Friday, June 5, 2020

કેરલ : ભણતર માં "પાસ" માનવતામાં "ફેલ" !!!

ખરેખર આજે લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ મને ખબર નથી. મગજમાં અત્યારે જેટલો ગુસ્સો છે એને શબ્દ સ્વરૂપ આપીશ તો આપણા સામાજિક કહેવાતા ઘણા લોકોના નાકના ટેરવા ચડી જશે !! વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હું અલગ મુદ્દા પર લખવા માંગતો હતો પણ આ ઘટનાએ મને અંદરથી હચમચાવી મૂક્યો છે !

એક ગર્ભવતી માદા હાથી જ્યારે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતી હતી ત્યારે કેરલ ના અમુક ભણેલા(?) ટીખલી ખોર લોકોએ અનાનસ માં ટેટા ભરાવીને અનાનસ એ માદા ને ખાવા માટે આપી દીધું ! રસ્તામાં પડેલા એ અનાનસ માં રહેલા આવા બોમ્બ વિશે જો એ માદા હાથી ને ખબર હોત તો એ બિચારી કદી એમાં મો ન મારત. પણ ભૂખ ભલભલા માણસ ને લાચાર બનાવી દે છે... તો પછી આ તો અબોલ જીવ !! એ ચીસ પાડીને કોઈને કહી પણ ન શકે કે મને ભૂખ લાગી છે ભોજન આપી દો..!!

હું પણ જ્યારે ૧૦ માં ધોરણ માં હતો ત્યારે સામાજીક વિજ્ઞાનના એક પાઠમાં આવતું કે ભારત નું સૌથી શિક્ષિત રાજ્ય કેરલ છે જ્યાં સાક્ષરતા દર લગભગ ૯૩% જેટલો છે. આ પ્રશ્ન એક માર્ક માટે ઘણી વાર પરિક્ષા માં પણ પૂછાતો અને મને મનોમન એમ થતું કે આપડું ગુજરાત કેમ નંબર ૧ પર નથી ! આજે હું ખુશ છું કે સારું થયું આપડે નંબર ૧ પર નથી !

જોઈ લીધી નંબર ૧ વાળા લોકોની માનસિકતા, જોઈ લીધા એમના પ્રપંચો, જોઈ લીધી એમની પ્રાણીઓ પ્રત્યેની કરુણતા, જોઈ લીધું એમનું ભણતર !! હવે જ્યારે જ્યારે કોઈ કેરલ ને અભ્યાસ માં નંબર ૧ ગણાવે ત્યારે ત્યારે આ ઘટના એમના મો પર મારજો અને કહેજો કે હવે બંધ કરો આવા ધતિંગો ! અરે થોડીક તો શરમ કરવી હતી ને થોડીક ! એ માદા હાથી ક્યાં તમારા ઘરે ભોજન ની ભીખ માંગવા આવી હતી?? તમને ક્યાં એણે કહ્યું હતું કે મને ખાવાનું આપો ! અને છતાં પણ આવી ક્રૂર અને નિર્દયી મજાક ?? આને મજાક નહિ "સાપરાધ મનુષ્યવધ" ગણવો જોઈએ. વારે ઘડીયે જાત જાતના ફતવાઓ બહાર પાડતી આપડી સુપ્રીમ કોર્ટ એ આના પર "સુઓ મોટો" દાખલ કરીને ગુનેગારો ને આજીવન કારાવાસ ની સજા આપવી જોઈએ ! મહાકાલની શિવલિંગ પર પાણી કેટલું ચઢે? મટકી ફોડ વખતે હાંડી ની લંબાઈ કેટલી રાખવી ?? દિવાળી માં ફટાકડા ન ફોડવા, ઉતરાયણ માં પતંગ ન ચગાવી, ફલાણા ઢીમકાના મેસેજ ફોરવર્ડ કરનારાઓ થોડીક નજર આ ઘટના ઉપર પણ ફેરવી જુઓ !!

આવી એકાદ ઘટના સામે આવી છે, પણ એવી હજારો ઘટનાઓ કેરલ માં બને છે પણ બહાર નથી આવતી. આ ઘટના અંગે મેનકા ગાંધી એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એ સિવાય કોઈએ નકલી આંસુ પણ નથી સાર્યાં !

અને આપડું મીડિયા જગત પણ શું કરે છે ?? તૈમુર સુ સુ કરે તો પણ બ્રેકિંગ ન્યુઝ બનાવી બનાવીને પીરસે છે... પણ આ ઘટના ને કેટલું ફૂટેજ આપ્યું ?? ખાલી નીચેની પટ્ટી માં સ્ક્રોલ કરીને બતાવી દીધું બસ વાત ખતમ !

મને તો સાલું ખબર નથી પડતી કે આપડી અંદરનો માણસ જીવે છે કે પછી જીવતે જીવ મરી ગયો છે ??? અરે થોડોક તો અવાજ ઉઠાવો.... અવાજ ઉઠાવી ન શકો તો થોડુક લખો.... લખી ન શકો તો બોલો.... બોલી ન શકો તો જે બોલે છે એને સાથ આપો... એ પણ ન થાય તો કમસે કમ અમારા જેવા લોકોના ઇરાદા ને તોડવાના કારસા તો ન કરો !

સમાજ રાતો રાત નથી બદલી જવાનો.. પણ તમે અને હું પ્રયત્ન તો કરી શકીએ ને ?? તમારે બંદૂક લઈ ને લડવા નથી જવાનું... બસ ખાલી અમારા જેવા લોકોનો સાથ આપો કે જે કશું બોલવા માંગે છે, જે કશું લખવા માંગે છે ! આ કલમ માં આગ હોતી નથી પણ એક મગજ ફરેલો માણસ નક્કી કરીને લખવા બેસે ને તો ખરેખર આ કલમ "જ્વાળામુખી" બનીને બહાર આવી શકે છે !

મને ફોલો કરો 👇
https://www.Facebook.com/AmitGiriGoswami95
https://www.Instagram.com/AmitGiriGoswami95
https://twitter.com/AmitgiriA9
https://telegram.me/jordarjamnagar
https://www.matrubharti.com/amitgirigoswami9388
https://gujarati.pratilipi.com/user/8201jne9g4?utm_source=android&utm_campaign=myprofile_share

10 comments:

  1. ધારદાર.....રજૂઆત....સત્ય સત્ય અને સત્ય!

    ReplyDelete
  2. એવા તો અગણિત કિસ્સાઓ સરકાર કે પછી મિડિયા બહાર લાવતી નથી

    ReplyDelete
    Replies
    1. આપડે બહાર લાવવા જોઈએ... સોશ્યલ મીડિયામાં આવા કિસ્સાઓ ઉજાગર કરવા જોઈએ !

      Delete
  3. તમે સાચું કહો છો એવા લોકોને આજીવન કેદ થવી જોઈએ.....😠
    જેથી બીજા કોઈ આવું કરવાનું વિચારે પણ નય.....

    ReplyDelete
  4. જે શિક્ષણ માનવતા,શિસ્ત અને સંસ્કાર ન આપી શકે એવા શિક્ષણનો કોઈ મતલબ જ નથી.

    ReplyDelete
    Replies
    1. બિલકુલ સાચું કહ્યું

      Delete