Wednesday, May 5, 2021

પપ્પાને અંતિમ પત્ર

  નમો નારયણ

આદરણીય પપ્પા

ગોસાઇ નવિનચંદ્ર નારણગર

નિવાસ; કૈલાસવાસ

 

પપ્પા તમે તા. ૨૬/૪/૨૦૨૧ ગુરુવાર તિથિ ચૈત્ર સુદ ૧૪ વિ.સં ૨૦૭૭ ના રોજ અમને બધાને મુકીને અનંત સફરે ચાલ્યા ગયેલા છો. આપણા ઇષ્ટદેવ મહાદેવ તમને કૈલાસમા એમના ચરણોમાં સ્થાન આપે એવી અમો બધા મંગળ કામના કરીએ છીએ. આપનો સ્થુળ દેહ અમારા બધા વચ્ચે રહ્યો નથી, એ હવે સનાતન સત્ય છે ! પણ આ વાસ્તવિકતા સ્વિકારતા મને અને અમને બધાને ખુબ વાર લાગશે. ઘરની દરેક ચીજ વસ્તુઓ સાથે તમારી એટલી યાદો જોડાયેલી છે કે અમે હજુ એ વાત સ્વિકારી શકીએ એમ જ નથી કે આપ હવે કૈલાસવાસી બની ગયા છો.

 

તમે બેસતા એ ખુરશી, તમે પહેરતાં એ વસ્ત્રો, અખબાર વાંચતી વખતે તમે પહેરતા એ બેતાલા ચશ્મા, મહાદેવ મંદિરે  જલ અર્પણ કરતી વખતે જે તામ્ર કળશ વાપરતાં એ કળશમાં અને સમગ્ર ઘરના ખુણે ખુણામાં આપની ચેતના હજુ પણ વ્યાપ્ત છે, એવો મને આભાસ થયા કરે છે. આપ ચાલવા ગયા હશો અને હમણા જ પરત ફરશો એવી આશાએ અમારી દ્ર્ષ્ટિ હજુ પણ ઘરના દરવાજા પર મંડાયેલી રહે છે !

 

આપની એટલી બધી યાદો આ ઘર સાથે અને મારી સાથે જોડાયેલી છે કે, આપનો આ પુત્ર એને શબ્દોમા સમાવી શકવા માટે અસમર્થ છે. આમ છતાં આપને એક શબ્દાંજલી આપવાનો આ એક નાનકડો પ્રયાસ મારા દ્વારા થયો છે.

न जायते म्रियते वा कदाचिन्नायम् भूत्वा, भविता, वा न भूय:

 

अजोनित्य: शाश्वतोयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे………” ગીતા ૨/૨૦

 

आत्मा का जन्म नहीं होता । उसकी मृत्यु भी नहीं होती । वह पहेले न थी, या अबके बाद नहीं होगी, ऐसा नहीं है । आत्मा अजन्मा, नित्य, शाश्वत, पुरातन है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता । हे अर्जुन ! आत्मा को शस्त्रो काट नहीं सकते । अग्नि जला नहीं सकता । पानी भीगो नहीं सकता और वायु सूखा नहीं सकता । आत्मा, सर्वव्यापी, स्थिर, अचल और सनातन है । उसे अव्यक्त, अचिंत्य और विकार रहित कहेते हैं ।

                                                                                                                                                લી.

                                                                       આપનો અમિતગીરી