WHO એ CoVID-19 ને મહામારી ઘોષિત કર્યા બાદ લોકડાઉન થવાને લીધે શેઠે રોજમદાર પરેશને કારખાનામાંથી છૂટો કર્યો. નિરાશા સાથે પોતાના ભવિષ્ય અંગે વિચારતો તે ઘરે ગયો. અશક્ત અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોના મૃત્યુ થયા બાદ કોરોના નો કેર ઘટતા લોકડાઉન હટયું અને ન્યુઝ ચેનલો ગાજવા લાગી, વાહનોના ઘોંઘાટના બદલે પંખીઓનો કલરવ ગુંજ્યો, વાયુ પ્રદુષણ અને PM 2.5 & PM 10 ઘટતા ઓઝોન સ્તરમાં સુધારો થયો. નદી-નાળા-તળાવો શુદ્ધ થયા. સ્વચ્છતા અભિયાન આપોઆપ થયું. આ જોઈને નવા રોજગારની તલાશમાં પરેશ મનમાં બબડ્યો આમાં મને શું ફાયદો ??
લેખક:- અજયગીરી ગોસ્વામી
No comments:
Post a Comment