યની સરહદો પર ભીડ કોણે કરાવી ?

    - ટેક્ષ/રેવન્યુ ની લાલચમાં દારૂની દુકાનો ખોલીને દુકાનો આગળ ભીડ કોણે કરાવી ?

    - પાન-મસાલા ની દુકાનો ખોલાવી દુકાનો બહાર વ્યસનીઓ ની ભીડ કોણે કરાવી ?

    - ને હવે બેંકમાં સસ્તા વ્યાજે લોન મળશે એમ કહીને બેંકો બહાર ફોર્મ લેવા ભીડ કોણ કરાવી રહ્યું છે ?

    શું આ બધા નિર્ણયો ક્યાંકને ક્યાંક જવાબદાર નથી કોરોના સંક્રમણ ફેલાવા માટે ?

    મને લાગે છે કે આ બધા નિર્ણયો કોઇ સંસોધન કે અગમચેતી વગર અને પુર્વતૈયારી/સુવિધાઓ ઉભી કર્યા વગર લેવામાં આવે છે...

    ReplyDelete
    Replies
    1. વોટ્સઅપ યુનિવર્સિટી ના મેસેજ ના મોકલો ! તમારું અંગત મંતવ્ય જણાવો 😊

      Delete
    2. લખવા માટે સમય નથી એટલે કોપી મારી છે

      Delete
    3. લોક ડાઉન ના સમયમાં માં "સમય" ન મળે એ વાત ગળે ન ઉતરે... !

      Delete